The Game of 13 - 3 books and stories free download online pdf in Gujarati

The Game of 13 - Chapter: 3

છેલ્લા અમુક કલાકો માં બનેલા બનાવો થી રીત થોડો ચિંતિંત હતો.રૂટ ના મન માં ઘણા પ્રશ્નો હતા.આ બધા પ્રશ્નો ને મનમાં સંગ્રહીને રૂટ તેના પોલીસ સ્ટેશને પાછો ફર્યો.રૂટ જયારે તેના પોલીસ સ્ટેશને પાછો આવ્યો ત્યારે ઘડિયાળ રાત ના ૧૦:૩૦ બતાવવા તૈયાર હતી.આજે રૂટ માટે જાણે પોલીસ સ્ટેશનના મેઈન ગેટથી તેની કેબીન સુધીનું અંતર ખુબ વધી ગયું હતું.તે ધીમે ધીમે તેની મેજ પાસે આવ્યો અને તેની શોભ માં વધારો કરતી પોલીસની કેપ તથા જનતાની સુરક્ષા માટે નો પોલીસ દંડ ટેબલ પર મુક્યો અને થયેલી હત્યા ઓ વિષે ઝીણવટ થી વિચાર કરવા લાગ્યો.લગભગ 11:30 વાગ્યે રૂટ તેના ઘરે જવા રવાના થયો .ઘરે પહોંચીને રૂટે આરામ કર્યો પણ તે રાતે ઇન્સ્પેક્ટર રૂટને ઊંઘ ન આવી.આખી રાત તેણે DR.DECKના વિચાર માં કાઢી.બીજે દિવસે સવારે રૂટ તૈયાર થઇને કર સ્ટાર્ટ કરીને પોલીસ સ્ટેશન જવા રવાના થયો.સામાન્ય રીતે રૂટ દરરોજ સ્ટેશનમાં બધા સાથે હસી ને " Good Morning " કહેતો કહેતો તેની જગ્યા પર જતો પણ રૂટ કઈંક સુન મુન છે.તે ચૂપ ચાપ તેની જગ્યા પર ચાલ્યો ગયો.પાછળથી બધાયન ગુસપુસ કરતા સંભળાયા,"સર કાલના ઇન્સીડન્સ પછી ચૂપ ચૂપ છે,તેમને થયેલી ઘટના નો કઈંક વધારે જ આઘાત લાગ્યો છે.સમય પસાર થતો ગયો અને ધીમે ધીમે બપોર અને પછી સાંજ પડી.હવે સૂર્યાસ્ત નજીક હતો.સૂર્ય તેના સૌમ્ય સ્વરૂપમાં આવ્યો.ત્યારે એકા-એક ફરીથી ટેલિફોનની ઘંટી ટ્રીન...ટ્રીન...બોલી ઉઠી.રૂટે ફોન ઉપાડ્યો ,સામેથી એક વ્યક્તિ રડતા-રડતા બોલ્યો,"હેલો,હેલો...પૂ..પોલીસ હું એલન બોલું છું,મારે મ.....મારવું નથી,મને બ....બચાવો,આ...."તેની ચીસ ફાટી ગે અને પાછળ સંભણાણી એજ બિહામણી ધૂન.રીતે સામે ઘણી વાર હેલો..હેલો..કર્યું પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહિ.આ બધું સાંભળતા ઇન્સ્પેક્ટર ની આંખો ખુલી ની ખુલી રહી ગઈ.તેણે સમજાતું નહતું કે શું કરવું.કોઈ નાવિક ને મધ દરિયે ખોરાક-પાણી ખૂટી જાય અને મદદ માટે જમીન નો એક ટુકડો પણનો દેખાય તો જેવી હાલત બસ તેવી જ હાલત અત્યારે ઇન્સ્પેક્ટર રૂટની હતી . તે ફોન મૂકીને હારેલ,થાકેલા સૈનિક ની જેમ ખુરસી પર બેસ્યો.પણ ટેલિફોન તો બે દિવસ થી રૂટની પાછળ વેતાળ ની જેમ પડ્યો હતો.ફરી એક વાર ટેલિફોન ની ઘંટી ટ્રીન…ટ્રીન… વાગી ઉઠી.રૂટે ફોન ઉપાડ્યો સામેથી એક માણસે જણાવ્યું,”નદીકાંઠે,રેવિનયન હાઈટ્સ માં 13 માં મળે બ્લોક નો.4 માં એક વ્યક્તિની હત્યા થઇ છે જલ્દી એવો.”