Pollen - 37 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 37

પરાગિની – ૩૭


રાત થઈ ગઈ હોય છે અને રિની હજી ઓફિસમાં જ હોય છે કેમ કે શુટીંગ થોડીવાર પહેલાં જ પત્યું હોય છે. પરાગે બધા માટે જમવાનું ઓર્ડર કરી લીધું હોય છે.

એશા અને નિશા તેમની રૂમમાં બેઠા હોય છે અને વિચારતા હોય છે કે જૈનિકા મેમ એ પ્રોબલ્મ સોલ્વ કરી દીધી હોય તો સારું... એટલાંમાંજ નિશાનાં ફોન પર જૈનિકાનો કોલ આવે છે.

નિશા- જૈનિકામેમનો જ ફોન છે...

એશા- જલ્દી ફોન સ્પીકર પર કર...

નિશા- હલો મેમ... કેમ છો?

જૈનિકા- હું તો એકદમ મજામાં... તમે કેમ છો?

એશા- તમારા કારણે હમણાં તો મજામાં...

નિશા- મેમ પ્રોબલ્મ સોલ્વ થયો?

જૈનિકા- તમે એવું જ સમજો કે થઈ ગયો..! સમજો નહીં ખરેખરમાં સોલ્વ થઈ ગયો..!

નિશા- ઓહ.... મેમ થેન્ક યુ સો મચ..!

એશા- પણ મેમ તમે કેવી રીતે કર્યું?

જૈનિકા- સાચું કહું તો મેં જ પરાગને બધા વાત કરી દીધી કે રિની અને નમન વચ્ચે કંઈ જ નથી અને એ લોકો સાથે નથી રહેતા.. કેમ કે જો હું આ વાત છૂપાવવા વધુ એક જૂઠ્ઠું બોલતે તો વાત બગડે એમ હતી... ક્યાંક સારું કરવાનાં ચક્કરમાં પરાગ અને રિની દૂર થઈ જાય એટલે મને પરાગને બધુ કહી દેવામાં ભલાઈ લાગી..! અને હા.. તમે આ વાત વિશે બહુ વિચારશો ના.. બધુ જ સારું થશે..!

નિશા- થેન્ક યુ મેમ..!

નિશા ફોન મૂકી દે છે.

એશા- નિશા જૈનિકામેમની વાત તો સાચી હતી પણ રિનીને ખબર પડશે કે પરાગને આપણા પ્લાનની ખબર પડી ગઈ છે તો તો આપણી આવી જ બનશે... આપણને હવે નહીં છોડે એ...!

ઓફિસમાં આખી ટીમ જમીને ઘરે જવા નીકળે છે. પરાગ અને સમર પણ ઓનલાઈન તેમનો પ્રોજેક્ટ સબમીટ કરી દે છે. શહેરમાં પોસ્ટર અને હોર્ડિંગ બોર્ડ પર લગાવવા ફોટો પણ આપી દે છે. તેઓ ઘરે જવા નીકળે છે.


ઘરે આવતાં જ સમર પરાગને કહે છે, ભાઈ શું જોરદાર શુટ હતી..! ફોટોસ પણ ખરેખર જબરદસ્ત આવ્યા છે..!

પરાગ- હા, ફોટોસ ખરેખરમાં સારા આવ્યા છે.

સમર- તમને અને રિનીને જોઈને એવું જ લાગે કે રીઅલમાં તમે કપલ છો..!

સમર પરાગને ચીડવતા કહે છે, ખરેખરમાં બ્લોસમ કંપનીએ તમને બંનેને નજીક લાવી દીધા છે. કાલે જ્યારે શહેરમાં બધા પોસ્ટર જોશેને તો એવું જ કહેશે.. કાશ..! અમારી કેમેસ્ટ્રી પણ આવી હોય... શું વાત છે..!

પરાગ- બસ હા.. સમર મને બોલાવીશ ના.. તારા બહુ જ બધા સિક્રેટ મને ખબર છે.. બોલવા બેસીસને તો રાત પણ ટૂંકી પડશે.. અને તું હેરાન થઈશ તે અલગ..!

સમર- અરે સોરી ભાઈ.. હું તો મસ્તી કરતો હતો..! ચાલો ઓફિસ વાળી અધૂરી વાતતો મને કહો.. તમે આટલાં ખુશ કેમ છો?

