paragini - 17 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 17

પરાગિની ૧૭

રિનીને હોશ આવે છે. રિની ધીમેથી આંખ ખોલે છે તેને માથું દૂખતું હોવાથી ‘આહ’નો સિસકારો મોં માંથી નીકળી જાય છે. રિનીનો અવાજ આવતા પરાગ ઊઠી જાય છે અને તરત રિનીને પૂછે છે, હવે કેવું લાગે છે તને?

રિની હજી અર્ધનિદ્રાંમાં જ હોય છે. તે જોઈ છે કે મોટા આલિશાન બેડ પર સૂતી છે, પરાગ તેની પાસે જ બેસી રહ્યો હોય છે, તે ઊભી થવા જતી હોય છે ને ફરી ચક્કર આવી જતા તે પડવા જ જતી હતી કે પરાગ તેને પકડી લે છે. રિનીને પરાગ બેડ પર બેસાડી દે છે.

પરાગ- સૂઈને ઊઠીયે તો તરત ઊભું નહીં થઈ જવાનું ક્યારેક ચક્કર આવી જાય.. અને તને હજી સારૂં નથી થયું..!

રિની- મને શું થયું હતું અને હું અહીં કેમની આવી?

પરાગ- તો તને કંઈ યાદ નથી? આપણે એક્સપોમાં જવાનું હતું.. તું ઓફીસમાં કામ પતાવતી હતી.. તું લીફ્ટમાં હતી અને લીફ્ટ બંધ થઈ ગઈ તો તું અંદર બેહોશ થઈ ગઈ હતી...! હું તને મારા ઘરે લઈ આવ્યો છું.. ડોક્ટર તને જોઈને ગયાં છે.

રિની- અરે... હા.. હું કેટલાં સમયથી તમારા ઘરે છું? મમ્મીનો ફોન આવ્યો હશેને? વાત નહીં થઈ તો ચિંતા કરતી હશે..!

પરાગ- ડોન્ટ વરી.. તારી ફ્રેન્ડનો કોલ આવ્યો હતો એની સાથે વાત થઈ ગઈ છે મારી.. અને પૂરાં પાંચ કલાક બાદ હોશ આવ્યો છે તને..!

રિની જોઈ છે કે તેને નાઈટડ્રેસ પહેર્યો છે.. તે પરાગને પૂછે છે, મેં તો જીન્સ-ટોપ પહેર્યું હતું.. આ નાઈટડ્રેસ કેવી રીતે???

પરાગ ખચકાતાં બોલે છે, સોરી રિની.. એક્ચયુલી ડોક્ટરે કહ્યું હતું તે તને થોડા ઢીલા હોય તેવાં કપડાં પહેરાવાનાં.. ઘરમાં કોઈ લેડીઝ પણ નથી કે તને કપડાં બદલાવે.. તો મેં જ તને નાઈટડ્રેસ પહેરાવ્યો હતો..

રિનીનું મોં ખુલ્લું જ રહી જાય છે અને ફટાફટ બ્લેન્કેટ ઓઢી લે છે.

પરાગ- ડોન્ટ વરી.. મેં કંઈ જ નથી જોયું.. મેં આંખો બંધ કરીને નાઈટડ્રેસ પહેરાવ્યો હતો. વન્સ અગેઈન સોરી બટ તારી તબિયત નહોતી સારી અને કપડાં બદલાવવાં જરૂરી હતાં..

રિની- ઈટ્સ ઓકે.. સર

પરાગ- તું આરામ કર તારી માટે કંઈ ખાવાનું લઈ આવું.. દવા પણ લેવાની છે.... પરાગ નીચે કિચનમાં જાય છે.

રિની ઊભી થઈ તેની બેગ માંથી નાઈટડ્રેસની કોટી કાઢી પહેરી લે છે અને પાછી બેડ પર સૂઈ જાય છે.

પરાગ અને રિની જમીને સૂઈ જાય છે. પરાગ બીજી રૂમમાં સૂઈ જાય છે અને રિનીને તેની રૂમમાં સૂવા દે છે.

**********

સવારે ઊઠીને તૈયાર થઈને રિની અને પરાગ બંને સાથે મળીને બ્રેકફાસ્ટ બનાવે છે પછી બંને બ્રેકફાસ્ટ કરતાં હોય છે ત્યારે...

રિની- સોરી સર.. મારી લીધે તમારો એક્સપો મીસ થઈ ગયો..

પરાગ- ઈટ્સ ઓકે... તારો કોઈ વાંક નથી.. કેટલા વખત મેં મેઈનટેઈનન્સ વાળાને કહ્યું છે કે લીફ્ટ સરખી કરી દો પણ તેઓ સરખી કરતાં જ નથી. હવે ઓફીસ જઉં ત્યારે કહેવું જ પડશે..

