Fakt Tu - 19 books and stories free download online pdf in Gujarati

ફક્ત તું ..! - 19

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૯

નીલ : હા હજી હું અવનીને પ્રેમ કરું છું અને એની સાથે રહેવા માંગુ છું પણ હવે આ વાત નો ફેર અવનીને પડે એમ નથી. અમે જ્યારે છૂટા થયા ત્યારે એમને મેં બોવ જ સમજાવી હતી પણ એ સમયે એ સમજી ન હતી. મને નથી લાગતું કે હવે અવનીને મારા પ્રત્યે પ્રેમ હોય, તે પ્રેમ કરતા વધુ નફરત કરે છે મને. તે મારી સાથે રહેવા જ નથી માંગતી બાકી એટલો સમય ગયો છે મને એક મેસેજ તો કરી જ શકે ને ? મેસેજની વાત તો દૂર રહી એક વાર મને એને સરખો જોયો પણ નથી. અમે બંને એ એક બીજાની ઘણી વાર સામે આવ્યા છીએ, સામે મળ્યા છીએ પણ એક વાર પણ એને મારા તરફ જોયું નથી.

સિયા : ભાઈ હું સમજી શકું છુ. તમારા ઉપર શુ વીતે છે.

દિવ્ય : ભાઈ પ્લીઝ આમ ઉદાસ ન થાવ. મને કહેશો કે શું પ્રોબ્લેમ થયો હતો તમારા બંને વચ્ચે ?

નીલ : યાર અમારી વચ્ચે બધું તો નોર્મલ જ હતુ પણ ખબર નહીં ક્યારે શુ થયું,

ક્યારે ઝઘડાઓ થવા લાગ્યા,

ક્યારે વાત કરતા બંધ થઈ ગયા,

એ ખબર જ ના પડી.

અમે પહેલા દરરોજ વાત કરતા, એક બીજા સાથે મસ્તી કરતા, બહાર જતા, હરતા ફરતા અને ખુશ ખુશાલ રહેતા, હું અવનીને સરપ્રાઈઝ આપતો, એના માટે કેટલુ બધુ કરતો, કોઈ બોયફ્રેન્ડે એમની લવર માટે નહીં કર્યું હોય એટલુ મેં એમના માટે કર્યું છે. યાર શુ વાંક હતો મારો ?? ( આંખમાં ઝળઝળિયાં આવી જાય છે ) મેં અવનીને ખુદ થી વધુ ચાહી છે, સવારમાં ઉઠતાની સાથે હું મોબાઈલ જોતો કેમ કે મારા મોબાઈલના વોલપેપરમાં અવની નો ફોટો હતો. સવારે ઉઠતાની સાથે હું એ ફોટો જોતો અને પછી સૂરજ દાદા ને. કામ પૂરું થાય એટલે જમવા પહેલા એને કોલ યા મેસેજ કરતો પછી જ જમતો. શુ આ વાંક હતો મારો ?

જ્યારે એ ના જમી હોય ત્યારે હું પણ ના જમતો, એ દુઃખી હોય ત્યારે મને ભી ના ગમતું, એની સાથે વાત કરતો, ખુશ રાખવાના પ્રયત્નો કરતો, એના દુઃખમાં ભાગ લેતો, શુ આ જ મારો વાંક છે ?

જ્યારે એ ખુશ ના હોય, દુઃખી હોય ત્યારે એને મનાવવા કેટ કેટલું કરતો, એની એક ઝલક જોવા માટે હું કેટલી મહેનત કરતો, મારા જોબ માંથી રઝા મૂકીને એને જોવા ગયો શુ એ વાંક હતો મારો ?

યાર .................. ( આંખમાં આંસુ આવી જાય છે )

સિયા : ભાઈ ......... બસ.......... તમારો કોઈ જ વાંક નથી. વાંક અવનીનો છે કે એ તમને સમજી ન શકી, તમારો પ્રેમ તો ખરેખર સારો જ છે જે કોઈ ન કરી શકે. મને તમારા અને તમારા પ્રેમ વિશે ખબર છે.

દિવ્ય : ભાઈ મને વધારે તો નથી ખબર પણ સિયા તમારા વખાણ જરૂર કરતી હોય છે. મારી બહેન કેવી છે એ મને ખબર છે, એ બોવ જ જિદ્દી છે, એમને જે જોઈએ એ એ મેળવી જ લે છે. એ દિલ ની સારી છે પણ ખબર નહીં એને તમારી સાથે શુ પ્રોબ્લેમ હોઈ શકે ?

