Pollen - 25 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 25

પરાગિની ૨૫

પરાગ રડતો હોય છે કે ત્યાં તેને મળવાં દાદી આવે છે. દાદીને ખબર હોય છે કે પરાગ આ લગ્નથી ખુશ નથી અને અત્યારે તે દુ:ખી હશે તેથી તેઓ પરાગને મળવાં આવે છે. દાદી જોઈ છે કે પરાગ રડી રહ્યો છે.. દાદી તરત પરાગ પાસે જાઈ છે અને કહે છે, બેટા....!

પરાગ ઊંચું જોઈ છે તો તેના દાદી હોય છે, તે તરત ઊભો થઈ દાદી ને ભેટીને ચોધાર આસું એ રડી પડે છે. દાદી તેને રડવાં દે છે, તેમને ખબર છે કે પરાગ પોતાનું દુ:ખ કોઈને કહે પણ નહીં તેથી દાદી તેને રડવાં દે છે.

થોડી વાર રહીને પરાગ શાંત થઈને સોફા પર બેસે છે. દાદી તેને પાણી આપે છે. પાણી પીધા બાદ પરાગ દાદીને કહે છે, જો મેં મારા દિલની વાત એ છોકરીને કરી દીધી હોત તો આજે હું કદાચ એની સાથે હોત...! બહુ લેટ કરી દીધુ... ઈન્ફેક્ટ હવે તો શું કેહવાનું...!

દાદી- તો તું એ મને કહ્યું કેમ ના? ત્યારે જ કહ્યું હોત તો હું વાત કરતે ને..! કેવી છે એ છોકરી?

પરાગ- શું કહું દાદી? એ બહુ સુંદર છે પણ એના થી પણ સુંદર એનું મન છે..!

દાદી- શું એને હું ઓળખું છું?

પરાગ- હવે ઓળખીને પણ શું કરશો...? હવે તો મારા મેરેજ થશે અને પછી એક છોકરાંનો બાપ પણ બની જઈશ...!

આ બાજુ રિની ઘરે પહોંચે છે. પાછલા દરવાજેથી ઘરમાં આવે છે. તેના રૂમમાં જાય છે. એશા અને નિશા પહેલે થી તેની રાહ જોઈને બેઠા હોય છે. રિની બંનેને ભેટીને રડે છે અને કહે છે, એણે કહી દીધુ કે તે દિવસે એણે મને કહ્યું હતું કે એ મને પ્રેમ કરે છે તે બધુ ખોટું હતું...! તારી વાત સાચી હતી એશા...!

એશા- મેં તને કહ્યું હતું ને પુરુષ જાત આવી જ હોય..! મને તો હવે ગુસ્સો આવે પરાગ પર...!

નિશા- પણ મને એવું નથી લાગી રહ્યું...!

એશા- આટલું બધું થઈ ગયું... એના લીધે રિની કેટલી વખત રડી હશે... અને તને એવું લાગે છે કે એવું કંઈ નથી?

નિશા- મને એવું લાગે છે કે એની કોઈ મજબૂરી હશે અને તને ખોટું એટલે બોલ્યો કે એ તને તકલીફ આપવાં નહીં માંગતો હોય...! એ રિનીને લવ કરે છે અને આ વાત સાચી હોત કે તે રિનીને પ્રેમ નથી કરતો તો તે અત્યારે પાર્ટી કરતો હોત... અત્યારે બંને દુ:ખી છે.

**********

બીજા દિવસે રિની તૈયાર થઈ નાસ્તો કરી ઓફિસ જવા નીકળી જાય છે.

દાદી રાતે પરાગના ઘરે જ રોકાય જાય છે તેઓ સવારે ઊઠીને પરાગ માટે નાસ્તો અને જ્યૂસ તૈયાર કરી પરાગને ઊઠાડવા જાય છે. તેને ઊઠાડી તેઓ નાસ્તો ટેબલ પર મૂકે છે.

ટીયા સવાર સવારમાં પરાગના ઘરે આવે છે. નીચે ગાર્ડનની સોફા પાસે જઈને જોઈ છે તો પરાગની સગાઈની રીંગ ટેબલ પર પડી હોય છે. રીંગ લઈ તે ઉપર જાય છે. ઉપર દાદીને જોઈને તેને નવાઈ લાગે છે, પછી ખોટું હસીને કહે છે, ઓહ...! દાદી તમે અહીં...!

