રવિવાર નો સવાર નો દિવસ હતો જીજ્ઞેશ હજી ઉઠયો જ હતો, રોજ ની ઓફિસ ની ચીક ચીક અને tenson રવિવારે સરખું થતું, મોડો ઉઠ્યો હતો કાઈ કામ હતું નઇ એટલે પથારી માં બેઠો બેઠો મોબાઈલ લઇ ને Facebook ઓપન કર્યું. બધા ના પોસ્ટ જોઈ ને like અને કૉમેન્ટ કારતો હતો, ત્યાં messenger બોક્સ માં એક એક message જોયો.
પ્રિયંકા નામ ની કોઈ છોકરી નો મેસેજ આવ્યો , આ નવો મેસેજ કોનો આવ્યો? hi લખી ને આવ્યો હતો પછી જીગ્નેશ એ એની પ્રોફાઇલ ચેક કરી તો ખબર પડી કે એના બાજુ ના ડિપાર્ટમેન્ટ મા કામ કરતી છોકરી નો છે, એ ઓનલાઇન જ હતી એટલે જીજ્ઞેશ એ સામે hi લખી ને જવાબ આપ્યો.
એટલે પ્રિયંકા નો તરત જ જવાબ આવ્યો મજામાં.
જીજ્ઞેશ : કેમ છો મેડમ?
પ્રિયંકા: બસ મજામાં એન્ડ please મને મેડમ ના કહો.
જીજ્ઞેશ : ok, પણ હું તમારા થી નાનો છું so તમને કીધું.
પ્રિયંકા: ના એવું કંઈ નાઈ, આપડે સાથે એક કંપની માં કામ કરીએ છીએ એટલે એવું ના હોય.
જીજ્ઞેશ: ok, તો આપણે tu કહી ને એકબીજા ને બોલાવીસુ.
પ્રિયંકા: ok, ફ્રેન્ડશીપ માં એમ જ હોય..
હવે જીજ્ઞેશ ને નવાઈ લાગી કે અને અજુગતું પણ લાગ્યું કે હજી પહેલી વાર વાત માં ફ્રેન્ડશીપ ? અને સારું લાગ્યું કે ઓફિસ માં કોઈ તો છે જે મને ફ્રેન્ડ માને છે.
આવી રીતે વાતચીત નો દોર ચાલુ થયો, આખો દિવસ વાતો થતી રહી , કેમ છો? સુ કરો છો? જીવન માં કેવું છે? વગેરે વગેરે..
પહેલી વાર ની મુલાકાત એ પણ સોશ્યિલ મીડિયા પર અને આટલી બધી હૈયા ધારણ જીગ્નેશ એ ક્યારેય અનુભવ્યું નહોતું. જેમ એક મા અથવા પત્ની સવાલ કરતી હોય એવી વાત થઈ.
જીજ્ઞેશ માટે આ તદ્દન નવો અનુભવ હતો એન્ડ ખુશ પણ. સાંજ થવા આવી એટલે પ્રિયંકા એ કહ્યું કે તને પ્રોબ્લેમ ના હોય તો રાતે 10 વાગ્યા પછી વાત કરીએ ત્યારે મારે કામ છે, હું 10 વાગે message કરું, જીજ્ઞેશ એ ok કહી ને વાત પૂરી કરી.
ખબર નહીં પણ જીજ્ઞેશ મન માં વિચારી રહ્યો હતો કે કોઈ મારા થી 5 વર્ષ મોટી છોકરી જેને મને ફક્ત ઓફિસે આવતા જતા જોયો છે એને મને ફ્રેન્ડ request મોકલી એન્ડ મારી સાથે વાત કરી જેમ ઘણા સમય થી એક બીજા ને જાણતા હોય.
રાતે જમવાનું પતાવી ને જીજ્ઞેશ સુવાની તૈયારી કરતો હતો. ત્યાં જ ફરી mobile માં message આવ્યો ચેક કર્યું તો પ્રિયંકા નો જ હતો 10 વાગી ગયા હતા, અરે સમય ની એકદમ પાક્કી લાગે છે?
ફરી વાતચીત નો દોર શરૂ થયો.
પ્રિયંકા : hi
જીગ્નેશ: hi
પ્રિયંકા : જમી લીધું?
