Pollen - 32 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 32

પરાગિની – ૩૧


ટીયા રિની આગળ ડંફાસો મારતી હોય છે પણ રિની તેની ફેક પ્રેગ્નન્સી વિશે જાણે છે એવું ટીયાને કહી ટીયાનું મોં બંધ કરી દે છે છતાં ટીયા તેનું નીચું નથી નમવા દેતી....

ટીયા- ઓહ... તો તું જ તારી ફ્રેન્ડ સાથે ક્લિનીક પર ગઈ હતી....

રિની- હવે તું જો તારી સાથે શું થાય છે તે..! તું તારા જ બનાવેલા આ કરોળિયાના જાળામાં ફસાતી જાય છે..!

ટીયા- તું કંઈ નથી કરી શકવાની કેમ કે તારી પાસે કોઈ જ પુરાવા નથી મારી ફેક પ્રેગ્નન્સીના...! પરાગ પણ તારી વાત નહીં માને...

રિની- મારે કોઈને કંઈ જ સફાઈ નથી આપવી... સત્ય ક્યારેય છૂપું રહેતું નથી.. એકના એક દિવસે તો બધાને ખબર પડશે જ...! બસ એ દિવસનો વિચાર કરજે કે તારું શું થશે?

આટલું કહી રિની ત્યાંથી જતી રહે છે. ટીયા પણ ગુસ્સામાં જતી રહે છે.

આ બાજુ સમર પરાગ પાસે જાય છે. તેમના નવા પ્રોજેક્ટ માટે વાત કરવા જાય છે. સમર નમનનું નામ નથી લેતો પણ કહે છે કે તેને એક વ્યકિત મળી ગયો છે જે આપણા પ્રોજેક્ટ માટે એકદમ ફિટ બેસે છે.. તમે કહેતા હોય તો ઈન્ટરવ્યુ ગોઠવી દઈએ..!

પરાગ- હા.. આ પ્રોજેક્ટ તારે જ સંભળાવાનો છે તો તું બધા જ ડિસીઝન લઈ શકે છે.

સમર- સારું હું જોઈ લઈશ પણ તમે એક વખત ચેક કરી લેજો.

પરાગ- ઓકે.

બપોર લંચ બ્રેક પછી નમન પરાગની કંપની પર આવે છે. સમર અને પરાગ બંને તેનું ઈન્ટરવ્યુ લે છે.

આ બાજુ ટીયા સીધી શાલિની પાસે જાય છે.

ટીયા- એ છોકરીને બધુ જ ખબર પડી ગઈ છે.

શાલિની- કોની વાત કરે છે? અને શું ખબર પડી ગઈ?

ટીયા- રિની છેને... પરાગની સેક્રેટરી.. એને ખબર પડી ગઈ છે કે હું ક્યારેય પ્રેગ્નેન્ટ હતી જ નહીં...! એ પરાગને જઈને કહીં જેશે તો?

શાલિની- એને કેવી રીતે ખબર પડી?

ટીયા- મને એતો નથી ખબર પણ ક્લિનીક ગઈ હતી બધી તપાસ કરવા... પરાગને કહી દેશે તો આ વખતે તો એ મને ધક્કા મારીને કંપની માંથી કાઢી મૂકશે...

શાલિની- એવું કંઈ નહીં થાય... રીલેક્ષ થઈ જા તું.... જો એને કહેવું હોય તો એને કહી દીધું હોત... પણ કહ્યું નથી... અને આમ પણ ક્લિનીકમાં એ નર્સને આપણે પૈસા આપી દીધા છે એટલે એતો એનું મોં બંધ જ રાખશે...!

ટીયા- હા, પણ પરાગ અને રિની બંને એકબીજાને પસંદ કરે છે... બંને ક્યારેક સાથે લંચ પર જાય છે, ફરવા પણ જાય છે. કંઈક કરવું પડશે એનું....

શાલિની- હા, વિચારીએ છે એનું...


પરાગને નમનનું કામ પસંદ આવે છે તેને સારો અનુભવ પણ છે તે નમનને જોબ આપી દે છે. ત્રણેય પોતાની જગ્યા પર ઊભા થાય છે, નમન પરાગ અને પછી સમર ને હાથ મિલાવે છે.

