Love letters books and stories free download online pdf in Gujarati

પ્રેમ પત્રો

# પ્રેમ પત્ર #
હેલો પ્રિયે
આજથી ત્રણ વર્ષ પહેલા આપણા બંનેનું બ્રેક-અપ થયું, કોઈ નાનકડી વાતને લીધે તે મને છોડી દીધો, તારા વિરહમાં વિતાવેલી એ રાતો જાણે. જીવનની સૌથી લાંબી રાતો હતી, તારા ખાલીપા એ મને જાણે જીવતો મારી નાખેલો, મારા સો મેસેજ, પચાસ કોલ નો ઍક જવાબ આઇ કાંટ ટોક ટુ યુ.. એણે મારા હૈયાને વીંધી નાખ્યું, મારા મોઢા ઉપરની ખુશી ઉદાસી માં બદલાઇ ગય, અને હવે હુ... હુ નતો રહ્યો, ઍક હસતો -ખેલતો ચહેરો પલ-ભરમાં મુરજાય ગયો હતો, જાણે પૂનમનાં ચાંદને કાળા વાદળો ઘેરી લે, જાણે સુર્યમુખીનાં ફૂલને સૂરજથી અલગ કરી દીધું હોય. આ ઉદાસ મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યુ હતુ, પણ કહેવાય છે ને પાનખર પછી જ વસંત આવે, વિચારોના વાવાઝૉડાને ઍક દિવસ કોઈની પાપંણે અટકાવી દીધું. એનું સ્વરુપ શાયદ તારાથી સુંદર નથી પણ હૈયુ હેતથી ભરેલું છે. બસ એ બોવ બધો વ્હાલ અને અઢળક પ્રેમ માંગે છે.
મે તને આ બધુ જણાવવા કે સંભળાવવા પત્ર નથી લખ્યો પણ તું મારો પેલો પ્રેમ હતો અને કેવાય છે ને કે ફસ્ટ લવ નેવર ડાય..
આજથી ત્રણ દિવસ પછી મારી સગાઈ છે જો તું આવીશ તો મારા કાળજાને ટાઢક વળશે.

લિ...
તારો દિવાનો



# પ્રેમ પત્ર #

આમતો તુ મારા બેનની ક્લાસમેટ પણ હવે ભાભી બનવાની છો. પહેલી વાર જયારે તું મારા ઘરે આવી ત્યાર થી જ જાણે કોઈ પેન, કોરા કાગળ ઉપર લખવા આતુર થાય એમ તારા માથા ઉપર સિંદૂર પુરવા મારું મન આતુર હતું. તારા કોમળ હોઠ વચ્ચે જીણા‌‌ - જીણા દાંત ની મનમોહક સ્માઈલ, તારા કાળા ચશ્માની પાછળ આંજળથી રંગેલી એ અનહદ શરારતી આંખો. એવું લાગે જાણે કોઈ કમળ નું ફૂલ કાદવમાં ખીલ્યું હોય, જ્યારે તે મને પેલ્લી વાર હેલ્લો કીધું અને આપણાં બન્ને નો હાથ સ્પર્શ થયો, એવું લાગ્યું જાણે મજનું ને એની લેલા, શાહજહાજ ને એની મુમતાજ અને કાનાને એની રાધા મળી ગઈ હોય.. જયારે મેં તારા ઉપર વારંવાર મીટ માંડી ત્યારે તે નાક ઉપર ગુસ્સો ને આંખમાં આશ્ચર્ય લઇ નેણ ઉંચા કર્યા ત્યારે એવું લાગ્યું જાણે મને મારુ શુભચિંતક મળી ગયું છે, જાણે મને મારો સથવારો મળી ગયો...


તું મારા દલડાની પ્રીત છો, તું મારા મનની માણીગર છો, તું મારા આંખનો પલકારો છો, તું મારા જીવનનો સથવારો છો.

તને રૂબરૂ કેવાની તો હિંમત નથી એટલે મારી કાલી ઘેલી વાણી માં મારી લાગણી ને વ્યક્ત કરવાનો નાનકડો પ્રયત્ન ક્યોં છે...

જો તારું મન માને અને દિલ ઈચ્છે તો તું સ્વીકારજે પણ તું મારા હૃદયમાં હંમેશાં રહીશ.


લિ.

તારી અદા નો ઘાયલ મરીજ




# મિત્રને પત્ર #
હેલ્લો પ્રિય,
આજ ઘણા દિવસ પછી પાછી તને જોઈ, આજ હું બસ માં સફર કરતો હતો અને બસની બારીમાંથી મારી નજર બહાર પાણીપુરીની લારી ઉપર મોઢામાં ન સમાય એટલું ભરીને કોક ઉભૂતુ, સરખેથી મીટ માંડી તો ખબર પડી કે આ તો મારી જુની યાર.. હજુય પાણીપુરી એટલી જ વાલી છે? પાંચ વર્ષ થઈ ગયા ન તો કોઈ વાત કે ન તો મુલાકાત તું તો ભૂલી પણ ગઈ હશે શાયદ પણ મારા માટે તું હજુય એટલી જ માયને રાખે છે.
તને યાદ છે આપણે સ્કૂલે જોડે ક્લાસમાં કેટલી મસ્તી કરતા યાદ છે એકવાર કેમેસ્ટ્રી લેબમાં આગ લગાવી દીધી તે અને સર તને વઢયાતા, યાદ છે પરીક્ષામાં કાપલી બનાવેલી અને પકડાઈ ગયા હતા અને બન્નેને ઊભા કરીને બહાર મોકલી આપ્યા હતા અને સૌથી સ્પેશ્યલ તો જુનિયર ઉપર લાઈન મારતા અને તું તો સરને પણ ના મુકતી, આજ તને જોઈ અને બધું પાછું આંખ સામે ભમવા માંડ્યું બસમાંથી મેં અવાજ કર્યો પણ શાયદ તારા કાને ન પડ્યો, ન જ પડે ને પાણીપુરી મા તુ બીજી હતી.
આ બધી યાદો તારા કારણે તાજી થઇ અને સાથે વિતાવેલા એ દિવસો પાછા જીવતા થઈ ગયા મારી જોડે તારા નંબર નથી પણ તે જે મારી ડાયરીમાં સરનામું લખ્યું છે તેના ઉપર આ યાદોને વાગોળતો પત્ર મોકલું છું આશા છે તું પણ પ્રફુલ્લિત થઈ જાય.

લિ.
પક્કા વાલા યાર.