જીજ્ઞેશ : હા
પ્રિયંકા : સુ જમ્યા?
જીજ્ઞેશ : બસ સાદું જમવાનું
પ્રિયંકા : ફ્રી થઈ ગયા?
જીજ્ઞેશ : હા
બસ આમ જ વાત થતી રહી મોડા સુધી , બીજા દીવસે ઑફિસમાં માં મળવાનું નક્કી કરી ને સુતા.
સવારે જીજ્ઞેશ ઉઠી ને નિત્યક્રમ પતાવી ને ઓફિસ ગયો. જીજ્ઞેશ અહીં ઓનલાઇન માર્કેટિંગ વિભાગ માં 2 વર્ષ થી કામ કરતો હતો અને પ્રિયંકા production ડિપાર્ટમેન્ટ માં કામ કરતી હતી . સવાર ની સામાન્ય મુલાકાત માત્ર centeen માં થઈ અને smile આપી . કોઈ ને સક ના જાય એટલે વાત કરતા નહોતા. ઓફિસ માં પણ message થી જ વાત કરતા.
રોજ ફેસબુક થી વાત નો દોર ચાલુ રહેતો અને ધીરે ધીરે આ ક્રમ વધતો ગયો. પ્રિયંકા ને replay જો થોડો લેટ મળે તો જીજ્ઞેશ ને સવાલો કરવા લાગતી.
આવી રીતે એકવાર જીજ્ઞેશ ને message આવ્યો તેમાં પ્રિયંકા એ એને blue rose નો pic હતો અને તેમાં લખ્યું હતું I Love You. જીજ્ઞેશ ને કાઈ ના સમજાયું એટલે એને પુછ્યું તો પ્રિયંકા એ કહ્યું કે blue rose છે એટલે as a frnd. જીજ્ઞેશ એ કહ્યું ok.
બસ આવી રીતે રોજ વાતો થતી પ્રિયંકા જીજ્ઞેશ સાથે એવી રીતે વાત કરતી જેમ એક પ્રેમિકા. જીજ્ઞેશ ને પણ હવે આ ગમતું અને હવે એને પણ લાગતું હતું કે હોય ના હોય પ્રિયંકા એને ચાહે છે. પણ એને પૂછવું યોગ્ય ન લાગ્યું અને જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું.
એક વાર રાતે વાત કરતા કરતા પ્રિયંકા એ જીજ્ઞેશ ને miss you ના બે pic મોકલ્યા હોવી જીજ્ઞેશ ને ખાતરી થવા લાગી કે એનો અંદાજો બરાબર છે.છતાં પણ કંઈ કહ્યું નહીં.
બસ પછી તો રોજ આવા message નો ક્રમ વધતો ગયો અને બંને સહજતા થી વાત કરતા રહ્યા. ઉંમર નો ફરક તો હતો જ એટલે એ જીજ્ઞેશ ને યોગ્ય ન લાગ્યું.
આવી રૂટ ઘણા દિવસો સુધી ચાલ્યું બંને એકબીજા માં ખોવાઈ ગયેલ જેવા હતા. ઑફિસમાં માં માત્ર એકબીજા ની સામે જ જોવાનું પણ message માં ભરપૂર વાત થતી.
ચોમાસા ની ઋતુ નું આગમન થઈ ચૂક્યું હતું. વાતાવરણ ધીરે ધીરે પોતાનું સ્થાન બદલી રહ્યું હતું. રાતે બંને વાત કરતા હતા ધીરે ધીરે વરસાદ ચાલી રહ્યો હતો વાતાવરણમાં અનોખો નશો હતો. પ્રિયંકા એ વાત વાત માં જીજ્ઞેશ ને પ્રેમ ભર્યા pic મોકલ્યા. જેમ miss you. i love you એવાં શબ્દો નો ઉપયોગ થયો હતો.
આજે જીજ્ઞેશ એ પૂછી લીધું.
જીજ્ઞેશ : એક વાત કહું?
પ્રિયંકા : હા બોલ ને!
જીજ્ઞેશ : તારા આવા pic અને વાતો થી એમ લાગે છે જાણે તને મારા થી પ્રેમ થઈ ગયો હોય. સાચું કે ખોટું?
પ્રિયંકા : અરે હું તારા થઈ મોટી છું.
