Woman's suffering - Part-1 books and stories free download online pdf in Gujarati

સ્ત્રીની વેદના - ભાગ-૧

નયના હિંચકા પર બેઠીને જેવી પગની ઠેસ મારી કે કિચૂડ કિચૂડ અવાજ આવ્યો, આ હિંચકો પણ જૂનો થયો એટલે આવો થઇ ગયો છે. જ્યારે પપ્પા એ લગ્ન માં આપ્યો ત્યારે કેવો સરસ અને મૌન , પ્રેમાળ હતો.. નાનપણથી તેને ખૂબ ગમતો...

તેને વિચાર અવ્યો કે જિંદગી નું પણ આવું જ છે. જ્યારે તેને તેના ઘરના બધા લોકોને વિરોધ હતો છતાંયે તેને નિરવ સાથે લવ કમ એરેન્જડ લગ્ન કર્યા હતા...
તેના પપ્પા એ તેને ઘણું સમજાવી કે બેટા છોકરો પૈસાદાર છે, એટલું મહત્વ નું નથી, તેનો સ્વભાવ અને ગુણ પણ જોવો પડેશે...
પણ મધ્યમ વર્ગમાં ઉછરેલી નયના ને જ્યારે કોલેજમાં આવતો પૈસાદાર નો દિકરો નયના ના રૂપને મોહી ગયો, અને તેને પ્રપોઝ કર્યુ , ત્યારે તેની રૂપિયા ની મોહમાયા માં આગળ પાછળ કંઈ પણ જોયા વિના હા, જ કહી દીધી...
લગ્ન વખતે પિયરમાં થી અપાતા દહેજ સાથે આ હિંચકો તેના પપ્પા એ જિંદગી ના પ્રતિક રૂપે ભેટમાં આપ્યો...
જ્યારે તે પરણી ને સાસરે આવી એટલે તે તો સાસરીમાં અંજાઇ ગઇ કહેવાય છે ને કે નવી વહુ નવ દાહડા.. મોટો બંગલો બંગલામાં કેટલાય નોકરચાકરો ઘરમાંય મોંઘાદાટ કપડાં પહેરવાના બધાને માટે અલગ ગાડી નયના તો આ બધું જોઇ ને પોતાની જાતને ધન્ય માનવા લાગી .. પણ નવું નવ દહાડા જેવું થયું તેની સાથે...
હનીમૂન ટુર કરી નયના પાછી ફરી પછી ઘરના લોકોના અસલરૂપ સામે આવવા લાગ્યા..
આખા બંગલાના ઘરના કામનો ભાર તેના માથે આવી પડ્યો, બધાની જોહુકમી ચાલવા લાગી, તેની નણંદ અને તેના સાસુ સસરાની સેવામાં તો ચોવીસે કલાક હાજર રહેવાનું.. હદ તો ત્યારે થઇ કે જ્યારે રાતે નિરવ દારૂ પીને ઘરે આવ્યો અને જ્યારે તેને તેના સાસુને વાત કરી ત્યારે તેમને કહ્યું એતો કામથી કંટાળે એટલે થોડો લે એમાં ગભરાવવાનું નહીં...
આતો રોજબરોજનું થઇ ગયું, નયનાની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ પાછી પિયર જઇને તો કંઈ કહી શકે તેમ નહોતી. અને અહીં આ બધું સહન કરી શકે તેમ નહોતી...
પણ જ્યારે તે બહુ કંટાળે ત્યારે તે હિંચકા પર જઇ બેસતી, તેને આ હિંચકો પિયરની ગરજ સારતો..
તેને તેના પપ્પા એ કહેલી વાત યાદ આવતી કે બેટા જીવનમાં ગમેતેવી તકલીફ આવી પડે તો પણ હિંમત હારવાની નહી દરેક તકલીફ માંથી નીકળવાનો રસ્તો નીકળી જ આવે છે.. અને પાછી તેનામાં હિંમત આવી જતી...
તેને બે વર્ષ તકલીફ વેઠી અને એકદિવસ ખુશીના સમાચાર આવ્યા કે તે મા બનવાની છે. ઘરમાં બધાનું વર્તન તેની સાથે સારું થઇ ગયું , તેને સંપૂર્ણ આરામ કરવાની સુચના અપાઇ ..
નયનાનું તો જીવન બદલાઈ ગયું..
પણ તેના સાસુની ઇચ્છા એવી હતી કે તે દિકરાને જન્મ આપે.. પણ દિકરો જન્મે કે દિકરી એતો ક્યાં નયના હાથમાં હતું..
નયના મનમાં ને મનમાં મુંઝાતી હતી...
નયના મનમાં ને મનમાં બહુ મુંઝાતી તેને ત્રીજો મહિનો હતો દવાખાને તપાસ કરાવવા ગયા તો તેને ટ્વીન્સ છે, એવું ડોક્ટરે કહ્યું..
નયનાને પૂરતો આરામ કરવાની સુચના અપાઇ ...
નયના મનોમન ભગવાન ને પ્રાર્થના કરતી કે હે પ્રભુ તું મને સંતાન માં એક દિકરો ને એક દિકરી આપજે ...
પણ તેના સાસુને તો હરખ નહોતો માતો કે મારી વહુ બે વંશ વારસદાર માં આપશે...
સાતમા મહિને તેનો ખોળો ભરવામાં આવ્યો. ખોળો ભરી તેને પિયર લાવ્યા...
તેના સાસુએ તો તેના પિયરમાં એ તેના રૂમમાં ઉત્તમ સગવડ કરી દીધી, અને કહ્યું વેવાણ આ પિયર મોકલવાનો રિવાજ ના હોતતો હું નયનાની સુવાવડ મારા બંગલામાં જ કરાવત પણ રિવાજ છે એટલે તેને પિયરમાં રહેવું પડે.. પણ જેવા મારા પૌત્રો નો જનમ થાય તેવા હું અમારે બંગલે જ લઇ જઇશ.. તેમના બોલવામાં ભારોભાર પૈસાનું અભિમાન છલકાતું હતું..
દિવસો વિતતા જતા હતા, નયનાએ તો પિયરમાં આવી રાહતનો શ્વાસ લીધો હતો..
પણ તેની મુંઝવણતો હતીજ ...
દિવસો પૂરા થતા તેને પ્રસુતી પીડા ઉપડી તેને દવાખાને લઇ જવામાં આવી તેની સાસરી સમાચાર કરવામાં આવ્યા ...
નિરવ તરતજ દવાખાને પહોંચી ગયો તેની મમ્મી ને લઇ ને થોડીક વાર માં નર્સે બહાર આવી સમાચાર આપ્યા..
મોં મીઠું કરાવો તમારા ઘરે બે-બે લક્ષ્મી આવી છે..
નયનાની મમ્મી ને હરખ થયો પણ નયના સાસુનું મોં પડી ગયું..
નિરવ અંદર રૂમમાં જતો હતો . ત્યાં તેના મમ્મી માલાબેને મોટો બરાડો પાડ્યો..
આખી હોસ્પિટલમાં બધા સ્તબ્ધ થઇ ગયા..


શું કરશે માલાબેન
શું દીકરીઓનો સ્વિકાર કરશે? કે પછી?
(ક્રમશ)