Second innings Mansukhlal part - 1 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 1

એક ચર્ચા ચાલું થઈ. પપ્પા ને આ ઉંમરે કેમના આવા અભરખા થયા? કઈ સમજ પડતી નથી. મોટા ભાભી ચીડ માં બોલ્યાં. ડાકણે જાદુ ટોણો કર્યા લાગે છે. બાકી પપ્પાજી તો સાવ ભોળા હતાં.
ખબર નથી પણ આ બાઈ ભેગી ક્યાં થઈ અને નજીક કયારે આવી ગઈ? મનસુખલાલ નો મોટો દિકરો નિશાંત પોતાના પિતાનાં આ કૃત્ય પર ગુસ્સામાં હતો.
મોટાભાઈ એમા તમારો દોષ છે. આ બલા તમારાં પડોશના ફલેટ ની છે!! મનોજે સૂર પુરાવ્યો.
શું? શું વાત કરે છે? મારા ફલેટ ની બાજુ સુમન ફ્લેટમાં રહે છે?
હવે એમા આટલા પ્રશ્નાર્થ શેના કરો છો!! કાજલ વહું ભડકી ગયાં. બંને સવારનાં વોક માં ભેગા થયાં ને એકબીજાની એકલતા શેર કરતાં ગયાં, તેમાં કુંવારી ડોશી માં ને વિચાર આવ્યો કે કેમના આપણે જ એક બીજા નાં આધાર બની જઈ એ?
મનસુખલાલ નાં બે દિકરા તેમની બે પુત્રવધૂ અને મોટો દિકરા નો દિકરો સૌમ્ય અને નાના ભાઈ ની દિકરી ભૂપાલી હાજર હતાં. ભેગા થવાનું સ્થળ મોટાભાઈ નું ઘર હતું. અને મનસુખભાઇ ને હાલ રાખવાં નો ત્રણ મહીના નો વારો મોટાં દિકરા નિશાંતભાઈ ને ત્યાં હતો.
આજ મનસુખલાલ સવારે કહી ને ગયાં કે હવે મારે તમારી સાથે નથી રહેવું. મારે બે દિકરા નાં ઘરે વહેંચાઈ ને મારી જીન્દગી નથી વિતાવી, હવે હું ફરી મારૂ સાણંદ નું ઘર કે જે તમારી લાગણી ના વહેણમાં બંધ કરીને રાખ્યું છે તે હવે ફરી શરૂ કરૂ છું. હું અને વિમળા ત્યાં રહેવા જઈએ છે.
અને હા મારી ચિંતા ના કરતાં મેં વિમળા સાથે લગ્ન કરી લીધાં છે, તમારાં માટે નવી મમ્મી નથી લાવ્યો, મારાં માટે નો સહારો લાવ્યો છું. આટલું બોલતાં મનસુખલાલ ગળગળા થઈ ગયાં.
અરે પપ્પા સમાજ શું કહેશે? અમારે લોકો ને શું કહેવાનું? તમે ભાંગ તો નથી પીધી ને? મોટા દિકરો નિશાંતભાઈ એ અણગમો રજુ કર્યો.
ના નિશાંત તને યાદ છે, મમ્મી ને ગુજરી ગયા ને કેટલા વર્ષે થયા? મનસુખલાલે સવાલ કર્યો.
હા ત્યારે સમજોને કે હું સાતમાં ધોરણમાં અને મનોજ પાંચમા ધોરણમાં હશે. એટલે લગભગ 26 વર્ષ થયા મમ્મી ને ગુજરી ગયા ને!!
તો? નિશાંતે તોતેર મણ નો તો? મુકયો!!
હુ ૨૬ વર્ષ થી એકલો જીવી રહ્યો છું તમે બંને નાના હતાં ઓરમાન મમ્મી લાવું તમે કદાચ દુઃખી થઈ જાવ તે ડર થી મે બીજા લગ્ન ના કર્યા. બેટા તારી મમ્મી ના અવસાને હું ૩૯ વર્ષે નો હતો. નાની ઉંમરે લગ્ન કર્યા, બે વર્ષ તું આવ્યો, અને એના પછી મનોજ ને જન્મ થયો. સાણંદ ટીચર ની નોકરી કરી તમને ભણાવ્યા લગ્ન કરાવ્યા. મે મારી તમારી તરફ ની બધી ફરજ પુરી કરી, હવે હું આ તમારાં ત્રણ મહીના નાં વાળા થી થાક્યો છું.
