Adhuri Navalkatha - Part 01 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 1

પ્રસ્તાવના
આ મારી આમ જોઈએ તો પહેલી નવલકથા છે. આ પેલા મેં એક નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં હું નિષ્ફળ ગયો હતો. પણ આ નવલકથાથી નવલકથાની દુનિયામાં કમબેક કરી રહ્યો છું.
આ નવલકથા લખવામાં હું મારા મોટા ભાઈ અક્ષય ભાઈ નો આભારી છું કે જેમણે મને આ નવલકથાની સફરમાં ખૂબ મદદ કરી. અને જ્યારે પણ આ નવલકથાની સફર માં ક્યાંક અટવાનો ત્યાં લેખક મેર મેહુલ નો સાથ મળી રહ્યો.
આ નવલકથાનું નામ ભલે અધૂરી નવલકથા રહ્યું. પણ આ નવલકથા તમને પૂર્ણ વાંચવા મળશે. નવલકથા ના વિષય જ એવો છે કે જેનું નામ અધૂરી નવલકથા સિવાય બીજું કોઈ મને યોગ્ય ન લાગ્યું.
આશા રાખું છું કે મારી આ પહેલી નવલકથા આપ સૌને પસંદ આવશે. તો વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ અધૂરી નવલકથા ની પુરી સફર.


પાર્ટ 01
આજે હું તમારી સમક્ષ મારા પ્રેમની એક દસ્તાન રજૂ કરવા ઈચ્છું છું. મારુ નામ અજય છે. હું એક શરમાણ અને પોતાના જ ખ્યાલમાં રહેતો છોકરો છું.

મારી હાલ ની ઉમર 18 વટાવી સૂકી છે. પણ હજી મારામાં એક 18 વર્ષના છોકરા જેવા ગુણ આવ્યા નથી. એટલે કે હજી હું નાદાન જ છું. દુનિયાદારી ની એટલી બધી સમજ નથી.

હું બસ મારીજ મસ્તીમાં ખોવાયેલો રહેતો. મારા રૂમમાં, મારા પુસ્તક સાથે જ ટાઈમપાસ કરતો. તમને વિશ્વાસ નહીં આવે પણ આ એક સત્ય હકીકત છે.

ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે બસ આ એક જ મારા દિવસનો કાર્યક્રમ હતો. જ્યારે મને કંટાળો આવતો ત્યારે હું ફક્ત બુક રીડ કરતો. બુક વાંચતા મને બુક લખવાનો વિચાર આવતો. મનમાં એક એવી ઈચ્છા થતી કે મારી પણ એક નવલકથા લખાય. તેની બુક પબ્લિશ થાય. લોકો તે બુક રીડ કરે. મારા લખાણ બીજા સુધી પહોસે. તેવી મારી એક જિજ્ઞાસા હતી.

હું આ વિચારે નવલકથા લખવાની શરૂઆત કરતો. શરૂઆત તો સરસ રીતે થઈ જતી. પણ આગળ જતાં હું લખવામાં નિષ્ફળ નિવડતો. નવલકથા આગળ વધતા મારી કલમ થંભી જાતિ. કોણ જાણે પણ હું લાખ પ્રયત્ન કરતો પણ નવલકથા આગળ ન વધતી. તે ત્યાંજ થંભી જાતિ. બસ ત્યાંજ મારી નવલકથા અધૂરી નવલકથા બની જાતિ.

ક્યારેક ક્યારેક શરૂઆતતો એવી કરતો કે જાણે હું જ મહાનલેખક છું. પણ પાછળથી ગાડી સ્લો લડી જતી. અધવચ્ચે અટકી જતી. ત્યારે જે પણ લખાણ ચાલુ હોય તે ત્યાં જ સ્થગિત થઈ જતું.

