Unknown love books and stories free download online pdf in Gujarati

અજાણ્યો પ્રેમ

******** એમ તો એનું નામ દાનિસ પણ એને બધા રાજા કહીને બોલાવતા હતા. અને કેમ ન કહે એના કબીલામાં / સમાજમાં ભાગ્યે જ કોઈની પાસે હોય એટલી સંપતિ એને વારસામાં મળવાની હતી. અબજો માં તો નહિ પરતું એના પિતાએ લાખોમાં તો કમાવ્યું જ હતું. અને બધાને ખબર હતી કે એ બધું પાછળથી એને જ મળવાનું હતું. એટલેજ અત્યાર સુધીની એની જીંદગી બેફિકરી અને મોજ મસ્તી માં જ વીતી હતી. પણ કેહેવાય છે ને કે કઈ ગુમાવ્યા વગર લાઈફ કોઈને કઈ પણ આપતી નથી. એનું પણ એવું જ હતું ગમે તેટલી ધન દોલત હોય પણ નીતિ નિયમો તો કબીલાનાં જ હોય પછી એ ગરીબ હોય કે લખપતિ, કબીલા થી વિરુધ જવાની કોઈ બારી કે દરવાજો કોઈના માટે ન હતો. પછી ભલેને બધા એકવીસ મી સદીમાં જ કેમ ન જીવતા હોય? અને ગમેતેટલી આધુનિક સુખ સહાબીમાં જ ન જીવતા હોય. એટલેજ આજે બધું હોવા છતાં એ દુખી હતો. આજે બપોરે એના લગ્ન થવાનાં હતા. એક માલદાર પિતા પોતાના દીકરાના લગ્ન જે રીતે કરે એ જ રીતે એના લગ્ન થવાના છે. બધા લોકો એની આગળ પાછળ ફરે છે પણ એનું મન તો હિમાલયની બર્ફીલી પર્વત માળા માં આવેલ એક નાનકડા જંગલ જેવા વિસ્તારમાં ફરે છે જ્યાં એ એક વર્ષ પહેલા મિત્રો સાથે ફરવા ગયો હતો. એક દિવસ એને જંગલમાં રહેતા લોકો જેવા કપડા પહેર્યા હતા. અને કઈક લોકગીત ગાતો ગાતો એ એની મસ્તીમાં જતો હતો. એના હાથમાં સફેદ કલરનાં ફૂલો હતા, જે એ ખબર નહિ પણ કેમ સાચવી રાખતો હોય એમ મજબૂતીથી પકડી રાખ્યા હતા. અચાનક ત્યાં એની સામે એક જંગલી પ્રાણી આવી ગયો, અચાનક આવી ગયેલ પ્રાણીથી એ ગભરાઈ ગયો. એ જંગલી પ્રાણી એની ઉપર હુમલો કરે એ પહેલાજ કોઈએ છોડેલ તીરથી એ પ્રાણી નીચે પડી ગયો. એને પાછળ ફરીને જોયું. એક ખેડૂત કન્યા એના હાથ માં તીર કામઠું લઈ ને ઉભી હતી. અને દાનિસ ને જોઈ સહજ ભાવે હસી. બન્ને કોઈ અદશ્ય શક્તિથી પ્રેરિત થઇ કેટલીક વાર એક બીજા સામે જોતા રહે છે. પેલા સફેદ ફૂલો કેમ સાચવી રાખવાનું મન થતું હતું એ હવે દાનિસને સમજાયું. એ ફૂલો દાનીસે સામે ઉભેલ ખેડૂત કન્યાને આપ્યા. અને જાણે એ ફૂલોની રાહ જોતી હોય એમ એ કન્યા ફૂલો લઇને ત્યાંથી ભાગી ગઈ.

આજે એ વાતને તો વરસ થવા આવ્યો પરતું એ વાત ભુલાતી ન હતી કારણ કે જે છોકરીને એને જોઈ હતી એનું ચિત્ર એની આંખો અને હ્રદયમાં ઉતરી ગયો હતો જે જે ભૂલવું મુશ્કેલ થતું હતું. દાનિસ બધાની વચ્ચેથી ઉભો થઇ ને એના રૂમમાં આવ્યો અને ચિંતાથી આતુર થઇને આમ તેમ ફરવા લાગ્યો. આજે એને એના કબીલાનાં બધા નિયમો ખોટા લાગતા હતા. જો આજે એ નિયમો નાં હોત તો એ કોઈપણ રીતે પેલી ખેડૂત કન્યા ને શોધીને આરામથી એની સાથે લગ્ન કરી શક્યો હોત. પણ એ શક્ય નથી જ એમ માની ને એ આજે દુખી થતો હતો. બીજી તરફ એના લગ્ન જેની સાથે થવાના છે એ ગમીલા પણ પોતાના લગ્ન થી નાખુશ થઇ ને બધાની વચ્ચે બેઠી એની માતા સામે જુએ છે જે આજે ખુબ જ પ્રશન્ન છે કેમ કે એની દીકરી લગ્ન પોતાના કબીલાથી ઉચ્ચ કબીલામાં થઇ રહ્યા છે. એ બધાથી કંટાળીને અલગ આવીને બેસે છે. એને આંટાફેરા મારવાની ઈચ્છા થતી નથી. એ તો બસ એ જ યાદ કરે છે કે એક વર્ષ પહેલા બર્ફીલા પહાડોમાં કોઈ આદિવાસી લાગતા પુરુષે એને સફેદ ફૂલ આપ્યા હતા. એ ઉભી થાય છે અને એક બોક્સ કાઢે છે એને ખોલી ને એની અંદર થી સૂકાયેલ ફૂલોને હાથમાં મસળીને બારી બહાર ઉડાવે છે. ..*******