પરાગ- પ્રોજેક્ટ પૂરો થયો એટલે આટલી ખુશી છે..!

સમર- ભાઈ... હવે મારાથી શું છપાવવાનું? ચાલો બોલો તો..

પરાગ- (મોટી સ્માઈલ આપીને) જૈનિકાએ મને એક વાત કહી..

સમર- શું?

પરાગ- એ જ કે રિની નમન સાથે નથી રહેતી.. અને રિની અને નમન વચ્ચે એવું કંઈ જ નથી.. આ એક અફવા છે જે રિનીએ જાતે જ ફેલાવી હતી..! આ વાત જૈનિકાએ મને શુટીંગ પહેલા જ કહી..!

સમર- અરે ભાઈ... શું મસ્ત ન્યૂઝ લાવ્યા છો..! હવે મારી થનારી ભાભીને શું કહેશો?


આ બાજુ રિની ઘરે આવી ગઈ હોય છે. તે થાકી ગઈ હોવાથી નાહીને નાઈટ ડ્રેસ પહેરીને બેડ પર શાંતિથી બેસે છે.

એશા અને નિશા રિનીને કંઈ કહેવા માંગતા હોય છે તેથી તેઓ રિનીની સામે બેસી જાય છે.

રિની સમજી જાય છે બંનેને કંઈ વાત કહેવી છે..!

રિની- શું વાત છે એશા અને નિશા? તમારે કંઈક કહેવું છે?

એશા- હા, એક વાત કહેવી છે.

રિની- હા, તો બોલો બહુ ઊંઘ આવે છે મને આજે... પરાગે તો મારો જીવ લઈ લીધો હતો આજે પણ શુટીંગ વખતે બહુ જ મજા આવી... પહેલી વખત અમે બંને આટલા નજીક હતા એકબીજાની... બસ હવે શુટમાં જેવા કપલ બન્યા હતા એવા રિઅલ લાઈફમાં બની જઈએ...! હા, તો શું વાત કહેવાના હતા?

નિશા- અમે તને કહ્યું હતું ને કે અમે પ્રોબલ્મ સોલ્વ કરી દઈશું.. તો અમે સોલ્વ કરી દીધો છે.

એશા- ગોળ ગોળ વાત નહીં કરીએ સીધી તને વાત કહી જ દઉં... જૈનિકા એ એને કહી દીધુ છે કે રિની અને નમન સાથે નથી રહેતા એમ...

રિની- જૈનિકા એ કોણે આવું કહ્યું?

નિશા- (ગભરાતાં) કોણ હોય એ... જૈનિકા આ વાત બીજા કોણે કહેવાની..!

રિની- હા, એજ કહું છું કે જૈનિકાએ આ વાત કોને કહીં?

નિશા અને એશા- (ગભરાતાં) પરાગ સરને........

રિની- (ગુસ્સો કરતાં) અરે યાર... શું કર્યુ તમે? હવે હું શું કરીશ?


સમર- ભાઈ બહુ સમય પછી આટલી ખુશી થાય છે.. એવું લાગે છે કે બધી સમસ્યાઓ ધીમે ધીમે પૂરી થઈ રહી છે.

પરાગ- સાચી વાત છે તારી...

સમર- ભાઈ હવે સમય આવી ગયો છે નમન અને રિનીના ચેપ્ટરને હંમેશા માટે ક્લોઝ કરવાનો... તમારા અને રિની એટલે કે ‘પરાગિની’ ના ચેપ્ટરને સ્ટાર્ટ કરવાનો સમય આવી ગયો છે.

પરાગ- પરાગિની?

સમર- પરાગ અને રાગિનીનું નામ જોડીએ તો બને ને ‘પરાગિની’!

પરાગ- તું ખરું શોધી લાવે છે... તો હવે રાહ શેની જોવાની..!

સમર- એટલે? તમે શું કરવાં માંગો છો?

પરાગ- (ખુશ થતાં) હમણાં જ જઉં એની પાસે....

સમર- અને તમે એને કહેશો શું? વિચાર્યું તો છેને?

પરાગ- (મોટી સ્માઈલ આપતાં) હું પરાગ શાહ... રાગિની દેસાઈને કહીશ કે શું તું મારી સાથે આખી લાઈફ વિતાવવા તૈયાર છે? વીલ યુ બી માય લાઈફ?