રિની- એક્સપો માટે તો કંઈ કરીના શકુ પણ હા, જે ત્યાં ફરવાનાં હતાં તે આપણે અહીં પણ ફરી જ શકીએને..?

પરાગ- હા, કેમ નહીં..! તો બોલ ક્યાં જઈશુ?

રિની- બહુ દૂર નહીં. નજીકમાં જ ક્યાંક જઈશું... બીજો ટાઈમ ઘરમાં વિતાવીશું.. લાઈક ઈનડોર ગેમ રમીશું..

પરાગ- ગુડ આઈડીયા..! તો બોલ પહેલાં ક્યાં જઈશું? હા, પણ બહુ ચાલીશું નહીં કેમ કે હજી તને હમણાં જ સારૂં થયું છે.

રિની- હા, નહીં ચાલું હું.. કોઈ શાંત જગ્યા પર જઈએ જ્યાં બેસીને કુદરતને માણી શકાય..!

પરાગ- સારૂં તો થોલ લેક બર્ડ સેન્ચુરી જઈશું? નજીક જ છે અને ગરમીની સિઝન પતી ગઈ છે તો નવા પક્ષીઓ પણ જોવા મળશે.

રિની- હા.. મજા આવશે.

પરાગ અને રિની બંને ગાડી લઈને નીકળે છે.

રિની એશા અને નિશા સાથે વાત કરી લે છે કે બે દિવસ તે પરાગના ઘરે જ રોકાશે.

એશા અને નિશા પણ માનવ સાથે આઉટીંગ માટે નીકળી જાય છે.

આ બાજુ શાલિની બહુ ખુશ હોય છે તેના અને પરાગ વચ્ચે જે ડિલ થઈ હોય છે તેનાથી પણ તે ઘરે બધાંથી આ વાત છૂપાયને રાખે છે અને કહે છે કે તેના અને પરાગ વચ્ચે સુલેહ થઈ ગઈ છે. આ વાતથી સમર અને નવીનભાઈ ખુશ છે કે પરાગ અને શાલિની વચ્ચે બધુ નોર્મલ થઈ ગયું પણ દાદીનું મન આ વાત નથી માનતું.. તેમને મનમાં થાય છે કે જરૂર કંઈક તો શાલિનીએ કર્યું જ છે પણ તેઓ કંઈ બોલતા નથી.

પરાગ અને રિની આખો દિવસ થોલ બર્ડ સેન્ચુરીમાં સમય વિતાવે છે.. વાતો કરે છે.. ખૂબ બધા પિક્ચર્સ ક્લીક કરે છે.. સાંજે ઘરે પાછા ફરે છે.

**********

બીજા દિવસે પરાગ રિનીને તેના ઘરનાં જ સ્વિમીંગ પુલમાં સ્વિમીંગ શીખવે છે. રિની એક જ દિવસમાં સ્વિમીંગ શીખી જાય છે. આ બે દિવસમાં પરાગ અને રિની બંને એકબીજાની નજીક આવે છે એટલે કે એકબીજાનું ગમવું ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થાય છે પણ તેઓ એકબીજાને કહી નથી શકતા..!

બપોરે બંને સાથે લંચ બનાવે છે જેમાં પરાગ રિની નવી લેબનીઝ ડીશ બનાવતા શીખવાડે છે. બંને સાથે લંચ કરી આરામ કરે છે.

સાંજે ડિનર પણ ઘરે બનાવીને તેઓ જમી લે છે.. પણ જમ્યા બાદ રિની કિચનમાં કોલ્ડ ડ્રીંક પીવા જાય છે. ફ્રીઝમાં જ્યૂસ, સોફ્ટ ડ્રીંક અને હાર્ડ ડ્રીંક બધુ જ હોય છે. પરાગ હંમેશા બધુ જ રાખતો કેમ કે ફોરેન ડેલીગેટ્સ સાથે વધારે ડિલ કરતો હોવાથી તેમને ઓફર કરવાં બધુ રાખતો.. હાર્ડ ડ્રીંક એટલે કે આલ્કોહોલને ગુજરાતમાં રાખવાની મનાઈ છે પણ તેને પરમિશન લઈ રાખી હોય છે. પરમિશનમાં તેણે બહુ નહીં પણ થોડા પ્રમાણમાં આલ્કોહોલ રાખવાની જ પરમિશન હતી. રિની બધી બોટલ જોઈ છે..રિનીએ કોઈ દિવસ ટેસ્ટ નહોતો કર્યો આલ્કોહોલનો તેથી તેને ઈચ્છા થાય છે.. તે બબડે છે, ચાલ જોઈએ તો ખરાં આ કેવું લાગે..! લોકો તો પાગલ થાય છે પીવા..! તે આશરે જ એક બોટલ હાથમાં લે છે અને ઢાંકણું ખોલી સૂંઘે છે. સ્મેલ કરતાં જ તેનું મોં બગડી જાય છે અને બોલે છે, છી.... કેટલી ગંદી સ્મેલ છે લોકો કેમના પીતા હશે..! પણ ચાલને હું ટેસ્ટ તો કરું.. રિની એક ગ્લાસમાં આલ્કોહોલ કાઢે છે.. જેની બોટલ પર રમ લખ્યું હોય છે જેમાં ૫૪% આલ્કોહોલ હોય છે. રિની મોં બગાડતા એક જ ઘૂંટમાં પી જાય છે. પીધા પછી રિની થોડી વાર બેસી જ રહે છે.

