Pollen - 40 books and stories free download online pdf in Gujarati

પરાગિની - 40

પરાગિની - ૪૦


શુક્રવારનો દિવસ આવી જાય છે. રિની તૈયાર થઈને નાસ્તો કરતી હોય છે. આશાબેન રિનીને પૂછે છે, તું સેક્રેટરીનું કામ છોડી મોડેલીંગનું કામ કરવા લાગી?

રિની- ના, તો... કેમ?

આશાબેન- આખાં શહેરમાં તારા અને એક છોકરાંનાં જ પોસ્ટર લાગ્યા છે.

રિની- એ મારા બોસ છે અને તે સમયે કોઈ મોડલ નહોતી એટલે નમનનાં કહેવા પર ફોટો પડાવવા પડ્યા...!

નમન- હા, આંટી... રિની તો ના જ કહેતી પણ અમારી પાસે છેલ્લો દિવસ હતો પ્રોજેક્ટ સબમીટ કરવા માટેનો...!

આશાબેન- આમ તો સારી લાગે છે તું...

રિની- થેન્ક યુ મમ્મી...! મમ્મી... હું, એશા અને નિશા બે-ત્રણ દિવસ માટે બહાર જઈએ છે.. ઓફિસનું કામ પણ છે અને ફરવાં માટે પણ.. એશા અને નિશાને પણ લઈ જઉં છું તો કંપની રહે...!

આશાબેન- ક્યાં જવાનાં છો?

રિની પાસે જવાબ હોતો નથી કેમ કે પરાગે કહ્યું નથી હોતું... હવે શું જવાબ આપવો? તે એશા બાજુ જોઈ રહે છે.

એશા સમજી જાય છે તે બહાનું બનાવતા કહે છે, આંટી.. પહેલા મુંબઈ જઈશું.. ત્યાં રિનીને કામ છે એટલે કંપનીનું... પછી ત્યાં જ ક્યાંક ફરીશું...! એના બોસ પણ આવવાના છે, માનવ અને બોસનો ભાઈ સમર પણ આવશે અને હા, જૈનિકા મેમ પણ આવવાના છે.

આશાબેન- માનવ છે તો તો ચિંતા નથી.

રિનીને હાશ થાય છે. નિશાને ત રજા હોય છે જોબ પર તેથી તો ઘરે રહે છે. એશા અને રિનીને ઓફિસ જવાનું હોય છે. રિની બહાર નીકળી એશાને થેન્ક યુ કહે છે ક્યા જવાનું છે તે મમ્મીને કહેવા બદલ..! રિની ફટાફટ ઓફિસ જઈ કામ પતાવી બપોરે ઘરે આવી જાય છે. પેકીંગ થઈ ગયું હોય છે. ત્રણેય બહેનપણીઓ તૈયાર થવાં માંડે છે. આ બાજુ પરાગ, સમર અને માનવ પણ તૈયાર થવા લાગે છે. પરાગ તૈયાર થઈ રિનીને ફોન કરે છે. તેમની ફ્લાઈટ અમદાવાદથી સાંજે સાડા સાત વાગ્યાની હોય છે.

રિની- હા, બોલો...

પરાગ- તૈયાર થઈ ગયા?

રિની- હા.. હમણાં જ થયા..!

પરાગ- અમે અહીંથી નીકળીએ એટલે કોલ કરું.. તમે સામાન લઈને બહાર આવી જજો..!

રિની- હા, ઓકે..!

પરાગ નવીનભાઈ અને દાદીનાં ડ્રાઈવરને ફોન કરી બે ગાડીઓ મંગાવી લે છે. ઘરેથી નીકળતા પરાગ રિનીને ફોન કરી બહાર બોલાવી લે છે.

રિની અને પરાગ એક ગાડીમાં જાય છે અને બીજા બધા બીજી ગાડીમાં જાય છે. બંને ગાડી એરપોર્ટ પર પહોંચે છે. જૈનિકા પહેલેથી એરપોર્ટ પર પહોંચી ગઈ હોય છે. એરપોર્ટ પર ચેકઈન કરી તેઓ મુંબઈની ફ્લાઈટમાં બેસે છે.

રિની- આપણે ક્યાં જઈ રહ્યા છે? કોઈ કહેશે?

સમર- અરે... રિની... તું હવે એન્જોય કર બસ...

પરાગ- મુંબઈ જઈને ખબર પડી જશે...!

પરાગનું નસીબ પણ જોર આપી રહ્યું હોય છે તેની અને રિનીની સીટ બાજુ બાજુમાં જ આવે છે.

