Relationship - 2 books and stories free download online pdf in Gujarati

સંબધ - ૨

છોકરીઓ અને છોકરાઓ સાથે ઉભા રહી ને પાનીપુરીઓ ખાય છે એમાં કશું ખોટું નથી તો ચા પીવું પણ ખોટું નથી. વિનીત ની વાત મને ગમી અને હું એની સાથે લાઈફમાં પહેલી વાર ચા ની લારી ઉપર ચા પીધી. ચા પીધા પછી એને મને કહ્યું કે ઘરે જવું છે કે બેસવું છે હજુ? અચાનક મને લાગ્યું કે આજે બહુ મોડું થઇ ગયું છે. મેં એની સામે જોયું. મારા કઈ પણ કહ્યા વગર એ સમજી ગયો કે મારે ઘરે જવું છે. અને એને કહ્યું કાલે મળીએ. હું જવા લાગી, પણ કઈક યાદ આવતા મેં કહ્યું કેઆપણી પાસે એકબીજાનો નંબર નથી. એને કહ્યું કહ્યું કેમ ? મેં કહ્યું કે રાત્રે ફી થઇ ને વાત કરીશ. એને કહ્યું હું રાત્રે ૯ વાગે ફોન બંધ કરું છું અને સવારે ૬ વાગે ચાલુ કરું છું તો રાત્રે વાત થવી શક્ય નથી. મને પાછો ગુસ્સો આવ્યો મને જોઈ એને કહ્યું ગુસ્સે થવાની કોઈ જરૂર નથી પૂજા, કાલે વધારે સમય લઈ ને વાત કરીશું. મને ખુશી થઇ કે મારા ચહેરાના આહોભાવને એ ઓળખી શકે છે. અને બીજા દિવસે મળવા માટે અમે છુટા પડ્યા.

સાંજે હું ઘરે થી કહીને આવી કે આજે હું દિશાનાં ત્યાં જઈશ અને આવતા મોડું થશે. મમ્મી એ કઈ કહ્યું નહિ. અને હું ઘરેથી નીકળી. બહાર મુખ્ય સડક ઉપર જોયું તો વિનીત ઉભો હતો. એને જોઈને મને આનંદ થયું. અમે સાથે ચાલવા લાગ્યા. એને કહ્યું કે વધારે મોડું નાં થાય એટલે હું અહી આવી ગયો. “ તો તારે મારા વિશે શું પૂછવું છે? અને એ પૂછવા માટે નું કારણ શું? તું માત્ર મારી સાથે ફ્રેન્ડ બની ને રહેવા માંગે છે, અને જો ફ્રેન્ડ બની ને રહેવું હોય તો એ ફ્રેન્ડશીપ ની મર્યાદા કેટલી? અને એ ફ્રેન્ડશીપ કેટલા સમય માટે ? હું એની સામે જોઈ રહી વાત કરતા કરતા અમે બંને ગાર્ડન માં આવી ગયા. મને પણ ખબર ન હતી કે હું એની સાથે ફ્રેન્ડશીપ રાખવા માંગુ છું . અને જો માત્ર ફ્રેન્ડશીપ જ રાખવી હોય તો એ કેટલા સમય માટે. એ મારી સામે જોઈ રહ્યો અને ફરીથી કહ્યું કે હું કેમ એને પૂછું છું. મેં એને કહ્યું બસ એમ જ. આ સિવાય બીજો કોઈ કારણ મને યાદ ન આવ્યો. એને કહ્યું બસ એમ જતો હું કેમ બતાવું કે હું કેમ આવો છું. હું અત્યારે પણ એવો જ છું જે બે વર્ષ પહેલા હતો. પછી એને મને કહ્યું કે જો તારા પહેલા હું એક છોકરી ટચ માં આવ્યો. પહેલીનું નામ વંદના હતું એ સ્વભાવે અકડુ હતી. એ હંમેશા એમ જ વિચારતી કે એની ઈચ્છા હોય હું એવી રીતે રહું. મારે કેવા કપડા પહેનવા. કેવા શુઝ પહેન્વા ઇવન કેવા ગોગલ્સ પહેનવા એ બધું એની જ મરજી નું હોય. મારે એકલાએ શોપિંગ કરવા જવું નહિ. હું કોઈ નવી વસ્તુ ખરીદું તો એનો કકળાટ દશ દિવસ ચાલતો. મને એવું લાગ્યું કે હું વંદનાનાં હાથ નો રોબર્ટ છું અને એ કહે એટલુજ મારે કરવાનું. આખો દિવસ સાથે હોઈએ ટો પન્રોજ રાત્રે બે ત્રણ કલાક મોબાઈલ ઉપર વાત કરવા માટે કહેતી. પાસે હોઈએ તો પણ મેસેજ નો જવાબ આપું એવું એ માનતી. ફોન રીસીવ કરવામાં કે મેસેજ આપવામાં મોડું થાય તો બીજા ત્રણ દિવસ બગડતા એને મનાવવા માટે. કેટલીક વાર તો આવું લાગતું કે અમે માત્ર સાચવવા માટે જ સંબધો સાચવીએ છીએ. અને મને એવું લાગ્યું કે હવે આ સંબધો નો અંત આવવું જોઈએ. મારા અથવા એના સારા લક કે એ ખુદ જ મને છોડીને જતી રહી.

