Second innings Mansukhlal - 3 books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 3

દિકરા ને સમજદારી દાખવી હોત તો કદાચ મનસુખલાલ વધારે ખુશ થાત ખેર ભાગ-3 માં આગળ


નિશાંત અને મનોજે પપ્પા ની એકલતા જોઈ છે નાના હતાં ત્યારે એકજ પલંગ માં સાથે સુતા મોટા થયા છે. મા નો પ્રેમ ઓછો જોયો પણ પિતાનું વાત્સલ્ય હુફ પ્રેમ નિષ્ઠા તો પિતા ની વરદાન રૂપ મળી હતી.
નિશાંત અને મનોજ જેમ જેમ મોટાં થયાં તેમ તેમની પિતા ની વેદના ની નોંધ થતી. જે વાત છોકરાઓ જોડે નહોતાં કરી શકતાં તે વાત માટે તેમને ગામમાં કોઈ ને શોધવા જવું પડે. ફુવા ને ફૈબા ગામમાં જ હતાં એટલે તેમની સલાહ ઘરમાં ચાલતી.
બંને દિકરા ને ભણાવ્યા. મનોજ નું ભણવાનું પુરૂ થતા મનોજ સાણંદમાં ફેક્ટરી માં નોકરી એ લાગ્યો. તુરંત મનોજના લગ્ન લેવાયા.
અરમાન દરેક નાં પોતાના ઘરને જીવંત કરવાના હોય, ઘરમાં એક સ્ત્રી હોય તેજ ઘર ને જીવંત રાખી શકે. મનસુખલાલના ઘરે પત્નીના અવસાન પછી પહેલી સ્ત્રી કાજલ વહુ રૂપે આગમન થયું. બધા ને થયું હવે ઘર હતું, પણ ઘર જેવું નહોતું, હવે ઘર ઘર જેવું લાગશે.
મનસુખલાલ ચિંતાગ્રસ્ત હતાં. કારણ વહું આવ્યા પછી રસોડું તેમનાં થી છિનવાઈ જવાનું હતું. સાણંદમાં માસ્તર હતા એટલે ઘરમાં પણ માસ્તરગીરી આવે તે સ્વાભાવિક હતું.
બંને દિકરાને રોટલી દાળ ભાત શાક અને સાંજે ખીચડી ભાખરી ને દૂધ આ ક્રમ. ફરસાણ બનતું મનસુખલાલ ને ભાવતું ફરસાણ બનતું!! ભજીયા!! મનસુખલાલ ને બનાવતા આવડતા જેમાં છોકરાઓ ને રસ પડતો નહી. ભાજીપાંઉ,ઢોસા,કટલેસ પંજાબી, ચાઈનીઝ ખાવા માટે બંને ભાઈ અઠવાડિયા માં એક દિવસ ફૈબા ના ઘરે જતાં. તેમને ત્યાં રૂચતું નહોતું પણ ચટકા ને કારણે મન મનાવી લેતા. હંમેશા ફૈબાને ત્યાં મા વગરનાં દિકરા શબ્દો નો પ્રયોગ થતો, જે નિશાંત અને મનોજ માટે કઠીન હતો. મનસુખલાલ સમજી જતાં કયારેક અમદાવાદ લઈ જતાં હોટલનું જમાડતા. છોકરા ખુશ કરવા બે રમકડાં અપાવી તેમને પોતાના છે અને તમારૂ ધ્યાન રાખવા આ મનસુખ જીવતો છે તે મનથી અહમથી જાહેર કરતાં.
હવે વહું આવ્યા પછી બધું બદલાતું જતું હતું. જમવાનું મેનુ વહું અને નિશાંત નક્કી કરતાં. ફરસાણ વધતું જતું.
નિશાંત જે કંપનીમાં નોકરી કરતો હતો તેના કામ અને સુઝ ને કારણે ફેકટરી થી અમદાવાદમાં મુખ્ય ઓફિસ માટે ઓફર મળી. પગાર વધારો અને ઘર ભાડા પેટે રૂપિયા આપશે.