આ બધું હવે કોઈ ટેપમાં કેસેટ મૂકી હોય તેવું લાગતું હતું.હવે તો ઇન્સ્પેક્ટર રૂટને પણ લાગતું હતું કે કઈ સીરીયલ કિલર છે.રૂટ તેના સહકર્મીઓ ને લઇ ને ક્રાઇમ સીન અને શ્રીમંતો ના રહેણાંક એવા 70 માળના રેવિનયન હાઈટ્સ પર કે જેની સામેની બાજુ આ સુંદર, જાજરમાન, કે જેને જોતા જીવ ન ભરાય તેવી રેવિનયન નદી 7:34 પહોંચ્યો. ઇન્સ્પેક્ટર તેના કલીગ્સ સાથે 13 માં માળે બ્લોક નઁ.4 માં ગયો.જાણે વર્ષોથી કોઈ ખંઢેર હોય તેવી ઘર ની હાલત હતી.લોહીની તો કોઈ કિંમત જ ન હોય તેમ જગ્યા જગ્યા પર વિખરાયેલું હતું.ઇન્સ્પેક્ટર રૂટે બાથરૂમમાં નજર મારી બાથરૂમ માં બાથટબ માં એક માણસ નું મોઢું પાણી માં ડુબાડેલું મળ્યું જેનું ગળુ કપાયું હતું અને આજુ બાજુ હતી અમુક નાની દડી જેના પર લખ્યું હતું ,”DR.DECK” ઇન્સ્પેક્ટર રૂટે તેના કોટ પરની એક સ્ટીકી નોટ વાંચી જેમાં લખ્યું હતું “I am back”.રૂટે તે મૃતદેહના ખીસા ફમ્ફોસ્ય તેમાંથી રૂટને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું.”જેમાં નામ હતું “IAN PRET”.આ કેસ હવે પોલીસની સમાજ માંથી બહાર જઈ રહ્યો હતો. પણ રૂટ એમ હાર માનવાનો ન હતો.થોડું ગણું ઇન્વેસ્ટિગેશન થયું હતું કે ત્યાં ખબર પડી કે બરોબર બે સ્ટ્રીટ પછી ઓરમ કોલોની માં એલન હાઉસ નામના ઘર માં ફરી એક હુમલો થયો.કોલોની તદ્દન નજીક હતી તેથી રૂટ તેના સાથીઓ સાથે ઇન્વેસ્ટિગેશન અધૂરું મૂકી એલન હાઉસ ગયો.આ ઘરના રૂપ રંગ બીજા ઘર કરતા તદ્દન જુદા હતા ઘર એકદમ સુવ્યવસ્થિત અને સ્વચ્છ હતું અને જે વ્યક્તિ પર હુમલો થયો હતો તે હતો એલન વર્નર બાથરૂમ માં નહિ પણ લિવિંગ રૂમમાં પડ્યો હતો. રૂટ એલન તરફ ઝડપ થી ગયો અને તેના શ્વાશ તપસ્યા તો તે હજુ જીવિત હતો,રીતે તત્કાલ એમ્બ્યુલન્સ બોલાવવા કહ્યું,એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી રૂટે તથા તેના સાથીઓએ એલન ના ગાલા પર લાગેલા ઘા પર રૂમાલ રાખી થોડી મલમ પેટ્ટી કરી તેના પ્રાણ જણાવ્યા.આ દરમિયાન જ એમ્બ્યુલન્સ સમયસર એલનના ઘરે આવી આવી અને તેને હોસ્પિટલમાં ખસેડાયો.ઇન્સ્પેક્ટર રૂટ માટે તો આ અંધારામાં આશા નું કિરણ હતું.રૂટમાં હવે નવો તરવરાટ તથા આંખોમાં વિશ્વાશ હતો.રૂટે તેજ સમયે નક્કી કર્યું કે હવે ગમે ત થાય તે DR .ડેકને જરૂર પકડશે.

શું થશે હવે?

શું ઇન્સ્પેક્ટર રૂટ સફળ થશે?

શું આ ઘટના નો એક માત્ર શાક્ષી કોઈ નિર્ણાયક ભૂમિકા ભજવશે?

જાણવા માટે વાંચો " THE GAME OF 13 " નો અંક 4