જીજ્ઞેશ : કેમ આપણે એક કંપની માં job કરીયે છીએ અને એકબીજા ને જાણીયે છીએ એટલે?
પ્રિયંકા : ના એવું નથી પણ?
જીજ્ઞેશ : જો પ્રિયંકા આપણે એકબીજા ને જાણીયે છીએ આટલા સમય થી સાથે છીએ હોવી હું આટલું તો તને પૂછી શકું છું અને હવે તારી વાતો મને સમજાય પણ છે. તું કહે
પ્રિયંકા : ના યાર એવું નથી..
જીજ્ઞેશ : મન માં હોય એ બોલી લેવું જોઇએ. આમ પણ પ્રેમ માટે ની અનિભૂતિ મન થી છે ઉંમર થઈ નઈ.
પ્રિયંકા : જો હું હા પાડું તો?
જીજ્ઞેશ : જે તારા દિલ માં હોય એ સાફ સાફ કહે તો મને સમજ પડે.
(જાણે પ્રિયંકા ને હિમ્મત આવી હોય એમ હવે મુક્ત મને કહેવા લાગી જાણે એને ખબર જ હતી કે જીજ્ઞેશ હા પાડશે)
પ્રિયંકા: પહેલા તું મને એમ કહે કે હું તને ગમું છુ કે નહીં?
જીજ્ઞેશ : મજાક ના કરતી..
પ્રિયંકા : જાવા દે નથી વાત કરવી
જીજ્ઞેશ : પણ તું જે હોય એ કહે આમ વાત કાપીશ ના.
પ્રિયંકા: do you love me or નોટ.
જીજ્ઞેશ : (મૂંઝવણ માં મુકાયો) અરે પણ?
પ્રિયંકા : યસ ઓર નોટ.. i love you so much.
જીજ્ઞેશ : જો પ્રિયંકા પ્રેમ એન્ડ આકર્ષણ બંને અલગ ચીજ છે એટલે.
પ્રિયંકા: જાવા દે છોડ એ બધું. નથી વાત કરવી.
જીજ્ઞેશ : જવાબ તો આપ!
પ્રિયંકા : જ્યાર થી આપણે વાત કરીએ છીએ ત્યારે થી તને ચાહું છું. આ કોઈ આકર્ષણ નથી સમજ્યો.
જીજ્ઞેશ : (ખુશ થઈ ને) તો મેં ક્યારે ના પાડી dear..
પ્રિયંકા: સાચે??
જીજ્ઞેશ: હા.
પ્રિયંકા : i love you જીજ્ઞેશ im સો હેપી. મને અંદર થઈ વિશ્વાસ હતો કે તારી હા જ છે . im સો હેપી today.
જીજ્ઞેશ : me too. i love you too.
વરસાદ ની ભીની રાત અને પ્રેમ નો એકરાર. બંને ખૂબ ખુશ હતા, હવે પછી ની વાત કઈક અલગ હતી બંને એકબીજા ના પ્રેમ ના શબ્દો માં ભીંજાઇ રહ્યા હતા. પ્રિયંકા બહુ ખુશ હતી, પ્રેમે ઉંમર ની સીમા તોડી દીધી હતી. હોવી બંને એ એક બીજા ના ફોન નંબર ની આપ લે કરી. અને બહાર જાણે મેઘરાજા પણ મન મૂકી ને વરસી રહ્યા હતા જાણે એ પણ ખુશ હોય...
હવે ફેસબુક message બોક્સ થી બન્ને phone કોલ ઉપર આવી ગયા. રોજ ની વાતો ચર્ચા ઓ હોવી એકબીજા ના હોંઠો થઈ કહેવાતી.
ધીરે ધીરે બંને એકબીજા ની નજીક આવી રહ્યા હતા, ઓફિસ માં હજુ માત્ર ફોરમાલિટી પૂરતી જ વાત થતી કેમ કે બંને ને ડર હતો કે કોઈ આ સંબંધ ને સ્વીકારસે નહીં. એટલે હવે બહાર મળવાનું થતું બહાર ફરવા જતા અને એકબીજાને સાથે રહી ખુશ થતા.
ક્યારેક બંને ઘરે થી ઑફિસ જાઉં છું કહી ને ઓફિસ માં ગુલ્લી મારી બહાર નીકળી જતા આખો દિવસ સાથે વિતાવતા.
