BHAY RATRI - 2 books and stories free download online pdf in Gujarati

ભયરાત્રિ (પ્રકરણ - 2)

ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. ઑફિસની બહારના ગાર્ડન માં હું એક તોફાની વિચારો ના વહાણમાં સવાર હતો.

"વિજેતા સાડા 10 વાગ્યા ઘરે નથી જવું." ત્યાં ના સિક્યોરિટી નરેન્દ્રબાપુ એ મને ઝબકાવ્યો. હું ઝબકી ને વિચાર વિહીન થયો.

બાપુ એ ટીખળ કરીને મને પૂછ્યું, "કોના વિચારો માં ખોવાયેલા હતા વિજુભાઈ, આવશે આવશે એવો પણ સમય આવશે કે ઘરે થી પત્ની ફોન કરી ને પૂછસે ક્યારે આવો છો, અને ત્યારે તો 7 વાગ્યા માં ઘરે જવાનું મન થઇ જશે બેટા."

"અરે ના બાપુ, બસ એમ જ વિચાર માં હતો." મેં હામી ભરી ને કહ્યું.

બાપુ એ મારી સામે જોયું, અને આંખ ઝીણી કરી ને શક ના હાવભાવ સાથે બોલ્યા, "બેટા મારા થી કઈ છુપાવીશ ને તો હું તને બોલાવીશ નહી."

નરેન્દ્રબાપુ મારા દાદાની ઉંમર ના હતા અને અમે લોકો તેમને ખુબ આદર આપતા. તેઓ અમારી ઓફિસના વડીલ હતા. અને એ મારા સારા એવા મિત્ર પણ હતા એટલે હું એના થી કઈ છુપાવું એ મને વ્યાજબી લાગતું ન હતું. એટલે મેં બાપુ ને મારી ઓફિસ માં અંદર બોલાવ્યા. તેઓ મારા ટેબલ ની સામી ખુરશી પર બેઠા. મેં પાણી ની બોટલ એને આપી અને ઈશારા થી પાણી પીવા કહ્યું. એને માથું હલાવી ને ના કહી એટલે મેં ઢાંકણું ખોલી પાણી ની એક ઘૂંટ ભરી. બોટલ સાઈડમાં મૂકી અને ખુરશી પર બેઠો.

"બાપુ, હું જે વાત તમને કરવા જઈ રહ્યો છું એ અત્યારે કોઈ ને ન કહેતાં. આ વાત તમને એટલા માટે કહું છું કે હું અને રવિ તમારા દીકરા સમાન છીએ, અને અમારી સમસ્યાનું સમાધાન તમે કરી શકો તેમ છો." મેં બાપુ ને કહ્યું.

બાપુ તરત બોલ્યા, "અરે બેટા તું કહે તો ખરું, પછી ખબર પડે."

મેં ત્યારબાદ છેલ્લા 2 દિવસ માં બનેલી બધી ઘટના બાપુ ને વિગતવાર કહી. આ દરમિયાન મેં એક વસ્તુ ખુબ જ ધ્યાન પૂર્વક જોઈ. બાપુ ના ચહેરા પર આ બધી વાત સાંભળી ને જરાય આશ્ચર્ય નહોતું દેખાતું. બાપુ એ બધી વાત ધ્યાન થી સાંભળી.

"આખરે એ સમય આવી ગયો." બાપુ એકદમ હોશિયારી ભરા હાવભાવ આપી બોલ્યા.

મને આશ્ચર્ય થયું, "કેમ બાપુ ? કયો સમય આવ્યો?"

"દીકરા મને ખબર હતી કે આ બધી વસ્તુ મારા સુધી પહોંચાડવા માટે જ તમને આવો અનુભવ થયો, પણ તું ખરેખર હિમ્મત વાળો છે હો." બાપુ બોલ્યા.

મેં કહ્યું, "અરે બાપુ એ બધું છોડો પણ મને એમ કહો કે આ વાત તમારા સુધી પહોંચવાની હતી એ તમને અગાઉ થી કેમ ખબર પડી."

