Pollen - 21 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 21

પરાગિની ૨૧

રિની પરાગની હોટલ પર પહોંચે છે. હોટલમાં આવતા પરાગ સાથે વિતાવેલ સમય તેને યાદ આવી જાય છે. તે સ્વસ્થ થઈ કેફેટેરિયામાં જઈને બેસવાનું નક્કી કરે છે.

પરાગની હોટલ રિવરફ્રન્ટની નજીક જ હોય છે અને કેફેટેરિયા ઓપન ટેરેસમાં બનાવ્યું હોય છે જેનાથી તમને રિવરફ્રન્ટનો સુંદર નજારો માણી શકો..! રિની એક ટેબલ સિલેક્ટ કરી બેસી જાય છે. બેસીને તેની નાની ક્રોસ બેગ કાઢવા જતી હોય છે પરંતુ તેના ડાબા હાથમાં હજી પાટો બાંધેલો હોય છે તેથી તેને ફાવતુ નથી હોતુ બેગ કાઢીને મૂકવા જતી હોય છે કે બેગ પાછળના ટેબલ પાસે પડી જાય છે. રિની બેગ લેવા નીચે નમે છે તો જોઈ છે કે તેની સાથે કોઈ એક વ્યકિત પણ તેને બેગ લેવામાં મદદ કરી રહ્યું છે અને તે વ્યકિત કોઈ બીજું નહીં પણ પરાગ જ હોય છે. રિની પરાગને જોતી જ રહે છે, બંનેના ચહેરા પર મિશ્ર ભાવ હોય છે.

રિની- તમે અહીંયા શું કરો છો?

પરાગ- આજ વાત તને પૂછુ છું.. તું શું કરે છે અહીંયા?

રિની- (ખચકાતાં) મને થોડું સારૂં નહોતું લાગતું...એટલે..! વાત બદલતાં રિની પરાગને કહે છે, સવારના તમે ક્યાં હતા? કેટલા ફોન કર્યાં તમને..!

પરાગ- કંઈ નહીં મન બધી વાતોમાં ગૂંચવાયેલું છે.. શું કરું.. શું નહીં.. કંઈ ખબર નથી પડતી..! એ તો કહે તું અહીં શું કરે છે?

રિની- અસલમાં... હું તમને કંઈ કહેવા માંગતી હતી..! મને બધુ યાદ આવી ગયું છે..!

પરાગ- શું યાદ આવી ગયું?

રિની બોલવા જ હતી કે પાછળથી ટીયા આવી જાય છે અને રિનીને કહે છે, રિની તું અહીં શું કરે છે?

ટીયાને જોઈ રિનીને સારૂં નથી લાગતું પણ ટીયા બહુ ખુશ હોય છે કેમ કે આજે તેના એક જ તીરે બે નિશાના લગાવી દીધા હોય છે.

ટીયા- આજે હું અને પરાગ લંચ માટે આવ્યા છે અમારી ખુશી સેલિબ્રેટ કરવાં..!

રિની- સેલિબ્રેટ?

ટીયા- પરાગે તને કહ્યું નથી હજી? કંઈ નઈ ચાલ હું જ કહી દઉં..!

પરાગને આ પરિસ્થિતિમાં પોતાને રિની સામે અસ્વસ્થ મહેસૂસ કરે છે. તેને આ વાત રિનીને નહોતી કરવી પણ આજે નહીં તો કાલે રિનીને ખબર પડવાની જ હતી...!

ટીયા- અમે બંનેએ મળીને એક નિર્ણય કર્યો છે.. ટીયા પરાગનો હાથ પકડતાં આગળ કહે છે, અમે મેરેજ કરવાના છીએ...!

આ સાંભળી રિની અંદરથી તૂટી જાય છે.. પરાગને પણ મહેસૂસ થાય છે કે રિની અંદરથી તૂટી ગઈ છે.. પરાગ રિનીના આંખોમાં સાફ સાફ પોતાના માટેનો પ્રેમ જોઈ શકે છે... !