નીલ : કઈ નહીં જવા દો યાર. કઈ કરવું નહીં. જે ચાલે છે એ બધું એમ જ રહેવા દો. બસ મારુ માનો અને તમે બંને ખુશ રહો. તમે બનેં તમારી લાઈફમાં આગળ વધો. અમારી વાતોમાં ન પડો. જે થાય છે એ કદાચ સારા માટે જ થતું હશે ને ? તો પછી બસ.ચાલવા દો.

સિયા : ભાઈ પણ તમે ખુશ રહેશો ? એના વગર ? તમે ભલે અમને કઈ કહેતા નથી પણ અમને તમારો પ્રેમ દેખાય છે, તમે અવનીને કેટલો પ્રેમ કરો છો, કેર કરો છો, એને ચાહો છો એ બધું દેખાય છે.

નીલ : યાર જે હોય તે.મુકો હવે બધુ. સિયા ચાલ હવે ઘરે જઈએ અને દિવ્ય. ભાઈ તું પણ ઘરે જા, આ બધી વાત ને ભૂલી જા, કઈ કરવું નથી તારા સંબંધ તારી બહેન સાથે જેવા છે એવા જ રાખ. હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા સંબંધમાં કઈ ફેર પડે.

દિવ્ય : ભાઈ પણ સાંભળો તો ખરી.

નીલ : દિવ્ય એક વાર કહ્યું ને.....! બસ.......!

નીલ અને સિયા પોતાના ઘર તરફ નીકળી જાય છે ને દિવ્ય પણ પોતાના ઘર તરફ નીકળી જાય છે. જેમ તેમ બપોરનો સમય વીતી જાય છે. સાંજે સિયા અને દિવ્ય કોલ પર વાત કરતા હોય છે.

દિવ્ય : યાર આજે જે પણ કહી થયું એ બદલ સોરી. મારી જ જીદ હતી કે હું નિલભાઈ અને અવનીને મનાવું.

સિયા : ના હવે. એમાં તારો શુ વાંક છે ? તે જે કર્યું છે એ તો સારા માટે જ કર્યું છે ને.આજે મને પણ એવું ફિલ થયું કે નીલ ભાઈને ખરેખર મનાવવા જોઇએ અને અવની અને ભાઈ ને મળાવવા જોઈએ .

દિવ્ય : હા યાર મને પણ એવુ લાગે છે પણ આજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં અવનીને જોઈ હતી એ પણ ખૂબ ઉદાસ હતી. એક તરફ જોયું તો મને પણ એવું લાગ્યું કે અવનીને હજી પણ નીલ ભાઈ પ્રત્યે પ્રેમ છે.

સિયા : ઓહ હો. શુ વાત કરે છે ?

દિવ્ય : હા અવનીને જોતા તો એવું જ લાગતું હતું પણ પછી ખબર નહીં કે એના મનમાં શુ ચાલતું હોય એ.

સિયા : હા. આજે નીલ ભાઈને ઉદાસ જોઈને મને પણ બોવ જ ખરાબ લાગી રહ્યું હતું કે કોઈ છોકરો એક છોકરી ને એટલો પ્રેમ કરે છે અને સામેવાળા ને કદર નથી.ખરેખર દિવ્ય આવું કેમ હોય છે હે ? કે જેને આપણે જેટલો વધુ પ્રેમ કરીએ એ જ આપણને એટલું વધુ દુઃખ આપે?

દિવ્ય : હા વાત તો સાચી છે પણ સિયા આપણે શું કરી શકીએ યાર.

સિયા : ઓયે ... સાંભળને ! આપણે પહેલા ની જેમ કઈક કરીએ તો.

દિવ્ય : એટલે ?

સિયા : એટલે એમ કે જે રીતે નીલભાઈએ અવનની શરૂઆતમાં ઈમ્પ્રેસ કર્યા હતા એ રીતે બધો માહોલ ઉભો કરીએ તો.?

દિવ્ય : મને નથી લાગતું કે એ બધું કામ કરશે .

સિયા : પણ કેમ ? એમના બંનેની સામે એવું દેખાડીએ કે હજી એ બંને એકબીજા ને પ્રેમ કરે છે, કદર કરે છે, રિસ્પેક્ટ કરે છે, એકબીજાની દિલો જાન થી ચાહે છે, એક બીજા વગર રહી નથી શકતા..... તો........

