Daastaan - e - chat - 12 books and stories free download online pdf in Gujarati

Daastaan - e - chat - 12

12



સાંજે પાંચ વાગ્યા પછી જઈશું તું રેડી રહેજે. વિહાન એ ફોન પર આટલું કહી ને ફોન મૂકી દીધો.

સાક્ષી વિચારતી હતી શુ પેરુ. એટલે એના મમ્મી એ કીધું,

" કેમ આટલું વિચારે છે પેરી લે ને કઈ પણ "

" હા "

સાક્ષી રેડી થઇ ને બેસી હતી. એના મમ્મી ક્યારે ના જોતા હતાં સાક્ષી કઈ વિચારતી હતી એટલે એમને પૂછ્યું,

" શું થયું શું વિચારે છે ?"

" કઈ નઈ "

" તો આ મોઢા પર બાર કેમ વાગ્યા છે " સાક્ષી ના મમ્મી એ પૂછ્યું.

" કઈ નઈ થોડો ડર લાગે છે " સાક્ષી બોલી અને આ સાંભળી ને એના મમ્મી હસવા લાગ્યા.

" કેમ હસો છો આમ ?" સાક્ષી એ પૂછ્યું.

" આમ તો તારા થી બધા ડરે છે પણ આજે તું કોઈ ના થી ડરી એટલે થોડું હસુ તો આવી જ જાય ને "

" એવુ કઈ નથી "

" તો શું છે ?" એના મમ્મી એ પૂછ્યું.

સાક્ષી કઈ જવાબ આપે એ પેલા વિહાન નો ફોન આવી ગયો." હું પાંચ મિનિટ માં પોહચું છું. નીચે આવી જા "

સાક્ષી એના મમ્મી ના સવાલ થી બચી ગઈ ને નીચે જઈ ને વિહાન ની રાહ જોતી હતી.

સાક્ષી બ્લેક જીન્સ અને વ્હાઇટ ટોપ માં હતી. મેક અપ કરવાનો તો એને ગમતો નઈ પણ તો પણ એના મમ્મી ના બોવ કહેવા થી થોડો કર્યો હતો. અને એક નાનું પિંક બેગ લઇ ને ઊભેલી હતી.

વિહાન આવ્યો ત્યારે એ જોતો જ રહી ગયો. પણ પછી એને સાક્ષી ને હાઈ કર્યું.

સાક્ષી વિહાન પાસે ગઈ અને બોલી,

" આમ શું બાઘા ની જેમ જોતો હતો ?"

" હું... હું ક્યાં જોતો હતો "

" કેમ પેલી વાર છોકરી ને જોઈ છે કે શુ " સાક્ષી એ કીધું.

" મસ્ત જોક હતો. ચલ બેસ " કહી ને વિહાન એ એની એક્ટિવા ચાલુ કરી.

થોડી વાર સુધી તો બંને માંથી કોઈ પણ કઈ ના બોલ્યું. કદાચ બંને એક બીજા ના બોલવાની રાહ જોતા હતા. છેલ્લે સાક્ષી બોલી,

" તું બુક તો લઈ ને આવ્યો છે ને?"

વિહાન એ સાંભળ્યું તો પણ ના સાંભળ્યું હોય ને એવું જ રાખ્યું. પાંચ મિનિટ થઇ પણ વિહાન કઈ ના બોલ્યો. એટલે સાક્ષી ને લાગ્યું કદાચ ટ્રાફિક ના લીધે એને સંભળાયું નઈ હોય એટલે એને પાછું પૂછ્યું.

" બુક લઈ ને આવ્યો?"

"શેની ?" વિહાન એ પૂછ્યું.

" કંઈ નઈ " સાક્ષી ને આગળ પૂછવું ઠીક ના લાગ્યું.

આખા રસ્તા પર બંને ચુપ હતા સાક્ષી ચુપ બેસેલી હતી. અને એના વાળ હવા મા ઉડતા હતા. વિહાન થોડી થોડી વાર આગળ ના કાચ માથી જોઈ લેતો. સાક્ષી થોડી ગુસ્સા મા લાગતી હતી બુક શેની એવુ પૂછ્યું એટ્લે. પણ વિહાન મન માં ને મન માં બોવ ખુશ થતો હતો.

થોડી વારમાં એક કેફે પાસે એ વિહાને એક્ટિવા ઊભી રાખી.

સાક્ષી ઉતરી ને આજુ બાજુ જોતી હતી. કંઈ નવી જગ્યા લાગતી હતી એને એટલે.

વિહાન સાક્ષી ને કંઈ કહેતો હતો એ પેલા કોઈ નો ફોન આવ્યો.

" હા હું આવું જ છું. પોહચી ગયો " કહી ને વિહાન એ ફોન મૂક્યો.