શનિવાર નો દિવસ હતો, પ્રિયંકા નો આજે weekoff હતો. જીજ્ઞેશ ઓફિસ હતો બપોરે પ્રિયંકા ને કોલ કર્યો. વાત વાત માં પ્રિયંકા કહે ઘરે એકલા કંટાળો આવે છે. જીજ્ઞેશ કહે કેમ બધા ક્યાં ગયા તો કહે ઘર ના બધા મામા ને ત્યાં મુંબઇ લગન માં ગયા છે 5 દિવસ માટે. તો જીજ્ઞેશ કહે ઑફિસ આવી જવું જોઈ એ ને? તો પ્રિયંકા કહે મારે સુ કામ છે ત્યાં અને હા આજે તો શનિવાર છે તું leave લઈ શકે છે.
જીજ્ઞેશ સમજી ગયો કે પ્રિયંકા મળવા માટે કહે છે. એટલે એને કહ્યું હા મળીયે પણ ક્યાં એટલે પ્રિયંકા એ ખુલ્લું invitation આપ્યું કે તને problem ના હોય તો મારા ઘરે આવીશ ઘરે કોઈ નથી આપડે શાંતિ થી વાતો કરીશુ.
જીજ્ઞેશ ને હા પાડવી કે ના એ ખબર પડતી ન હતી એટલે એને કીધું આજુ બાજુ વાળા કોઈ જુવે તો ? એટલે એને કહ્યું મારુ ઘર સોસાયટી મા એન્ટર થતા જ છે એન્ડ અત્યારે આજુબાજુ વાળા પણ નથી વાંધો નઈ આવે. જીજ્ઞેશ એ હ પાડી.
ઓફિસ માં થી રજા લઈ જીજ્ઞેશ પ્રિયંકા એ બતાવેલી સોસાયટી એ પહોચ્યો અને પ્રિયંકા ને કોલ કર્યો એટલે એને કહ્યું કોઈ નથી bike બહાર પાર્ક કરી ઉભો છુ ત્યાં થી આગળ નો gate. ગ્રીન સિંગલ મળ્યા પછી જીજ્ઞેશ પ્રિયંકા ના ઘર માં આવી ગયો. પ્રિયંકા એ door બંધ કરી દીધો. બંને રૂમ માં એકલા. જીજ્ઞેશ પહેલી વાર ઘરે આવ્યો હતો એટલે પ્રિયંકા ખુશ થઈ ને જાત ભાત નો નાસ્તો કરાવ્યો એની મહેમાન નવાજી કરી.
નાસ્તો પાણી પતિ ગયા પછી પ્રિયંકા જીજ્ઞેશ ને ભેટી પડી. જીજ્ઞેશ એ પણ સાથ આપ્યો અને પૂછ્યું આટલો પ્રેમ. પ્રિયંકા કહે બસ આવી રીતે જીવન ભર મને પ્રેમ કરતો રહે.
જીજ્ઞેશ એ પ્રિયંકા ને ફરી બાહો માં લઇ લીધી. પછી બસ ઘણી બધી વાતો કરી. વાત વાત માં સમય વીતતો જતો હતો બંને એકબીજા ના બાહો પાશ માં સમાયેલા હતા.
વાતાવરણ રંગીન બની રહ્યું હતું પ્રિયંકા નો પ્રેમ ખૂબ આગળ વધી રહ્યો હતો. જીજ્ઞેશ પણ સામે એટલો જ જવાબ આપતો. વાત હોંઠો થઈ શરૂ થઈ અને આગળ વધતી જતી હતી. પણ જીજ્ઞેશ એ પ્રિયંકા ને રોકી. પ્રિયંકા કહે સુ થયું? જીજ્ઞેશ કહે આ બરાબર નથી અત્યારે. પ્રિયંકા એકદમ ભાવુક થઈ ગઈ હતી એને જીજ્ઞેશ આ પ્રેમ સિવાય કંઈ સૂઝતું નહોતું એટલે કહ્યું હવે આ બધું તારું જ છે અને હવે હું તારી જ છું આટલું કહી પ્રિયંકા એ જીજ્ઞેશ ના હોંઠ પાર પોતાના હોંઠ મૂકી દીધા અને એને વળગી પડી.