ટીયાના આવવાથી દાદીને ગમતું નથી પણ તેઓ કંઈ બોલતા નથી.

નાસ્તો કર્યા બાદ ટીયા પરાગ સાથે ઓફિસ જાય છે. ઓફિસ પહોંચતા જ પરાગ-ટીયા અને રિની સાથે જ અંદર આવે છે. રિની તેનો બિહેવ નોર્મલ જ રાખે છે પરાગ સામે..! રિનીને જોતા જ ટીયા તેના નાટક ચાલુ કરી દે છે, પરાગનો હાથ પકડી તે ચાલવા લાગે છે. રિની તે જોયા વગર જ જતી રહે છે અને તેનું કામ કરવાં જતી રહે છે.

થોડીવાર બાદ રિની પરાગને કોફી આપવાં તેના કેબિનમાં જાય છે.

પરાગ- મને એમ હતું કે ગઈ કાલે રાત્રે મેં તારી સાથે જે રીતે બિહેવ કર્યું તેના પછી તું ઓફિસ નહીં આવે..!

રિની- (એટીટ્યૂડમાં) હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ રાખું છું સર...! અને મને તમારી જેમ ગેમ રમવાંનો બિલકુલ શોખ નથી કે પહેલા બીજી છોકરી પછી કોઈ બીજી...!

રિની પરાગને ખરી ખોટી સંભળાવી જતી રહે છે. પરાગ કંઈ બોલતો નથી કેમ કે તે જાણે છે તેને રિની સાથે ખોટું કર્યું છે.

પરાગ કોફી પી ને પ્રોડક્શન હોલમાં જાય છે ચેક કરવાં કાપડનું ઉત્પાદન બરાબર થાય છે કે નહીં..! ત્યારબાદ તે ક્લેક્શન જોઈ સિયા પાસે આવે છે. અમુક ક્લાઈન્ટ સાથે તે મીટિંગ રાખવાનું સિયાને કહે છે.

સિયા- સર, આજ સાંજ માટે તમારી માટે ક્લેક્શન કયો શુટ કઢાવું?

પરાગ- કેમ આજે કંઈ ખાસ છે?

સિયા- સર, આજે પાર્ક હયાત હોટલમાં જે ફેબ્રિક પ્રદર્શન છે તેમાં તમારે આપણી કંપનીને રિપ્રેઝન્ટ કરવાં જવાનું છે.

પરાગ- અરે... હું તો ભૂલી જ ગયો હતો.. એક કામ કર તું જૈનિકાને કહી દેજે.. તે કોઈ શુટ સિલેક્ટ કરી લેશે..!

સિયા- તમારે સાથે કોઈ પાર્ટનરને પણ લઈ જવાની છે તો હું ટીયા મેમનું નામ રજિસ્ટર કરાવી દઉં?

પરાગ- ના, ટીયા નહીં આવે મારી સાથે..!

આ વાતચીત દરમિયાન રિની પણ ત્યાં જ હાજર હોય છે.

પરાગ રિનીને ટોન્ટ મારતાં કહે છે, મારી પર્સનલ લાઈફને હું મારી પ્રોફેશનલ લાઈફ સાથે ક્યારેય મિક્ષ નથી કરતો... તો મારી સાથે તમારા બંને માંથી કોઈ એક આવશે..!

રિની પરાગ સામે જોઈ મોં બગાડે છે. પરાગ રિની સામે જોતા કહે છે, તારી પાસે છ કલાક છે તૈયાર રહેજે સાંજે પિક કરવાં આવીશ હું..!

રિની ખુશ થઈ જાય છે કે પરાગ મને તેની સાથે લઈ જશે..!

પરાગ- હું તને કહું છું સિયા... તૈયાર રહેજે..!

આવું કહેતા જ રિની પરાગ તરફ ગુસ્સાથી જોવા લાગે છે.

આ બાજુ સમર તેના ફ્રેન્ડને મળવાં હોસ્પિટલ જાય છે. તેનો ફ્રેન્ડ એ હોસ્પિટલમાં જ એડ્મીટ હોય છે જ્યાં નિશા કામ કરતી હોય છે. સમર રિસેપ્શન પર પૂછવા જ જતો હોય છે કે તેને નિશા મળી જાય છે. નિશા અને સમરની આ ત્રીજી મુલાકાત હોય છે. તેઓ એકબીજાને ઓળખતા હોય છે.