આટલો ખુશ પરાગ પહેલા કોઈ દિવસ નહોતો... ફાઈનલી તેને રિની માટે પ્રેમનો અહેસાસ થયો હોય છે અને તે બહુ જ ખુશ હોય છે. પરાગને આટલો ખુશ જોઈ સમર પણ ખુશ થઈ જાય છે.

સમર- અરે ભાઈ.. થોડી ધીરજ તો રાખો.. આટલી જલ્દીમાં કામ ના લો.. તમે જ વિચારો.. આટલી રાતે કોઈના ઘરે જવું ઠીક રહેશે.? ચાલો તમે જતા પણ રહેશો પણ તમે કહેશો શું એને?

પરાગ- કહેવાનું શું મારા દિલમાં જે છે તે જ કહીશ ને? નમનની મદદથી રિનીએ મને કેટલો જેલેસ કર્યો..! હવે હું મારા દિલની વાત નહીં કહું તો તેને ખબર કેમની પડશે?

સમર- હા, પણ ભાઈ એતો વિચારો કે એને કેટલું ખરાબ લાગશે? તમે એને એવું કહેશો કે તું અને નમન નાટક કરતાં હતા તો એ શું જવાબ આપશે? એને કેટલું ઓકવર્ડ ફિલ થશે..!

પરાગ- હા, એ તો છે..

સમર- પહેલા આપણે જાણી લઈએ કે રિની આ વાત જાણે છે કે નહીં કે તમને બધી વાત ખબર છે.

પરાગ- આ વાત કોની પાસેથી જાણીશું?

સમર- કોઈ એવી વ્યકિત કે જે આપણાને જણાવી શકે કે રિનીને ખબર છે કે નહીં તે... પછી તમે વાત કરશો તો રિનીને ખરાબ પણ નહીં લાગે, તેને ગિલ્ટી ફિલ પણ નહીં થાય..!

પરાગ- હા, પણ આ કામ કોણ કરશે?

સમર- જૈનિકા.....

સમર જૈનિકાને ફોન કરી ફટાફટ તેને પરાગના ઘરે બોલાવે છે.

રિની આ બાજુ એશા અને નિશા પર ગુસ્સો કાઢતી હોય છે.

રિની- યાર... તમે બંનેએ આ બધુ શું માંડ્યું છે? કાલે નમન સાથે રહેવાની વાત અને હવે કહી દીધું બધુ તમે... પરાગની નજરમાં તો કંઈ ઈજ્જત જ નથી રાખી તમે બંનેએ...! હે ભગવાન હવે શું કરું હું?

નિશા- મારી પ્યારી રિની.... ગુસ્સે ના થઈશ... તું બીજી સાઈડનું તો વિચાર.. પરાગએ જાણીને કેટલો ખુશ થશે કે તુંએ આ બધુ એના માટે જ કર્યું હતું..!

રિની- હા, પણ હવે મને કેટલું ઓડ્ લાગશે... તેની સામે જવામાં..!

રિની આટલું કહી બહાર જતી રહે છે.


પરાગના ઘરે જૈનિકા ફટાફટ આવે છે.

જૈનિકા- શું વાત છે પરાગ? કંઈ પ્રોબલ્મ થયો? મને આટલી જલ્દી કેમ બોલાવી?

પરાગ- થેન્ક યુ આટલી રાતે એક કોલ પર આવવા માટે..

જૈનિકા- ઓકે.. સમર પણ અહીંયા છે એટલે કંઈક તો વાત છેજ.. ચલો કહો મને..

પરાગ- હા, શું રિની જાણે છે કે મને બધી વાત ખબર છે?

જૈનિકા- અમ્મમમ... એક મિનિટ વિચારવું પડશે... આમ તો નથી જ ખબર પણ વેઈટ હું પહેલા જાણી લઉં પછી તમને કહું..

જૈનિકા નિશાને ફોન કરે છે.

ફોન ઉપાડતાં જ જૈનિકા નિશાને કહે છે, સોરી નિશા.. આટલી મોડી રાતે ફોન કર્યો..!

નિશા- અરે.. કંઈ નહીં..

જૈનિકા- વાત જ એવી છેને... હા, તો શું રિનીને ખબર પડી ગઈ કે પરાગ બધુ જાણે છે?

