The Game of 13 - 4 books and stories free download online pdf in Gujarati

The Game of 13 - Chapter: 4

અંક 4

પીસલેન્ડ માં આટલા વર્ષો થી શાંતિ હોવાને કારણે પોલીસ ની અક્કલ ને ખાસો કાટ લાગી ગયો હતો પણ રુટ ના ચક્રો હવે ગતિમાન થયા હતા. તેણે આજુબાજુ ના તમામ રહેણાંક, દુકાનદાર વગેરેને પૂછતાછ શરુ કરી જે દરમિયાન તેને એક આંચકો લાગે તેવી જાણ થઈ. તેને ખબર પડી પ્રથમ ત્રણ હત્યા માં એ વ્યક્તિ ગુમ છે જેણે પોલીસ ને ઘટનાની જાણ કરી છે, પરંતુ છેલ્લા એલન પર થયેલા હુમલા માં એ માણસ હાજર હતો જેણે પોલીસ ને સંપર્ક કર્યો હતો. તે વ્યક્તિ એક ગ્રોસરી શોપ નો માલિક હતો. કે જેની શોપ એલન ના ઘર પાસે હતી. રુટે તે વ્યક્તિ ને પૂછતાછ માટે બોલાવ્યો અને કહ્યું કે જે થયું તે વિષે માંડી ને વાત કરો; તે કહે છે, કે "એલન મારો રેગ્યુલર ગ્રાહક છે, હું તેને ઘણા સમય થી ઓળખું છું. તે અમુકવાર જ મારી દુકાને આવે છે.કારણ કે તે તેના બિઝનેસ માં બીઝી રહે છે. તેથી હું મહિના ની ગ્રોસરી તેના ઘરે પહોંચાડી આપું છું અને ત્યાંજ તેની સાથે વાતો કરું છું. આજે હું દરરોજ ની જેમ જ તેને સામાન આપવા ગયો હતો પણ દર વખતે હોય તેના થી ઉલટું હતું એલનના ઘર નો મેઈન ગેટ ખુલ્લો હતો એટલે હું અંદર ગયો.થોડું અંદર જતા મેં જોયું કે એલન સામે એક વ્યક્તિ ઉભો હતો જેના ખંભા સુધી વાળ હતા, કોટ ને પેન્ટ પહેર્યા હતા અને હાથ માં એક મોટું ચપ્પુ હતું.મેં તેને ઉભો રહેવા બૂમ પાડી, પણ તે એલન ને ગળા પર ચપ્પુ મારી પાછળ ના દરવાજા થી જલ્દી ભાગી ગયો.હું તેને બરોબર ન જોઈ શક્યો. કારણ કે ત્યાં અંધારું હતું. હું ખુબ ડરી ગયો હતો. તેથી મેં પોલીસ ને ફોન કર્યો"રૂટે તેનો આભાર માની ને તેને છુટ્ટો કર્યો. ઘડિયાળ માં રાત્રી ના ૧૧:૫૧ થઇ રહ્યા હતા. તેથી રુટ તેના ઘરે જવા રવાના થયો. તે ઘણું વિચારે છે, પણ એક પ્રશ્ન તેને સતાવી રહ્યો હતો કે જ્યારે પહેલો ફોન આવ્યો ત્યારે તેમાં સામેના વ્યક્તિ એ કહ્યું હતું કે તે એલન બોલે છે. પણ એલન પરના હુમલા ની ખબર તો ગ્રોસરી શોપ ના માલિકે આપી હતી અને એલન પર હુમલો Mr Prett પછી થયો હતો. તો દર વખતે જેની હત્યા ચાલુ ફોન પર થાય તે જ વ્યક્તિ ની હત્યા થોડી કલાકો પછી ફરી કઈ રીતે થાય? બીજે દિવસે પણ રુટ પોલીસ સ્ટેશને એ જ વિચાર કરતો હતો. તે દરમિયાન અચાનક રુટ તેની ખુરશી માંથી ઉભો થયો, જાણે મગજ માં કોઈ ચમકારો થયો હોય. તેણે એક કોન્સ્ટેબલ ને બોલાવી ને આદેશ આપ્યો કે આપણા પોલીસ સ્ટેશન માં છેલ્લા ૫ દિવસ માં જેટલા ટેલિફોને કોલ આવ્યા હોય તેની ડિટેઈલ્સ મારે ૩૦ મિનિટ માં જોઈએ છે.કોન્સ્ટેબલ "યસ સર " કહીં ને ફટાફટ ગયો અને ૩૦ મિનિટ પહેલા જ કોલ ડિટેઈલ્સ લાવી ઇન્સ્પેક્ટર રુટ ના ટેબલ પર મૂકી.