આદમી, ઔરત અને એકાંત આ ત્રણ હોય એટલે તમામ મર્યાદા તૂટે જ આજે બંને એ લક્ષમણ રેખા તોડી નાખી હતી. પ્રિયંકા ખુશ હતી.
હવે આ ક્રમ વધતો ગયો 5 દિવસ તો પ્રિયંકા એ મન ફાવે એમ કર્યું. ત્યાર બાદ જ્યારે પણ ઘરે એકલી હોય ત્યારે આ ક્રમ થઈ ગયો.
રવિવાર સાંજે બંને રિંગ રોડ ના એક નાનકડા ધાબા પર ચા ની ચૂસકી લેતા હતા. અલક મલક ની વાતો કરતા હતા. જીજ્ઞેશ એ પ્રિયંકા ને કહ્યું આપડે બહુ હદ વટાવી દીધી છે આપડે આનું કાંઈક કરવું જોઈએ પ્રિયંકા કહે સુ કરવું છે? મેં કહ્યું હવે આપણે આપણા ઘરે વાત કરવી જોઈએ આપણે આપણા આ સંબંધ ને જાહેર કરવો પડશે. પ્રિયંકા કહે તારી વાત સાચી છે જીજ્ઞેશ મને પણ તારા વગર નથી જીવાતું એક પળ તારા વગર કલ્પી નથી શકતી. સમય જોઈ ને આપડે આપડા ઘરે વાત કરવી જોઈએ.
જીજ્ઞેશ કહે મને ડર પણ લાગે છે કેમ કે આપણો સમાજ એન્ડ જાતિ જુદા છે એટલે મારા ઘરે તો સુ થશે મને નથી ખબર પણ હું કરીશ.
પ્રિયંકા એ કહ્યું જો આપણી વચ્ચે ભલે ઉંમર બાધ હોય પણ આપણે એક બીજા ના જ છીએ એન્ડ હા ઘરે વાત કરવામાં વાંધો નથી પણ ઉતાવળ પણ ના કરતો. હજી તે તારી career ચાલુ કરી છે એને વેડફીશ નહીં. લગ્ન એ પ્રેમ પછી નો છેલ્લો પડાવ નથી. હું તને અનહદ પ્રેમ કરું છું પણ તારા જીવન માં મારા કારણે એક પણ તકલીફ ના આવવી જોઈએ. તારું અને તારા mummy papa ને ક્યાંય નીચું જોવાનું થાય એવું નથી કરવું. તારી આ વ્યથા હું જાણું છું પણ મારે તારે મોઢે સાંભળવી હતી . તે આટલું કહ્યું એમ મને બધું મળી ગયું. તારું સ્થાન મારા જીવન માં કોઈ નઈ લાઇ શકે ભલે આપડે જોડે હોઈ એ કે દૂર.
જે પણ કરવું હોય એ શાંતિ થઈ વિચારી ને કરજે કાઈ ઉતાવળ ન કરીશ. હું તારી સાથે જ છું. જીજ્ઞેશ બસ અવાચક બની સાંભળતો રહયો કે ભગવાને કેવી સરસ પ્રેમિકા આપી છે જોડે રેવું છે પણ મારી નાની મુશ્કેલી પણ એના થી જોઈ નથી શકાતી. અત્યાર થઈ મારા માતા પિતા ની ચિંતા કરે છે. પોતાનું સુખ છોડી મારા ભવિષ્ય નો વિચાર કરે છે. જીજ્ઞેશ કઈ બોલવા જાય એ પહેલાં જ કહ્યું તું વધારે કઈ વિચારીશ નઇ અને આગળ કઈ ના બોલ તને મારા સમ.
જીજ્ઞેશ ને કઈ બોલવા દીધું જ નઇ. જીજ્ઞેશ ને કઈ સમજાયું જ નહીં કે આજે પ્રિયંકા આમ કેમ બોલી. પણ પછી બંને એ બીજી વાતો કરી ત્યાં થી છુટા પડ્યા.
રોજ બરોજ નો ક્રમ ચાલુ જ હતો વાતો કરવાનો અને મળવાનો. બંને એકબીજા થી ખુશ હતા.