પરાગ- કાલથી તું જોઈન કરી શકે છે ઓફિસ...

નમન- થેન્ક યુ..

એટલા માં જ રિની પરાગને ફાઈલ આપવા ત્યાં આવે છે.

તે પરાગને ફાઈલ આપી નમનને જઈને કહે છે, હાય.. કેમ છે તું?

નમન- હાય... મને એમ કે આટલી મોટી ઓફિસમાં આપણે મળી નહીં શકીએ...

રિનીને આમ નમન સાથે હસતાં વાત કરતા જોઈ તેને નવાઈ લાગે છે અને જેલેસી પણ થાય છે. તે કંઈ બોલતો નથી તે સીધો તેના કેબિનમાં જતો રહે છે. તે કેબિનની વિન્ડો પાસે જઈને ઊભો રહી જાય છે.

નીચે મેઈન ગેટમાંથી રિની અને નમન બહાર નીકળે છે.

રિની- થેન્ક યુ નમન.. મારી હેલ્પ કરવા માટે....

નમન- અરે.. બસ કેટલા વખત તું થેન્ક યુ કહીશ?

રિની- એક્ટીંગ પણ સારી કરે છે..

પરાગ રિની અને નમનને વાત કરતાં જોઈ છે.

વાત કરતાં કરતાં નમનની નજર પરાગ પર પડે છે. તે તરત રિનીને કહે છે, પરાગ તેની કેબિનમાંથી આપણાને જોઈ છે તું પાછળના જોતી...! બોલ હવે શું કરવું છે?

રિની- હેન્ડશેક કરી તું અહીંયા થી ઘરે જા.

નમન રિની સાથે હાથ મિલાવે છે અને રિની તેનો બીજો હાથ નમનના હાથ પર મૂકે છે. આ જોઈ પરાગને સહેજ પણ નથી ગમતું, તેને ગુસ્સો આવતો હોય છે અને તે ઊંધો ફરીને ઊભો રહી જાય છે.

તે ગુસ્સામાં સમરના કેબિનમાં જાય છે.

પરાગ- સમર.. તું આ નમનને ના કહી દે અને કોઈ બીજાને શોધી લે...

સમર- કેમ ભાઈ? તમે તો હા પણ કહી દીધુ છે એને... તમને ના ઠીક લાગ્યો તો ત્યારે જ ના કહી દેવું હતું ને..!

પરાગ- એની સામે તો મારાથી ના કહેવાયને...! એ આપણા કામમાં ફિટ નથી બેસતો... અને આપણી સાથે મિક્ષ પણ નહીં થઈ શકે...!

સમર ધીમેથી બોલે છે, હવે રિનીને શું કહીશ?

પરાગ- આમા રિની ક્યાંથી આવી?

સમર- ખરેખરમાં નમન રિનીનો ફ્રેન્ડ છે, ફ્રેન્ડ કરતાં પણ વધારે છે કદાચ.. મે બી બોયફ્રેન્ડ..! ગઈકાલ રાત્રે એ બંને સાથે જ હતા... બંને એકબીજાને છોડતા જ નહોતાને... એકબીજાને જ જોતા હતા વારંવાર...!

પરાગ- (ગુસ્સો કંટ્રોલ કરતાં) બસ.. બસ.. મારે વધારે કંઈ નથી જાણવું...

સમર- આપણે આપણો પ્રોજેક્ટ પણ શરૂ કરવાનો છે ભાઈ... અને મને નથી લાગતું કે નમન એની પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈફમાં મિક્ષ કરે... આપણે તો કામથી જ મતલબ છેને..!

પરાગ- ઠીક છે... પણ કાલથી કામ ચાલુ થઈ જવું જોઈએ...!

સમર- હા, ભાઈ..


