Love-a feeling - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-એક એહસાસ - 3

Part 3

પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિ સાસરે જતી રહી.ઓફિસનાં બૉસ,સ્ટાફ મેમ્બર્સ બધાં જ પ્રીતિનાં લગ્નમાં હાજર હતાં.

સાદગીથી પણ સારી રીતે પ્રીતિનાં લગ્ન થઈ ગયાં.પ્રીતિનાં માતા-પિતાની પણ ચિંતા હળવી થઈ ગઈ.'છોકરી તો સાસરે જ શોભે.' એવું એમનું મંતવ્ય હતું.

 

પ્રીતિ સાસરે આવી ગઈ.આમ તો સુખી હતી.પણ…...ઘરમાં એને રાચતું નહિ.હર્ષ સવારથી જાય ને રાતનાં મોડા ઘરે

આવે.અંદરો અંદર એક અજીબ અકળામણ થતી હતી.સાસરે બધાં લોકો સારાં હતાં પણ પ્રીતિને એ લોકોનાં વિચારોમાં જરા જુદાંપણું લાગતું હતું.હર્ષને મોડા આવવાનું કારણ પૂછતી તો સીધો જવાબ ન મળે.એકવાર પ્રીતિ એ હર્ષ પાસે આવીને કહ્યું,

 

"હું મારાં માટે નોકરી શોધી લઉં?"

 

"ના કોઈ જરૂર નથી."

 

"પણ લગ્ન વખતે તો તેં હા પાડી હતી ને."

 

"મારી જોડે સવાર સવારમાં બહેસબાજી ન કર.મને કામનું ઘણું ટેન્શન છે..તું વધારે ટેન્શન નહીં આપ."

 

"મને ઘરમાં નથી ગમતું."

 

"ધીમે-ધીમે ફાવતું થઈ જશે."

 

"હર્ષ ,પણ….."

 

"મને ચા-નાશ્તો આપી દે મને મોડું થાય છે ."

 

હર્ષની ના હોવાં છતાં પ્રીતિ હર્ષથી ચોરી-છૂપી નોકરી શોધવા લાગી.એક જગ્યાએથી ફોન આવ્યો.પ્રીતિને ઈન્ટરવ્યૂ માટે બોલાવી હતી.પ્રીતિ ગઈ.પ્રીતિને નોકરી મળી ગઈ.પગાર પણ સારો હતો.પ્રીતિ ઘણી જ ખુશ થઈ ગઈ.ઓફિસની બહાર નીકળી તરત જ એણે હર્ષને ફોન કર્યો.

 

"હૅલો,હર્ષ એક સરપ્રાઈઝ છે તારાં માટે."

 

"શું છે?જલ્દી બોલ."

 

"મને નોકરી મળી ગઈ છે.પગાર પણ સારો છે."

 

"ગુડ,તું ઘરે જા.આપણે રાતનાં વાત કરીએ."

 

"ઓ.કે.,બાય."

 

પ્રીતિને નોકરી મળવાની ખુશીમાં હર્ષ ને પ્રીતિ રાતનાં બહાર ડિનર માટે જાય છે.પ્રીતિ ને નોકરી મળી જ ગઈ હતી ,એટલે હર્ષ પાસે ના પાડવાનું કોઈ કારણ હતું નહિ.હર્ષે પ્રીતિને નોકરી પર જવા માટે હા પાડી દીધી.

 

પ્રીતિનાં કામથી એનાં આ નવાં બૉસ પણ ખુશ હતાં ને પ્રીતિને પણ ફાવી ગયું હતું.પ્રીતિને પણ હવે સારું લાગવા માંડ્યું હતું.પ્રીતિનાં માતા-પિતાને એ તો ખબર હતી જ કે પ્રીતિ નોકરી કરે છે.પણ પ્રીતિને સાસરે ફાવતું ન હતું એ વાત પ્રીતિએ તેમને કરી ન હતી.પ્રીતિ માતા-પિતાને દુ:ખી કરવા માંગતી નહોતી.

 

પ્રીતિ ઓફિસમાં કમ્પ્યૂટર પર કામ કરી રહી હતી ને મમ્મીનો ફોન આવ્યો.