આની પાછળ મેં ઘણી બધી મહેનત કરી. દર વખતે આજ સાંકળ ઉદભવતી. શરૂઆત સારી ત્યાર બાદ ગાડી સ્લો અને પછી સ્ટોપ.

મેં લખવાનું છોડી દેવાનું ઘણી વખત વિચાર્યું. પણ હું વાંચવાનું નો છોડી શક્યો. જ્યારે કોઈ પણ નવલકથા રીડ કરતો ત્યારે અંદરથી એક જ આવાજ આવતો એ હતો મારી ખુદની નવલકથા લખવાનો. ત્યાર બાદ એક વિચાર દ્વારા નવલકથા લખવાની શરૂઆત કરતો ત્રણ ચાર પેઝ, પાંચ પેઝ, સાત પેઝ સુધી તો આરામથી પહોસી જતો પણ ત્યાર બાદ મહામુશ્કેલીથી 10 પેઝ સુધી પહોંચતો. ત્યાં સુધી મારી સ્ટોરીની દુર્દશાનો સમય આવી શુકયો હોય છે. અને છેવટે લખાણનો અંત.

થોડા દિવસ એમનેમ જ પસાર કરતો. પછી જ્યારે કંટાળો આવતો ત્યારે ફરીવાર નવલકથા વાંચવા લાગતો. ત્યારે પણ એજ અંદરથી આવાજ આવતો અને એજ સાયકલ શરૂ થતી.

ક્યારેક ક્યારેક વિચારતો કે જ્યારે ફરી વખત લખવા બેચુ ત્યારે જૂનું જે લખાણ જે અધવચ્ચે મેલ્યું હતું ત્યાંથી જ શરૂ કરું પણ ભગવાન ઈચ્છતા ન હોય તેમ કોઈ વિચાર પણ ન આવતો અને મારી કલમ ચાલવાનું નામ ન લેતી.

આ સમયે મારા મગજમાં એવો વિચાર ઉદભવતો કે જો આ વિષય પર નવલકથા લખીશ તો આ નવલકથા રેકોર્ડ તોડશે પણ મારી લખાણની સાયકલ અધવચ્ચે જ અટકી જતી.

મારા દોસ્ત ઓછા હતા. એમાં પણ કોઈને મારા આ સમસ્યા કહું તો કોઈ પાસે તેનો ઉપાય સુધ્ધાં ન હતો. કારણ કે તેમાંથી કોઈ પણ લેખક ન હતું.

મેં મારી આ સમસ્યાના સમાધાન માટે હાલના લેખકને મળવાનું નક્કી કર્યું. એ પહેલાં મેં અમારી કોલેજના ગુજરાતી વિષયના પ્રોફેસરની મુલાકાત લીધી. તેમણે પણ કોઈ સંતોષ કારક જવાબ ન આપ્યો. ઉલ્ટાનું તેમણે મને એક સલાહ આપી કે આ નવલકથા લખવાનું છોડીને પોતાના કરિયર પર ધ્યાન આપ. સારું ભવિષ્ય બનશે ત્યારે જ સારી જિંદગી જીવી શકીશ. આમ જોવી તો તેમનું સલાહ સુચન યોગ્ય હતું. આમ પણ અત્યાર સુધી એક પણ નવલકથા લખી શક્યો નથી. તો પછી હું લેખક બનીશ તેની શું ગેરંટી છે. એટલે મેં લખવાનું છોડીને મારા કરિયર પર ધ્યાન આપવાનું વિચારું.

ત્યારથી મેં મારું નવલકથાને ત્યાંજ અધૂરી નવલકથા કરીને છોડી દીધી. મેં મારું સંપુર્ણ ધ્યાન મારા કરિયર પર આપ્યું. બસ ઘરેથી કોલેજ અને કોલેજથી ઘર. સતત રીડિંગ અને કોલેજના અસાઈમેન્ટ પૂર્ણ કરવામાં પૂરો દિવસ વિતાવા લાગ્યો.

