Memory and Able - 6 books and stories free download online pdf in Gujarati

સ્મૃતિ અને સમર્થ ભાગ 6

આગળ નાં ભાગ માં જોયું કે સ્મૃતિ વિરેન શાહ ને એમ. જે. ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક માણેકચંદ નાં પૌત્ર વિશે ની જાણકારી મેળવવા નું કહે છે હવે આગળ..


વિરેન: પણ તારે તેેંનાં વિશે માહિતી મેેેેળવી ને શું કરવું છે એ તો તું તારા 15 માં જન્મદીવસેેે તને ખબર પડી જશે
સ્મૃતિ: ખબર પડી જશે પણ મારે મારી ઓળખાણ સ્મિરા પબ્લીકેશન ની વારિશ તરીકે રાખવી છે એમ. જે. ઇન્ડસ્ટ્રી ના માલિક ની પત્ની તરીકે મને નહિ પરવડે બસ હવે આ વિષય પર વધારે ચર્ચા નથી કરવી હું મારા રૂમ માં જાવ છું

સ્મૃતિ તેના રૂમ માં જાય છે. પછી પોતાના બેડ પર સુવા માટે પડે છે ત્યાં જ તેના ફોન પર કોઈ નો કોલ આવે છે

સ્મૃતિ: મે તેમને કહી દીધું કે સમર્થ એટલે કે એમ.જે. ઇન્ડસ્ટ્રી ના માલિક ને શોધે .અને મે વીર ને મારી સચ્ચાઈ પણ કહી દીધી છે હવે આ બંન્ને ને કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ ગમે તો પછી તે બંને તેને પામવા માટે કશું જ કરી શકે અને તેમાં જ તે બંન્ને ની દુશ્મની થાશે અને મારે ના તો સમર્થ સાથે સગાઈ કરવી પડશે ના તો અહીંયા થી દુર જવું પડશે પણ મને એક વાત નું દુઃખ જરૂર રહેશે કે મેં મારો સ્વાર્થ સાધવા તે બંને મહોરા બનાવ્યા
ફોન ની બીજી બાજુએથી : પણ મને નથી લાગતું કે સમર્થ અને વીર બંન્ને દુશ્મની કરશે એવું પણ થઈ શકે કે બંને માંથી કોઈ એક compromise કરી લે.
સ્મૃતિ:એવું ના થવું જોઈએ કા તો તે બંને ના પાડવા જોઈએ અને કા તો તે બંને વચ્ચે દુશ્મની થવી જોઈએ
ફોન ની બીજી બાજુએથી: પણ જો તને તે બંને માંથી કોઈ એક સાથે પ્રેમ થય ગયો તો
સ્મૃતિ: બસ હવે શું તને ખબર નથી કે સ્મૃતિ ને પ્રેમ ના થાય હું એક ને એક ભૂલ વારંવાર નથી કરતી
ઓકે બાય.
અને સામેથી કોઈ જવાબ મળે તેની પરવા કર્યા વગર તેણે ફોન કાપી નાખ્યો
સમર્થ ના ઘરે
સમર્થ તેના દાદા માણેકચંદ, તેના પિતા વિહાન,તેની માતા વિશાખા સાથે છે
સમર્થ: તમે એ એક નંબર ની અહંકારી છોકરી ને મારે ગળે બાંધવાના છો મે તેને કેટલી વિનમ્રતા થી પૂછ્યું તો પણ હા ના પાડી એણે ડાંસ કરવા માટે .
માણેકચંદ: પરંતુ તેને થોડી ખબર હતી કે તું તેનો ભાવિ પતિ છે
સમર્થ:ભાવિ પત્ની. મારે આ વિષય પર ચર્ચા જ નથી કરવી ચાલો હવે હું જાવ છું સ્કૂલે ડાંસ પ્રેક્ટિસ માટે.
વીર ના ઘરે
વીર તેની માતા સંધ્યા ને સ્મૃતિ વિશે કહે છે.અને પછી તે પણ ડાંસ પ્રેક્ટિસ માટે નીકળી પડે છે
સ્કૂલ ના પ્રેયર હૉલ મા
સ્મૃતિ,વીર,સમર્થ,હિર, જય રિધિમાં ની આવવાની રાહ જોઈ રહ્યા હોય છે ત્યાં રિધીમાં આવે છે.જેવી જ રીધિમાં ત્યાં આવે
સ્મૃતિ: હું જય સાથે નહિ પણ સમર્થ સાથે ડાંસ કોમ્પેટીશન મા ભાગ લઈશ
જય,રિધિમા તેના આ નિર્ણય થી આશ્ચર્યચકિત રહી જાય છે.
રીધીમાં કઈક બોલવા જતી હતી ત્યાં જ
સ્મૃતિ:મારો નિર્ણય મે લઈ લીધો મને સમજાવવાનો પ્રયત્ન ના કરશો .સમર્થ શું તું મારો પાર્ટનર બનીશ.
સમર્થ: હા
આમ ને આમ જ ચાર વર્ષ પૂરા થાય છે. હવે તે બધા કોલેજ માં આવી જાય છે .વીર ,સમર્થ અને સ્મૃતિ નું સત્ય જાણી જાય છે.ધીરે ધીરે રીધીમા ને સમર્થ ,હીર ને વીર, જય ને સ્મૃતિ,સમર્થ અને વીર ને સ્મૃતિ ગમવા લાગે છે.જ્યારે સ્મૃતિ ફકત તે લગ્ન થી બચવા માટે આ બધું કરી રહી હોય છે .સ્મૃતિ ના 17 માં બર્થડે પર તેના દાદા 1 દિવસ પછી તેની અને સમર્થ ની સગાઈ કરવાના છે.જ્યારે વીર એટલું જ જાણતો હોય છે કે સ્મૃતિ અને સમર્થ ના દાદા બંને ખૂબ સારા મિત્રો છે .આ બાજુ તેના બર્થડે પર વીર અને સમર્થ બંને પોતાની લાગણીઓ તેની સામે રજૂ કરવાના છે
એક દિવસ પછી બર્થડે પાર્ટી માં વીર ,સમર્થ,હીર, રિધીમા,જય,રિવા,અનન્યા,વિરેન,માણેકચંદ અને બધા તેની રાહ જોય રહ્યા હોય છે ત્યાં જ સ્મૃતિ સીડીઓ થી નીચે આવતી દેખાય છે

રેડ કલર નું ઘેરવાળું લાંબુ પાર્ટીવેર ગાઉન તેણે પેહર્યું હતું.તેના લાંબા કાળા વાળ કે જે તેને ખુલ્લા રાખ્યા હતા. ડાઇમન્ડ બ્રેસ્લેટ, earrings, બિંદી, રીંગ બધા જ તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા



શું થાશે હવે પાર્ટી માં?
શું સમર્થ અને વીર તેની લાગણીઓ સ્મૃતિ ને કહી દેશે?
શું સ્મૃતિ અને સમર્થ ની સગાઈ થઈ જશે ?
ફોન પર વાત કરતું તે કોણ છે?
શુ સ્મ્રુતિ એ વિરેન શાહ ને પેપર પર sign કરી આપ્યા?
વીર કોણ છે જેથી સ્મૃતિ તેની અને સમર્થ ની દુશ્મની કરાવવા માગે છે?


જાણવા માટે વાંચતા રહો સ્મૃતિ અને સમર્થ