સાંજે ત્રણેય બહેનપણીઓ ઘરે રેડી થતી હોય છે. રિની અને નિશા જૈનિકાની પાર્ટીમાં જવાના હોય છે જ્યારે એશા માનવ સાથે ડેટ પર જવાની હોય છે. થોડા સમય બાદ માનવ અને સમર અલગ અલગ ગાડી લઈને તેમની પાર્ટનરને લેવા આવે છે. એશાને જોતા જ માનવ ગાંડો થઈ જાય છે. તે બસ એશાને જોઈ જ રહ્યો હોય છે અને તું બહુ જ સુંદર દેખાય છે તેનું રટણ કર્યા કરતો હોય છે. નિશા પણ બહાર આવે છે, સમર નિશાને જોઈ જ રહે છે. સમર નિશાનો હાથ પકડી તેને ગાડીમાં બેસાડે છે. માનવ-એશાના નીકળ્યા બાદ સમર અને નિશા પણ નીકળે છે. તેમનાં ગયા બાદ રિની અને નમન ગાડીમાં નીકળે છે.

બધા પાર્ટીમાં પહોંચે છે. સમર જૈનિકાને નિશાની ઓળખાણ કરાવે છે. થોડીવાર બાદ રિની અને નમન આવે છે. જૈનિકા રિનીને પૂછે છે કે આ કોણ છે?

રિની- જૈનિકાની નજીક જઈને કહે છે કે આપણા પ્લાનનો હિસ્સો છે અને આજની પાર્ટી માટે મારો પાર્ટનર છે પરાગને જેલેસ કરાવવા..!

જૈનિકા- સમજી ગઈ હું...! ચાલ તું એન્જોય કર.. હું બધાને મળીને આવું છું.

રિની અને નમન જૈનિકાને વિશ કરી બીજા બધા સાથે ઊભા રહી જાય છે.


આ બાજુ માનવ એશાને તેના જૂના ઘરમાં લઈ જાય છે જ્યાં તેને તેનું બાળપણ વિતાવ્યું હોય છે. માનવે તે ઘરને સાફ કરીને બધુ ડેકોરેટ કર્યુ હોય છે.

પાર્ટીમાં જૈનિકાએ કૂકીંગ કોમ્પીટિશન રાખી હોય છે. જેમાં રિની-નમન અને પરાગ ભાગ લે છે. પરાગ રિનીને નમન સાથે જોઈ નથી શકતો...

સમર અને નિશા બંને હિંચકા પર બેઠા હોય છે. બંને વાતો કરતાં હોય છે. નિશા તો સમર સાથે વાત કરતાં કરતાં સૂઈ જાય છે. સમર જોઈ છે કે નિશા સૂઈ ગઈ છે તેથી તે નિશાની નજીક બેસીને નિશાનું માથું તેના ખભા પર રાખી દે છે.

કૂકીંગમાં રિની પરાગને જેલેસ કરાવવાનું પૂરેપૂરું કામ કરે છે અને પરાગ જેલેસ પણ થાય છે. કોમ્પીટીશનમાં બંને એ જોરદાર ખાવાનું બનાવ્યું હોય છે. ગેમ પૂરી થયા બાદ જૈનિકા કેક કટ કરે છે. બધા પાર્ટી એન્જોય કરે છે. પરાગ આખી પાર્ટીમાં રિનીને જ જોયા કરતો હોય છે. રિની પણ ક્યારેક જોઈ લેતી... તે પરાગને જેલેસ કરાવવાનો કોઈ મોકો નથી છોડતી...!

નિશા પણ ઊઠી જાય છે. તે સમરને કહે છે, તું એ મને ઊઠાડી કેમ ના? બધા કેવું વિચારતા હશે કે પાર્ટીમાં હું ઊંઘવા આવી છું..!

સમર- જેને જે કહેવું હોય એ કહે... આપણાને જે ઠીક લાગે તે જ કરવાનું અને તું મસ્ત સૂતી હતી એટલે ના ઊઠાડી તને...

આ બાજુ ટીયા અને શાલિની રિનીના ઘરે જવા નીકળે છે તેના સાથે વાત કરવાં...

તેઓ રિનીના ઘરે પહોંચે છે, ઘરનો ડોરબેલ વાગતા રીટાદીદી દરવાજો ખોલે છે.

રીટાદીદી- તમે કોણ? કોનું કામ છે?

શાલિની- અમે રિનીની કંપનીમાંથી આવ્યા છે.. રિની મળશે?

