Last seen in Gujarati Love Stories by Ashish Panchal books and stories PDF | લાસ્ટ સીન

Featured Books
Categories
Share

લાસ્ટ સીન

“જયારે તારું લાસ્ટ સીન જોવું છું ને ત્યારે આંખમાં આસું જરૂરથી આવી જાય છે.પણ સાલું એ પણ મેહસૂસ થાય છે કે મેં હમણાંજ તારી સાથે વાત કરી છે.”


ઘણી બધી યાદો બસ યાદો જ રહી જાય છે પણ છેવટે તારું લાસ્ટ સીન બતાવે છે કે તું મારી પાસે જ છે.આમ તો નથી જ જો હોત ને તો દરરોજ સવાર માં વેલાં ઉઠી ને ગુડ મોર્નિંગ નો મેસેજ કરવો અને તારા ગુડ મોર્નિંગ ના મેસેજ નો ઇતજાર કરવો અને તારા અડવિત્રા પ્રશ્ન નો જવાબ આપવો(મારી સાથે વાત કરી ને શું મળે છે?) હવે આવા પ્રશ્નનો શું જવાબ આપવો. આપું પણ તને સમજાવું કંઇ રીતે?

પાગલ તારા સવાલ ના જવાબ માટે શબ્દોના કોથળો માંથી વેણી વેણી ને શબ્દો ને લેવાં અને તારા સવાલ ના જવાબ આપવા.પણ યાર એવી રીતે ખોવાયેલો રહું છું કે તેના માટે કોઈ પણ વાક્ય નથી.શું કરું કંઇ જ સમજાતું જ નથી.


હવે, નેટ ચાલું કરું અને તું ઓનલાઇન હોય,પણ મેસેજ કરવાની યાર થોડી પણ હિંમત જ નથી થતી.જયારે તું ઓનલાઇન દેખાય ત્યારે મોઢા પર આમ અમસ્તી સ્માઈલ આવી જાય છે.તું હમણાંજ મને મેસેજ કરીશ પણ યાર તેવું થતું જ નથી અને મારી હિંમત પણ નથી.
“ઉતરવું છે હવે મેદાનમાં,
આપી દો તલવાર હાથમાં.”
AP

ચાલો જાણીએ લાસ્ટ સીન ની શરૂઆતની સફર(એક કાલ્પનિક લવ સ્ટોરી)

” શિયાળાની હજુ શરૂઆત થવાની હતી. અને ડિસેમ્બર મહિનો અંત ચાલી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આવેલ એક જૂની સોસાયટીની બાજુમાં આવેલી છૂટકવસ્તુ ની દુકાન પાસે ચાર જુવાનિયા સોડા પીતા-પીતા વાતોના ગપાટા મારી રહ્યાં હતાં.“

આ તેઓનો નિત્યક્રમ હતો.જેઓને કોઈ કામ-ધંધો ન હોય,જેને ભવિષ્ય કે વર્તમાન ની કોઈ ચિંતા સતાવતી ના હોય મોટાભાગે એવા જ લોકો એ સોસાયટી ની પાસે જોવા મળતા.

તે છોકરાની વાતોનો મુખ્ય વિષય ત્યાં નજીકમાં રહેવા આવેલી એક 17 વર્ષની યુવતી મારિયાની સુંદરતાનો હતો. દરેક લોકો તેની સુંદરતા અને અલગ-અલગ ઉપમા આપી રહ્યા હતા.કોઈક તેને સ્પેનની મહારાણી તરીકે ગણાવતું,તો કોઈક તેને ગુલાબની પાંખડીઓ સાથે સરખાવતું, એક યુવાને તો તેને પરગ્રહવાસી હોવાનો તુક્કો લગાવી દીધો હતો.


એટલામાં એક છોકરાં(જુવાનિયા)એ એક પ્રશ્ન કર્યો તે whatsapp વાપરતી હશે,આમ વળી બીજા છોકરો બોલી ઉઠ્યો instagram પર હશે.ચારેય જુવાનિયા instagram-facebook માં અલગ-અલગ નામથી શોધવા લાગ્યા,કોઈકે પટેલ મારિયા લખ્યું,તો કોઈકે પ્રજાપતિ મારિયા લખ્યું.વળી,આવામાં એક The queen of મારિયા પણ લખ્યું.તેવામાં તેમને સોડા નો ગ્લાસ મુકી વાત આગળ વધારવાના j હતા ને .ત્યાં બાજુમાં ઉભેલા કાકા એ પ્રશ્ન કર્યો તેની પાસે મોબાઇલ હશે ખરી?

આટલું સાંભળતા ચારે જુવાનિયાઓ તે કાકા ની સામે બે નજર જોઈ રહ્યા.તરત જ તે કાકા ત્યાંથી ચાલ્યા ગયા.આ કાકા એ કરેલા ઓચિંતા પ્રશ્ન સાંભળીને તેમના મનમાં જાણે પ્રશ્નોનો કોથળો તૂટી ગયો હોય.તેમ દરેક જુવાનિયા અલગ-અલગ પ્રશ્ન કરવા લાગ્યા.”તેને કોઈ નાની-મોટી બહેન હશે ખરી?, કોઇ ભાઇ હશે ખરો?, તેના પપ્પાનું નામ શું હશે?, તે ક્યાંથી આવી હશે?, તેની પસંદ-નાપસંદ?,”

આ બધી વાતચીતમાં આજુબાજુના લોકો એવી રીતે જોઈ રહ્યા હતા. કે તેમની પાસે આખા શહેરની માહિતી હશે, આવામાં એક ભાઈએ મજાક માં પુછી લીધું સવારમાં સામે આવેલો સોહમ પાનનો ગલ્લો ક્યારે ખુલે છે. પછી જુવાનિયાઓ ત્રાંસી નજરે જોતાં-જોતાં ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા.


Last seen-2
આવામાં મારિયા અને તેનો પરિવાર નીકળ્યો.તે કોઈ તેમના કોઈ નજીક ના સગાને ત્યાં લગ્ન હોવાથી જમવા માટે જતા હતા.

“તે આનોખી મજાની એક રાત હતી,
ખુદ ચાંદની તેને જોઈ સરમાઈ હતી.”
AP