page number 143 - 1 books and stories free download online pdf in Gujarati

પેજ નંબર 143 - 1


"કેમ? ઘરે કેમ? ઘરે કંઈ જ નહિ! જે શોધવું હોય અહીં જ શોધો!" નેહાએ તાકીદ કરી તો પણ હરી તો ક્યાં માનવાવાળો હતો?!

"એક્સક્યુઝ મી! મને મારું કામ કરવા દો, નહીંતર..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નેહા બોલી પડી, "નહિતર શું?!"

"નહિતર, હું આ કેસ નહિ સોલ્વ કરું!" હરીએ સાફ સાફ એ કહી જ દીધું જે કહેવાનું હતું!

"ઓકે... ફાઈન!" કહીને એણે હરીને એના રૂમની તપાસી કરવા દીધી.

તપાસી કરતાં કરતાં જ એણે એક ડાયરી હાથમાં આવી ગઈ. ડાયરીને હરીનાં હાથમાં જોતાં જ નેહા ભડકી ઉઠી!

"હાવ ડેર યુ ટચ ઇટ!" કહીને એણે એ ડાયરીને છીનવાની નાકામ કોશિશ કરી!

"એક વાત કહું... આજે તો તુ પિંક ડ્રેસમાં બહુ જ મસ્ત લાગુ છું!" હરીએ ધીમા અવાજે કહ્યું તો નેહાની પકડ ઢીલી થઈ ગઈ અને એણે એના વાળને ઠીક કર્યા.

"હાવ સ્વીટ ઓફ યુ! થેન્ક યુ સો મચ!" નેહાએ વાળ ઠીક કરતાં કરતાં જ કહ્યું. એણે એની નજર નીચે ઢાળી દીધી. એ અલગ જ વિચારોમાં ખોવાઈ ગઈ.

જ્યારે એણે ઉપર જોયું તો ખબર પડી કે હરી તો ડાયરી વાંચી રહ્યો હતો! એણે તુરંત જ એના હાથમાંથી ડાયરી છીની લીધી!

"સારું નહિ આપવીને!" હરીએ થોડું લાડમાં કહ્યું.

"અરે આટલા પ્યારથી કોઈ માંગે તો તો જાન પણ આપી દેવાય, તો આ ડાયરી શું ચીજ છે?!" નેહા મનમાં વિચારી રહી. એણે એ ડાયરી એણે આપી દીધી. પણ બીજા જ પળે એણે ખ્યાલ આવી ગયો કે એમ તો એ બધું જ વાંચી લેશે! મતલબ કે બધું જ!

"જો ડાયરી તો આપું છું, પણ પ્લીઝ પેજ નંબર 143 પરનું કઈ પણ તું વાંચતો નહિ!" નેહાએ કરગરતા કહ્યું.

"સારું બાપા... એ સિવાયનું જ વાંચીશ... ઓકે!" હરીએ કહેવું જ પડ્યું.

નેહા એણે ડાયરી આપીને બાજુનાં જ બેડ ઉપર બેસી ગઈ. ક્યાંય સુધી એણે ડાયરીમાં જ જોયા કર્યું.

હરી ડાયરી લઇને અગાસીમાં ચાલ્યો ગયો.

ડાયરી તો આખીર ડાયરી હતી! એની ઉપર બહુ જ સુંદર અક્ષરોથી લખેલું હતું, "મારા જીવનની કહાની". સાથે જ શુરૂમાં બધા જ સદસ્યોનાં પરિચય પણ હતા. હરી ડાયરીમાંથી જ ઘણું બધું જાણી ગયો હતો.

મિસ્ટર પંચાલનું એ આલીશાન ઘર હતું. બધું જ બરાબર ચાલી રહ્યુ હતુ. એ લોકો બહુ જ પૈસાદાર હતા. બિઝનેસ પણ સરસ ચાલતો હતો.

કોઈ અજાણી વ્યક્તિ એમની એકની એક છોકરી નેહાને કેટલાક દિવસથી ટ્રોલ કરી રહ્યો હતો! એ પોતે નેહાનો આશિક ગણાવી રહ્યો હતો. ટ્રોલિંગ એણે કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કોઈ વ્યક્તિ હંમેશા નજર રાખ્યા કરે અને એણે સોશીયલ મીડિયા વગેરે ઉપર સતત હેરાન કરે! જ્યારે પોલીસથી પણ કેસ સોલ્વ ના થયો ત્યારે એમને આ જાસૂસ(ડિટેક્ટિવ)ને કેસ સોંપ્યો હતો.

ડાયરીમાં નેહાએ જ્યારથી એણે ટ્રોલ કરવામાં આવી હતી, ત્યારથી બધું જ લખેલું હતું! એના લીધે જ હરીએ નેહા કે અન્ય લોકોને વધારે કઈ પૂછવું પણ ના પડ્યું! પણ સવાલ એ હતો કે આખીર પેજ નંબર 143 પર છે શું?!

વધુ આવતા અંકે...

આવતા ભાગ 2(ક્લાઇમેકસ - અંતિમ ભાગ)માં જોશો: એ રાત્રે એણે આખી ડાયરીનો અભ્યાસ કર્યો. એણે બધું જ વાંચ્યું અને ઘણું બધું સમજ્યો. છેલ્લે બધું વાંચીને એ બસ એટલું જ બોલ્યો, "જો આ ડાયરી ના મળત ને તો કેસ તો લગભગ સોલ્વ થઈ જ ના શક્યો હોત!"

છેલ્લે એણે વિચાર આવ્યો "પેજ નંબર 143 ઉપર શું છે?!" એણે તુરંત જ એ પેજને ઓપન કરીને વાંચવાં માંડ્યું.