 

"હૅલૉ,પ્રીતિ."

 

"હા બોલ ,મમ્મી."

 

"કેમ છે,બેટા?"

 

"એકદમ મજામાં છું."

 

"તું અને પપ્પા મજામાં છોને?પપ્પાની તબિયત સારી છે?"

 

"હા, સાંભળ ,તને એ કહેવા માટે ફોન કર્યો છે કે ઘનશ્યામકાકાની દીકરી મીતાનાં લગ્ન નક્કી કર્યા છે,સગાઈ અને લગ્ન બધું સાથે જ છે.ઘર ઘરનાં લોકોને જ આમંત્રણ છે,વધારે ધામ-ધૂમથી નથી કરવાનાં.થોડાંક જ માણસોની હાજરી હશે.તું અઠવાડિયાં પહેલાં આવી જજે.ઓફિસથી છુટ્ટી લઈ લેજે."

 

"હા,સારું મમ્મી હું આવી જઈશ."

 

ઓફિસથી અઠવાડિયાંની રજા લઈ પ્રીતિ પિયર રોકાવા માટે આવી.પ્રીતિનાં આવવાથી માતા-પિતા પણ ઘણાં ખુશ હતાં. પ્રીતિને પણ જરા આરામ જેવું લાગતું હતું.પ્રીતિ જુની ઓફિસમાં બધાંને મળવા ગઈ.બધાંને મળીને સારું લાગ્યું.

 

બે દિવસ એ લોકો ઘનશ્યામકાકાને ત્યાં જ રોકાઈ ગયાં.મીતાનાં લગ્નમાં પ્રીતિને કોલેજ કાળની ખાસ ફ્રેન્ડ કોમલ મળી ગઈ.

 

કોમલ પ્રીતિ બેઠી હતી ને એની બાજુમાં જઈને બેસી ગઈ અને બોલી,

 

"હાય,….પ્રીતિ.

 

"અરે!કોમલ તું.પ્રીતિ આંખો પહોળી કરી બોલી."

 

"કેમ છે,તું"

 

"હું મજામાં છું.તું કેમ છે બોલ?"

 

"હું પણ એકદમ મજામાં છું.તું અહીં….."

 

"મીતા મારાં કાકાની દીકરી છે."

 

"ઓહ, અરુણ (મીતાનાં થનાર પતિ) મારાં હસબન્ડ પીયુષનો ખાસ મિત્ર છે."

 

"ઓહ,આઈ.સી."

 

"કેવી જાય છે લાઈફ?"

 

"સારી, હું તો ત્યાં પણ નોકરી કરું છું.અઠવાડિયાની રજા લઈને આવી છું."

 

"હું તો નોકરી નથી કરતી.ઘર સંભાળું છું,મારાં પતિદેવને સંભાળું છું.બસ છે."

 

"આમે ય તમારાંમાં લગ્ન પછી નોકરી કરવાની છુટ ક્યાં છે જ."જરાક હસીને પ્રીતિ બોલી.

 

 

પ્રીતિ અને કોમલ વાતો કર્યે જ રાખતી હતી.પાછળથી પ્રીતિની મમ્મી આવી અને બોલી,

 

"બે ય જણાં કેટલી વાતો કરો છો,ચાલો જમવા જઈએ."

 

"મમ્મી આ કોમલ છે.કોલેજમાં અમે સાથે જ ભણતાં હતાં."

 

"નમસ્તે આંટી."

 

"નમસ્તે બેટા."

 

"કોમલ , મને તારો નંબર આપ ,હું તને કાલે કૉલ કરું છું.આપણે નિરાંતે ક્યાંક બેસી વાતો કરીશું."

 

કોમલ પોતાનો નંબર પ્રીતિને આપે છે ને પ્રીતિનો નંબર લઈ સેવ કરી દીધો.પછી એ લોકો જમવા માટે જાય છે.

 

બીજા દિવસે સાંજે પ્રીતિ તૈયાર થતી હોય છે ત્યારે પ્રીતિની મમ્મીએ આવીને પૂંછ્યું,

 

"કશેક જઈ રહી લાગે છે."

