love books and stories free download online pdf in Gujarati

પ્રેમ

શુ પ્રેમ ફરી વાર થઈ શકે? બરોડા માં રહેતી અને ડૉક્ટર નું સ્ટડી કરતી માનસી તે પોતાના ભૂતકાળને વાગોળે છે . શુ મારા પ્રેમ માં ક્યાં કંઈ રહી ગઈ હતી તો આદિ મને છોડીને જતો રહ્યો? કેમ જતો રહ્યો? તે બેઠા બેઠા વિચારતી હતી અને રડતી જતી હતી. માનસી એમબીબીએસ ના ફાઇનલ યર માં સ્ટડી કરે છે તેને પૂરું થવામાં ખાલી 6 મહિના જ બાકી છે. આદિ સાથે કૉલેજમાં પ્રવેશ લીધો ત્યારથી જ તેની સાથે તેનો જ ક્લાસ મેટ છે . જ્યારે માનસી દેખાવે સુંદર કાળા અને લાંબા વાળ ,મોટી મોટી ભૂરી આંખો અને તેમાં પણ જ્યારે કાજલ લગાવે ત્યારે તેની વાત જ કંઈક અલગ લાગે જ્યારે વાત ત્યારે ગાલમાં પડતા ખંજન તેની ખૂબસુરતીમાં વધારો કરે છે કોઈ પણ છોકરાને જોતા જ ગમી જાય તેવી છે માનસી. તો બીજી તરફ આદિ પણ હન્ડસમ અને ગુડ લુકિંગ લાગે છે મોટા મોટા હેર અને થોડી એવી દાઢી રાખે છે ગોરો ચહેરો અને વાત માં એવો ટહુકો છે કે કોઈ પણ વાત કરે તો તેની દિવાની જ બની જાય .
આદિ અને માનસી એકબીજાને પહેલીવાર કોલેજમાં મળે છે.આમ તો બંને રોજ કોલેજ આવે છે પણ કોઈ દિવસ બુક ની આપ લે કરતા નથી પણ બંને ને એક સાથે પ્રોજેકટ બનાવવાનો હતો તો સાથે બનાવવાનું નક્કી ક્લાસ સર કહે છે આદિ પણ ભણવામાં હોશિયાર છે તો તેટલી જ હોશિયાર માનસી પણ છે હંમેશા ભણવામાં અવ્વલ આવતી માનસી અહીં આદિ થી થોડી દૂર રહે છે પણ સરના કહેવાથી બંને ને સાથે જ કામ કરવું પડે છે હવે બંને લાઈબ્રેરી અને કોલેજના કેમ્પસમાં પણ સાથે જોવા મળે છે તે પણ પ્રોજેક્ટ ના કામ માટે હંમેશા છોકરાથી દૂર રહેતી માનસી આજે તેને ધીમે ધીમે આદિનો સાથ ગમવા લાગે છે પણ આ એક આકર્ષણ હતું બીજું કાંઈ ના હતું આદિ માટે પણ પ્રેમ તો માનસીએ કર્યો હતો તે પણ શુદ્ધ પ્રેમ .
આદિ કોઈ પણ છોકરી સાથર વાત કરતો હોય તો માનસી ક્યારેય પણ આરગ્યુમેન્ટ કરતી નથી જ્યારે આદિ માનસી કોઈ છોકરા સાથે જોઈ પણ જાય તો પણ શંકા કરે છે. દિવસે ને દિવસે આદિ અને માનસીના જગડા વધવા લાગે છે જે માનસી આદિને પ્રેમ કરતી તે હવે તેને નફરત કરવા લાગે છે .આદિ પણ માનસીને છોડીને નવી આવેલી બીજા યર ની સ્ટુડન્ટ ક્રિના તરફ ઝુકાવ તેનો વધતો જોવા મળે છે તેનું ધ્યાન હવે માનસીમાં ઓછું અને ક્રિના માં વધારે જોવા મળે છે આદિ પણ માનસીથી દૂર થતો જાય છે કોલેજમાં પણ ઓછો જોવા મળે છે તો માનસી સાથે વાત પણ ઓછી કરે છે અથવા વાત પણ કરે તો પણ ઝગડો જ કરે છે માનસીની પણ હદ હવે પુરી થવાથી તે એક દિવસ આદિ ને બોલાવીને તેને કહે છે આદિ હું તારી સાથે કોઈ પણ રિલેસનમાં રેવા માંગતી નથી તો પ્લીઝ આપણે હવે આગળ ની જિંદગી પોતપોતાની મરજીથી જીવીશું આ આપણી છેલ્લી અને આખરી મુલાકાત હશે.આદિને પણ જાણે ઉડવા માટે આકાશ મળી ગયું હોય તેમ તે પણ પણ આ વાત માની લે છે અને બંને ના રસ્તા અલગ અલગ થઈ જાય છે . આદિ માનસી પાસેથી સીધો ક્રિના પાસે જ જાય છે અને ક્રિના ને મળીને જોરથી બાહોમાં ભીંસી દે છે ક્રિના પણ આજ દિવસની રાહ જોતી હોય છે ક્રિના પણ આદિને જોરથી બાહોમાં ભીંસી દે છે અને એક ગાઢ ચુંબન આદિ ક્રિનાને કરે છે તો ક્રિના પણ આદિનો ભરપૂર સાથ આપે છે.બને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે તે બધું જ માનસી જોઈ જાય છે તે ત્યાંથી આગળ વધી શકતી નથી તે રડમસ ચહેરે ત્યાંથી સીધી જ પોતાના ઘરે જઈને રૂમમાં પુરાઈને રડવા લાગે છે . આ ઘટના ને એક વર્ષ વીતી જાય છે અને જીવનમાં તેને પ્રેમ કરે એવો હિમાંશુ માનસીની જિંદગીમાં આવે છે નાની નાની વાતે કેર કરતો હિમાંશુ માનસીને ખુશ રાખે છે તો માનસી પણ તેના પ્રેમ રૂપી વરસાદમાં હિમાંશુ ને ભીંજવી દે છે એક સુખી સંસાર ની ફરી એકવાર શરૂવાત થાય છે.