પરાગ નીચે ગાર્ડનમાં સોફા પર બેઠો હોય છે. રિની ન દેખાતાં તે રિનીને ફોન કરે છે. રિની ફોન ઉપાડે છે,

પરાગ- ક્યાં છે? બધું બરાબર તો છેને? તું નીચે આવીનાં એટલે કોલ કર્યો..!

રિની- (ધીમા અવાજે) હા.. સર આવું છું પાંચ મિનિટ..!

પરાગ- ઓકે આવ..

રિની ફોન કટ કરે છે.. અને ધીમે રહીને ઊભી થાય છે... ઊભી થતા જ તે લથડીયા ખાવા લાગે છે. રિનીએ એક જ ઘૂંટમાં રમ પી જવાથી તેને ચડી જાય છે અને રમમાં આલ્કોહોલની માત્રા પણ વધારે હોય છે. તે ધીમે ધીમે ચાલીને પરાગ પાસે જઈને બેસી જાય છે. રિની પરાગ સામે નોર્મલ બિહેવ કરે છે. બંને થોડી વાત કરે છે. પરાગ અને રિની બંને વાઈન પીવે છે. પરાગે પહેલેથી જ વાઈન કાઢી રાખી હોય છે.. રિની બે ગ્લાસ વાઈન પી જાય છે. પરાગ તો રિનીને જોયા જ કરે છે અને વિચારે છે કે રિનીને થઈ શું ગયું છે? રિની અચાનક જ હસવાંનું ચાલુ કરી દે છે.. આમતેમ ડોલ્યા કરતી હોય છે.. પરાગ સમજી જાય છે કે રિનીને ચડી ગઈ છે.. પણ પરાગ વિચારે છે વાઈન તો માઈલ્ડ છે તો રિનીને આટલી બધી ચડી કેમ ગઈ? રિની પરાગનો ગ્લાસ લઈને પીવા જ જતી હોય છે કે પરાગ તેના હાથમાંથી ગ્લાસ લઈ લે છે અને કહે છે, રિની..! નહીં તને ચડી ગઈ છે.

રિની- (નાના છોકરા જેવો ચહેરો કરીને) ના... હું તો પીવાની જ..!

રિનીને જોઈને પરાગને હસવું આવી જાય છે અને રિનીની બાજુમાં બેસી તેને પકડીને સરખી બેસાડે છે. રિની પરાગનું બાવડું પકડીને ચહેરાના હાવભાવ સાથે કહે છે, તને ખબર છે.. તારો આ ચહેરો છેને.. એકદમ ક્યૂટ વાંદરા જેવો છે..

પરાગ આ સાંભળી જોરથી હસી પડે છે. પરાગની મમ્મીના ડેથ પછી પહેલી વખત પરાગ આટલી ખુલ્લીને હસ્યો હોય છે..

રિની ઊભી થઈને પરાગને કહે છે, બહુ ગરમી લાગે છે નહીં..! હું જરાં આમ પુલ સાઈડ આંટો લગાવું તો સારું લાગે..!

પરાગ- ના, રિની તું પુલમા પડી જઈશ.. તારું બેલેન્સ તો રહેતું નથીને..! પરાગ પણ રિની પાસે ઊભો રહે છે.

રિનીને સહેજ પણ ભાન નથી હોતું.. રિની ચાલવા જાય છે કે તરત તે પડવા જતી હોય છે કે પરાગ તેને પકડી લે છે.