મને પણ કોઈ મારી વાત સાંભળે, મારી જોડે બેસે અને મારી કાળજી રાખે તેવા વ્યક્તિની જરૂર હતી. વિમળા મારાં માટે યોગ્ય હતી. તેને વિધવા થયા ને ૨૦ વર્ષ વિતી ગયાં છે. અંદરો અંદરથી મન હળવું થતું નહોતું. અમે ગાર્ડનમાં મળતાં, હાસ્ય દરબારે મુલાકાત થતી, પરિચય થયો અંતે બંને ની તકલીફ સરખીજ હતી. તેમાંથી શાંતિ ની શોધ માટે અને એકમેક નો સહારો મળે માટે આ નિર્ણય કર્યો છે. હવે હું તમાંરા પર બોજારૂપ નહીં રહું.
પણ પપ્પા તમારે અમને જાણ તો કરવી હતી. અમને કયા તમે નડી રહ્યાં છો. આ ખોટું થઈ રહ્યું છે. સવારે જ નિશાંતે પપ્પા જોડે ઘણી જીભાજોડી કરી હતી. પપ્પા હવે સ્વીકારવા તૈયાર નહોતાં. તેમને ઘરમાં થી શોધી શોધી તેમનો સામાન બાંધ્યો, વિમળા ને બંને સાથે ઓલે ગાડી બોલાવી સાણંદ તરફ પ્રયાણ કર્યું. બધા મિત્રો એ ત્યાં મળવા આવવાને કોલ દીધાં.
વર્ષો થી જુનું બંધ પડેલ ઘર જાણે મનસુખલાલ ની રાહ જોતું હતું. રજીસ્ટર્ડ લગ્નવિધિ તો પહેલા ગાર્ડન મિત્રો ની મદદ થી રચાઈ ગઈ હતી.
પપ્પા જતા રહેતા નિશાંતે મનોજ ને બોલાવી રાત્રી મીટીંગ યોજી હતી. પપ્પા ના આ કૃત્ય ને ઘર ના મોટેરા એ વખોડી કાઢી હતી. પણ દિકરો સૌમ્ય અને નાની દિકરી ભૂપાલી દાદા ના પક્ષમાં હતાં.
મીટીંગ ઉગ્રતા થી ચાલી રહી હતી. વાત હતી મિલકતના ભાગ નું શું? બંને ભાઈ ને સમાજ ની વિપદા કરતા મિલકત ની વહેંચણી ની વિપદા હતી. આ નવી મમ્મી આવી તો પપ્પા નાં બધાં રૂપિયા સાણંદ નું ઘર તેલાવ ગામની ની એક વિધા જમીન અને દર દાગીના કોણો પહેલો હક્ક થશે?
મોટાભાઈ કાયદો તો પપ્પા પછી કાયદેસર ની પત્ની ને જ બધુ આપે. આપણે આટલાં વર્ષ પપ્પા ને રાખ્યાં સાચવ્યાં અને મિલકત કાલ આવેલા પેલા નવી મમ્મી ની?? મનોજ નાં સ્વરમાં કંપન હતું જાણે કોઈ છેતરી ગયાં નો ભાસ થતો.
ના..ના.. એવું ના થાય એતો હવે આપણે પપ્પા ને કહેવું પડે કે અમારા બેના ભાગ નું શું? નિશાંતભાઈ ની વાતમાં આત્મ વિશ્વાસ ઓછો હતો.
અરે પપ્પા આ મિલકત મિલકત શું કરો છો? જરા વિચાર કરો દાદા 26 વર્ષે થી એકલા રહેતા હતાં. તે તેમની વેદના કેટલી હશે. અને તેમને મળેલા સંગાથ ને આપણે ઉમળકા ભેળ સ્વીકારી લેવો જોઈએ. સૌમ્ય ની વાત માં દર્દ હતું. મોટેરા ની વાતો સાંભળી માયુસ થઈ ગયો હતો.
ક્રમશ

વડીલો ના આથમતાં જીવન ને તાદસ કરવાં આ વાર્તા લખી છે. આ દરેક નાં જીવનમાં આવશે. મનસુખલાલ ના જીવન ને આગળ જતાં સમજવાં ની કોશીષ કરીશું.