મેં અમારા ગુજરાતી શિક્ષકની વાતને યોગ્ય સમજીને મેં નવલકથા લખવાનું બંધ કરી દીધું. અતિયારે સુધી એક પણ નવલકથા લખી શક્યો નથી તો પછી હું લેખક બનીશ તેની કોઈ ગેરંટી ન હતી. એટલે મેં લખવાનું છોડી ને મારા કરિયર પર ધ્યાન આપ્યું. પણ મારા મનમાં એક અફસોસ કાયમ રહેતો કે હું એક નવલકથા ન લખી શક્યો. આ અફસોસ મને રાતે સુવા ન હતો દેતો. હંમેશા બેસેન કરતો. કોલેજ ના અસાઈમેન્ટ અને કોલેજના બુક્સ વાંચ્યા બાદ જ્યારે ફ્રી થતો ત્યારે કોઈ નોવેલ વાંચતો ત્યારે એક નવલકથા ન લખી શક્યો તેવો અફસોસ થતો. આ અફસોસ દરરોજ થતો.

ક્યારેક ક્યારેક મને એમ થતું કે મારી હાથ ફક્ત રાયટિંગ કરવા માટે જ બન્યા છે. અંદરથી એક જ અવાજ આવતો ઉઠાવ તારા હાથ લે કલમ અને પોતાન વિચારને નવલકથામાં રૂપાંતર કર.

પણ મેં હવે દ્રઢ નિર્ણય કરી લીધો હતો કે હવે પહેલા કરિયર ત્યાર બાદ જ કઈંક નવલકથા લખવાનું વિચારીશ. પણ જેમ માનવી પોતાની માયા વગર રહી શકતો નથી. તેમ હું પણ હવે નવલકથા લખ્યા વગર રહી શક્યો નહીં. પરંતુ જે મારી પાસે ફ્રી સમય હતો તેમાં નવલકથા લખવાનું વિચાર્યું. અધૂરી તો અધૂરી હું નવલકથા લખીશ. જ્યાં સુધી નવલકથા લખીશ ત્યાં સુધી તો મારા બેસેન મનને શાંતિ મળશે. પછી ભલેને મને અધૂરી નવલકથા મુકવાનો અફસોસ થાય. પણ મેં એક પ્રયત્ન કર્યો છે તેની થોડીક તો ખુશી મળશે. બસ આ જ વિચારે મેં પુનઃ નવલકથા લખવાનું વિચાર્યું.

મારી એક જ સમસ્યા હતી કે હું પૂરેપૂરી નવલકથા નથી લખી શકતો. મારા મગજમાં વિચાર આવે તો પણ તે સ્ટોરીના એન્ડિંગ ના આવે. આ એન્ડિંગ પરથી હું તે વિચારમાંથી નવલકથાની શરૂઆત કરતો.

હવે ધીમે ધીમે આગળ વધવાનું વિચારી જ લીધું છે તો થોડી વધારે મહેનત કરી લેવી જોઈએ. એ માટે મેં હાલ જીવત અને પ્રખ્યાત લેખકની લિસ્ટ તૈયાર કરી. તેમાં કુલ સાત લેખક ના નામ આવ્યા. તેમાંથી પણ હું જ્યાં રહું છું તેની આસપાસ કોણ કોણ લેખક રહે છે તે રિચર્સ કરતા જાણવા મળ્યું કે એક જ એવા લેખક છે જે આમારા શહેરથી ત્રીસ કિમિના અંતરે રહે છે.

આ સાત લેખકમાંથી મેં એક લેખકને મળવાનું વિચારું. તે લેખક હતા. દિવ્યેશ પટેલ. જે હાલ અમદાવાદના વતની હતા. તે એક પ્રસિદ્ધ લેખક હતા. હાલ તેમની ઉમર સિત્તેરની આજુબાજુ હતી. તેમની 25 વધુ નવલકથા હતી.
મેં તેમની એક જ નવલકથા વાંચી હતી. મેં અમદાવાદ જવાનું વિચાર્યું હતું. મને તેમનો ફોન નંબર કે એડ્રેસ ન મળ્યો.