રિની- અરે તમે મને પકડશો ના.. હું એકદમ બરાબર છું.. છોડો મને જો તમને બતાવું... રિનીને જોઈને પરાગને હસવું જ આવ્યા કરે છે... પરાગ રિનીને છોડી દે છે.. રિની ધીમે ધીમે ચાલીને આગળ જાય છે પણ લથડીયાં જ ખાતી હોય છે... રિની પુલ સાઈડ પડવાં જતી હોય છે કે પરાગ રિનીનો હાથ ખેંચી તેને ઊંચકી લે છે. બંને એકબીજાને જોયા કરે છે. પરાગની આંખમાં જોઈને ધીમે રહીને રિની પરાગને કહે છે, એક વાત પૂછુ?

પરાગ- હા, જરૂર..!

રિની- હું તમને કેવી લાગું છું?

પરાગે આવા સવાલની આશા નહોતી રાખી.. શાંતિથી પરાગ જવાબ આપે છે, તને નથી ખબર પણ તને ખૂબ ચાહું છું તને...!

રિની- સાચ્ચેમાં જ?

પરાગ ડોકું હલાવી હા કહે છે અને રિનીને કહે છે, વિચાર્યુ નહોતું કે આ વાત તને હું આવી રીતે કહીશ..! રિનીને કંઈ ભાન નથી હોતું.. છતાં બોલ્યા જ કરે છે, હા હું તમારી વાત સમજું છું..! અને બીજી એક વાત હું કહું, તમે મને ક્યારેય એકલી મૂકી ને ના જતાં રહેતા.. એટલે કે છોડીને..! પરાગ રિનીને વધુ મજબૂતાઈથી પકડીને હા કહે છે. પરાગ રિનીમય બની ગયો હોય છે.. તે આ સમય થંભાવી દેવા માંગતો હોય છે.. બસ આમ જ રિનીને પકડીને ઊભો રહે.. તેના પ્રેમને મહેસૂસ કરતો રહે..!

પરાગ- પ્રોમીસ તને ક્યારેય એકલી નહીં મૂકીને જઉં..!

પરાગ ઘરમાં જઈ રિનીને બેડ પર સૂવડાવી દે છે અને રિનીને નાઈટડ્રેસ પહેરાવીને તે બીજા રૂમમાં સૂવા જતો રહે છે.

સવારે રિની ઊઠે છે તેને માથું થોડું ભારે લાગે છે. તે જોઈ છે કે કાલે પહેરેલા કપડાં બાજુમાં બેડ પર પડયા છે.. પોતે નાઈટડ્રેસ પહેર્યો છે.. તે કાલે રાતે શું થયું હતું તે યાદ કરવાંની કોશિશ કરી રહી હતી..! એટલાંમાં પરાગ આવે છે. પરાગને જોઈ રિની પોતાની આંખ પર હાથ રાખી દે છે, કેમકે પરાગ નાહીને જ આવ્યો હોય છે તેણે ફક્ત પેન્ટ જ પહેર્યુ હોય છે.. કસરત કરીને જે માપસર બોડી બનાવી હોય છે પરાગ કંઈક ઓર જ લાગી રહ્યો હોય છે.

રિની- પરાગ.. શું આપણી વચ્ચે કાલે રાત્રે કંઈ થયું હતું? મને કંઈ યાદ નથી..!

પરાગ- (મજાકમાં) ઓહ..! તો તને કંઈ યાદ નથી?

રિની- (બ્લેન્કેટ ઓઢતાં) શું સાચ્ચેમાં જ કંઈ થયું છે?

પરાગ- (હજી મજાકમાં) પણ તને હું યાદ નહીં કરાવું કેમ કે એના કરતાં તમે ભૂલી જવાનું સારૂં લાગશે..!

રિની હજી વિચારી રહી હતી કે સાચેમાં જ અમારી વચ્ચે કંઈ થયું હશે?

પરાગે તેના દિલની વાત રિનીને કહી હોય છે તે પણ રિનીને નથી યાદ હોતું..!

એટલાંમાં જ ડોરબેલ વાગે છે અને પરાગ નીચે જોવા જાય છે કે કોણ આવ્યું છે? પરાગ દરવાજો ખોલે છે અને જુએ છે તો ટીયા હોય છે.


ટીયા હવે શું ધમાકો કરશે? પરાગની લવસ્ટોરી શું ચાલુ થતાં જ પૂરી થઈ જશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૧૮


નોંધ:- આલ્કોહોલનો ઉલેખ્ખ એ સ્ટોરીનો ભાગ છે. તે કોઈને ઉત્સાહિત કે પ્રેરિત નથી કરતી સેવન કરવાં માટે..! બાકી તો તમે જાણો જ છો કે શરાબનું સેવન કરવું તે શરીર માટે હાનિકારક છે.

થેન્ક યુ.