Success: Money or Dream? - 4.3 books and stories free download online pdf in Gujarati

Success: Money or Dream? - 4.3

પ્રકરણ ૪.૩ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
કિંજલ મહેતા


ગતાંક થી ચાલુ,

પ્રકરણ: ૪.૩ The Love… Life… Experiences

“હા.” કિંજલે કહ્યું.
“એ હું નહીં કરી શકું.” મોહને કહ્યું.
“કેમ?”
“મારે એક્ટિંગ કરતા શીખવું છે, રોમાંસ કરતા નહીં. મારે ધર્મેન્દ્ર જેવો હીરો બનવું છે. જે એકલા હાથે ડઝન લોકો સામે બાથ ઝીલી લે.”
“તો તારે ધર્મેન્દ્ર જેવું બનવું છે?”
“હા.”
“તો તને ખબર હોવી જોઈએ કે એમણે ઘણી રોમેન્ટિક ફિલ્મો માં પણ કામ કર્યું છે.”
“પણ મેડમ, મેં એવું પહેલા ક્યારેય નથી કર્યું.”
“દુનિયા માં બધા લોકો જન્મજાત શીખી ને બધું નથી આવતા. લોકો અનુભવ પર થી જ શીખે છે.”
“ઠીક છે, હું પ્રયાસ કરીશ.”
“હા ફક્ત પ્રયાસ કર, બાકી હું છું ને.”
“પણ હું કોની સાથે રોમાંસ કરું?”
“તું એક્ટર છો, પાગલ. તારે કોઈ સુંદર યુવતી ની કલ્પના કરીને રોમાંસ કરવી પડશે.”
“કલ્પના હું ફાઈટ સીન માં કરી શકું, ઈમોશનલ સીન માં કરી શકું. પણ આવા સીન માં કેમ કરું જ્યાં મારે ગીત ગાવાના હોઈ અને નાચવાનું હોઈ? આ બધું હું કલ્પના કરી ને ના કરી શકું.”
“તો તારે હિરોઈન જોઈએ છે રોમાંસ સીન કરવા?”
“હા, મેડમ.”
“પણ, અહીંયા તો મારા સિવાય બીજું કોઈ નથી.”
“તો તમે જ એક્ટિંગ કરો મારી જોડે, તમે એકદમ પરફેક્ટ છો.”
“શું?” કિંજલે સાંભળવા છતાં ના સાંભળ્યું હોઈ એમ પૂછ્યું.
“મારો મતલબ કે એક્ટિંગ માં તમને વધુ ખબર પડે, તમે એમાં પરફેક્ટ છો એમ.” મોહને ઊંડો શ્વાસ લઈને કહ્યું અને કિંજલ માની ગઈ.
“ઠીક છે, હવે મારો હાથ પકડ અને હળવે થી તારી આસપાસ ફેરવ.” મોહને બરાબર એમ જ કર્યું.
“કોણે કહ્યું તને રોમાંસ કરતા નથી આવડતું? આટલું સરસ તો કર્યું તે. હવે અહીં આવ અને તારો જમણો હાથ મારી ડાબી બાજુ કમર પર રાખ. એ પછી મારી પાસે આવ અને મને કિસ કર.”
“શું? એ હું નહીં કરી શકું.”
“એ તો કરવું જ પડે ને.”
“ના, મેડમ હું નહીં કરી શકું.”
કિંજલ વિચાર માં પડી ગઈ. પછી તેણે કહ્યું, “યાદ છે આપણે એક હોલીવુડ ની ફિલ્મ માં આમ જ જોયું હતું, જેમાં હીરો હિરોઇન ની જોડે ડાન્સ કરતો હોઈ છે પછી બંને નજીક આવે છે અને કિસ કરે છે?”
“ના એ સીન મેં નહોતો જોયો. ત્યારે મેં આંખ બંધ કરી દીધી હતી.”
“પાગલ, હું એમ કહું છું કે એવી રીતે એક્ટિંગ કર.”
“પણ તમે મારા માલિક ના દીકરી છો. તમારી જોડે હું આમ ના કરી શકું.”
“તો તું જે છોકરી ને સૌથી વધુ પ્રેમ કરે છે એ તારી સામે છે એમ વિચારીને કર.”
“હું કોઈ છોકરી ને પ્રેમ નથી કરતો.” મોહને કહ્યું.
“એમાં તારો દોષ નથી. તું ખૂબ જ શરમાળ છો.”
“હા.”
“તો એમ વિચાર હું જ તારી પ્રેમિકા છું, અને તું મને ખુબ જ પ્રેમ કરે છે. તો પછી તો આ કરવું તારા માટે સરળ રહેશે?”
મોહન દુવિધા માં પડી ગયો. તેના હાથ-પગ ધ્રુજવા લાગ્યા.
“હું કોશિશ કરીશ, પણ જો કંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો.”
“ઠીક છે.”
મોહને બરાબર એમ જ કર્યું જેમ કિંજલે કહ્યું હતું. તેણે કિંજલ ને પોતાની આસપાસ ફેરવી પછી એનો જમણો હાથ એની ડાબી કમર પર મુક્યો અને એને પોતાની નજીક લઈ આવ્યો.
“હવે મને કિસ કર.” કિંજલે કહ્યું.
