Albert Einstein - 10 - last part books and stories free download online pdf in Gujarati

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 10 - છેલ્લો ભાગ

હવે, બની શકે છે તમે ફોન ઉઠાવો ફેસબુક કે વ્હોટસએપ ચલાવવા માટે, તો આ ફોન પણ નાના કોમ્યુટર જ હોય છે અને કોમ્પ્યુટર જે મૂળ સિધ્ધાંત પર કામ કરે છે તે પણ આઈન્સ્ટાઈનની થિયરીમાંથી જ લેવામાં આવ્યો છે.

તો આ ફેસબુક અને વ્હોટસએપ ચલાવવા માટે તમે ઉપયોગ કરો છો ઇન્ટરનેટનો... અને ઈન્ટરનેટ ઉપયોગ કરે છે સેટેલાઇટ્સનો... અને આ સેટેલાઇટ્સ ઉપયોગ કરે છે આઈન્સ્ટાઈનની થિયરીનો.

આ પછી બની શકે તમે ક્યાંક બહાર જવા માટે નીકળો અને જ્યાં જવાનું છે ત્યાંનો રસ્તો તમને ના ખબર હોય તો જરૂર તમે તમારા ફોનમાંથી GPS નો ઉપયોગ કરશો અને GPS માટે જરૂરી છે સેટેલાઇટ્સ અને આ સેટેલાઇટ્સ બનાવવામાં આઈન્સ્ટાઈનના Theory of Relativity નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જો આઈન્સ્ટાઈન આપણને ના બતાવતે કે ઝડપથી ચાલવાથી ટાઈમ ધીરો ચાલવા માંડે છે તો આપણી પૃથ્વીની ચારો તરફ તેજ ગતિથી ચાલતા GPS સેટેલાઇટ્સ ક્યારેય પણ સરખી રીતે કામ ન કરી શકત અને આપણે એ પણ ના જાણી શકત કે આવું ટાઈમનાં ધીરે ચાલવાના કારણે થાય છે. તેમણે ફક્ત એટલું જ ન બતાવ્યું પણ તેમણે ટાઇમની આ ખરાબીને દૂર કરવાનો ફોર્મ્યુલા પણ બતાવ્યો.

ત્યારબાદ બની શકે તે ત્યાં પહોંચીને તમે સેલ્ફી લો તો સેલ્ફી લેવા માટે તમે જે ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરો છો તે પણ આઈન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રીક ઇફેક્ટ સિદ્ધાંત દ્વારા જ થયો છે. તો આપણે આખો દિવસ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ જે બધી વસ્તુઓની શોધનાં મૂળમાં આઈન્સ્ટાઈન દ્વારા આપેલા ફોર્મ્યુલા છે.

એટલા માટે જ આગળ કહ્યું હતું કે આપણે જે દુનિયામાં રહીએ છીએ તે આલ્બર્ટ આઈન્સ્ટાઈનની બનાવેલી છે. છતાં પણ આપણે આઈન્સ્ટાઈન વિશે ઓછું અને ફિલ્મી સ્ટાર્સ વિશે વધારે જાણવા માંગીએ છીએ. કરીનાનાં છોકરાનું શું નામ છે, સલમાન ખાન લગ્ન ક્યારે કરશે, જેમ કે તેઓ આપણા સગા હોય. આ બધા સ્ટાર્સને આપણી જિંદગીમાં કઈ લેવાદેવા નથી. ક્યારેક આ સ્ટાર્સ ફક્ત પૈસા માટે એવી પ્રોડક્ટ્સની જાહેરાત કરવા માટે તૈયાર થઈ જાય છે જે આપણી માટે હાનિકારક છે. આવા સ્ટાર્સને જોવા માટે લોકો પડાપડી કરે છે અને તેઓ વિશે જાણવા માટે હંમેશા આતુર હોય છે. પરંતુ આઈન્સ્ટાઈન જેવા જીનિયસ વિશે જાણવામાં કોઈને રસ નથી.

