Vampires in the Book - Part 2 books and stories free download online pdf in Gujarati

બુકમાં રહેલ પીશાશ - ભાગ 2

રાત્રે ત્રણેય ઘરે આવે છે.અને બધાજ જમીને સુઈ જાય છે .તો બીજી બાજુ પેલી બુક શોહિત ને ઘરમાંથીજ મળે છે.આ બુક શોહિત હાથમાં લઇને વાંચવા લાગે છે. આજે પણ આ બૂક્ને શોહિત ત્રણ વાગ્યા સુધી વાંચી રહ્યો હોઇ છે. આવામાં તેની મા જાગીને બહાર જોવે છે તો તે શોહિત પર ખૂબ ક્રોધે ભરાય છે . અને શોહીતને તે ખીજાય છે તો શોહિત તેની સામે આંખો રાખીને જોવે છે , તેથી મીના એની આંખોમાં આંખ નાખીને જોવે છે તો મીના ખૂબ જ ડરી જાય છે કેમકે મીના ને શોહિતની આંખો ખૂબ જ ભયાનક લાગે છે. તે શોહિતને ફરી વાર સુવાની વાત કરે છે તો આ વાત પર શોહિત ખૂબ જ ક્રોધે ભરાય છે. શોહિત ત્તેની સામે બોલી જાય છે. અને ભાગીને ઘરની બહાર જતો રહે છે. મીના ત્તેની પાછળ દોડે છે તો તેંને ક્યાંય શોહિત બતાતો નથી. આથી તેં ખૂબ જ આકૂલ વ્યાકુળ બનીને શોહિત ને આમ તેમ શોધવા લાગે છે . તે શોહિતની શોધમાં છેક પોતાના ઘરથી ઘણે દુર કબ્રસ્તાન પાસે પંહુચી જાય છે. ત્યાં તે જોવે છે તો તેનો દિકરો શોહિત કોઈ કબર પર બેઠો હતો.ત્યાં બેઠા -બેઠા કોઈની સાથે વાત કરતો હતો.આ જોઇ તેની મા ખુબજ ડરી જાય છે. થોડી વાર પછી મીના પોતાના દિકરા શોહિતને લેવા માટે તેં કબર તરફ જાય છે. તેં પોતાના દીકરાને લઇને ઘણી જ ચિંતિત હોઈ છે. આથી તેં પોતાના દિકરા પાસે જાય છે જેથી તે તેનાં દિકરાને ઘરે લઈ જઇ શકે. મીના કબર પર બેઠેલા પોતાના દિકરા તરફ જાય છે . તે તેને ઘરે ચાલવા કહે છે પણ શોહિત ચાલવા તૈયાર થતો નથી. આ વાત પર મીના ક્રોધિત થઈ શોહિતને ઍક થપાટ મારે છે. આ વાત પર શોહિત ખુબજ ક્રોધિત બની જાય છે.ક્રોધે ભરાયેલ શોહિત પોતાની જ માતા પર ખુબજ ભયાનક રીતે હુમલો કરે છે .આથી આ હુમલા થી ઘવાયેલ મીના બે ભાન અવસ્થામાં જમીન પર સાંજ સુધી પડી રહે છે . સાંજે તેનો પતી ઘરે આવે છે તો તેનો પતી પોતાનો દિકરો કે પત્નીને ઘરે જોતો નથી.આથી તે આજુબાજુ ઘરે તપાસ કરે છે પણ હજી પોતાની પત્ની કે પુત્રનો પતો મળતો નથી .તેં મીનાને ફોન લગાડે છે. તો લગભગ 10 વાર કોલ કર્યા પછી મીના બેહોશીની અવસ્થામાંથી બહાર આવે છે.તેં ચિંતન નો ફોન ઉપાડે છે અને તેને બધી હકીકત કહે છે તો પહેલા મીના ને ઘરે આવવાનું ચિંતન ક્હે છે. ઘરે આવ્યાં બાદ તેં બન્નેને એવુ લાગતું હોઇ છે કે પોતાના દિકરા પર કોઈ પ્રેતની નજર પડી ચૂકી છે. તેથી તેં પાસેના કાલ ભૈરવનાં મંદિરમા આવેલા બાબાને મળવાનું વિચારે છે. તેં બંને રાત્રે જ બાબાની પાસે મંદિરમાં જાય છે. આ કાલ ભૈરવ મંદિરનાં પૂજારી ખૂબ જ પ્રતિભાશાળી હતાં.