પરાગ ટીયાનો હાથ છોડતા રિનીને કહે છે, મજબૂરી છે મારી... પણ હું તને કોઈ સફાઈ નહીં આપું...! પછી બંને એકબીજાને દર્દભરી આંખોથી જોયા જ કરતા હોય છે. બંનેની આંખો જાણે તેમના પ્રેમની વાતો કરતી હોય એમ લાગતું હતું અને આ જોઈને ટીયાને અણગમો થાય છે. રિની બંનેને કોન્ગ્રેચ્યુલેશન કહી તેનું બેગ લઈ ઘરે જવા નીકળી જાય છે અને પરાગ તેને જોતો જ રહે છે. રિનીના ગયા પછી પરાગ ખુરશીમાં ફસડાઈ પડે છે પણ પોતાને સંભાળી લે છે.. ટીયા પરાગની સામેની ખુરશીમાં આવીને બેસી જાય છે. ટીયા મનોમન ખુશ થાય છે કે તે પરાગ સાથે મેરેજ કરશે અને આ વાત ખુદ રિનીને કહી તે વાતથી તે વધારે ખુશ થાય છે.

જમવાનું ટેબલ પર આવી ગયું હોવા છતાં પરાગ શાંતિથી બેસી રહ્યો હોય છે તેથી ટીયા પરાગના હાથ પર હાથ મૂકી પરાગને કહે છે, શું થયું તું લંચ નથી કરી રહ્યો?

પરાગ તરત તેનો હાથ લઈ લે છે અને કહે છે, તને યાદના હોયતો તને કહી દઉં કે આ મેરેજ ફક્ત દેખાડવા માટે જ છે. મને ફક્ત ચિંતા આ બાળકની જ છે એટલે એને હું મારું નામ આપવા તૈયાર થયો છું. તારી સામે પતિની હેસિયતથી નહીં પણ બાળકના પિતાની હેસિયતથી બેઠો છું. બસ આ બાળક આ દુનિયામાં આવી જાય પછી હું તને ડિવોર્સ આપી દઈશ..!

ટીયા કંઈ બોલતી નથી.. બસ તેનું મોઢું વાંકું કરી બેસી રહે છે.

આ બાજુ રિની રિક્ષામાં બેસી નિશાને ફોન કરી જણાવે છે કે તે તેને મળવાં હોસ્પિટલમાં આવે છે આટલું કહી ફોન સ્વીચ ઓફ કરી દે છે.

નિશાને ચિંતા થવા લાગે છે... રિની ક્યારેય આવી રીતે હોસ્પિટલ નથી આવતી.. અને ફોન તો તે ક્યારેય બંધ નથી કરતી.. નિશા હોસ્પિટલના ગેટ પાસે જઈને ઊભી રહી જાય છે અને રિનીને ફોન કર્યા કરે છે કે આખરે શું થયું છે એને? પરંતું રિનીનો ફોન બંધ જ આવે છે. દસ મિનિટ પછી નિશા રિનીને ગેટમાંથી પ્રવેશતાં જોઈ છે. નિશા દોડીને રિની પાસે જાય છે અને પૂછે છે, રિની શું થયું? આમ અચાનક?

રિની જડની માફક ઊભી હોય છે અને કહે છે, નિશા એ મેરેજ કરી રહ્યો છે... બધું પૂરું થઈ ગયું..! આટલું કહી રિની ચક્કર ખાયને નીચે પડે છે.

નિશા રિનીને પકડીને તેને ઢંઢોડી કાઢે છે, રિની ઊઠ.. શું થયું તને? તે જોરથી વોર્ડબોયને બૂમ પાડે છે અને સ્ટ્રેચર મંગાવે છે. રિનીને વોર્ડમાં લઈ જાય છે, ડોક્ટર ચેક કરે છે અને એક ગ્લૂકોઝની બોટલ ચઢાવાની ચાલુ કરી દે છે.

પોણા કલાક બાદ રિનીને હોશ આવે છે. રિની થોડો ટેકો લઈ બેસે છે. રિની રડવાં લાગે છે.. નિશા તેને શાંત કરે છે. રિની તેને બધુ કહે છે તે કેવી રીતે પરાગને મળી અને ટીયાએ મેરેજની વાત કહી..! રિની કહે છે, અમે એકબીજાના થઈએ એની પહેલા જ અલગ થઈ ગયા..! નિશા તેને શાંત કરી સમજાવે છે.