દિવ્ય : પણ આ બધું વધુ નહીં થઈ જાય ?

સિયા : યાર તું કેમ આજે એટલી બધી નેગેટિવ વાતો કરે છે ? તું એક કામ કર. તું છે ને સુઈ જા. હું જ કંઈક વિચારું છું. તારી સાથે વધુ વાતો કરીશ તો હું પણ નેગેટિવ થઈ જઇશ. બાય આવજે, huh.......... મેસેજ કે કોલ ન કરતો હવે.

દિવ્ય : અરે યાર આમાં મારો શુ વાંક છે ? સોરી બસ.

સિયા : ના કહ્યું ને.... ! કે મને મેસેજ ન કરતો એમ.

આમ સિયા મોબાઈલ સાઈડમાં મૂકીને સુઈ જાય છે. દિવ્ય ને પણ ખબર હોય છે કે સવાર પડતા સિયા શાંત થઈ જશે અને સામેથી એનો મેસેજ આવશે એટલે એ પણ શાંતિ થી સુઈ જાય છે. સવાર પડતા દિવ્યના ફોન પર સિયાની એક ફ્રેન્ડનો કોલ આવે છે અને એ કોલમાં બોલેલા શબ્દો સાંભળીને દિવ્ય ફટાફટ ઉભો થઇ બાઇક લઈને સિયાની ફ્રેન્ડના ઘરે પહોંચી જાય છે. ત્યાં પહોંચતા જ દિવ્ય દરવાજો ખખડાવે છે. ઉતાવળમાં દરવાજાનો બેલ પણ ભૂલી જાય છે. થોડી જ સેકન્ડમાં સિયાની ફ્રેડ દરવાજો ખોલે છે. દરવાજો ખોલતા જ દિવ્ય ના સવાલો શરૂ થઈ જાય છે.

દિવ્ય : ક્યાં છે સિયા ?

શુ થયું ?

કેમ કરતા થયું ?

એ ક્યાં જતી હતી ?

ક્યાં છે સિયા ? બોલ ને.

સિયાની ફ્રેન્ડ : મારા રૂમમાં.

દિવ્ય : અરે યાર હવે તારો રૂમ કયા છે ?

સિયાની ફ્રેન્ડ : અરે ઉપર બીજા માળ પર.

દિવ્ય : તો ચાલ ને ફટાફટ !

સિયાની ફ્રેન્ડ : હા ચાલો.

સિયાની ફ્રેન્ડ દિવ્યને પોતાના રૂમ લઈ જાય છે. રૂમમાં જતા જ દિવ્ય આશ્ચર્ય ચકિત થઈ જાય છે. સિયા બેડ ઉપર બેઠી બેઠી ટીવી જોતી હકી છે અને હાથમાં મેગી ભરેલુ બાઉલ હોય છે ને મેગી ખાતી હોય છે.

દિવ્ય - આ શું છે સિ....... યા.........? આમ હોય ? આવી મસ્તી ?

સિયા : કેમ મેં શુ કર્યું ?

દિવ્ય : તારી ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે તારું એક્સિડન્ટ થયું છે અને તને માથામાં લાગ્યું છે અને હાથમાં ફ્રેકચર આવ્યું છે.

સિયા : હા ..... તો ......

દિવ્ય : હા....... તો....... એટલે.......... અહીં મારી જાન નીકળી ગઈ હતી કે તને કઈ વધારે તો નહીં થયું હોય ને ! અને અહીં આવીને જોવ છું તો મેડમ બેઠા બેઠા મેગી ખાતા હોય છે બોલો..

સિયા : હા ..... તો.....

દિવ્ય : ( ગુસ્સામાં ) હા...... તો....... હા......... તો........ શુ માંડી વાળ્યું છે હે ? ખબર નહીં પડતી કે હું શું બોલું છું એ ? ઘરે થી અહીં સુધી આવતા મારી હવા નીકળી ગઈ, ટેંશન એટલું આવ્યુ, કેટ કેટલાય વિચારો આવ્યા અને તને ખાલી હા..... તો.... તો...........?

સિયા - અરે મારા વ્હાલા દિકા. બસ બસ બોવ ટેંશન ના લે. બોવ ગુસ્સે ના થા. પહેલા મારી પુરી વાત સાંભળી લે પછી ગુસ્સો કરવો હોય ને તો કરજે બસ.