નિશા- સમર.. તું અહીં? કંઈ થયું છે કે શું? તબિયત તો સારી છેને?

સમર- અરે... રિલેક્સ...! મને કંઈ નથી થયું..! હું મારા ફ્રેન્ડની ખબર પૂછવા આવ્યો છું.

નિશા- ઓહ... શું નામ છે એનું...!

સમર તેનું નામ કહે છે.

નિશા- ઓહ... એ પેશન્ટને તો હું જ જોઈ રહી છું ચાલ મારી સાથે લઈ જાવ તને...!

નિશા સમર તેને મળવાં લઈ જાય છે. સમર તેના ફ્રેન્ડને મળી લે છે ત્યારબાદ નિશા અને સમર બંને હોસ્પિટલના કેફેમાં જઈ વાતો કરે છે. બંને સારા દોસ્ત બની જાય છે.

સમર નિશાને મળીને ઓફિસ જાય છે. તે સીધો જૈનિકા મળવાં જાય છે, ત્યાં જઈને જોઈ છે તો જૈનિકા સિયાની માટે ડ્રેસ સિલેક્ટ કરતી હોય છે અને તેને શિખવતી હોય છે કે કેવી રીતે આપણી કંપનીને રિપ્રેઝન્ટ કરવાની..!

સમરને આ જોઈને હસવું આવી જાય છે. સિયાના ગયા પછી સમર જૈનિકા પાસે જઈને બેસે છે અને કહે છે, આ બધુ શું કરતી હતી?

જૈનિકા- પરાગે સિયાને સિલેક્ટ કરી છે આજના એક્સિબિશન માટે... અને આને તો ફેશનનો ‘ફ’ પણ નથી આવડતો... તો હું એને એ જ શિખવતી હતી..!

સમર- અરે... હા, આજે તો એક્સિબિશનમાં જવાનું છે.. એ પણ પાર્ટનર સાથે...! ટીયાના બકવાસ ચક્કરો માં આ તો ભુલાઈ જ ગયું હતું...! તું મારી પાર્ટનર બનજે જૈનિકા..!

જૈનિકા- સોરી સમર... મેં તો મારો પાર્ટનર શોધી લીધો છે.. પણ ડોન્ટ યુ વરી... તારા માટે પણ મેં પાર્ટનર શોધી લીધી છે..😉

સમર- કોણ છે?

જૈનિકા- જાતે જ સાંજે જોઈ લેજે..! ચાલ હવે નીકળીએ.. તૈયાર થવા માટે સલૂન જવાનું છે..! બાય બાય..!

સમર- હા.. હું પણ નીકળું મારે પણ હેન્ડસમ દેખાવાનું છે.. 😜બાય..!!

આ બાજુ એશાના પપ્પા ફરી એશા પાસે પૈસા માંગવા આવે છે. તે ઓફિસથી નીકળતી જ હોય છેને તેના પપ્પા આવે છે. બંને બહાર ઊભા હોય છે અને દૂરથી માનવ જોઈ છે કે એશા કોઈ સાથે ગુસ્સામાં વાત કરતી હોય છે.

પૈસા માંગવાથી એશાને ગુસ્સો આવે છે. તે ગુસ્સામાં તેના પપ્પાને કહે છે, તમે તો ફક્ત ભાઈને જ પ્રેમ કરો છો.. મારી યાદ તમને ખાલી પૈસા માટે જ આવે છે. મારી પાસે એક રૂપિયો નથી તમને આપવા માટે... આની પહેલા જે પૈસા આપ્યા હતા તે ઉધાર પર લાવી હતી.. હજી એ પૈસા મેં ચૂકવ્યા નથી એટલે તમે જાતે વ્યવસ્થા કરી લેજો..! અને હા... હવે મારી પાસે પૈસા માંગવા ના આવતા..!

એશાનાં પપ્પા ફરી રડવાનું નાટક ચાલુ કરી દે છે પણ એશા તરત કહી દે છે, તમારા આ મગરમચ્છનાં આસું મારી સામે ના બતાવો તો સારું..! અને હવે પૈસા માટે જ મને મળવાં આવવાના હોય તો ના આવતા કેમ કે હવે હું તમારી છોકરી નથી અને તમે મારા પપ્પા..!