નિશા- હા, રિનીને ખબર પડી ગઈ...!

જૈનિકા થેન્ક યુ કહી ફોન મૂકી દે છે.

નિશાને અજીબ લાગે છે કે જૈનિકામેમ ફક્ત આવું પૂછવા જ ફોન કર્યો?

નિશા એશાને કહે છે કે જૈનિકામેમનો ફોન આવ્યો હતો અને આવું પૂછતા હતા... આવું પૂછીને ફોન મૂકી પણ દીધો..! હવે આ શું સમજવું મારે?

એશા- એનો મતલબ... જો જૈનિકામેમને ખબર પડી ગઈ અટલે પરાગને પણ ખબર પડી જ ગઈ હશે..! નિશા હવે આપણે કામથી ગયા... જો રિનીને ખબર પડશે તો તો આ વખતેતો આપણાને નહીં જ છોડે...!


જૈનિકા પરાગ અને સમરને કહે છે, રિની જાણે છે કે પરાગને બધી ખબર પડી ગઈ છે.

જૈનિકા- એક મિનિટ... મૂળ વાત શું છે એ તો મને કહો? ક્યારની જોવ છું હું કે પરાગ મલકાયા કરે છે... કંઈક તો છે... મને તો કહો... ક્યાંક પ્રેમના વાદળ તો નથી વરસતાને.!!! હેં..હેં..

પરાગ- જે હશે એ તને તો નહીં જ કહું.... ખબર નહીં તું કોની બાજુ છે? મારી બાજુ કે એની બાજુ...

જૈનિકા- હું તો કોઈની તરફ નથી... પ્લીઝ યાર... કહેને મને... પ્લીઝ...

સમર- ભાઈ... તમે જૈનિકાને કહી દો.. એ કોઈને નહીં કહે...

પરાગ- ઠીક છે પણ પ્રોમિસ આપ.. તું આ વાત કોઈને નહીં કહે...

જૈનિકા- પ્રોમિસ... હું કોઈને નહીં કહુ...

સમર- ભાઈ હવે કહી જ દો...

પરાગ- હું રિનીને મારા દિલની વાત કહેવાનો છું.. હું એને પ્રપોઝ કરવાનો છું...

જૈનિકા- શું?

પરાગ- (ખુશ થતાં) હા....

જૈનિકા પરાગને ગળે મળી તેને અભિવાદન આપે છે.

જૈનિકા- તું ક્યારે પ્રપોઝ કરીશ એને?

પરાગ- જલ્દી કરી દઈશ...

રિની થોડીવાર બાદ રૂમમાં સૂવા માટે આવે છે કે એશા અને નિશા ફરી તેની સામે ઊભા રહી જાય છે.

રિની- હવે શું કર્યુ તમે બંનેએ?

નિશા ફટાફટ બોલી જાય છે કે જૈનિકામેમનો ફોન આવ્યો હતો તેમને ખબર પડી ગઈ છે કે તું જાણે છે એ કે પરાગને બધી વાત ખબર પડી ગઈ છે અને હવે તો પરાગને પણ ખબર પડી જ ગઈ હશે...!

રિની- આ વાત સાંભળતા પહેલા ભગવાને મને ઉપર લઈ લીધી હોત તો સારું...!

નિશા- અરે આવું કેમ બોલે છે..!

એશા- તારું કામ તો આસાન થઈ ગયુંને.. તારે હવે વધારે નાટક નહીં કરવું પડે અને પરાગ પણ તને એના દિલની વાત કહી દેશે..

રિની નિશા અને એશાને ઓશિકાથી મારે છે..!

નિશા અને એશા રિનીને સોરી કહે છે.

રિની કહે છે, તમારાથી હું વધારે ગુસ્સે પણ રહી નથી શકતી.. ચાલો કંઈ નહીં જે થયું એ.. કાલે જોઈ લઈશ હું કે પરાગ શું કરે છે હવે...!

ત્રણેય જણાં સૂઈ જાય છે.



આવતી કાલ પરાગ અને રિની માટે નવી સવાર લઈને આવશે?

પરાગ તેના દિલની વાત કંઈ રીતે રિનીને કહેશે?

શાલિની અને ટીયા ચોરી બાબતે પકડાઈ જશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ- ૩૮