Love Blood - 55 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-55

લવ બ્લડ
પ્રકરણ-55
સુરજીત અને રીતીકા સફારીનાં મૂડમાં નીકળેલાં કોઇ પાછળ ફોલો કરી રહ્યું છે એવું જાણુ એટલે દિશા બદલીને ઉત્તર તરફ ઉચાઇ વાળા ચઢાણ ચઢી ઊંચા પર્વત ઉપર આવી ગયાં હતાં બધી વાતો થઇ રહી હતી. સુરજીતે કહ્યું મારી પાસે બધાંજ સાધનો છે રીતીકા તું કંઇ રાખે છે કે કેમ?
જવાબમાં રીતીકાએ સુરજીત સામે જોયુ અને પછી પગ ઊંચો કરી એની હાઇ હીલની સેન્ડલ જે બુટ જેવી દેખાતી હતી એની હીલમાંથી એક મીની રીવોલ્વર કાઢી... સુરજીતતો આશ્ચર્યથી જોઇજ રહ્યો... એણે કહ્યું "શું વાત છે આટલી નાની રીવોલ્વર ? સાચી છે ? બુલેટ છૂટે છે ? પહેલીવાર જોઇ મેં આવી.
રીતીકાઓ કહ્યું "ખાસ ઇટલીથી મંગાવી છે નાની છે પણ જોરદાર છે રેન્જ તારી રીવોલ્વર કરતાં વધુ હશે બુલેટ એવી છૂટે કે સામે વાળો તરતજ પુરો. જો એમ કહીને હાથમાં આપી.
સુરજીતે હાથમાં લીધી અને બધી બાજુથી ફેરવીને ચેક કરી નાજુક ટ્રીગર પણ ધડાકો મોટોજ હશે એ સમજી ગયો બધી કળ જોઇને ચકાસી લીધી. વાહ મસ્ત છે બહુ હુશિયાર અને ચાલાક છે તું રીતીકા બોલી આ નાનુ રમકડું મંગાવ્યુ પૂરાં પાંચ લાખ ખર્ચ્યા છે એની બુલેટ પણ સાથે ઘણી છે સાથે રાખી છે બીજી હીલમાં બુલેટ્સનું મેગેઝીન (બોક્સ) હતું.
સુરજીત આશ્ચર્યથી જોઇ રહેલો. એણે કહ્યું પાછી મૂકી દે સંકટ સમયની સાંકળ છે મને ખૂબ ગમ્યુ આ જોઇને મને ઘરપત થઇ ગઇ.
રીતીકા ચારે બાજુ નજર ફેરવીને કહ્યું "પણ સુરુ મને ઘરપત નથી આવો આકાશનો ચંદરવો નીચે લીલુડી ઘરતી ઠંડો પવન સાવ ઓકાંત અને તારો સાથ પછી ઘરપત કેમ રહે ? એમ કહીને સુરજીતને વળગી ગઇ.
સુરજીતે એને બાંહોમાંજ ઊંચકી લીધી અને બંન્ને જણાં હાથ પકડીને એકબીજાને વ્હાલ કરતાં રહ્યાં. સુરજીતે આંખથી ઇશારો કર્યો કે જીપમાં જઇએ ચાલને...અહીં ખૂલ્લામાં સાપ, નાગ નીકળશે તો મજા ખારી થઇ જશે.
રીતીકાએ આંખનો ઉછાળો કરીને કહ્યું "ચલને હું તો ક્યારની રાહ જોઉ છું તારી તૈયારીની... અને બંન્ને જણાં જીપની પાછલી સીટમાં ગોઠવાયાં સુરજીતે જીપ અંદરથી સેન્ટ્રલ લોક કરી અને રીતીકાનાં ચહેરાને ચૂમવા લાગ્યો. બંન્ને જણાં એકબીજાને ખૂબ વ્હાલ અને પ્રેમ કરવા માંડ્યા અને ધીમે ધીમે પ્રેમ સહવાસમાં પરોવાવા લાગ્યાં.
હોઠથી હોઠ જોડાયાં અને મધુરસનું પાન કરવા માંડ્યાં રીતીકા સુરજીતની બાહોમાં હતી અને સુરજીત રીતીકાનાં અંગ અંગને સ્પર્શીને સહેલાવી રહેલો. ક્યાંય સુધી એકમેકને સ્પર્શીને અંગ અંગ ઉત્તેજીત થઇ રહેલું.