બંને ના હોઠ ધ્રુજી રહ્યા હતા. તે બંને એ એકબીજા ની આંખો માં જોયું અને બંને નજીક આવ્યા અને એકબીજા ને કિસ કરી. તે બંને એ બંધ આંખે કિસ કરી. કિંજલે પોતાના બંને પગ ની પાની ને ઊંચી કરીને મોહન ને કિસ કરી કેમ કે મોહન ની લંબાઈ થોડીક વધારે હતી.
“આઈ લવ યુ, મોહન.” કિંજલે કહ્યું.
“આઈ લવ યુ ટુ.” મોહને કહ્યું.
એ પછી બંને અલગ થયા, બંને ના ચહેરા પર એક અલગ જ સ્મિત હતી.
“મેં કોઈ ભૂલ કરી મેડમ?” મોહને પૂછ્યું.
“ના તે એકદમ બરાબર કર્યું.”
“પણ તમે એક ભૂલ કરી મેડમ. જ્યારે મેં તમને કિસ કરી ત્યારે હું ધર્મેન્દ્ર હતો. ત્યારે તમારે એનું નામ લેવાનું હતું.”
“મેં તારું નામ લીધું કેમ કે હું એક્ટિંગ નહોતી કરી રહી.” કિંજલે શરમાઈને નીચે તરફ પલકારો કરી કહ્યું.
“શું!”
“હા, આઈ લવ યુ મોહન.”
“મને એમ કે આપણે એક્ટિંગ કરી રહ્યા છીએ.”
“ના પાગલ, તું શાયદ એક્ટિંગ કરી રહ્યો હશે, પણ હું નહીં.”
“તમે મને પ્રેમ ના કરી શકો. હું અમીર નથી, સુંદર નથી. હું બસ એક સાધારણ ગરીબ માણસ છું, જેના ઘણા બધા સપના છે.”
“તને ખરેખર પ્રેમ ની પરિભાષા નથી ખબર મોહન. હું તને એટલે પ્રેમ નથી કરતી કે તું અમીર કે ગરીબ છો, સુંદર કે કદરૂપો છો. હું તને એટલે પ્રેમ કરું છું કેમકે તારું હૃદય પવિત્ર છે, તું નિષ્કપટ છો, તું ભરોસાપાત્ર છો, તું પ્રામાણિક છો. મને તારું સ્મિત ગમે છે, તું શરમાય છે એ ભી ગમે છે. મને તારી દરેક વાત ગમે છે.”
“હું તમારી ભાવનાઓ ની કદર કરું છું, પણ હું એમ નથી કહેતો કે મને પ્રેમ ના કરો. હું એમ કહું છું કે હું તમને પ્રેમ ના કરી શકું. અને શાયદ તમારે પણ મારી સાથે પ્રેમ ના જ કરવો જોઈએ.”
“મારે કોને પ્રેમ કરવો અને કોને ના કરવો એ કહેવાની જરૂર નથી. મેં જે અનુભવ્યું એ જ તને કહ્યું.”
“હા પણ આ પ્રેમ માં કોઈ ભવિષ્ય નથી, મેડમ. દુનિયા આ પ્રેમ ને નહીં સ્વીકારે.”
“ભવિષ્ય નહીં વર્તમાન માં જીવતા શીખ, મોહન. ભવિષ્ય નું વધારે વિચારીશ તો આજ માં નહીં જીવી શકે.”
“એક વાત બોલું મેડમ, મારે પણ એક કબૂલાત કરવી છે.”
“હા બોલ.”
“હું પણ તમને પ્રેમ કરું છું.”
“સાચે?”
“હા.”
“ક્યારથી?”
“શાયદ જે દિવસે તમે મને એક્ટિંગ રૂમ માં એક્ટિંગ કરતા પહેલી વાર જોયો હતો ત્યારથી જ.”
“શું તું સાચું કહે છે?”
“હા, પણ મને મારી ભાવનાઓ ને પ્રકટ કરવાની હિંમત ના હતી. શાયદ આઝાદ ભારત નો આ પહેલો કિસ્સો હશે જેમાં એક છોકરીએ છોકરા ને પ્રપોઝ કર્યો.”
“કોને ખબર?”
“હું તમને હંમેશા જિજ્ઞાસાપુર્વક જોતો હતો, તમને હંમેશા અનુસરતો હતો. તમારી દરેક વાત ને ઝીણવટથી સાંભળતો અને એનું અવલોકન કરતો. આ ભાવના જે તમારા માટે છે એવું બીજી કોઈ માટે પહેલા નહોતી આવી.”
“મને ખબર છે. શાયદ દિલ ના એક ખૂણે હું તારી આ ભાવનાઓ ને સમજી ગઈ હતી. પણ હું એ ભી જાણતી હતી કે તારો મુખ્ય ધ્યેય હીરો બનવું અને પૈસા કમાવું છે. એને લીધે પણ શાયદ તે પોતાની ભાવના વ્યક્ત ના કરી.”
“હા તમે મને ખુબ સારી રીતે સમજો છો.”
“તો હવે શું કરીશું?”
“કંઈ જ નહીં.” મોહન નીચું જોઈ રહ્યો તે કિંજલ ની આંખ માં જોઈ શકવાની હિંમત નહોતો કરી શકતો.
“પાગલ.”
“હા એ તો હું છું.”
બંને હસ્યાં અને પછી બંને પાછા નજીક આવ્યા અને એકબીજા ને કિસ કરી.
આ બંને ની પ્રેમકથા ની શરૂઆત હતી, પણ કોને ખબર હતી આનો અંજામ છૂટાછેડા સુધી આવી પહોંચશે.

(ક્રમશ:)

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in