મેં મારા દોસ્ત જે અમદાવાદ રહેતો હતો તેને કોલ કર્યો. જો કે તે મારો ખાસ દોસ્ત ન હતો. પણ અમે સાથે અભ્યાસ કરેલો હતો. એટલે તેને દોસ્ત કહી શકાય. તેને પણ લેખક દિવ્યેશ પટેલના એડ્રેસ નો ખ્યાલ ન હતો. પણ તેની પાસે તેમનો મોબાઈલ નંબર હતો. મેં મોબાઈલ નંબર લીધો. કોલ કરીને શું વાત કરવી તે વિચે થોડુંક વિચાર્યું. મેં તેમને મળવાનું વિચાર્યું. આમ તો હું ફોનમા પણ મારી સમસ્યા સમજાવી શકત પણ મારે તેમને રૂબરૂ મળવું હતું.

મને તેમના સ્વભાવ વિશે જાણ ન હતી. શું તેઓ પોતાના ઘરનો એડ્રેસ આમ કોઈ અજાણ વ્યક્તિને આપશે? શું તેઓ મારી સાથે સરખી રીતે વાત કરશે.? શું તેમની મદદથી હું મારી સમસ્યાને નિવારણ લાવી શકીશ? આવા કેટલા સવાલો મારા મગજમાં ઘૂમતા હતા.

મેં કોલ લગાવી દીધો હતો. બે રિંગ વાગતા ની સાથે મેં કોલ કટ કરી નાખ્યો. મારા મનમાં ડર હતો કે તેઓ કોલ રિસીવ કરશે તો હું શું કહીશ. મેં આમ તો તેના વિચે વિચાર્યું હતું પણ મને ગભરામણ થતી હતી. અને ગભરામણ મા હંમેશા હું ભૂલી જતો હતો. મને તો મારાજ રીલિટિવ સાથે વાત કરવામાં શરમ આવતી તો આ લેખક તો સાવ અજાણ જ હતા.

ત્યાં એક મિનિટમાં કોલ આવ્યો. નંબર જોયો તો દિવ્યેશ સરનો હતો. હવે બે સવાલના જવાબ મારી પાસે ન હતા. એકતો કોલ રિસીવ કરીને હું શુ બોલીશ. બીજો એ કે મેં મિસ્કોલ કર્યો તેનું કારણ શું કહીશ.

“હેલ્લો.” મેં કોલ રિસીવ કરતા કહ્યું.

“હા, કોણ.” એક મધમીઠો આવાજ મારા કાને અથડાનો.

મેં એક છોકરીનો અવાજ સાંભળ્યો હતો. તો મારું મગજ વિચારે ચડી ગયું. આ કોણ હશે. મેં તો લેખક દિવ્યેશ પટેલ ને કોલ કર્યો હતો. તો પછી તેનો ફોન કોઈ છોકરી પાસે કે પછી મેં જ્યાંથી ફોન નંબર લીધો તે ખોટો હતો. આ જે પણ કોઈ છે તે દિવ્યેશ પટેલના રિલેટિવ હશે.

“હાલો, લેખક દિવ્યેશ પટેલ છે.” મેં હવે ડાયરેકટ મુદ્દાની વાત કરવાનું વિચાર્યું.

“હા, છે.” તે કન્યાએ કહ્યું.

“હું તેમના પુસ્તકનો અને તેમનો ડાય હાર્ડ ફ્રેન્ડ છું. મારે તેમની સાથે વાત કરવી છે. તમે તેમને ફોન આપો તો તમારો ખૂબ ખૂબ આભાર.” મેં કહ્યું.

“સોરી, પણ હું તે નહીં કરી શકું.” તે કન્યા બોલી.

