Period Poetry Collection ... books and stories free download online pdf in Gujarati

અવધિ કાવ્ય સંગ્રહ...

અનોખો સંબંધ
તારો મારો સંબંધ અનોખો છે
બંને શબ્દ જ તો અનોખો છે
તારા મારા ઝગડા માં પણ પ્રેમ છે
તારો મારો સંબંધ અનોખો છે
માં બની તુ પ્રેમ આપે, પિતા બની સહારો આપે
ભાઇ બની રક્ષણ કરે, મિત્ર બની સાથ આપે
તારો મારો સંબંધ અનોખો છે
જો હું ખોટો માગૅ ત્યાં થપકો તારો મળે
તારો મારો સંબંધ અનોખો છે
સુખ દુઃખમાં સાથ તારો મળે
તારો મારો સંબંધ અનોખો છે
બેન શબ્દ નાનો છે અથૅ ધણો મળે
તારો મારો સંબંધ અનોખો છે
છે તારો મારો સંબંધ આ અનોખો
અટલે જ તો બેન શબ્દ પણ અનોખો છે

Seema Parmar"અવધિ"


મિત્ર
મિત્ર શબ્દ પર થોડું કેહવુ છે મારે
થોડા શબ્દ હું માંગુ છું
નદી બની વહેવું છે મારે
કિનારા રૂપી સાથ હું માંગુ છું
જ્યારે અંધારી રાત આવે જીવન માં
ત્યારે તારા રૂપી સાથ હું માંગુ છુ
મિત્ર શબ્દ પર થોડું કેહવુ છે મારે
થોડા શબ્દ હું માંગુ છું
વરસાદ બની વરસવું છે મારે
વાદળ રૂપી સાથ હું માંગુ છુ
જીવન ની આ પુસ્તક ને મારે માણવી છે
આ શબ્દ રૂપી સાથ હું માંગુ મિત્ર શબ્દ પર થોડું કેહવુ છે મારે
થોડા શબ્દ હું માંગુ છું

seema Parmar "અવધિ


કવિતા મારે કેહવી છે...
તારા મારા આ સંબંધ ની કવિતા મારે કેહવી છે.!
સાત મિનિટ ની એ પેહલી મુલાકાત માં
સાત જનમ ના સંબંધ માં બંધાયા !!
એ બંધન ની કવિતા મારે કેહવી છે.....
તારાં મારા આ સંબંધ ની કવિતા મારે કેહવી છે
જેમ ચાંદ ને ચાંદની નો સાથ મળ્યો !
તેમ મને તારો સાથ મળ્યો!
એ સાથ ની કવિતા મારે કેહવી છે...
જેમ દુધમાં સાકર ભળી દુધ ને મીઠું કરે. તેમ તું મારા જીવનમાં ભળી મારા જીવન ને મીઠું કરજે !
એ મીઠાશ ની કવિતા મારે કેહવી છે.......
તારા મારા આ સંબંધ ની કવિતા મારે કેહવી છે!
જેમ ચાતક વર્ષ ના પાણી ની રાહ જોવે !
તેમ હું મારા જીવનમાં તારી રાહ જોવ છું
એ રાહ ની કવિતા મારે કેહવી છે...
તારા મારા આ સંબંધ ની કવિતા મારે કેહવી છે!
રણ માં જેમ તરયા ને જળ ની આતુરતા હોય!!
તેમ મારા જીવનમાં તારા આવવાની આતુરતા છે;
એ આતુરતા ની કવિતા મારે કેહવી છે...
તારા મારા આ સંબંધ ની કવિતા મારે કેહવી છે!