ધીમે ધીમે પ્રેમવેગ વધતો ગયો અને વસ્ત્રો અર્ધખૂલા કરીને છેક અંદર સુધીનો સ્પર્શ શરૂ થયો રીતીકાની આહ અને સુરજીતનો પ્રેમ પરાકાષ્ઠા તરફ વધી રહેલો એકબીજાને સહકાર આપીને મૈથનનો આનંદ લઇ રહેલાં અને ઉત્તેજીત અવસ્થાની ચરમ સીમાં આવી અને બંન્ને તન એક થઇ ગયાં ક્યાંય સુધી તૃપ્તિ પછી એકબીજાને વળગી બેસી રહ્યાં.
બંન્ને જણાંની આંખો બંધ હતી તૃપ્તિનો ઓડકાર મળી ગયેલો અને રીતીકાની આંખો ખૂલી એણે જોયુ બહારથી ચાર આંખો કાચ પર હાથ રાખીને અંદર જોવા પ્રયત્ન કરી રહ્યાં છે એ સફાળી બેઠી થઇ ગઇ વસ્ત્રો સરખા કર્યા અને સુરજીતનુ ધ્યાન દોર્યું.
સુરજીત જોઇને સડકજ થઇ ગયો એણે વસ્ત્રો સરખાં પહેરી લીધાં અને એણે પોતાની રીવોલ્વર હાથમાં લીધી અને એ દરવાજો ખોલવા જાય એ પહેલાં એ ચાર આંખો જાણે અદ્રશ્ય થઇ ગઇ એણે રીતીકાને અંદરજ રહેવા કીધું કાચમાંથી બહાર જોયું કોઇ દેખાતું નહોતું એણે ધીમે રહીને દરવાજો ખોલ્યો અને પછી ઢાળ ઉતરવાનાં રસ્તે બે છોકરાઓને દોડતાં ભાગી જતાં જોયાં એને પછી ખબર પડી કે કોઇ આદીવાસી કપલ હતૂં એ ભાગીને જઇ રહ્યુ હતું જતાં જતાં હસતાં હતાં.
એણે રીતીકાને ઇશારો કરી બહાર બોલાવી અને પેલાં બે જણાં ભાગતાં બતાવ્યાં રીતીકા જોરથી હસી પડી એણે કહ્યું "બાપરે હું તો ગભરાઇ ગઇ હતી.
સુરજીત કહે હું એટલો મસ્ત મૂડમાં આંખો બંધ કરીને બેઠેલો તે મને ઢંઢોળ્યો અને બોલવા ના કહી ઇશારાથી આંખો બતાવી પહેલાં હું પણ ગભરાયો કે આતો ઊંઘતાં ઝડપાયા પછી ખબર પડી કે આતો આદીવાસી છે ભાગી ગયાં.
રીતીકાએ કહ્યું "એ લોકોને બૂમ પાડીને પાછા બોલાવ પૂછને શું જોતા હતાં ? કેટલું જોયું ? બોલાવને..
સુરજીત કહે "હવે આવતાં હશે એ લોકો ડર હશે કે આપણે મારીશું હવે ગયાં છોડ ચાલ સાથે શું લાવી છું થોડું કંઇક ખાઇએ પીએ.. સફારીમાં એક ઊંદર પણ જોવા નથી મળ્યો ખબર નહીં પછી પાછા ફરી જઇએ આમ પણ 3-4 કલાકતો આમજ નીકળી ગયાં.
રીતીકાએ કહ્યું "બધુજ છે બોલ શું જોઇએ ? કોફી કે ડ્રીંક ? સુરજીતે કહ્યું "અત્યારે કોફી કોલા પીવાય ? તારાં હોઠે થી આમતો બધુ પી લીધુ છે પછી તને પણ પીવરાવી દીધુ છે ડ્રીંકજ લાવ એમાં ટેસડો પડશે મસ્તી કરતાં કરતાં પાછા જઇએ.
રીતીકાએ આંખો નચાવતા કહ્યું "મારું બધુ પીધાં પછી મને પીવરાવ્યું પણ ખૂબ મજા આવી સંતોષ પણ થયો પણ હવે જે સમય જાય છે એમ અત્યારથી ડર લાગે છે કે છૂટા પડવાનું થશે આજે પેલા ડાકુ જોડે મીંટીંગ પુરી થઇ જાય પછી કાલે ઘર તરફ નીકળી જવાનું થશે પછી છૂટા પડવાનું ? મારો તો જીવજ નીકળી જશે.
