Life Struggle - Part - 2 books and stories free download online pdf in Gujarati

જીવન સંઘર્ષ - ભાગ - 2

🌸 જીવન સંઘર્ષ ( ભાગ - 2 )

તો કયારેક જીવનમાં ખૂબ કપરા ચઢાણ પણ આવ્યા, ત્યારે એટલું જ વિચારતા કે આમાંથી પાર નીકળી જઈએ પછી શાંતિ જ છે ને! પણ, એવું નથી હોતું જિંદગી જીવવા માટેનો સંઘર્ષ ક્યારેય સમાપ્ત નથી થતો.

આખી જિંદગી રૂપિયા કમાવામાં અને બાળકો પાછળ અને બીજી સામાજિક જવાબદારીઓમાં નીકળી જાય, અને જયારે આવી ઉંમર થાય ત્યારેય જીવવા માટે બીમારીઓ સામે ઝઝૂમીને સંઘર્ષ કરવાનો, આજે હું વિચારું છું તો લાગે છે કે, વ્યક્તિની આખી જિંદગી સંઘર્ષમાં જતી રહે છે.

જયારે સ્વાસ્થ્ય સારું હોય છે ત્યારે ભગદોડી અને જવાબદારીઓ, અને અંતે સમય મળે ત્યારે તો ક્યારે આ શ્વાસ થંભી જાય એનું કંઈ કેહવાય નહીં.

આ બધું સાંભળીને હું શું કહું મને કંઈ સમજાયુ નહીં એટલે મેં કહ્યું, "સાચી વાત અંકલ! પણ, આપણને તો ક્યારેક વચ્ચે- વચ્ચે નાની - નાની ખુશીઓ અને ઉત્સવો સારી રીતે માણી શકીએ એટલુય મળે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને એ પણ નસીબ નથી થતું."

એટલે મારી સામે જોઇને એ બોલ્યા, "એકદમ સાચી વાત."

પછી મારે તો મોડું થતું હતું એટલે હું એમની રજા લઈ આવતી કાલે મળીએ એવું કહી આવવા નીકળ્યો.

રસ્તામાં મેં બે નાના બાળકોને જોયા એ બંનેની ઉંમર આશરે દસ - અગિયાર વર્ષની હશે, બંને ડ્રોઈંગની બુકસ લઈને મારી સામે આવી ગયા, અને દયામણા ચેહરે એ બુક્સ ખરીદવા માટે આગ્રહ કરવા લાગ્યા.

એ લોકોને આટલી નાની ઉમરમાં જ સવારથી જ જિંદગી જીવવા માટેનો સંઘર્ષ શરૂ! આમ તો મેં પેહલાં પણ લોકોને જોયા છે, પણ હું ધ્યાન ન આપતો અને કાનમાં ઇયરપ્લગ નાખેલા હોય અને સોન્ગ વાગતા હોય અને હું મારી રીતે ઝડપથી ચાલતો હોવ પણ આજે આ અંકલની વાતો સાંભળીને મારું ધ્યાન એ લોકો તરફ ગયું."

આપણને તો એટલી ઉંમરમાં એ બધું મળી રહ્યું, અને હાલમાં પણ સુખ - સગવડ છે પણ જેમને રોજિંદી જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરવો પડે ખરો 'જીવન સંઘર્ષ ' તો એ છે.

અનુ બોલી, "હા, અવિ તારી વાત એકદમ સાચી છે."

" અનુ , એ અંકલની વાત પણ સાચી છે કે, જિંદગી જીવવા માટે દરેક વ્યક્તિ કેટલો સંઘર્ષ કરે છે, અને અંતે શું?"

"આવું ન બોલ અવી !! કેટલાકની જિંદગીમાં આનાથી પણ વધીને સંઘર્ષ હોય છે, જેને મોટી - મોટી બીમારીઓ હોય છે એ લોકો પણ કેટલો સંઘર્ષ કરે છે. કેટલાકને રોજિંદી જરૂરિયાતો જેવી કે, ખાવાનું, કપડાં, ઘર નથી હોતા, અને આ બધું મળી જાય એના માટે જીવનભર અથાગ પ્રયત્નો કરતા રહે છે.

જ્યારે આપણને જે મળ્યું છે એની કદર કરીને અને એને ટકાવીને કેમ જીવવું એ આપણાં હાથમાં છે તો આપણે નકારાત્મક વલણ ન અપનાવવું જોઈએ. જીવનને મનભરીને માણવું અને જીવવું જોઈએ. દુઃખી થવું જ હોય તો ઘણી વાતો મળી રહે પણ જો સુખી, ખુશ અને સંતુષ્ટ રહેવું હોય તો એ પૂર્ણપણે આપણાં વિચારો ને આધીન છે.

અરે! કેટલાકની આખી જિંદગી પુરી થઈ જાય છે આ બધા સંઘર્ષમાં પણ પોતાના સપનાનું ઘર નથી બનાવી શકતા. વિચાર કર! આવા લોકોને કેટલાં સંઘર્ષમાંથી પસાર થવું પડતું હશે, માટે આપણે તો ખુશ રેહવું જોઈએ ભાગવાનનો આભાર માનવો જોઈએ અને એવાં લોકોને બનતી મદદ કરવી જોઈએ જેમની પાસે ખરેખર સંઘર્ષ સિવાય કંઈ નથી હોતું.

"સાચી વાત છે અનુ અને........." એમ અવિ આગળ બોલવા જાય છે પણ અનુ એને અટકાવી દે છે, અને ખુરશીમાંથી ઊભી થઈને ઘરમાં જતા, બોલે છે; "અવિ! મોડું થાય છે આપણે બંનેને ઓફીસ જવાનું, ચાલ સરસ ચા બનાવી આપું તનેઓ

"અવિ પણ ઘરમાં જાય છે અને બંને સાથે બેસીને ચા પી રહ્યાં છે બંને કંઈક વાતો કરી રહ્યા છે અને હસી રહ્યા છે.

🌸 સમાપ્ત...... 🙏🙏