ek gersamaj - 1 books and stories free download online pdf in Gujarati

એક ગેરસમજ - 1

*એક ગેરસમજ*. વાર્તા.... ભાગ -૧.. ૧૨-૬-૨૦૨૦

અમુક સમયે નાની વાતમાં ગેરસમજ થઈ જાય છે અને પછી માણસ પોતાના એ જ વિચારો ને સાચાં માનીને આગળ વધતો રહે છે અને પછી જ્યારે હકીકત જાણીને પસ્તાવો કરવા સિવાય કોઈ રસ્તો બચતો નથી... પણ હિંમત રાખે તો એક નવો રસ્તો બનાવી શકે છે.....
આ વાત છે એક જ એરિયામાં રહેતી બે બહેનપણીઓ ની...
અંજલિ અને વીણા બન્ને ખાસ બહેનપણી હતાં...
બન્નેને ઘરે પણ એકબીજા માટેની લાગણી ખબર હતી...
બન્ને બહેનપણી નાં લીધે બન્ને ઘર વચ્ચે એક અલગ જ સંબંધ હતો...
એકબીજાને ઘરે પણ હક્ક થી અવરજવર કરતા અને અઠવાડિયામાં એક વખત બન્ને પરિવાર એકમેક ને ઘરે ભોજન પણ લેતાં....
આવી પ્રગાઢ દોસ્તી હતી બન્નેમાં...
અંજલિ અને વીણા બન્ને ને લખવાનો ખુબ શોખ હતો....
વોટ્સએપ નાં વિવિધ હરિફાઈ નાં ગ્રુપમાં બન્ને સાથે હોય
છે .....
અલગ અલગ ગ્રુપમાં રચનાઓ લખતા રહે છે...
હવે વોટ્સએપ ગ્રૂપમાં પણ ઘણા લોકો એ રૂપિયા કમાવા નું સાધન શોધી કાઢ્યું...
એમાં એક ગ્રુપમાં એક સરિતા બહેન કરીને હતાં એમણે એવી જાહેરાત કરી કે નવાં રચનાકારો ને અમૂલ્ય તક આપવાની છે...
તો હું એક પુસ્તક બહાર પાડવાની છું જેને પોતાની રચનાઓ લખવી હોય એ ચારસો રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવી દો...
આ મારો એકાઉન્ટ નંબર અને પેટીએમ પણ કરી શકો છો...
જેને લખવું છે એણે હું આપું એ વિષય પર પાંચસો થી એક હજાર શબ્દો માં વાર્તા લખી મોકલવાની મારા પર્સનલ નંબર પર અને કંઈ ભૂલ હશે તો હું સુધારો કરી દઈશ...
આપણું પુસ્તક ના છપાઈ ત્યાં સુધીમાં તમે આ વાર્તા બીજે મુકી શકાય નહીં...
પુસ્તક સમારોહ ધામધૂમથી કરવામાં આવશે અને દરેક ને એક પુસ્તક અને એક મેડલ આપવામાં આવશે...
અને મોટા મોટા નામાંકિત લેખક જોડે ફોટા પડાવાની તક મળશે અને તમને પ્રસિદ્ધ મળશે...
કારણકે આ પુસ્તક હું બજારમાં મૂકીશ એટલે તમને લોકો ઓળખતાં થશે....
આમ સરિતા બહેન ની વાતોમાં આવીને અંજલિ અને વીણા એ પણ પુસ્તક માટે વાર્તા લખી મોકલી અને પેટીએમ થી રૂપિયા ભર્યા...
ત્રણ મહિના પછી પુસ્તકનો સમારોહ હતો...
અંજલિ અને વીણા પણ સમારોહમાં હાજર હતાં એમની લખેલી વાર્તા નાં પુસ્તક નું વિમોચન હતું...
શહેરના જાણીતા હસ્તીના હાથે પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું.... નાનું એક એવું ભાષણ આપવામાં આવ્યું...
પછી દરેક ભાગ લેનાર લેખકો ને એક એક પુસ્તક અને મેડલ આપવામાં આવ્યો અને પછી ફોટોગ્રાફી ચાલુ થઈ....
અંજલિ અને વીણા એ ફેસબૂક માં પોસ્ટ મુકી કંઈ કેટલાય લોકોએ અભિનંદન આપ્યા...
અંજલિ પુસ્તક વાંચી ને સમજી ગઈ કે આતો રૂપિયા કમાવા નો ધંધો છે..
હવે ફરી સરિતા બહેન એ વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત કરી કે હું એક નારીની સંવેદનશીલતા પર પુસ્તક બહાર પાડવાની છું તો જે પહેલા રજીસ્ટ્રેશન કરાવશે એને તક મળશે...
આ વખતે એક હજાર થી પંદરસો શબ્દ ની નારી ઉપર વાર્તા લખવાની છે અને દરેક ભાગ લેનાર લેખીકા એ પાંચસો રૂપિયા મારાં એકાઉન્ટ માં નાંખવાના રહેશે ...
ખાલી પાંત્રીસ બહેનોને જ તક છે તો જલ્દી કરો...
અંજલિએ નામ નાં લખાવ્યું... વીણા એ લખાવ્યું એટલે અંજલિ એ વીણા ને ફોન કરીને કહ્યું કે ...
પ્રિય સખી વાત સમજ આ લોકો રૂપિયા કમાવા માટે આવું કરે છે...
આમાં આપણને કોઈ ફાયદો ના થાય..
પણ વીણા ને એ વાત ગમી નહીં એટલે એણે સમજ્યા વગર સરિતા બહેન ને વાત કરી કે અંજલિ આવું કહે છે...
એટલે સરિતા બહેન ફોન કરીને અંજલિ સાથે રીતસર ઝઘડો જ કર્યો કે તું આવી રીતે મારી બહેનોને ભડકાવ નહીં...
હવે આગળ બીજા ભાગમાં વાંચો કે એક ગેરસમજ નું પરિણામ કેવું આવે છે...
વાંચો હવે શું થશે???
આપનો અમૂલ્ય અભિપ્રાય જરૂરથી આપશોજી....
ભાવના ભટ્ટ અમદાવાદ....