"દીકરા જયારે વર્ષો પહેલા આ બધું કાંડ મારી નજર સામે થયેલું ને, એ સમય થી હું અહીં નોકરી કરું છું. ત્યારે બધા જ સમાચાર મને મળતા એ રિફાઇનરીના. મને બધી જ ખબર છે. બંને ભાઈ સાથે મારે સારા સંબંધ હતા બેટા. અને આ તો થવાનું જ હતું. એની આત્મા ને ક્યારેય મોક્ષ મળવાનો જ નથી કારણ કે બહુ બધા મજૂરો ની બદદુઆ લીધી છે એને." બાપુ મારી જાણવાની જિજ્ઞાસા વધારતા જ હતા. અને મારા મન માં પણ રવિ ની આવી હાલત કરનાર નો બદલો લેવાની ઉતાવળ હતી.

"બાપુ, આ નું જે કઈ સોલ્યૂશન હશે તે હું કરીશ. પણ રવિ ની આવી હાલત કરનાર ને હું છોડીશ નહિ." એકદમ ગુસ્સા થી હું બોલ્યો.

"શું કરીશ તું? ભૂત-પ્રેત સાથે બદલો લઈશ? તને ખબર પણ છે તું શું બોલે છે? એ પ્રેત છે. અને આ સમયે તેઓ ની તાકાત બે ગણી થઇ જાય. ધનોત પનોત થઇ જઈશ જો તું આવું કઈ કરવા જઈશ તો." બાપુ ખિજાઈ ને બોલ્યા.

"તો શું કરું બાપુ. આ રોજ નો રસ્તો છે, અને આપણો જ નહિ ઘણા એવા મજૂરો અહીં રેલવે શેડ માં રાતે મોડે સુધી કામ કરતા હોય. શું કરીશું એનું ?"

"બધો રસ્તો છે, બધું થઇ જશે, તું ચિંતા ના કર, આ વાત મને પહોંચાડવા માટે એ આત્મા એ તમારા બંનેનો ઉપયોગ શા માટે કર્યો ખબર છે ?" બાપુ બોલ્યા.

મેં માથું હલાવી ને ના કહી.

"તને ખબર છે? હું તાંત્રિક વિદ્યાનો જાણકાર છું?" મને કઈ સમજાયું નહિ.

"બેટા, આ બંને ભાઈઓ ને ખબર હતી કે હું તાંત્રિક વિદ્યા જાણું છું. તેમાંથી મોટા ભાઈ એ મારી પાસે બંદૂક ના નાળચે બધા મજૂરો ને વશ માં કરવાની વિધિ કરાવી હતી. એના વશ માં આવી ને બધા મજૂરો બરબાદ થઇ ગયા હતા. અને આ વાત મને પહોંચાડવા માટે નાના ભાઈ એ જ તમારો સહારો લીધો હશે, કારણ કે આ બધી વસ્તુ એના સમજ ની બહાર જ હતી. એને આ બધું પસંદ ન હતું." બાપુ બોલ્યા.

મને થોડી રાહત લગતા મેં બાપુ ને કહ્યું, " તો બાપુ આનું સોલ્યુશન સંભવ છે ?"

"હા સંભવ છે બેટા, પણ અત્યારે નહિ. આવતી 20 તારીખે અમાસ છે. આ અમાસ ની રાત્રે 12 વાગે આપડે એક વિધિ કરવાની રહેશે. જેના માટે ની બધી વસ્તુ આપડે ગોઠવી લેશું. હું તને જેટલું કહું એટલું તારે કરવાનું રહેશે. બરાબર છે." બાપુ બોલ્યા.

થોડો ખુશ થઇ ને હું પણ બોલ્યો, " હા બાપુ, હવે તો હું કઈ પણ કરીશ, પણ આ વાતનો નિકાલ કરી ને જ રહીશું."

"સારું ચાલ હવે હું તને એક લિસ્ટ બનાવી આપું છું, એ બધી વસ્તુ તું લઇ આવ. અને હા, રવિ ને આ વિધિ વખતે હાજર રાખવો પડશે, એટલે એને હોસ્પિટલ માંથી ક્યારે રજા મળે છે તે જોઈ લેજે. અને મારે થોડી તૈયારી કરવી પડશે એટલે 2 દિવસ ની મારી રજા મંજુર કરી આપ. અને તું જેમ રહે છે એમ જ બધા સાથે ઓફિસે માં રહેજે, આ વાત ની કાનો કાન કોઈ ને જાણ ન થવી જોઈએ. ઠીક છે?" બાપુ એ કાગળમાં કંઈક લખતા લખતા કહ્યું.

એ લિસ્ટ લઇ ને બાપુ નો આભાર માન્યો, અને તે દિવસે અમે બંને ત્યાંથી છુટા પડ્યા.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

પ્રકરણ - 2 સમાપ્ત.