Dancing suppressed books and stories free download online pdf in Gujarati

ડાન્સીંગ દાબેલી

ગુજરાત ના લોકો નાસ્તાઓ ના શોખીન છે તે જોવા માટે લોકોએ અમદાવાદ આવું પડે કારણ કે ત્યાંના પરાઓ મા જગવિખ્યાત માણેક ચોક જે ખાઉં ગલી તરીકે પ્રખ્યાત છે. આ વિસ્તાર ની રાત રંગીન નાસ્તાઓ થી સજ્જ જોવા મળે છે કોઈ પણ નાસ્તા ની ડીસ અહિયાં ચોક્કસ પણે મળી જાય છે ત્યારે નાસ્તા ની મહારાણી કહેવામાં આવતી દાબેલી વિશ્વ ફલક પર પોતાની નામના મેળવી ચુકી છે.
🍔🍔🌮🌮🍞🍞🍔🍔

બંદરીય શહેર માંડવી માં બે મિત્રો ના વિચારો એ આ દાબેલી નું નિર્માણ સ્નેહ ના સર્જન સાથે થયેલું..

એક રૂપનશેઠ ભાટીયા અને મોહન બાવજી બંને સારા મિત્રો હતા પોતપોતાના ધંધા મા મશગુલ રહેતા હતા.. રૂપેન બેકરી ચલાવતો જ્યારે મોહન સ્કૂલ પાસે રીસેશ વખતે બટાકા નું સ્વાદિષ્ટ શાક વેચતો.. શાક ના મસાલાઓ ની સુગંધ એટલી સરસ હતી કે સ્ટુડનટ રીસેશ ની રાહ જોતા ક્યારે રીસેશ પડે ને મોહન કાકા નું શાક ખાવા મળે.

બંને મિત્રો મા એક સરસ વિશિષ્ટતા એ હતી કે બપોરે બને સાથે જમતા.. આજે એવું બનેલું કે રૂપન ને ત્યાંથી ટિફિન ન આવતા રૂપન અસમંજસ મા હતો બપોરે શું જમશું ત્યાં મોહન આવી પહોંચતા અને દોસ્ત બહુ ભુખ લાગી છે જલ્દી થી ટિફિન ખોલ..

અચાનક રૂપન ને વિચાર આવ્યો આ ડબલ રોટી મા મોહન નો શાક નાખી ને ખાઈએ તો કહેવું લાગે રૂપને મોહન ના થાલા માંથી શાક ઉપાડી ને ડબલ રોટી સાથે ખાતા બનેજણ ને અનેરા સ્વાદ ની ઓળખ થતાં હવે દરોજ બને જણા ડબલ રોટી સાથે શાક ખાય છે આ ડબલરોટી આજે હજારો લોકો ના ઘર પરિવાર ચલાવવા નો જરીયો બની છે.મહાનગરો ની ગલી ઓમાં સ્ટ્રીટ ફૂડ તરીકે અચુક જોવા મળે છે.તો બીજી તરફ ફાઈવસ્ટાર હોટલોના મેનુ માં પણ સ્થાન મેળવી ચુકેલી દાબેલી આજે દેશ વિદેશ માં પણ વખણાઇ રહી છે.

મુંબઈ માં વડાપાવ સ્ટ્રીટફૂડ પર રાજ કરી રહ્યો છે.ત્યાં પણ કચ્છી માંડવી દાબેલી પોતાનો દબદબો કાયમ કરી ચુકી છે.ઇસ્ટ હોય કે વેસ્ટ દાબેલી તો મળેજ...!!

સમય ની સાથે દાબેલી ના રંગ રૂપ અને સ્વાદ માં પણ લોકો એ સુધારા વધારા કર્યા જેમ્બો દાબેલી,ચીજ દાબેલી,જૈન દાબેલી જેવા અનેકો પ્રયોગો કર્યા છે. અને તે સફળ પણ રહ્યા.પણ કચ્છી દાબેલી કે માંડવી દાબેલી તો સાથે લખવુંજ પડે આ ઓળખ અકબંધ રહી છે.

માયાનગરી મુંબઈ ના અંધેરી વિસ્તાર માં ચીનાઈ કોલેજ નજીક એક યુવાન દાબેલી ની નાનકડી લારી ભાડે લઇ ને વ્યાપાર ચાલુ કરે છે.કોલેજ ના યુવાઓ ધીમે ધીમે આ દાબેલી નો સ્વાદ ભાવતાં આ યુવાન નો વ્યવસાય જામવા લાગ્યો. હવે આ યુવાન જૈન દાબેલી ની શરૂવાત કરી

કોલેજ ના સ્ટુડન્ટ આ દાબેલી ખાવા વધુ ને વધુ આવવા માંડ્યા હવે આ યુવાન વધુ ને વધુ ઝડપ થી દાબેલી બનાવી અને ખવડાવતો ગયો.ગ્રાહકો ને આકર્ષવા તે મિથુન ચક્રવતી ની સ્ટાઇલ માં ડાન્સ કરી દાબેલી બનાવતો ગયો અને ટુક સમય માંજ ડાન્સીંગ દાબેલી ના નામે પ્રખ્યાત થતો ગયો.ડાન્સ ની સાથે દાબેલી બનાવવા ની ઝડપ લોકો ને આકર્ષવા લાગી.વધુ ને વધુ લોકો અહીં દાબેલી ખાવા આવવા લાગ્યા..

લિમ્કા બુક ઓફ રેકોડ માં માત્ર 10 મિનિટ માં 80 દાબેલી બનાવવા નો રેકોડ આ યુવાન ના નામે નોંધાયો અને પુરી મુંબઈ માં ડાન્સીંગ દાબેલી પ્રખ્યાત થઈ આ યુવાન ની મીડિયા એ નોંધ લેતા ની સાથેજ ડાન્સીંગ દાબેલી નો નામ વિખ્યાત થયો.મુંબઈ ની મુલાકાતે હોઈએ તો ઉત્તરપ્રદેશ ના આ યુવાન કપિલ યાદવ ની ડાન્સીંગ દાબેલી નો સ્વાદ ચુક માણવા જેવું છે.

કપીલ યાદવ એક નિખાલસ વ્યક્તિતવ ધરાવતો વ્યક્તિ પોતાની કાર્યશેલી અને મહેનત લગન થી આજે દાબેલી ના વ્યવસાય થી સફળ થયો છે. કેટલાય કોલેજ ના વિધાર્થીઓ ના જીવન માં આ દાબેલીવાળો યાદો બની વસી ચુક્યો છે....
■ અજય ખત્રી