સાક્ષી ને લાગ્યું કે વિહાન ને કોઇ બીજા કામ માટે જવાનું હસે એટલે એણે કીધું ,

" તારે કામ હતું તો આપડે કાલે પણ મળી સકતે ને ?"

" એવું કઈ કામ નથી " વિહાન એ કહ્યું.

" તો "

વિહાન ને લાગ્યું આ બોવ સવાલ કરશે એટલે એને કહ્યું,

" અંદર જઈએ."

" હમ " સાક્ષી ચુપ ચાપ વિહાન સાથે ચાલવા લાગી.

અંદર કેફે માં એક પણ ટેબલ ખાલી નઈ હતું એટલે સાક્ષી એ વિહાન ને કીધું,
" અહીંયા તો એક પણ ટેબલ ખાલી નથી "

" છે ને છેલ્લું ખૂણા પર નું "

" પણ ત્યા કોઈ છે " સાક્ષી એ કહ્યું.

" આપડે ઊઠાવી દઈશું " વિહાન આંખ મારતા બોલ્યો. અને સાક્ષી તો આગળ કઈ બોલી ના સકી અને વિહાન સાથે ચાલવા લાગી.

એ બંને ત્યા ટેબલ પર પોહચ્યા ત્યારે જે છોકરો બેઠો હતો એ ઊભો થઇ ગયો અને વિહાન ને બોલ્યો,

" ક્યાં રહી ગયેલો? આટલી કોણ વાર કરે ?"

" અબે ટ્રાફિક બોવ હતો "

" ઓહ ઓકે " પેલો છોકરો બોલ્યો.

હજી એ ત્રણેવ ઊભા જ હતા.

" અહીંયા બેસવાનો કઇ વધારે જ ચાર્જ આપવો પડે છે કે શુ ?" સાક્ષી બોલી.

" ના ના બેસો " પેલો છોકરો બોલ્યો.

પેલો છોકરો એની જગ્યા એ બેસી ગયો. સામે ના ટેબલ પર સાક્ષી બેઠી. અને વિહાન એની બાજુ માં બેઠો.

વિહાન જેવો સાક્ષી ની બાજુ માં બેઠો કે પેલા છોકરા એ ઈશારા મા વિહાન ને કઈક કીધું જે ખાલી વિહાન ને જ ખબર પડી. સાક્ષી ને કંઈ જ ખબર ના પડી.

" સાક્ષી આ ટપુ છે ?" વિહાન એ કહ્યું.

" હાઈ સાક્ષી. આઇ એમ તપન " પેલા છોકરા એ સાક્ષી ને હાથ મિલાવતા કહ્યું.

" હાઈ તપન " સાક્ષી એ કહ્યું.

" ટપુ કંઈ ઓર્ડર કર્યું કે નઈ ભૂખ લાગી છે મને તો " વિહાન બોલ્યો.

" આ રહ્યું મેનુ જે ખાવું હોય એ મંગાવી લે " તપન એ કહ્યું.

વિહાન મેનુ જોતો હતો.

" હું આવું પાંચ મિનિટ માં " કહી ને તપન બહાર ગયો.

" આ બેગ મા શુ લઈ ને આવી છે " વિહાન એ સાક્ષી નું બેગ જોતા પૂછ્યું.

" અરે હા એ તો આપતા જ ભૂલી ગઈ. તારી અમાનત " કહી ને સાક્ષી એ બેગ માંથી બુક્સ કાઢી ને ટેબલ પર મૂકી.

" આ કેમ ?" વિહાન પૂછે છે.

સાક્ષી : શું કેમ ?

વિહાન : આ કેમ લઇ આવી ?

સાક્ષી : તારા જેટલી ભુલ્લકડ નથી. બીજા ની વસ્તુ યાદ રાખી ને આપી દેવી જોઈએ.

વિહાન : તો હું કંઈ ભૂલ્લકડ છું ?

સાક્ષી : હા છે જ

વિહાન : કેમનો ?

સાક્ષી : તે મને કીધું હતું બુક લઇ ને આવશે તો ના લાવ્યો ને તું એટલે

વિહાન કઈ આગળ બોલે એ પેલા તપન આવી ગયો.

તપન : આ લે તારી બુક. આ ચક્રમ ઘરે જ ભૂલી ને આવ્યો હતો.

( વિહાન ને ચક્રમ કીધું એટલે એ થોડું ગુસ્સા માં જોતો હતો તપન સામે )

સાક્ષી : ઓહ એટલે તમે ઘરે ગયેલા એ લેવા.

તપન : યાર આમ તમે ના કહે. તું બોલ. અને હું કઈ ઘરે નઈ ગયેલો. લઇ ને જ આવેલો ડેકી મા મુકેલી હતી.