હવે તું મને પૂછે કે હું કેમ આવો છું? પણ એ પહેલા હું બતાવું કે જો આપણી વચ્ચે માત્ર દોસ્તી જ રાખવી હોય તો એ મને મંજુર નથી. કેમ કે આ દોસ્તી લાંબો સમય ટકી જ નહિ શકે? થોડાક સમય માં તારા કે મારા લગ્ન થશે અને આ દોસ્તીનો અંત આવશે. બીજીવાત દોસ્તીથી આગળ વાત લઇ જવી છે તો એ સંબધ મજબુત કરવો પડે. અને એના માટે એક બીજા ને સ્વતંત્રતા આપવી જોઈએ. તને શું પહેનવું ગમે તારી હેરસ્ટાઈલ કેવી હોય, એ તારે જ નક્કી કરવું પડે. કેમ કે તારી પસંદ તું જ સારી રીતે સમજી શકે હું નહિ. એજ રીતે મારે શું પહેનવું કેવા કપડા પહેનવા, કેવી હેરસ્ટાઈલ રાખવી એ હું જ નક્કી કરી શકું. હા કોઈ વખત એક બીજા ને કહીએ અથવા એક બીજા માટે ગીફ્ટ લાવીએ એ વાત અલગ છે. પણ એ જ વાત રોજ હોય તો વ્યક્તિ ની સ્વતંત્રતા રહેતી નથી. એક બીજાને સમજવા પ્રયત્ન કરવા જોઈએ. હું ફોન કરું અને તું જવાબ ન આપે એ માટે હું તારી પાસે જવાબ ન માગી શકું કે કેમ ફોન રીસીવ ન થયો? તારા અનેક કારણો હોય શકે કે તારાથી ફોન રીસીવ ન થયો એના માટે. અને એ જ રીતે જો હું ફોન રીસીવ ન કરું કે મેસેજ ન આપું તો મારા પણ કોઈ કારણ હોય શકે એ માટે નાં. બીજું સબધો દિલ થી સચવાય એના માટે આખી રાત ફોન ઉપર વાત કરવી જરૂરી નથી. તું જ વિચાર કે અહિયાંથી ગયા પછી તું તારા ઘરમાં કેટલી વ્યસ્ત રહેતી હશે અને એ સમયે જો હું તને ફોન થી વાત કરવા માટે કહું તો તને કેટલો ગુસ્સો આવે. ? એક બીજાની પરિસ્થિતિને સમજીએ તોજ સંબધ સાચવી શકાય. જો મારા આ સ્વભાવને સમજવાની શક્તિ હોય તો તું મારી સાથે સંબધ બાંધી શકે છે. એકબીજા ની પરિસ્થિતિઓને સમજીને લાઈફ ટાઈમ સંબધ બાધવા હોય તો હું એ માટે તૈયાર છુ, તારો જવાબ વિચારીને કહેજે.કાલે ફરી મળીશું. વિચારવા માટે સમય જોઈએ તો એ પણ કહેજે. લાઈફ ટાઈમ નાં સંબધો બંધાતા હોય એ માટે હું એક બે વર્ષ આપી શકું છું. ના કહેવાની પણ છૂટ છે.

અમે છુટા પડ્યા હું વિચારવા લાગી શું જવાબ આપું. આમ ને આમ એક મહિનો વીતી ગયો. એ દિવસ પછી એને મને પૂછ્યું નથી કે મેં શું વિચાર્યું છે. પણ આ એક મહિનામાં મને કીટલી ઉપર ચા પીવાની ટેવ પડી ગઈ. હવે સમજ નથી પડતી કે પહેલા ઘરમાં વાત કરું કે દરેક છોકરી ઈચ્છતી હોય એવી સ્વતંત્રતા કોઈ મને આપવા માંગે છે. કે પછી વિનિત ને કહું કે હું જ્યારે તારી પાસે જ હોઈશ તો મારે તારી સાથે ફોન ઉપર આખી રાત વાત કરવાની જરૂર જ શું હશે? તુ ટી શર્ટ માં વધારે સારો દેખાય છે એ વાત અલગ છે શર્ટ પહેર્યા પછી પણ તું સારો જ લાગશે. એ મને ખબર છે.

********* સમાપ્ત *********