રૂટે તેને "Thank You" કહી ઝીણવટ થી ફાઇલ્સ વાંચવા લાગ્યો. એ દરમિયાન તેણે જોયું કે પહેલો ફોન આવ્યો કે જેમાં સામે બોલનારે કહ્યું હતું કે તે Jack હતો તે કોલ ખરેખર Mr Bess ના ઘરે થી આવ્યો હતો અને બીજા દિવસ નો પહેલો કોલ આવ્યો જેમાં સામેના વ્યક્તિ એ કહ્યું હતું કે તે એલન બોલે છે, પણ તે કોલ Mr Prett ના ઘરે થી આવ્યો હતો. હવે રુટ ના મગજ માં ચિત્ર થોડું થોડું ચોખ્ખું થઇ રહ્યું હતું તેણે સમજાયું કે ફોન પર બોલનાર વ્યક્તિઓ Dr Deck ના ઈશારે બોલી રહયા હતા. Dr Deck જ તેમની પાસે ફોન લગડાવતો અને તલવાર ની ધાર પર તેમની પાસે બધું કહેવડાવતો,પછી ચાલુ ફોને તેની હત્યા કરી નાંખતો હવે રુટ ને આ કેસ સમજાવા લાગયો હતો. રુટ વારાફરતી કેસ ફાઇલ્સ વાંચતો ગયો. ઘણીવાર એકધારા રીડિંગ પછી રુટ થાક્યો, તેણે ઘડિયાળ માં જોયું તો બપોર ના ૧૨:૩૦ વાગ્યા હતા. રુટે લંચ લેવા માટે પોલીસ-સ્ટેશન પાસે ની એક રેસ્ટોરન્ટ સુધી ચાલી ને જવાનું નક્કી કર્યું. બહાર આવી તેણે ચાલવાનું શરુ કર્યું ત્યાં રસ્તા માં અમુક વૃદ્ધો વાત કરતા સંભળાયા કે, ‘’નક્કી આ તેનું ભૂત જ છે જે આ હત્યા કરે છે ’’. આ સાંભળતા જ ઇન્સ્પેક્ટર રુટ ના કાન ઊંચા થયા, તેની ચાલવાની ગતિ ધીમી પડી, રુટ પાછો ફર્યો અને તેમને પૂછ્યું કે "તમે શેના વિષે વાત કરો છો?", એક વૃદ્ધ વ્યક્તિએ હલકા સ્મિત સાથે તેને કહ્યું "કૈં નહિ....કૈં નહિ, તમારા જેવા જુવાન ને વિશ્વાસ નહિ થાય ", બસ આટલું કહી તેઓ ચાલતા થઇ ગયા. જતા જતા કેહતા ગયા કે "જે ચાલુ થયું છે તે અટકવાનું નથી" અને રુટ ના મન માં રહી ગયો પ્રશ્નાર્થ. ભૂત? કોનું ભૂત? શું આ ભૂત નો સંબંધ Dr Deck સાથે ખરો? આ બધા પ્રશ્નો નું ભાર લઇ રુટ તે રેસ્ટોરન્ટ પહોંચો અને ત્યાં ચીઝ બર્ગર, ઇટાલિયન સેન્ડવિચ અને ઓરેન્જ ડ્રિન્ક મંગાવ્યું. પણ તે જોઈ રહ્યો હતો કે એક માણસ જે તેની સાથે જ રેસ્ટોરન્ટ માં પ્રવેશ્યો હતો તે તેની પાછળ બે ટેબલ છોડી ને બેઠા બેઠા સતત તેને ઘુરી રહ્યો હતો પણ રુટ જાણી જોઈને તેના તરફ ધ્યાન આપતો ન હતો. રુટે તેનું લંચ લઇ બિલ ચૂકવી રેસ્ટોરન્ટ ની બહાર નીકળ્યો ત્યારે તેની સાથે સાથે પેલો માણસ પણ નીકળ્યો તેને મોઢા પર કપડું બાંધ્યું હતું. રુટ ખાતરી કરવા એક નાની સુમસામ શેરી માં વાળ્યો પેલો પણ તે શેરી માં વાળ્યો અને એક લાંબા સાઇલેન્સર વળી ગન કાઢી અને રુટ પર ફાયર કર્યું પરંતુ રુટ પહેલે થી જ સતેજ હોવાથી એક ઘર ની ઓથે આવી બચી ગયો રૂટે આજુબાજુ નજર કરી તો ત્યાં એક સ્ટીલ ની ડોલ હતી તેને તે ઉપાડી પેલા માણસ પર ફેંકી જે તેના માથા પર લાગતા તે ત્યાંથી નાસી ગયો રુટ તેને પકડવા તેની પાછળ ગયો પણ તે માણસો વચ્ચે ક્યાંક અદ્રશ્ય થઇ ગયો રુટને શંકા હતી કે કોઈ છે જે ઇચ્છતું નથી કે રુટ આ કેસ પર કામ ન કરે. રુટ હજુ સુધી એમ સમજતો હતો કે આ સીરીઅલ કિલર છે પણ આ વ્યક્તિ ની હુમલો કરવાની પદ્ધતિ તો અલગ જ હતી!!! મતલબ કે કોઈ હતું જે આ હત્યાઓ ને સીરીઅલ કિલિંગનું સ્વરૂપ આપવા માંગતું હતું.

ભૂત? શુ આ ઘટનાઓ પાછળ ભૂત નો હાથ છે?

વૃદ્ધો કોના વિષે વાત કરી રહ્યા હતા?

કોણ રુટ ને આ કેસ પર થી હટાવવા માંગે છે?

જાણવા માટે વાંચો "The game of 13 " નો અંક: 5