ફ્લાઈટમાં રિની-પરાગ, સમર- નિશા- જૈનિકા અને માનવ-એશા એવી રીતે બેસે છે.

રિની- શું વાત છે? તમે આજ કાલ મારી સાથે લડતા નથી.. હસીને વાત કરો છો.. એ પણ એકદમ રોમેન્ટિક થઈને...?

પરાગ- બસ કાલ સાંજ સુધી રાહ જો.. પછી તારા સવાલનાં બધા જ જવાબ મળી જશે..!

પરાગ રિનીને આંખ મારે છે. પરાગ તો ઈચ્છતો હોય છે કે ફટાફટ પહોંચીને રિનીને તેના મનની વાત કહી દવ..!

એરોપ્લેન ટેકઓફ થાય છે. રિની અને પરાગ ખૂબ વાતો કરે છે...! પરાગને તો મન થાય કે હમણાં જ રિનીનો હાથ પકડી અહીં જ સફર ચાલુ કરી દઉં પણ કંટ્રોલ કરે છે.. તો પણ વાત કરતાં વચ્ચે વચ્ચે તે રિનીનાં વાળ સરખાં કરતો, રિની પાણી પીતી તો તેને ટીસ્યુથી સાફ કરી આપતો..! રિનીને પણ સારું લાગતું હતું પરાગ સાથે..!

કલાક બાદ... તેઓ મુંબઈ પહોંચે છે. હવે બીજી ફ્લાઈટનું બોર્ડિગ કરવા જવાનું હોય છે બોર્ડિંગ પાસ મળ્યા બાદ રિની, એશા અને નિશાને ખબર પડે છે કે તેઓ સેશેલ્સ (Seychelles) જઈ રહ્યા છે.

રિની- ઓહ... વાઉવ... આપણે સેશેલ્સ જઈ રહ્યા છે?

પરાગ- હા...

એશા- બહુ જ સુંદર જગ્યા છે..!

માનવ- હા, તું સાથે હોય તો સુંદર જ હોય ને...!


( સેશેલ્સ એક દેશ છે જે ત્રણ અલગ ટાપુઓનો બનેલ દેશ છે. તે આફ્રિકાની નજીક આવેલો છે. આ જગ્યા પણ માલ્દીવની જેમ વાદળી રંગના પાણી માટે જાણીતો છે. અહીં ખાસાં એવા બીચ છે જોવા માટે જ્યાં તમે ફરી શકો, વોટર સ્પોર્ટસ કરી શકો છો. )


પરાગ પહેલાં માલ્દીવ જવાં માંગતો હોય છે પણ તે વિચારે છે કે મેરેજ પછી જઈશું... તેને તેના એજન્ટ સાથે વાત કરી આ જગ્યા નક્કી કરી હોય છે. તેને બધી જ તૈયારીઓ કરાવી રાખી હોય છે. મુંબઈથી સેશેલ્સની ફ્લાઈટ રાત્રે અગિયાર વાગ્યે હોય છે.

ફ્લાઈટનો સમય થતાં સાતેય જણાં ફ્લાઈટનાં તેમની સીટ પર ગોઠવાય છે. આ ફ્લાઈટમાં પણ પરાગ અને રિનીની સીટ તેમનાં કરતાં આગળ હોય છે.

રિની- બર્થ ડે માટે આટલી દૂર શું કરવાં જવાની જરૂર હતી.. આપણે ત્યાં જ ક્યાંક મનાવી લેતેને...!

પરાગ- મેં તને કહ્યું હતું કે એ દિવસ મારો હશે તો એને ખાસ બનાવવા કંઈક ખાસ જ કરવું પડેને...!

રિની- હા, પણ...

પરાગ રિનીના હોઠ પર આંગળી મૂકી દે છે.

પરાગ- મારે તને ત્યાં લઈ જવી છે અને મને એ જગ્યા ગમી ગઈ એટલે બૂક કરાવી દીધી..!