આ બાજુ માનવ પરાગને મળવાં તેના ઘરે જાય છે પણ હજી પરાગ ઘરે આવ્યો નથી હોતો.. તેથી તે નીચે ગાર્ડનમાં પરાગની રાહ જોતો બેઠો હોય છે. પરાગની આવતા જ માનવ પૂછે છે, શું થયું હતું? સવારના ક્યાં હતા? પરાગ માનવને અંદર ઘરે લઈ જાય છે. બંને બેસે છે વાતો કરે છે જેમાં પરાગ માનવને જણાવે છે કે તે ટીયા સાથે મેરેજ કરવાનો છે. માનવ પરાગને ઘણું સમજાવે છે ટીયા સાથે મેરેજ ના કરવા બાબતે..પરંતુ પરાગ પણ મજબૂર છે.

રિનીને સારૂં લાગતા નિશા તેને ઘરે લઈને આવે છે. એશાને ખબર પડતાં તે પણ ઘરે આવી જાય છે. રિની એ એશા અને નિશાને કહી રાખ્યું હોય છે કે ઘરે મમ્મી કે રીટાદીદીને ખબરના પડવી જોઈએ કે આજે તેને ચક્કર આવ્યા હતા. જો કે આશાબેન અને રીટાદીદી ઘરે નહોતા તે જોઈને રિનીને હાશ થાય છે. પરાગના મેરેજનું જાણ્યા બાદ એશા ખૂબ ગુસ્સામાં હોય છે.

એશા- રિની તું કાલે જ જોબ પરથી રાજીનામું આપી દે.. તું રોજ એની સાથે કામ કરીશ અને તેને જોઈને તું રોજ તારો જીવ બાળીશ. એ ટીયાનો પતિ હશે અને તો તારું સ્થાન ક્યાં હશે? એટલે કહું છું કે તું જોબ છોડી દે.

રિની- એડવાન્સ સેલેરી લીધી છે તે કોણ પાછી આપશે?

એશા- ઉફફ... તુએ શું કામ એડવાન્સમાં સેલેરી લીધી?

રિની- ગમે તે થાય કામ પર તો જવું પડશેને..!

એશા- તું કેવી રીતે એની સાથે કામ કરી શકીશ.. આપણે શાંત અને ઠંડા દિમાગથી વિચારીએ કંઈક તો સોલ્યુશન મળી જ જશે.

રિની- હું જોબ પર જઈશ કેમ કે... કેમ કે એ ઓફિસ એવી એક જ જગ્યા છે જ્યાં અમે બંને એકબીજને જોઈ શકીશુ...!

આ બાજુ ટીયા જૈનિકાના ઘરે જાય છે. ઘરે જતાં જ ટીયા તેની ડંફાસો મારવાની ચાલુ કરી દે છે.

ટીયા- જો જૈનિકા તારી સામે કોણ ઊભું છે?

જૈનિકા- અમ્મમ.... મારી સામે એક શેતાન ઊભી છે..!

ટીયા- ના, તારી સામે પરાગની ફ્યુચર વાઈફ ઊભી છે. હું અને પરાગ મેરેજ કરવાનાં છે.. મને તો હજી વિશ્વાસ નથી થતો...! મેં તને કહ્યું હતુંને પરાગ ફક્ત મારો જ છે. ટીયા જીતી ગઈ અને બિચારી રિની હારી ગઈ...!

જૈનિકાને શોક લાગે છે સાંભળીને કે પરાગ ટીયા સાથે પરણશે..! ટીયા જે બોલતી હોય છે તે મોં ખૂલ્લું રાખીને સાંભળ્યા જ કરતી હોય છે.

જૈનિકા- (કટાક્ષમાં) આખરે તે પરાગને તારી જાળમાં ફસાવી જ દીધો... તું તો બહુ ખુશ હોઈશ આજે નહીં..! તારું મક્સદ પૂરું થઈ ગયું..!

ટીયા- એ તો છે જ...! તું મને બેસ્ટ વિસીસ નહીં આપે?

જૈનિકા ઊભી થઈને ટીયા પાસે જાય છે અને કહે છે, તારી મક્કારી માટે તને બેસ્ટ વિસીસ આપું હું? તારા બંને ચહેરાને હું બહુ સારી રીતે ઓળખું છુ. તને શું લાગે છે તું આવી ગેમ પ્લાન કરીને બધાને ફસાવીને આવું કામ કરીને આવીશ એટલે હું તને શાબાશી આપીશ?