સાક્ષી બુક જોતી હતી.

તપન : અત્યારે જ વાંચી લેવાનો ઈરાદો છે કે શું ?

સાક્ષી : અમ.. ના ના ( કહી ને બુક બેગ માં મુકી દીધી )

વિહાન હજી મેનુ જોતો હતો. એટલે
તપન : સાક્ષી ખબર તને અમુક લોકો મેનુ પણ એવી રીતે જોવે કે એમાં થી એક્ઝામ માં પૂછવા નુ હોય.

સાક્ષી હસવા લાગી.

વિહાન : આમાં નામ જ એવા લખ્યા છે કે કઇ સમજ નઈ પડતી

તપન : આમ લાવ તું.

થોડી વારમાં પછી



તપન : આ સેન્ડવીચ અને આ બે પિત્ઝા

સાક્ષી : હમ

ઓર્ડર આપી ને એ લોકો વાત કરતા હોય છે.

તપન : તારું પેલા મેગેઝિન માં ફોટો આવ્યો હતો એ મસ્ત લખ્યું હતું મે વાંચેલું

સાક્ષી : thank you

વિહાન : તને બોવ યાદ રહે છે એવું બધું.

તપન : હા યાદ તો હોય જ ને

તપન : સાક્ષી તને ખબર આ કેટલો આળસુ છે એ...

વિહાન તપન ને ચુપ રેહવાં ઈશારો કરે છે. પણ તપન આજે ચુપ થોડી રહે. વિહાન ની પોલ આજે ખોલવી હતી એટલે.

સાક્ષી : આમ તમે બંને એક બીજા સાથે શુ વાત કરો છો ?

વિહાન : હું ક્યાં કઈ બોલ્યો

સાક્ષી : તું તપન ને કઈક ઈશારો કરતો હોય એવુ લાગ્યુ.

તપન : હા એ એવુ કહેતો હતો કે કઇ બોલ નઈ તું

( વિહાન એ તપન ને એક લાત મારી 😉 )

સાક્ષી : કેમ ?

તપન : આ છોકરો લોક ડાઉન માં ખાલી સૂતો જ રહ્યો છે. ભાઈ અગિયાર વાગે ઉઠે અને જમી ને પાછા સુઈ જાય. અને એટલી આળસ આવે છે ખાવામાં પણ કે મમ્મી અમુક વાર ઉપર એને રૂમ માં ખાવાનું આપવા આવ્યા.

સાક્ષી હસતી હતી આ સાંભળી ને. અને વિહાન મન માં બોલ્યો આજે તો હું ગયો. આ બંને ભેગા થઈ ને મારી વાટ લગાવી દેશે.

તપન : મમ્મી એ અમને ડી માર્ટ મોકલ્યા હતા તો આ ભાઈ એટલા આળસુ કે શોર્ટ્સ માં જ આવ્યા. કપડા બદલવાનો પણ એને કંટાળો આવતો.

સાક્ષી : એવુ ના હોય. તું સમજ્યો નઈ તપન

તપન : મતલબ ?

સાક્ષી : છોકરી ઓ જોવે ને. એકાદ નંબર આપી જાય તો કામ થઇ જાય ને

આ સાંભળી ને તપન હસવા લાગ્યો.

તપન : વિહાન આજે ખબર પડી તું કેમ શોર્ટ્સ માં આવ્યો હતો એ

વિહાન : એવું કઈ નઈ હતું

સાક્ષી : તો શુ હતું ?

ત્યાં એ લોકો ની સેન્ડવિચ અને પિત્ઝા આવી ગયા.

વિહાન પેલા જ ફોટો પાડવા લાગ્યો પિત્ઝા નો.

તપન : સાક્ષી તો અહીંયા છે ફોટો કોનો મોકલવાનો છે

સાક્ષી : અંજલિ ને

આ સાંભળી ને વિહાન ને ઉધરસ ખાવા ના નાટક કરવા લાગ્યો.એટલે

સાક્ષી : અંજલિ ને નઈ કાજલ ને

વિહાન : કોઈ ને મોકલવાનો નથી ( ફૉન મુકી દિધો.)