આટલું બોલતા જ એશાના પપ્પા એશાને ગાલ પર લાફો મારીને કહે છે, પેલી બે છોકરીઓ સાથે રહીને તું બગડી ગઈ છે. આટલું કહી તેઓ ગાડી લઈને જતા રહે છે. એશા પણ રડતી રડતી ઘરે જતી રહે છે.

આ આખું દ્રશ્ય માનવ જોઈ છે એશાને મારતાં માનવને ખૂબ ગુસ્સો આવે છે તે એશાના પપ્પાનો પીછો કરી તેમને રોકીને પૂછે છે કે તમે એશાને કેમ માર્યુ? અને તમે કોણ છો?

એશાના પપ્પા- હું એશાનો પિતા છું.

આ સાંભળતા માનવ થોડો શાંત થાય છે અને કંઈ બોલતો નથી પછી તે તેની ઓળખાણ એશાનાં ફ્રેન્ડ તરીકે આપીને સોરી કહીને જતો રહે છે.

સાંજે પરાગ અને સિયા પાર્ક હયાત હોટલ પર પહોંચે છે. આ એક્સિબિશનમાં કાપડ ઉધોગનાં બધાં નામચીન ઉધોગપતિઓ હાજર હોય છે અને સાથે અમુક ટેલિવિઝન કલાકાર પણ આવવાનાં હોય છે. પરાગ બ્લેક શુટમાં અત્યંત સોહામણો લાગી રહ્યો હોય છે. સિયાએ ફ્યૂઝન ડ્રેસ પહેર્યો હોય છે. તેમના આવ્યા બાદ જૈનિકા પણ આવી જાય છે. જૈનિકા એ બ્લેઝર અને સાડીનું ફ્યૂઝન કરીને પહેર્યુ હોય છે. તે ગાડી માંથી ઊતરી પરાગને મળે છે.

પરાગ- ચાલો તો બધા આવી ગયા છે તો અંદર જઈએ..

જૈનિકા- નો... સમર આવે છે.

પરાગ- એ મોડો જ આવશે...!

જૈનિકા- ના બોસ... એની ગાડી આવી ગઈ...

સમર ઊતરે છે ગાડી માંથી અને બીજી બાજુથી રિની ઊતરે છે. સૌની નજર રિની પર જ મંડરાયેલી હોય છે. રિની અત્યારે અતિસુંદર લાગી રહી હોય છે તેને આજે ભારતીય પોષાક ‘સાડી’ પહેરી હોય છે. આઈવરી કલરની નેટમાં લખનવી ફ્લોરલ પ્રિન્ટ સાડી અને બેકલેસ બ્લાઉઝ.. આછો મેકઅપ, કપાળ પર મેચીંગ બિંદી, હેરસ્ટાઈલમાં હાઈબન અને બનમાં સાઈડ પર બે વ્હાઈટ રોઝ, ગળામાં ઓક્સોડાઈઝનું ચોકર (ગળામાં એકદમ ફિટ ગોળાકાર સેટ), કાનમાં ઓક્સોડાઈઝનાં મોટા ઝૂમકાં, હાથમાં પણ ઓક્સોડાઈઝનાં પાટલાં અને પગમાં આઈવરી કલરની મોજડી..! સાડીમાં રિનીની પાતળી કાયા મોહક લાગી રહી હોય છે.

પરાગતો તેને જોતો જ રહી જાય છે. પરાગે આજ સુધી રિનીને વેસ્ટર્ન કપડાંમાં જ જોઈ હોય છે પણ આજે ભારતીય પોષાકમાં જોઈ તે ફરી રિની પર મોહી જાય છે.

રિની સમરનો હાથ પકડી પરાગ અને જૈનિકા ઊભા હોય છે ત્યાં જાય છે. રિનીને બીજા સાથે જોતા પરાગને થોડી જલન થાય છે.

જૈનિકા- ઉફફ.... શું લાગી રહી છે તું રાગિની દેસાઈ..! મારી આ ડિઝાઈન કરેલી સાડી તારી માટે જ બની હોય એવું લાગે છે.. શું કહેવું છે પરાગ તારું?

વાંચતા રહો આગળનો ભાગ - ૨૬