તેં ગમે તેવા ભૂતને વશ કરવું કઈ રીતે તે જાણતા હતાં.આ પૂજારી પાસે મીના અને ચિંતન પહોંચેં છે . પૂજારી મીના અને ચિંતન ઘરમાં આવે તરત જ કહે છે કે આવો શુ તકલીફ છે. મીના બધીજ વાત બાબાને કરે છે. બાબા થોડી વાર આંખો બંધ કરી કાંઇક વિચારે છે અને પછી કહે છે કે આ તમારાં દિકરા પર અકાલી નામની આત્મા જે કોઈ બુક માંથી નીકળી છે તેનો છાયો છે. જે ખૂબ જ ભયંકર છે . જો તમે બન્ને પોતાના દીકરાને બચાવવા માંગતા હોઇ તો તમારે આનાં માટે અમાવસની રાતે બાર વાગ્યે પૂજા કરવી પડશે . જે અમાવસની રાત કાલે છે તેથી કાલે બાર વાગ્યે તમારે બંનેને પૂજા માટે આવી જવાનું છે . સવાર પડે છે પણ બંને પતી-પત્ની પોતાના દીકરાની ચિંતામાં સુઈ શકતા નથી.અને સવારે ઊઠીને કાઈ કામ માટે પણ જાતા નથી . હવે સાંજ પડવા આવી છે . બંને પતી - પત્ની પોતાના દિકરા માટે જે પૂજા કરવાની છે તેની તૈયારી કરવા માંડે છે . હવે સાંજ પડવા આવી છે અને હવે લગભગ રાત્રિના 10 વાગ્યા છે . આથી બંને પતી - પત્ની પોતાના દીકરાને સાથે લઇને કાલ ભૈરવ નાં મંદિરે પૂજા માટે જાય છે . બંને પતી - પત્ની બાબા પાસે પહોંચી જાય છે . આથી બાબા તેને જોઇ કહે છે આવો હવે આપણે થોડાજ સમયમાં પૂજાની શરૂઆત કરવાનાં છીએ . તમારે બંનેએ પોતાના દિકરા સાથે પૂજામાં હાજર રહેવાનું છે . અને હ પેલી બુક સાથે જ રાખજો . થોડી જ વાર મા બાબા પૂજા શરૂ કરે છે . પૂજા શરૂ કરતા જ શોહિતમા ઍક આત્મા આવી જાય છે . આ આત્મા એક દમ બોલી ઉઠે છે કે એય બાબા તુ આ શોહિત ને બચાવી નઈ શકે . તેનો ઉત્તર આપતા બાબા કહે છે કે તુ તો શુ કોઈ પણ પ્રકારની પ્રેત મારી સામે ટકી શકી નથી . તયારે તારે પણ પ્રેમ થી જાવુંજ હોઇ તો તુ વઈ જા નહિતર તારી સાથે ખૂબ જ ખરાબ કરીશ . આ સાંભાળી શોહિત માં રહેલ આત્મા જોરજોરથી હસી ઉઠે છે અને કહે છે કે તુ મારુ કાંઇ બગાડી નઈ શકે . આ સાંભાળી બાબા પૂજા શરૂ કરે અને સૌપ્રથમ પેલી બુક સલગાવે છે ત્યાંરબાદ થોડી જ વાર મા આત્માને કોઈ ઍક શ્રીફળ માં ઉતારવાની પ્રક્રિયા શરૂ કરે છે . આ પ્રક્રિયા શરૂ થતાં જ શોહીતમા રહેલ આત્મા જોર જોરથી પુકારવા લાગે છે . મને મુકી દો હુ આ શરીરમાથી ચાલી જઈશ પણ પૂજારી બાબા તેની વિનંતિ ન સાંભળતા તેને શ્રીફળમા ઉતારીને શોહિત ને મુકત કરે છે . શોહિત નો પરિવાર બાબાનો આભાર માને છે . આ બાદ શોહિતની સાથે તેનો પરિવાર ભારતમા આવવા નીકળી જાઇ છે.ત્યારબાદ તેનો પરિવાર ભારતમાં આવી ખુબજ ખુશી થી રહેવા લાગે છે