મનસુખલાલે નિશાંત ને અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું. તેનાં માટે ઘરવખરી ને જોઈતું આપી રવાના કર્યાં. કાજલ વહું પપ્પા ને સાચવતા તેમને પણ દુઃખ જતાવતા. અમદાવાદ અમે સેટ થઈ જઈએ પછી પપ્પાજી તમે આવી જજો. રજુઆત કરી. ગામડા ની દિકરી હતી, હજી શહેર નું પાણી તને સ્પર્શયુ નહોતું.
નિશાંત જતાં મનસુખલાલ નાં હાથમાં ફરી રસોડું આવી ગયું. મનોજે કોલેજ અમદાવાદ માં કરવાની હઠ પકડી અને નિશાંત નાં ગયાં પછી મનોજ છ મહિનામાં ભાઈ ભાભી ભેગો અમદાવાદ રહેતો.
મનસુખલાલ છોકરા ની પ્રગતિમાં બાધારૂપ ના થતા બંને દિકરા ને સીટી ની હવા રંગ લાવતી ગઈ. ઘણીવાર શનિ રવી કે રજા ના દિવસે નિશાંત ના ઘરે પૌત્ર સૌમ્ય ને રમાડવા જતાં પણ નિશાંત ને કાજલ વહું ને હવે થોડું ઓછુ ગમતું.
તોય નિશાંત પપ્પા જોડે રાત્રે બેસતો ગામ ની વાતો થતી મનોજ માટે છોકરી ની વાતો ચાલતી મનસુખલાલ સાણંદ તેમના સહ કર્મચારીઓ ની દિકરી સાથે વાત કરવાની વિચારમાં હતાં. ત્યાં કાજલ વહું એ ધડાકો કર્યો મનોજભાઈ એ મારી દેરાણી શોધી લીધી છે.
મનસુખલાલ કઈ બોલ્યા વગર તે દિવસે સાણંદ પાછા ફળ્યાં. પાછળ પાછળ નિશાંત કાજલ વહું અને મનોજ સાણંદ પહોંચ્યા મનસુખલાલ ને કઈ તકલીફ નહોતી. છોકરી ઘરરખ્ખુ હોય, સંસ્કારી હોય તો સારૂ. મનોજ નોકરી તો શોધવી પડશે ને!! પછી વિચાર કરીએ ને?
મનોજે આખો પ્લાન મુકયો. નલિની નાં પપ્પા ને કાપડ નો વેપાર છે. અને હું ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરૂ છું. ત્યાં મુલાકાત નલિની સાથે થઈ અને અમે પ્રેમ માં પડયા. જીવનભર સાથે રહેવાનાં કોલ દીધા.
પણ ઘર કેમનું ચાલશે? તું સાણંદ આવી જા તો મારાં પગાર અને અહીં ફેકટરી માં નોકરી કરે તો વાંધો નહી. બાકી શહેરમાં ખર્ચા ના નીકળે મનોજ.
અરે પપ્પા તમે તેની ચિંતા ના કરો, હું નલિની નાં પપ્પા ને મળ્યો છું. તેમને મનોજ અને નલિની લગ્ન કરે તેમાં કોઈ આપત્તિ નથી. વળી નલિની એકની એક દિકરી છે. નલિની નાં પપ્પા એ મનોજ માટે નોકરી છોકરી ને ઓટલા નો પ્રબંધ કરવા ની જવાબદારી લીધી છે. નિશાંતે અમદાવાદ મનસુખલાલ ની ગેરહાજરીમાં લગ્ન ની ધણી બધી વાતો પાક્કી કરી લીધી હતી. મનસુખલાલ ને ખાલી હાજરી આપવાની હતી. મનસુખલાલ ગમ ખાઈ ગયાં.
ઠીક ત્યારે તમને ગમ્યું તે તમને મુબારક પણ ભાઈ મનોજ ઘરઘાટી ના બનતો. સોરી સોરી ઘરજમાઈ ના બને તો સારૂ એમ કહેવા જતો હતો. મનસુખલાલે જે કહેવાનું હતું તે કહી દીધુ. મનોજ લગ્ન કરી અમદાવાદ સેટ થઈ ગયો હતો.
ક્રમશ

મનસુખલાલે સુખ જોયું નહોતું તેમને પોતાનું જીવન દિકરાને સમર્પિત હતું. પણ જયારે દિકરાની ફરજ આવી ત્યારે શું થયું આગળ ના ભાગ મા જોઈશું.