સુરજીતે કહ્યું કેમ આમ ? છુટા ક્યાં પડવાનાં ? મારાં અને તારાં બગીચા ક્યાં દૂર છે ? ઓફીસથી સીધો તારાં બંગલેજ આવી જઇશને ? દૂરી હવે તો મારાંથી પણ નહીંજ સહેવાય.
રીતીકા બે ગ્લાસ અને બોટલ લાવી... સુરજીતે સોડા બોટલ કાઢી અને જામ બનાવ્યાં. બંન્ને જણાં પ્રેમ ભરી વાતો કરતાં કરતાં શાંતિથી ડ્રીંક પીવા લાગ્યાં. હજી તો ડ્રીંક પુરુ થયુ અને ઢાળની બીજી બાજુથી આદીવાસીઓ આવતો હોય એવુ લાગ્યુ સુરજીતે કહ્યું રીતુ તું જીપમાં બેસી જા આપણે અહીંથી નીકળીએ પેલા બે જણાં બીજાં લોકોને લઇને આવતાં લાગે છે.
રીતીકાએ જોયું કે બધાં 8-10 જણાં આવતાં જણાય છે એમાં પેલુ કપલ પણ છે. સુરજીતે બે મીનીટ વિચાર્યુ પછી જીપ સ્ટાર્ટ કરીને એ લોકો આવી રહેલાં એમની સામેજ જીપ ડ્રાઇવ કરી લીધી થોડીવારમાં તો એ લોકો સામે આવી ગયાં અને જીપ ઉભી રાખી એનાં હાથમાં રીવોલ્વર રાખી હતી.
સુરજીતે પેલાં કપલની સામે જોઇને એમનીજ ભાષામાં વાત કરવા માંડી પેલા લોકોને પૂછ્યું કેમ તમે લોકો ક્યાં જાવ છો. પહેલાં તો એમાં લીડર લાગતો 28-30 વર્ષનો છોકરો આશ્ચર્ય પામ્યો કે આ આપણી ભાષા બોલે છે ?
પેલાએ પૂછ્યું "તમે લોકો કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? અહીં શું કરતાં હતાં ? આ લોકોએ તમને....
સુરજીતે કહ્યું હું અને મારી પત્ની ફરવા નીકળ્યાં છીએ આ લોકોએ.. પણ તમારે શું કામ છે ? તમે લોકો કોણ છો ? ક્યાં રહો છો ? શું કામ કરો છો ?
પેલાએ કહ્યું "તમે અમારાં કબીલાનાં નથી આદીવાસી નથી અમારી ભાષા કેવી રીતે બોલો છો ? અમે અહીં જગલમાં રહીએ છીએ આ બધી જગ્યા પર્વત બધું અમારુ છે અને સીઝનમાં ટી ગાર્ડનમાં કામ કરવા જઇએ છીએ.
સુરજીતે કહ્યું "હું તમારી ભાષા જાણુ છું કારણ કે મારાં ચા ના બગીચા છે અને તમારાં કબીલા કે જાતનાં માણસો મારાં ત્યાં કામ પર આવે છે. એમાંથી થોડી ઊંમરવાળો બોલ્યો "ઓહો રોયબાબુ છે આતો હું જાણું છું એમને આતો આપણાં કબીલા અને જાતનાં માણસોને કામ આપે છે પોષે છે.
એણે સુરજીતને કહ્યું "અમે તમારાં જેવાંજ શતાન્શુ બાબુની ટોળીમાં કામ પર જતાં છીએ પણ હમણાં રજા પર છીએ.. સુરજીતે ખુશ થતાં કહ્યું તમારુ નામ શું ? શતાન્શુ બાબુને હું સારી રીતે ઓળખુ છું મારાં મિત્ર જેવાં છે.
પેલાએ કહ્યું મારુ નામ નીમ્બુ છે અને નીમ્બુ બસતીમાં રહીએ છીએ નીમ્બુ તરીકે ઓળખાઇએ છીએ અને અહીં બાવાનાં ત્રાસથી કંટાળી અહીં જંગલ તરફ આવી ગયાં છીએ સુરજીતે કહ્યું બાવાનાં ત્રાસથી એટલે પેલો ડમરૂનાથ ? પેલાએ કહ્યું હાં" સુરજીત જોઇ રહ્યો પછી વિચાર કરી બોલ્યો "ચાલો આગળ એક વાત કહું.
વધુ આવતા અંકે - પ્રકરણ-56