રિની આંખથી હા નો ઈશારો કરે છે. ફ્લાઈટ ટેકઓફ થાય છે... થોડીવાર બાદ જમવાનું પણ આવી જાય છે. પરાગ અને રિની જમીને વાતો કરે છે. રિની તો વાતો કરતાં કરતાં સૂઈ જાય છે. પરાગ જોઈ છે કે રિની સૂઈ ગઈ છે. પરાગ એર હોસ્ટેસ પાસે બ્લેન્કેટ મંગાવી રિનીને ઓઢાડે છે. પરાગ રિનીની સીટ થોડી પાછળથી કરે છે જેથી રિનીને સૂતા ફાવે.. રિની પણ પગ સીટ પર પરાગ બાજુ મોં કરી ટૂટીંયું વાળીને પરાગનો હાથ પકડી સૂઈ જાય છે. પરાગ બીજા હાથથી રિનીના વાળ સરખાં કરે છે અને તે પણ રિની બાજુ ફરીને રિનીને જોયા કરે છે.. રિનીને જોતા જોતા પરાગ પણ સૂઈ જાય છે. પાંચ કલાક બાદ અનાઉન્સમેન્ટ થતાં પરાગ ઊઠી જાય છે. પરાગ તેની ઘડિયાળમાં જોઈ છે સવારનાં સવા ચાર વાગ્યાં હોય છે. દસ મિનિટ બાદ તેમની ફ્લાઈટ લેન્ડ થવાંની હોય છે. પરાગ રિની ગાલ પર હાથ ફેરવી તેને ઊઠાડે છે, રિની.. ઊઠો ચાલો.. ફ્લાઈટ લેન્ડ થવાંની છે..!

રિની ઊઠે છે. પરાગ રિનીને જોઈ જ રહે છે.. રિની ઊંઘમાંથી ઊઠી હોય છે અને બહુ જ ક્યૂટ લાગતી હોય છે.

પરાગ- હેપી બર્થ ડે રિની...! મે ઓલ યોર વિસીશ કમ ટ્રુ.. એન્ડ મે ગોડ બ્લેસ યુ..!

રિની- થેન્ક યુ સો મચ સર..!

પરાગ- આપણે ફરવાં આવ્યા છે તો સર નહીં... ફક્ત પરાગ..!

રિની હસીને હા કહે છે.

રિની તેના હેર સરખાં કરે છે. પરાગ પણ વાળ સરખાં કરે છે.

દસ મિનિટ બાદ તેમની ફ્લાઈટ લેન્ડ થાય છે. નીચે ઊતરી બધા રિનીને બર્થ ડે વિસ કરે છે. રિની બધાનો આભાર માને છે.

બધા રિસોર્ટ પર પહોંચે છે. રિની, એશા અને નિશા એક જ રૂમમાં રોકાય છે. જૈનિકાનો રૂમ અલગ હોય છે. સમર અને માનવ એક રૂમમાં અને પરાગ તેની અલગ રૂમ લે છે.

પરાગ- દસ વાગ્યે બધા અહીં જ ભેગાં થઈશું.... ત્યાં સુધી આરામ કરો..! બધા પોત પોતાના રૂમમાં જઈ આરામ કરે છે.

દસ વાગ્યે બધા રિસેપ્શન પર ભેગા થાય છે. પરાગ તો રિનીને જ જોયા કરતો હોય છે. રિનીએ બ્લેક ટોપ અને ડેનિમનો શોર્ટ પહેર્યો હોય છે. એશા અને નિશા પણ સરસ લાગતા હોય છે.

નિશા- આપણે અત્યારે ક્યાં જવાનું છે?

પરાગ- અહીંયા ફરવાનું છે ત્યાં જઈશું.. અને પછી બીચ પર..!

એશા- ઓહ... બીચ પર.. મજા આવશે..!

તેઓ મેઈન સીટીમાં ફરવાં જાય છે. ચારેય છોકરીઓ શોપિંગ કરવાં જતી રહે છે.

સમર- આ છોકરીઓને કહેવાનું જ નહોતું શોપિંગનું.. હવે કલાક અહીં બગાડશે..! એટલાંમાં જ ચારેય ગર્લ્સ બીજા કપડાં પહેરીને ત્યાં આવે છે. પરાગ સમર અને માનવને કહે છે, રાહ નહીં જોવી પડે... સામે જુઓ..!

ચારેય ગર્લ્સએ ત્યાંના ફેમસ કપડાં પહેર્યા હોય છે પણ વેસ્ટર્ન સ્ટાઈલમાં હોય છે. જૈનિકાએ ઘૂંટણ સુધીનું વનપીસ પહેર્યુ હોય છે. નિશાએ મેક્સી જેવું પટ્ટીવાળું લોંગ ગાઉન પહેર્યુ હોય છે. એશાએ સ્પગેટી ટોપ અને નીચે શોર્ટ પહેર્યો હોય છે અને રિનીએ શોલ્ડરથી પટ્ટીવાળું જમ્પશુટ પહેર્યુ હોય છે. ખાસ વાત એ હોય છે કે ચારેયનાં કપડાં એક જ ડિઝાઈનનાં હોય છે અને એ પણ સફેદ કલરમાં..! સમર નિશાને, માનવ એશાને અને પરાગ રિનીને જોઈ જ રહે છે. ચારેય ગર્લ્સ ખૂબ જ સુંદર લાગતી હોય છે.

