Brotherhood - 2 books and stories free download online pdf in Gujarati

ભાઈબંધ - 2

પહેલા ભાગમાં આપણે તો જોયું કે અમારી દોસ્તી વચ્ચે એક નવું પાત્ર આવ્યું અને અમે બંને બસ જીતવાની હરીફાઈમાં લાગી ગયા. પણ મને ક્યા ખબર હતી. આ હરીફાઈમાં જીતી ને પણ મને હાર જ મળવાની.
બસ ખાલી મન માં એક જ વાત કે મેહુલ સાથેની ચેલેન્જ જીતવી કેવી રીતે. બસ મે તો આ જીવન નુ લક્ષ બનાવી લીધું..અને એ છોકરી ના ગામ માં મારા મિત્રો હતા. થોડી એના વિશે જાણકારી તો એમની પાસે થી મળી ગઈ. તેનુ નામ પાયલ.
કોલેજ જવા માટે બસ આવે એટલે પેલા એ જોવા નુ કે એમાં પાયલ છે ? તોજ બસ માં બેસવાનું અને તે હોય એટલે એની આગળ પાસળ સીટ ખાલી હોય તો ત્યાં બેસી જાવ અને નો હોય તો તેની પાસે ઉભું રહેવાનું અને મારી જેમ મેહુલ પણ કરે બસ પાગલ ની જેમ તેની પાછળ રખડી થોડો સમય આમ જ વીતે છે એક દિવસ મેહુલ ને એના મામા ને ત્યાં જવાનું થાય છે.
અને ત્યાંથી આવતી વખતે મેહુલ નુ એકસિડન્ટ થાય છે. અને તે એક્સિડન્ટમાં તેનો પગ ફેક્ચર થઈ જાય છે. તને બે મહિના નો પાટો આવે છે. મેહુલ કઈ કોલેજ આવવાનો હતો નહીં એટલે મારી લાઈન થોડી ક્લિયર થઈ હું તો રોજની જેમ તેની પાસે જ ઊભો રહ્યો પાયલ ની બાજુ ની સીટ ખાલી હતી.
હું તો હજી વિચારતો હતો કે ત્યાં ડાયરેક્ટ બેસી જાવ કે એની પાસેથી ત્યાં બેસવા ની પરમિશન લવ હજુ તો એની સામે નજર ગઈ ત્યાં એને હાથના ઈશારા વડે મને બેસવાનું કીધુ. તેની બાજુમાં બેસતા મારું હાર્ટ ટોપ ગેર માં ચાલવા માંડ્યું હું કંઈ પૂછ્યું તે પહેલા તો તેણે પૂછી લીધું કે આજે કેમ એકલો કેમ એવું પૂછ્યું શું મેહુલ એને પસંદ છે હશે. હું શરત હારી જઈશ એવા ઘણા વિચાર મારા મન માં આવી ગયા. મનના વિચારો પર અંકુશ રાખી મે એને વાત કરી કે તેનું એક્સિડન્ટ થયું છે. અને બે મહિના નો પાટો આવ્યો છે પછી થોડી હિંમત કર્યું પૂછ્યું કે શું એનું કય કામ હતું. પાયલ એ જવાબ આપ્યો કે કામ કય ન હતું પણ એમ જ પૂછ્યું. આગળ શું વાત કરવી એ વિચારવામાં ને વિચારવામાં કોલેજ આવી ગઈ. તેની પેલા બસ માંથી ઉતરી આગળ તેની રાહે ઉભો હતો. એટલા માં તે ડાયરેક સામે આવી ગઈ. તેને કીધું આજે ગુટલી મારવાની છે. મને કાય સમજાણું નય મારા થી હા પડાય ગઈ. એ તો જતી રહી. હવે ના પાડવા ના કારણે મારે તો કોલેજ જવાય નય. મન માં વિશાર આવીયો કોલેજ ન જવાય તો કાય નય પણ મેહુલ ની લાલ તો કરવા તો જાહુ જ પડશે હું બસ ની રાહ જોય બસ ટોપ પર ઉભો હતો થોડી વાર થઈ ત્યાં પાયલ પણ ત્યાં આવી ગઈ. મે પણ કીધું તારે પણ ગુટલી મારવી છે એ હજુ કાય બોલે તે પેલા બસ આવી ગઈ. બસ માં લગભગ અમારી વશે દશેક ફૂટ જેવી દુરી એટલે વાત કાય થઈ નય. મારૂ ગામ આવતા બસ માંથી નિશે ઉતરતી વખતે મે મારૂ કોલેજ નું આઇકાર્ડ તેની પાસે પાડી દીધું અને હું જતો રહ્યો. મેહુલ ની પાસે જય મે બધી વાત કરી અને કીધું તારું હારવાનું તો ફાયનલ છે. પણ એ બિશારો કરે પણ છુ. મેહુલે મને ક્લાસમેટ પાસેથી લેક્ચર નોટ લાવવાનું કહ્યું.
...................... ક્રમશ.........................