સાક્ષી : મોકલી દે. પછી તમારો ઝગડો થશે રાતે. અને નીંદ નઈ આવે

તપન : હા મોકલી દે ( કહી ને તપન અને સાક્ષી એ હાઈ ફાઈવ્ કર્યું )

વિહાન : ખાવા લાગો ને શાંતિ થી

સાક્ષી : તપન કબીર સિંહ ઇઝ બેક

તપન : હા

બધા ખાતાં હતાં વિહાન અને તપન કેચઅપ એટલો ખાતાં હતાં કે એ જોઈ ને સાક્ષી ને લાગ્યું આ લોકો કેચઅપ ખાવા જ આવ્યા છે. 😅😂

વિહાન : તમે બંને પેલા ક્યારે મળ્યા છો ? ( સાક્ષી અને તપન )

તપન : હું ક્યાંથી મળવાનો

સાક્ષી : ના આજે પેલી વાર

વિહાન : તો સારું છે ( કહી ને વિહાન પિત્ઝા ખાવા લાગ્યો )

તપન : કેમ આવુ પૂછ્યું ?

વિહાન : મને તો લાગ્યું આજે તું બધું મારું સાક્ષી ને કહી દેશે.

તપન ( મનમાં ) : ઈરાદો તો એવો જ હતો.

વિહાન : શું બોલ્યો

તપન : કઈ નઈ

જમી ને તપન ને એના ફ્રેન્ડ સાથે જવાનું હતું એટલે એ સાક્ષી ને બાય કહી ને જતો રહ્યો. વિહાન ને હજી થોડી વાર સાક્ષી જોડે રેહવુ હતું એટલે ક્યાં જવું એ વિચારતો હતો.

સાક્ષી એ જોયું વિહાન કઈ વિચારે પણ એને કંઈ પૂછ્યું.

વિહાન : સાક્ષી કોકો પીશે ?

સાક્ષી : કેમ તું બનાવે છે ?

વિહાન : તું ઘરે આવતી હોય તો બનાવું

સાક્ષી : આવીશ કોઈ વાર

વિહાન : ના કોકો નઈ પીવો. આઈસ ક્રીમ ખાવા જઈએ.

સાક્ષી આઈસ ક્રીમ માટે તો કોઈ દિવસ ના કહેવાની હતી નઈ એ વિહાન ને ખબર હતી.

સાક્ષી : ઓકે

બંને આઈસ ક્રીમ પાર્લર પર પોહચ્યાં. વિહાન આઈસ્ક્રીમ લઈ ને આવ્યો.

સાક્ષી ( ખુશ થતા ) : ઓહ ચોકલેટ

વિહાન : હા તને બોવ ભાવે છે ને ?

સાક્ષી : બોવ જ

( વિહાન સાક્ષી ને જોઈ ને ખુશ થઈ ગયો કેમકે સાક્ષી બોવ ખુશ હતી )

બંને એ થોડી વાર વાત કરી ત્યાં થી જતા હતા ત્યારે વિહાન એ એક ચોકોલેટ આપી

સાક્ષી : આ કેમ ?

વિહાન : કેમ ફ્રેન્ડ ચોકોલેટ ના આપી શકે

સાક્ષી : હા આપી શકે ને પણ

વિહાન : પણ બન કઈ નઈ લેવી જ પડશે .

સાક્ષી : ઓકે ( કહી ને ચોકોલેટ બેગ માં મુકી દે છે )

બંને ત્યાં જ ઊભા ઊભા વાત કરતા હોય છે. સાક્ષી એક્ટિવા પર બેસેલી હોય છે અને વિહાન ઊભો હોય છે. વિહાન પુણે અને એની જોબ નું કહેતો હોય છે.

વિહાન : હવે ક્યારે મળીશું ?

સાક્ષી : જોઈએ

વિહાન : હા

પછી બંને એ થોડી સેલ્ફી પાડી. પછી વિહાન સાક્ષી ને મૂકવા ગયો.

રસ્તા માં બંને માથી કોઈ કઈ બોલ્યું નઈ. વિહાન કાચ માથી સાક્ષી ને જોઈ લેતો.

સાક્ષી નું ઘર આવતા એ ઊતરી ગઈ.

સાક્ષી : બાય કબીર સિંહ

વિહાન : બાય કપ કેક

( કપ કેક બોલ્યો ત્યારે એક મસ્ત સ્માઈલ આવી ગઈ હતી સાક્ષી ના ફેસ પર )

સાક્ષી : thank you

વિહાન : કેમ ?

સાક્ષી : એ વિચારજે

વિહાન : ના બોલ

સાક્ષી : બાય કહી ને ઉપર જતી રહી.

વિહાન ઘરે જતા રસ્તા માં એ જ વિચારતો હતો કે સાક્ષી એ thank you કેમ કીધું.

વિહાન ઘરે પોહચયો અને ઘર માં ગયો ત્યારે એના મમ્મી પપ્પા અને તપન ત્યાં જ બેઠા હતા. તપન વિહાન ને જોઈ ને બોલ્યો,

" કેવી રહી ડેટ ?"




સાક્ષી એ thank you કેમ કહ્યું હસે?

તપન ને શું જવાબ આપશે વિહાન ?