 

"હા , મમ્મી હું કોમલને મળવા જઈ રહી છું.મારી રસોઈ નહિ બનાવતી.હું કોમલ જોડે બહાર જ ખાઈ લઈશ."

 

"ભલે,પણ જોજે આવવામાં વધારે મોડું ન કરતી."

 

"સારું મમ્મી."

 

એમ કહી પ્રીતિ કોમલને મળવા માટે જતી રહી.

 

બંને જણાએ એક મૉલમાં મળવાનું નક્કી કરેલ હોય છે.જ્યાં ફરતાં ફરતાં વાતો પણ થઈ શકે.થોડુંક ફરી લીધાં પછી એક બેન્ચ પર બેસી જાય છે.

 

"કેટલાં વર્ષો પછી આપણે મળ્યાં છે નહિ?"કોમલ બોલી.

 

"હં…., કોલેજ પત્યાં પછી હું કામે લાગી ગઈ.એટલે મળવા માટે સમય રહેતો નહતો .આપણાં વચ્ચે પછી સંપર્ક ઓછો જ થઈ ગયો હતો.તેં ક્યારે લગ્ન કરી લીધાં કે મેં ક્યારે લગ્ન કર્યા એ વિશે પણ આપણે એકબીજાં ને જણાવી શક્યાં નહિ.

 

"ખરી વાત છે તારી.હું જો ધામધૂમથી લગ્ન કરત તો તને ચોક્કસ જ બોલાવત ને."

 

"તારાં લગ્ન ધામધૂમથી નથી થયાં તો પછી કેવી રીતે થયાં છે,કોમલ?"

 

"મેં ભાગીને લગ્ન કર્યા છે,એટલે કે મારે ભાગીને લગ્ન કરવા પડ્યાં."

 

"વ્હૉટ?"

 

"હા, કોલેજ પત્યાં પછી મારાં પપ્પાએ તરત જ મારાં લગ્ન નક્કી કરી લીધાં.હું પીયુષને પ્રેમ કરું છું એવું મારાં પપ્પાને જણાવી શકી નહિ.પપ્પા લગ્નની વાત આગળ ચલાવે એની પહેલાં હું અને પીયુષ ઘર છોડી ભાગી ગયાં,પહેલાં મંદિરમાં લગ્ન કર્યા ને પછી કોર્ટ મેરેજ."

 

"પછી?"

 

"પીયુષનાં ઘરનાં લોકોએ તો તરત જ મને સ્વીકારી લીધી પણ મારાં પપ્પા ખૂબ જ ગુસ્સે ભરાયાં હતાં ને ઘણાં દિવસો સુધી નારાજ પણ રહ્યાં."

 

"તો માન્યાં કઈ રીતે?"

 

"મમ્મી એ ઘણી જહેમત કરીને સમજાવ્યાં,મારાં બદલે માફી માંગી,પીયુષ મને દુ:ખી નહિં કરે ને હંમેશા ખુશ જ રાખશે એ વાતની ગેરેંટી આપી ત્યારે માન્યાં."

 

"ફિલ્મી સ્ટોરી થી કંઈ કમ નથી તારી લવ સ્ટોરી."

 

"તારાં વિશે તો તેં કંઈ કીધું જ નથી.શું છે જીજાજીનું નામ?"

 

"મેં તો માતા-પિતાએ શોધેલાં છોકરાં સાથે એકદમ જ સાદગીથી લગ્ન કર્યાં છે.હર્ષ છે મારાં હસબન્ડનું નામ.અમારી જેમ જ સામાન્ય પરિસ્થિતિ છે."

 

"ચાલ હવે કંઈ ખાઈ લઈએ.વાતો તો ખૂટશે જ નહિ.મારે પીયુષ આવે એ પહેલાં ઘરે પહોંચવાનું છે."

 

"ઓ.કે.,ચાલ.ફૂડ કોર્ટ જઈએ આપણે."

 

ફૂડ કોર્ટમાં જઈ ખાધું ને પછી બંન્ને છૂટાં પડી ગયાં.

 

-------------------------------