દિવ્ય : હા બોલો. આ બધું કરવા પાછળનું શુ કારણ હતું ?

સિયા : અરે યાર તું કાલે રાત્રે કઈ સમજતો જ ન હતો એટલે પછી મારે આવું નાટક કર્યું .

દિવ્ય - એટલે ?

સિયા : એટલે એમ કે, તે કેમ મારા એક્સિડન્ટના ન્યુઝ સાંભળ્યા અને તું ફટાફટ અહી મારા પાસે આવી ગયો. કેમ કે તું મને ખૂબ પ્રેમ કરે છે, તને મારી ચિંતા છે, કદર છે એટલે તું ફટાફટ આવી ગયો.

દિવ્ય : હા એ વાત તો સાચી પણ આ બધું કરીને કહેવા શુ માંગે છે ??

સિયા : અરે ડફર. એમ જ કે, આપણે નીલ ભાઈ કે અવની સાથે પણ કંઈક આવું જ કરીએ એમ. એ બનેં ભલે જે રીતે હોય, વાતો ન કરતા હોય, ગુસ્સે હોય પણ મને ખબર ત્યાં સુધી !! જો એ બંનેમાંથી કોઈ પણ એક ને કઈ થયું ને તો એક બીજા માટે જેટલો પ્રેમ છે એ બધો બહાર આવી જશે, એક બીજનો પ્રેમ એકબીજાને દેખાડી દે શે. સમજ્યો હવે Mr...... ડફર........?

દિવ્ય : હા હા સમજાઈ ગયું.

સિયા : હા જો. આ મારી ફ્રેન્ડ.અમે પહેલા ફેસબુક ફ્રેન્ડ હતા પછી અમારી દોસ્તી વધુ ગાઢ થઈ ગઈ અને સારા ફ્રેન્ડ બની ગયા. નીલભાઈના ઘરે આવી પછી અચાનક યાદ આવ્યું કે આ તો અહીં તારા પાસેની સોસાયટીમાં જ રહે છે તો આજે સવારે એને કોલ કર્યો અને ફટાફટ પ્લાન કરીને તને અહીં બોલાવ્યો.

દિવ્ય : ( સિયાની ફ્રેન્ડને ) કેમ છો ? અને સોરી હો. ઘરમાં આવતા જ હું તમને એટલું બધુ પૂછવા લાગ્યો.

સિયાની ફ્રેન્ડ : અરે કઈ વાંધો નહીં.

સિયા : દિવ્ય બીજી એક વાત.

દિવ્ય : હા બોલ ને સિયા.

સિયા : દિવ્ય યાર બોવ જ જરૂરી વાત છે પણ કેમ કહેવી ?

દિવ્ય : અરે બોલ ને પણ શું વાત છે ?

સિયા : પણ કેમ કહેવું યાર.

દિવ્ય : અરે જેમ કહેવું હોય એમ કહે ને.

સિયા : પણ.

દિવ્ય : પણ પણ કહી નહીં. તારે કહેવું છે કે હું જાવ.

સિયા : અરે અરે સાંભળ સાંભળ.આમ નીચે જો. ઉતાવળમાં તું પેન્ટની જગ્યા એ શોર્ટ ( નાની એવી કેપરી )પેરીને આવી ગયો છો. હા હા હા હા.

દિવ્ય : આ લે લે.

* * *

મિત્રો ઘણીવાર એવું પણ બને છે કે એક વ્યક્તિ આપણને ખુબ જ પ્રેમ કરતુ હોય છે પણ આપણને એની ખબર હોતી નથી. મિત્રો પ્રેમ કોઈ રમત નથી કે જયારે કોઈ મળ્યું ત્યારે એની સાથે રમત કરી. જયારે એક વ્યક્તિ સાથે દિલની લાગણી બંધાઈ છે ત્યારે એ વ્યક્તિ કદાચ આપણને ન બોલાવે, ફોન ન કરે, મેસેજ ને કરે તો પણ એમના પર પ્રેમ આવે છે. જયારે કોઈને દિલથી પ્રેમ કરો ત્યારે દિલથી એની ચિંતા થાય છે. ખાલી આપણે એક અવાઝ માત્રથી કહી દઈએ છીએ કે એ વ્યક્તિની તબિયત સારી નથી. બસ આજ પ્રેમ છે.