બધા ફરીને આવીને લંચ કરી તેઓ તેમની રૂમમાં જાય છે ફ્રેશ થવાં...!

જૈનિકા રિનીની રૂમમાં જઈને એક મોટું બોક્સ રિનીને આપતાં કહે છે આ ગીફ્ટ મારા તરફથી છે.. રાત્રે આ પહેરીને તારે ડિનર પર આવવાનું છે. હમણાંનાં ખોલતી... હમણાં બીચ પર જવાનું છે લેટ થશે... ચાલો...!

ચારેય જણાં બીચ પર જવાં નીકળે છે. પરાગ તેમને રોકે છે.

પરાગ- હેય ગર્લ્સ... વેઈટ... બીચ થોડો દૂર છે તો સાઈકલ પર જવાનું છે.

જૈનિકા- વાહ.. મજા આવશે... એક કામ કરીએ... રેસ લગાવીએ ચાલોને... મજાની મજા પણ થઈ જશે..!

પરાગ- નોટ અ બેડ આઈડિયા..!

પરાગ સમર અને માનવને બોલાવી લે છે.

જૈનિકા- પણ સાઈકલ કપલમાં ચલાવવાની..!

એશા- એટલે?

જૈનિકા- એક સાઈકલ પર એક કપલ... પરાગ-રિની, મનાવ-એશા અને સમર-નિશા... અને હું એકલી આવીશ..!

સમર- મજા આવશે..!

રિસોર્ટના સાઈકલ સ્ટોર પરથી તેઓ રેન્ટ પર ચાર સાઈકલ લે છે. રિની પરાગની આગળ એક સાઈડ પર પગ કરી સાઈકલ બેસી જાય છે, એશા પણ તેવી જ રીતે માનવની આગળ બેસી જાય છે. નિશા સમરની પાછળ બેસે છે. જૈનિકા એકલી તેની સાઈકલ લઈ નીકળી જાય છે. રેસ ચાલુ થાય છે. પરાગ અને રિની આગળ હોય છે પણ પછી માનવ અને નિશા આગળ આવી જાય છે. જૈનિકા થાકી જતાં તે વચ્ચે જ ઊભી રહી જાય છે. અંતમાં સમર અને નિશા આગળ આવી જાય છે અને તેઓ જીતી જાય છે.

નિશા- યે.... સમર.. વી વોન..

સમર- યસ...

એશા નકામો ગુસ્સો કરતાં માનવને કહે છે, જો હું ચલાવતોને તો આપણે જ જીતી જતે..!

માનવ- એ બધુ મૂકને.. મને તો તારી સાથે બહુ જ મજા આવી..!

માનવ એશાને હગ કરીલે છે.

રિની પરાગ બાજુ જોઈ તેનું મોં બગાડે છે.

પરાગ- શું થયું?

રિની- આપણે જીતવાનું હતુને આપણે જ પાછળ રહી ગયા..!

પરાગ- એક ગેમ જ તો હતી.. આપણે ગેમને એન્જોય કરીને.. બસ તો..!

પરાગ તેનો હાથ આગળ કરતાં રિનીને કહે છે, આપણે એકબીજાની સાથે છીએ તો કેવી હાર.. આવું સાંભળતાં જ રિની સ્માઈલ આપે છે અને પરાગનો હાથ પકડી સાઈકલ પરથી નીચે ઊતરે છે.

બધા બીચ પર પહોંચે છે. બધા પોત પોતાની રીતે ફરતાં હોય છે.

પરાગ અને રિની દરિયાનાં કિનારા પર ચાલતાં ચાલતાં વાતો કરતાં હોય છે.

પરાગ- આ ડ્રેસ તારી પર સારો લાગે છે.

રિની- થેન્કસ

પરાગ- બીજા હું લઈ લઈશ તારી માટે.. મને બહુ ગમ્યા..!

રિની- કેમ?

પરાગ- એમ જ..!

બંને વાતો કરે છે. સાંજ સુધી તેઓ બીચ પર જ સમય વિતાવે છે.

સાંજ પડતાં તેઓ પોત પોતાની રૂમમાં પહોંચે છે. ફ્રેશ થઈ બધા તૈયાર થવાં લાગે છે.


પરાગે રિની માટે શું પ્લાન કર્યુ હશે?

પરાગ રિનીને કેવી રીતે પ્રપોઝ કરશે?

જાણવાં માટે વાંચતા રહો અંતિમ ભાગ - ૪૧