પોતાનાં ઘરમાં ભગવાનનો ફોટો રાખો ન રાખો પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિસન, સર આઇઝેક ન્યુટન જેવા વૈજ્ઞાનિકોના ફોટો અવશ્ય રાખો.

ઘરમાં વૈજ્ઞાનિકોનાં ફોટા હોય તો નાનકડું બાળક એમ પૂછશે કે "પપ્પા આ કોણ છે?"

પપ્પા કહે "બેટા, એ થોમસ આલ્વા એડિશન છે"

બાળક કહે "પપ્પા એમણે શું કરેલું ?"

પપ્પા કહે "નહીં ખબર બેટા"

બાળક વિચારશે કે મારે જાણવું તો પડશે જ એટલે Youtube પર સર્ચ કરશે અને એની શોધ વિશે વીડિયો જોશે કે જેને દુનિયા બાળપણથી જ પાગલ સમજતી હતી અને જેને સ્કૂલમાંથી પાગલ કહી કાઢી મુકવામાં આવ્યો હતો તે બાળકે મોટા થઈને દસ હજાર જેટલા નિષ્ફળ પ્રયાસો બાદ વીજળી ના બલ્બની શોધ કરેલી, જેના નામ પર એક હજારથી વસ્તુઓનું પેટન્ટ છે. જેથી એના મગજમાં પણ નવી સમજણ શક્તિ ખીલશે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે જોશે તો ખબર પડશે કે જે બાળક નાનપણમાં બોલવામાં પણ તકલીફ પડતી હતી જેના માં બાપને પણ પોતાનું બાળક એબનોર્મલ લાગતું હતું તે આગળ જઈને કેવી રીતે જીનિયસ બન્યો. જેણે આખી દુનિયા બદલી નાખી.

પણ જો ઘરમાં ભગવાન નો ફોટો હોય તો બાળક પૂછશે "પપ્પા આ કોણ ?"

પપ્પા કહેશે "બેટા, આ ભગવાન છે ?"

બાળક પૂછશે "પપ્પા ભગવાન એટલે શું ?"

પપ્પા કહેશે "બેટા ભગવાન ને આપણે હાથ જોડી જય જય કરવાનું એ આપણને મુશ્કેલીના સમય માં બચાવે બસ ત્યારથી બાળકના મગજની નશ બ્લોક થઈ જાય છે"

પરીક્ષા માં પણ વાંચે ઓછું અને ભગવાન પર ભરોસો વધુ રાખશે, પરીક્ષાના દિવસે મંદિરમાં પગે પડી ને જશે, આરતી ભજન ધૂન બધું જ આવડતું હશે પણ એ પરીક્ષામાં કઈ પુછાવાનું નથી, પરીક્ષા પુરી થઈ જશે.

ભગવાનને પ્રાર્થના કરશે કે "હે ભગવાન, મને પાસ કરી દેજે"
પણ ભગવાન તો પાસ કરવા આવવાના નથી. પછી જ્યાં સુધી ભગવાન ભરોસે બેસે ત્યાં સુધી આવું જ રહેવાનું.

બીજી બાજુ વૈજ્ઞાનિક નો ફોટો હોત તો બાળક નબળું પડત જ નહીં એને ખબર જ હોત કે કઠોર મહેનત કરે તો જ આગળ વધાય જેથી એ હોંશિયાર બની ગયું હોત અને સારામાં સારી નોકરી કે ધંધા માં આગળ વધી ગયું હોત...

મને ધર્મ અથવા ભક્તિભાવ સાથે કોઈ વાંધો નથી. હું પોતે પણ ઘણા ધાર્મિક પ્રકારનો વ્યક્તિ છું પરંતુ ધાર્મિકની સાથે વિજ્ઞાન વાળું વાતાવરણ પણ ઘરમાં બનાવો. બાળક તમારું નાનપણથી જ પ્રેક્ટિકલ બનશે.

અહીંયા આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો દસમો અને આખરી ભાગ સમાપ્ત થાય છે...

મિત્રો, તમને આ આખી નોવેલ "આલ્બર્ટ આઈન્સ્ટાઈન" કેવી લાગી તે જરૂરથી જણાવજો.....