રીટાદીદી- રિની ઘરે નથી... તમારા જ કંપનીમાં કામ કરે છે કોઈ એને ત્યાં પાર્ટી છે તો ત્યાં જ ગઈ છે. તમે અંદર આવો...

ટીયા- અરે હા... જૈનિકાના ઘરે પાર્ટી છે આજે...

શાલિની- થેન્ક યુ પણ રિનીનું કામ હતું અમારે... કંઈ નહીં ઓફિસમાં જ વાત કરી લઈશું.. બાય..!

ટીયા અને શાલિની ત્યાંથી નીકળી જાય છે.


જૈનિકા નોટિસ કરે છે કે પરાગ રિનીને કોઈ બીજા સાથે જોઈ જેલેસ થાય છે અને નથી ગમતું.. જૈનિકા પરાગ પાસે જાય છે અને તેને સમજાવે છે કે તારા મનમાં રિની માટે જે હોય તે તું કહીં દે ક્યાંક મોડું ના થઈ જાય..!

પરાગ તકની રાહ જોઈ છે કે રિની એકલા પડે એટલે તેની સાથે વાત કરી લઉં...

રિની વોશરૂમ જાય છે. પરાગ પણ તેની પાછળ જાય છે અને રિનીના બહાર નીકળવાની રાહ જોઈ છે.

રિની પાંચ મિનિટ બાદ બહાર નીકળે છે અને જોઈ છે કે પરાગ બહાર ઊભો હોય છે.

રિની- તમે અહીં?

પરાગ- હા, મારે તારું થોડું કામ હતું.. તારી સાથે વાત કરવી હતી..

રિની- હા, બોલો...

પરાગ- અહીં નહીં... ક્યાંક બીજે જઈએ... શાંત જગ્યાએ..

રિની- ના, અહીં જ વાત કરી લો પછી બહાર પણ જવાનું છે..

પરાગ- ના, તું મારા સાથે જ આવીશ.. બીજે ક્યાંય નહીં જાય..!

રિની- હું ક્યાં જઉં અને ક્યાં નહીં તે નક્કી કરવા વાળા તમે કોણ છો? અહીં તમે મારા બોસ નથી કે ઓર્ડર આપો મને..!

પરાગ- હું ઓર્ડર નથી કરતો...

રિની- હું બહાર જઈશ જ રોકી શકતા હોય તો રોકી લેજો...

પરાગ- તો તુ નહીં જ માને એમ ને...

રિની- નહીં જ માનું...

પરાગ રિનીને પગેથી ઊંચકી તેના ખભા પર ઊંધી મૂકીને એકદમ ફિટ પકડી તેને બહાર લઈ જાય છે જ્યા કોઈ નથી હોતું..

રિની- પરાગ... તમે આ શું કરો છો? મને નીચે ઊતારો...

પરાગ- મારી વાત માની લીધી હોત તો આવું ના કરવું પડતે મારે...

રિની નીચે ઊતરવાની કોશિશ કરતી હોય છે પણ તેનાથી ઊતરાતું નથી...

માનવ અને એશા ડિનર કરી લોંગ ડ્રાઈવ પર નીકળે છે.

એશા- મારે આઈસક્રીમ ખાવો છે.

માનવ- એશા ઠંડી ચાલુ થઈ ગઈ છે... આઈસક્રીમ ખઈશ તો શરદી થઈ જશે...

એશા- તું ગાડી ઊભી રાખ નહીંતર કૂદી જઈશ હા....

માનવ- ના... હું ઊભી રાખુ છું..

માનવ આઈસક્રીમ પાર્લર પાસે જઈને ગાડી ઊભી રાખે છે.


પરાગ રિનીને ઊંચકીને બહાર નીકળી જાય છે. રાત થઈ ગઈ હોવાથી રસ્તા પર કોઈ હોતું નથી.. પરાગ રસ્તાના વળાંક પાસે ઝાડ હોય છે ત્યાં જઈને રિનીને નીચે ઊતારે છે.


શું પરાગ રિનીને આઈ લવ યુ કહી શકશે?

ટીયા અને શાલિની મળીને શું નવી ધમાલ કરશે?

જાણવાં માટે વાંચતા રહો આગળનો ભાગ - ૩૩