જીજ્ઞેશ એ ઘણી વાર હિમ્મત કરી ઘરે વાત કરવાની પણ દરેક વખતે પ્રિયંકા ના શબ્દો યાદ આવી જતા જોજે ઉતાવળ ના કરતો. અને એને લાગતુ કે આ યોગ્ય સમય નથી.
આવી રીતે સમય વીતતો રહ્યો. જીજ્ઞેશ ને હવે પ્રોમોશન મળી ગયું સાથે જવાબદારી વધી. હોવી જીજ્ઞેશ ને કામ માં થી હવે સમય ઓછો મળતો. પ્રિયંકા સાથે વાતચીત ચાલુ હતી પણ થોડા અંશે ઓછી થઈ ગઈ હતી. પ્રિયંકા ફરિયાદ કરતી પણ જીજ્ઞેશ પરિસ્થિતિ કહેતો તો સમજી જતી.
છતાં જીજ્ઞેશ જેવો સમય મળે એટલે તરત એને યાદ કરતો એને ફોન કરતો. જીજ્ઞેશ માટે પ્રિયંકા પહેલી હતી એટલે બને એટલો એને સમય આપતો.
ધીરે ધીરે સમય વીતતો જતો. જીજ્ઞેશ અને પ્રિયંકા પોતાના કામ માં વ્યસ્ત રહેતા. ઑફિસમાં માં પણ હવે time ફરી ગયો હતો . મળવા નું પણ ઓછું થઈ ગયું હતું.
ફોન પર પણ વાત ઓછી થઈ ગઈ હોય એવું જીજ્ઞેશ ને લાગ્યું. જીજ્ઞેશ એ પ્રિયંકા ને message કર્યો પણ answer ના મળ્યો.
બીજા દિવસે પણ આવું થયું. ઓફિસ માં એને તપાસ કરી તો ખબર પડી કે થોડા દિવસ થી એ આવી નથી. જીજ્ઞેશ એ એને સંપર્ક કર્યો પણ કોલ લાગ્યો નહીં. એને message છોડ્યો પણ એનો જવાબ ના આવ્યો.
થોડા દિવસ આવું ચાલ્યું. જીજ્ઞેશ એ પ્રયત્ન ચાલુ રાખ્યો પણ કોઈ જવાબ આવતો ના હતો. જીજ્ઞેશ નું હૃદય ધબકારો ચુકી ગયું. અચાનક આ સુ થઈ ગયું?
જીજ્ઞેશ ને ઊંઘ આવતી ના હતી. એક વાર ઓફિસથી છૂટી ને ઘરે જતા પ્રિયંકા ને કોલ કરવાનો પ્રયત્ન કર્યો. ફોન ની રિંગ વાગી એને કોલ ઉપાડ્યો જીજ્ઞેશ એ કહ્યું ક્યાં છે? કેટલા દિવસ થી try કરું છું? પ્રિયંકા એ જવાબ આપ્યો મારે ઘરે કામ છે એટલે ધ્યાન ન આપ્યું. મેં કહ્યું પણ આમ અચાનક બધું બંધ કેમ પણ એને ગોળ ગોળ જવાબ આપ્યો. પછી જીજ્ઞેશ એ ફોન મૂકી દીધો.
હવે જીજ્ઞેશ ને કઈ સમજાતું નહોતું.. પ્રિયંકા આમ કેમ કરે છે કેમ મારી સાથે વાત નથી કરતી?
હવે જીજ્ઞેશ રોજ એના વગર દિવસ પસાર કરતો. રોજ એને એક message એને કરી દેતો પણ કોઈ answer આવતો ના હતો.
રોજ દિવસો આમ જ પસાર થતા હતા.
આમ એક વાર જીજ્ઞેશ રોજ ની ઑફિસ નું કામ પતાવી ઘરે આવ્યો ડિનર પતાવી એના રૂમ માં બેઠો હતો ત્યાં મોબાઈલ માં રિંગ વાગી જીજ્ઞેશ એ જોયું તો પ્રિયંકા નો કોલ હતો.
તરત જ કોલ રિસીવ કર્યો સામે થી પ્રિયંકા ની અવાજ હતો.
પ્રિયંકા : હેલો જીજ્ઞેશ
જીજ્ઞેશ : હા બોલ
પ્રિયંકા : સુ કરે છે.