જીંદગી
કહેવું મારે ઘણું બધું છે
પણ આ શબ્દ હવે ખુટે
તારી યાદો ને મારે વાગોળવી છે
પણ આ યાદો હવે ખુટે
નદી નુ પાણી બની સાગર માં સમાવું છે
પણ આ પાણી હવે ખુટે
કહેવું મારે ધણું બધું છે
પણ આ શબ્દ હવે ખુટે છે
પહેલા વરસાદ થી ભીની આ માટી ની સુગંધ
મારે માણવી છે
પણ આ સુગંધ હવે ખુટે છે
જીવવી છે આ જીદંગી મારે તારી સાથે
પણ આ જીદંગી હવે ખુટે છે
કેહવુ મારે ધણું બધું છે
પણ આ શબ્દ હવે ખુટે છે

Seema Parmar "અવધિ"





માનવી ની વ્યસ્તા
જો ને આજ નો માનવી કેટલો વ્યસ્ત થયો છે !
પોતા ને જ ભુલી ગયો છે
સમજે છે તે દુનિયા ને જાણતો થાયો છે
પણ તે પોતા ને જ ભુલતો થયો છે !!
ટેકનોલોજી માં તે એટલો ખોવાયો છે
તે કુદરત ને ભુલતો થયો છે !
સમજે છે તે દુનિયા તેના હાથ માં છે
પણ તે પોતા ની જાત થી ધણો દુર થયો છે
માનવી ટેકનોલોજી માં કેટલા વ્યસ્ત થયો છે
દુર બેસનાર કેમ છે! તે જાણતો થયો છે
પણ બાજુ ના માણસ ના દુઃખ થી અનજાન થયો છે
ફોન ની ચેટ માં એટલો અટવાયો છે ¡
તે પાસે બેસી ને વાતો કરવા ના સુખ ને તે ગુમાવતો ગયો છે!
ફોન માં તો એકલો શું ? વ્યસ્ત થયો છે તું
તે પોતાની જાત થી અનજાન થયો છે !!
જા ને કેટલો વ્યસ્ત થયો ગયો છે ! તું તારી જીંદગી માં કે
જીંદગી જીવવા ની જ ભુલતો ગયો છે
કીબોર્ડ પર ફરતા તારા હાથ ને તો રોક.
અને જીંદગી ના શબ્દો ને માણતાં તો શીખ!
શું ?કામ તું આટલો વ્યસ્ત બનીયો છે !
તારી જાત ને તો સમયે આપ ...
શું કરવા માગે છે તે તો જાણ !!.......

"seema Parmar અવધિ"




કવિતા..
થયો એક પ્રશ્ન? આજ
શું છે. આ કવિતા .....
આ સાંભળી આપ્યો મને એક ઉત્તર ...
શબ્દ ની માયાજાળ એટલે કવિતા..
આ સાંભળી કેમ રહેવાય દિમાગ થી..
કરી સામે એક દલીલ કહેવાય ગયું દિમાગ થી
છંદ ની છે છલોછલ એન તેમાં અંલકાર ના આભૂષણ
એટલે કવિતા....
દિલ બેથુ ક્યારનું સાંભળે શાંત સંવાદ
ધીરે કરી દિલે એ પણ દલીલ એક
લાગણી નો મેળો અને તેમાં અક્ષૃ ની ભીનાશ
એટલે કવિતા..
થયું સંવાદ યુધ ભંયકર
કોને માનવું સત્ય
દલીલ સામે દલીલ થઈ ધણી..
અંતે મળ્યો એક જ ઉત્તર
માનીયો દિલ ના ઉત્તર ને જ ઉત્તમ.

seema Parmar"અવધિ"




ગુરુ પૂર્ણિમા..

અંઘારી રાત ને પુનમ ના ચંદ્ર નો સાથ મળે
તેમ જીંદગી ના અંધારા ને ગુરુ નો સાથ મળે
દરિયા ની વિશાળતા ને કિનારા નો સાથ મળે
જીંદગી ની વિશાળતા ને ગુરુ ના જ્ઞાન નો સાથ મળે
ધડા ના ધડતર ને કુંભાર નો સાથ મળે
જીવન ના ધડતર ને ગુરુ નો સાથ મળે
જીવન ની માયાજાળ માં સદા ગુરુ નું માગૅદશૅન મળે
ગુરુ ના ગુસ્સામાં પણ લાગણી મળે
અટલે જ તો ગુરુ નું સ્થાન ઇશ્વર કરતા ધણું છે

Seema Parmar"અવધિ"✍️