ટીયા- (નફ્ફટાઈથી) એમાં શું છે..? મારી જગ્યાએ કોઈ બીજું હોત તો એ પણ આવું જ કરતેને..!

જૈનિકા- (ગુસ્સામાં) તારી જગ્યાએ મારું કોઈ કરીબી માણસ હોત તો મેં એને કસીને એક થપ્પડ મારી હોત..!

ટીયા- હવે કંઈક વધારે જ બોલી તું.. લિમિટ ક્રોસ કરે છે.

જૈનિકા- (ઉંચા અવાજે) લિમિટ તો તે ક્રોસ કરી છે ટીયા...! પરાગને મેળવવા માટે બહું જ નીચું કામ કર્યું છે તે... આજ સુધી મેં તારા જેવી સ્ત્રી નથી જોઈ...! તારા જેવી સ્ત્રી મારા ઘરમાં ઊભી ના રહે તે જ સારું... નીકળી જ અહીંયાથી...!

ટીયા- જૈનિકા, આ તું સારું નથી કરી રહી.. પાછળથી તને પછતાવો થશે.. આ જે તે મારી સાથે કર્યું છે તે..!

જૈનિકા- મને તારી વાતનો કોઈ જ ફરક નથી પડતો... તારે જે કરવું હોય એ કરી લેજે જા...!

ટીયા એટીટ્યૂડ બતાવી જતી રહે છે.

પરાગ સાંજે તેની દાદીને મળવાં તેમના ઘરે જાય છે. સમર અને દાદી બંને બહાર ગાર્ડનમાં બેસી મસ્તી કરતાં હોય છે. પરાગ દાદીને પગે લાગીને ખુરશી પર બેસે છે.

પરાગ- ડેડ અને શાલિનીમાઁ ક્યાં છે?

સમર- મોમ-ડેડ ડિનર માટે હમણાં જ બહાર ગયા..!

પરાગ- ઓકે... બધા હોત તો સારૂં... મારે બધા સામે એક અગત્યની વાત કરવી હતી..!

દાદી- શું વાત છે બેટા..? તું ગંભીર દેખાય છે.

પરાગ- મેં એક નિર્ણય લીધો છે કે હું ટીયા સાથે મેરેજ કરી રહ્યો છું..!

સમર- ભાઈ તમે મજાક કરો છોને?

દાદી- ચૂપ સમર, પરાગ કોઈ દિવસ મજાક નથી કરતો..!

સમર- ભાઈ તમે સાચેમાં જ એ ટીયા સાથે મેરેજ કરશો?

પરાગ- હા, મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી એ કરવાં સિવાય...!

દાદી- શું વાત કરે છે તું? શું તે આજ રસ્તો કાઢ્યો આ પ્રોબ્લમનો?

પરાગ- મેં બહુ વિચારીને આ નિર્ણય લીધો છે. મને ફક્ત એ બાળકની ચિંતા છે એટલે ટીયા સાથે મેરેજ કરું છું... બાકી ટીયા સાથે મારે કોઈ લેવાદેવા નથી.

પરાગ તેના પપ્પાના ઘરે જ રાત્રે રોકાય જાય છે જેથી સવારે તે મેરેજના બાબતે બધા સાથે વાત કરી શકે.

આશાબેન અને રીટાદીદી રિની માટે છોકરા જોવાનું ચાલુ કરી દે છે અને તેમને એક છોકરો પસંદ પણ આવે છે અને રવિવારના જોવાનું પણ ગોઠવી દે છે. આ વાત તેઓ રિનીને કહેતા નથી પણ એશાને બોલાવી તેને કહે છે કે રવિવારે રિનીને છોકરો જોવા આવવાનો છે તું રિનીને સમજાવીને કહેજે કે ખાલી છોકરાને મળીલે એક વખત..! એશા હા કહી તેના રૂમમાં જતી રહે છે.

શું સાચેમાં જ પરાગ ટીયા સાથે મેરેજ કરશે?

શું રિનીનું પણ મેરેજ ગાઠવાય જશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ - ૨૨