જીજ્ઞેશ : બસ જો જમી ને બેઠો છું.
પ્રિયંકા: હમ્મ. થોડા દિવસ વ્યસ્ત હતી એટલે કોલ ના થયો. સોરી
જીજ્ઞેશ: શુ સોરી યાર. આમ અચાનક સુ થયું છે તને?
પ્રિયંકા : કાંઈ નઈ મુંબઇ ગઈ હતી એટલે
જીજ્ઞેશ: પણ એક કોલ તો કારી દેવો હતો. કેમ ગઈ હતી મુંબઇ? બોલ.
પ્રિયંકા : માતા પિતા એ છોકરો જોવા માટે કહ્યું તું.
જીજ્ઞેશ : શુ બોલે છે તું?
પ્રિયંકા : સાચું છે.
જીજ્ઞેશ : પણ...
પ્રિયંકા : બસ કંઈ નાં બોલ. જે થાય છે એ બરાબર થાય છે
જીજ્ઞેશ : શુ બરાબર?
પ્રિયંકા : મારા mummy papa પણ હવે ત્યાં જ હંમેશા માટે જાય છે.
જીજ્ઞેશ : મતલબ?
પ્રિયંકા : (આંસુ સાથે) કદાચ આપડો સાથ આટલો જ હશે.
જીજ્ઞેશ : ના આ ના ચાલે
પ્રિયંકા: જો આપણે હંમેશા એકબીજા ના છીએ. હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ. પણ મારા કારણે હું તારી જિંદગી માં પ્રોબ્લેમ થવા દેવા નથી માંગતી.
જીજ્ઞેશ : આ તું સુ બોલે છે. શુ પ્રોબ્લેમ?
પ્રિયંકા : એ બધું છોડ. તને સારું પ્રોમોશન મળ્યું છે. તું ખૂબ આગળ વધ. તારા mummy papa નું નામ રોશન કર. જિંદગી મા આગળ વધ અને ખૂબ પ્રગતિ કર. હું તારા માટે હંમેશા ભગવાન ને પ્રાર્થના કરીશ તારા માટે.
હવે જીજ્ઞેશ સાંભળતો રહ્યો ને પ્રિયંકા બોલતી રહી. વાત ક્યારે પુરી થઈ ખબર જ ન પડી. પ્રિયંકા એ બાય કહી ને ફોન રાખ્યો.
જીજ્ઞેશ બસ એમ ને એમ બેસી રહ્યો. વિચારતો રહ્યો શુ પ્રૉબ્લેમ હતો પ્રિયંકા ને, મને પણ ના જણાવી શકી. કેમ આમ કર્યું? સવાર ક્યારે પડી ગઈ ખબર ના પડી. ઓફિસે પણ મન નહોતું લાગતું. થોડા દિવસ પસાર થાય જીજ્ઞેશ ને પ્રિયંકા ની યાદ આવી એને ફોન લગાવ્યો રિંગ વાગી કોઈ સ્ત્રી એ ફોન ઉપાડ્યો પણ અવાજ પ્રિયંકા નો નહોતો જીજ્ઞેશ એ વાત ચાલુ કરી તો કહ્યું કે આ wrong નંબર છે અને જાણવા મળ્યું કે ફોન મુંબઇ નઇ પણ ગુજરાત ના કોઈ આદિવાસી ગામડા માં લાગ્યો હતો.
મતલબ , પ્રિયંકા એ નંબર પણ બંધ કરી દીધો હતો. જીજ્ઞેશ ને કંઈ સમજાણુ નઈ.
પ્રિયંકા એ કેમ આમ કર્યું? શુ હશે એની મજબૂરી? આમ અચાનક જ બધુ છોડી ને જતી રહી?
સારાંશ:
લગ્ન જ માત્ર પ્રેમ નો છેલ્લો નિર્ણય નથી હોતો. એકબીજા ના મન જીતવા અને એના સારા માટે કર્યો કરવા, પોતાના પ્રિય પાત્ર નું હિત ઇચ્છવુ એ પણ જીવન છે. આપણા જીવન માં પણ આવું જ છે ક્યારે કોણ આવે છે અને માયા લગાડી જતું રહે છે એ કોઈ નથી જાણતું. બસ પછી રહે છે તો માત્ર એની મીઠી યાદો.