તેના આ બોલવાથી મારા મનમાં શંકા હતી તેનું જોર વધ્યું. મને લાગતું હતું કે આવા મોટા લેખક મારી સાથે વાત નહીં કરે. પણ મારી સમસ્યાનો આ એક જ ઉપાય હતો. હવે સામેથી ના આવી સૂકી છે તો પછી આભાર કહી ને કોલ મૂકી દેવો જ ઉચિત હતો.

મેં ઘણા બધા પુસ્તક વાંચ્યા છે. તેમાંથી એક વાત ધ્યાનમાં રાખી છે કે કોઈ દિવસ વગર સત્ય હકીકત જાણ્યા વિના કોઈ પર આરોપ લગાવવો તે ખોટી વાત છે.

સામેથી ના આવી છે તેના ઘણા બધા કારણ હોઈ શકે છે. એકતો તેઓ સાચેમાં મારી સાથે વાત કરવા ઇચ્છતા ન હોય. બીજું કે તેઓ હાલ કોઈ અગત્યના કામમાં હોઈ શકે છે. ત્રીજું કે તે બહાર ગયા હોય અને તેમનો ફોન ઘરે જ ભુલાય ગયો હોય. આવી ઘણી બધી સંભાવના હોઈ શકે છે.

હું મારા મનના શકને સત્ય કરવા એક જ સંભાવના પકડી રાખું તો હું ખોટો સાબિત થાવ. આમા સૌથી વધુ ગેરલાભ મારો જ હતો. દિવ્યેશ પટેલ મારી સાથે વાત કરે કે ન કરે તેમા તેનો કશો ફાયદો કે ગેરફાયદો ન હતો. એટલે મેં હવે કારણ પૂછવા મન બનાવ્યું.

“સોરી, પણ હું જાણી શકું શા માટે.”

“તેઓ હાલ હોસ્પિટલમાં એડમિટ છે. તેમને કાલે રાતે હાર્ટએટેક આવ્યો હતો.” તે કન્યાના અવાજમાં દર્દ હતું. તે ચોક્કસ દિવ્યેશ પટેલની રિલેટિવ હોવી જોઈએ.

મને આ સાંભળીને આઘાત લાગ્યો. પણ હોઈ શકે છે સિત્તેર વટાવીલા લેખક દિવ્યેશ પટેલને બીમારી કોઈ પણ આવી શકે છે.

“સોરી, મેમ હું દિલગીરી છું. હું ભગવાનને પ્રાર્થના કરીશ. તેઓ જરૂર સાજા થઈ જશે. હાલ તેમની કન્ડિશન કેવી છે?” મેં કહ્યું.

“હાલ તો તેમને સારું છે. ડોક્ટરે ત્રણ દિવસ એડમિટ રહેવાનું કહ્યું છે.” તેમને કહ્યું.

ત્યાર બાદ મેં આભાર કહીને કોલ કટ કરી નાખ્યો. હવે વારો હતો બીજા લેખકનો.
મેં મારી અધૂરી નવલકથા પૂર્ણ કરવાની સફર શરૂ કરી હતી પણ મને એ ખબર ન હતી કે આ સફરમાં આગળ જતાં મને મારી હમસફર મળવાની હતી.

ક્રમશઃ
અજયના જીવનમાં હમસફર તરીકે કોણ અને કેવી રીતે આવશે? અજય પોતાની અધૂરી નવલકથા પૂર્ણ કરી શકશે? આ સવાલ ના જવાબ માટે વાંચતા રહો અધૂરી નવલકથા. આ નવલકથા દર સોમવારે માતૃભારતી એપ પર પ્રકાશિત થશે. આપ આપના કિંમતી અભિપ્રાય મારા મોબાઈલ નંબર 7043834172 પર પણ આપી શકો છો.

આભાર.
જય શ્રી કૃષ્ણ.