Mansai khovai books and stories free download online pdf in Gujarati

માણસાઈ ખોવાઈ

*માણસાઈ ખોવાઈ*. ટૂંકીવાર્તા .... ૨૬-૬-૨૦૨૦. શુક્રવાર....

અચાનક બારી બારણાં પર પથ્થર મારો થયો આ જોઈ ને નાનો રુદ્ર રડવા લાગ્યો અને દોડીને મમ્મી ની ગોદમાં સંતાઈ ગયો...
રુદ્ર તો સંતાઈ ગયો પણ કાવેરી ક્યાં સંતાય એણે બારી બારણાં બંધ કર્યા અને રુદ્ર ને લઈને બેડરૂમમાં બેસી રડવા લાગી...
બહારથી પથ્થર મારો કરનાર સોસાયટી નાં લોકો બોલવા લાગ્યા કે ઘર ખાલી કરીને જતાં રહો અહીંથી તારાં વર નિલેશ ને કોરોના થયો છે અને કોવિડ હોસ્પિટલમાં છે અને તું અને તારો દિકરો સાથે હતાં તો તમારે લીધે અહીં આખી સોસાયટીમાં કોરોના ફેલાઈ જાય એ પહેલાં તું ઘર ખાલી કરીને જતી રહે....
કાવેરીએ પોલીસ ને ફોન કર્યો...
થોડીવારમાં જ પોલીસ આવી અને બધાં ને ધમકી આપી ને જવાં દીધાં...
પાંચ વર્ષ નો રુદ્ર કાવેરીને પુછી રહ્યો કે મમ્મી આપણાં ઘર પર બધાં પથ્થર કેમ મારે છે???
કાવેરી કહે બેટા આ મહામારીમાં બધાંની માણસાઈ ખોવાઈ ગઈ છે એટલે....
રુદ્ર પણ મમ્મી ....
કાવેરી ચલ તને ભૂખ લાગી છે ને...!!!
ચલ તું જમી લે હું તને જમવાનું આપું...
રુદ્ર હા ચલ મમ્મી પણ તું પેહલા ખા પછી હું ખાઈશ...
કાલે રાત્રે પણ તું જમી નથી મમ્મી..
એમ કહીને રુદ્ર કાવેરી ની આંગળી પકડીને રસોડાં તરફ ગયો...
કાવેરી એ રુદ્ર નું મન રાખવા બે કોળિયા ભર્યા...
અને રુદ્ર ને વાતોમાં વાળી ને જમાડી લીધો...
કાવેરી વિચારો માં ખોવાઈ ગઈ...
નિલેશ અને કાવેરી નાં લવ મેરેજ હતાં અને કાવેરી અને નિલેશ ની જ્ઞાતિ અલગ-અલગ હતી એટલે ઘરનાં એ લોકો નો પરિત્યાગ કર્યો હતો એટલે એ શહેરથી દૂર અમદાવાદ આવીને ભાડે મકાન માં રહેતા હતા મકાન માલિક તો વિદેશ હતાં પણ નિલેશ નાં મિત્ર નાં કાકા હતાં એટલે મકાન ભાડે મળ્યું હતું અને આ સોસાયટીમાં અને મકાનમાં રહેતા સાત વર્ષ થયા હતા...
આમ તો સોસાયટીમાં બધાં જ સારાં હતાં પણ આ કોરોના મહામારી એ બધાં નાં વિચારો બદલી નાખ્યાં હતાં અને એટલે જ માણસાઈ મરી પરવારી હતી...
આ કોરોના નાં લીધે લોકડાઉન થયું એટલે
નિલેશ રોજબરોજ દૂધ ને આવશ્યક ચીજવસ્તુ લેવા નિકળતો હતો એમાં એ સંક્રમિત થયો અને એને કોવિડ હોસ્પિટલ લઈ ગયા...
અને સોસાયટીમાં આ સમાચાર આગ ની જેમ ફેલાઈ ગયાં અને આજે આવો હુમલો થયો એ તો સારું હતું કે એણે પેહલે થી જ બારી બારણાં બંધ રાખ્યા હતા અને સમયસર પોલીસ આવી ગઈ એટલે...
આજે તો પોલીસે બચાવી લીધા પણ હવે પછી કંઈ થયું તો એ વિચાર માત્ર થી કાવેરી ધ્રુજી ગઈ...
કાવેરી ઘરની બહાર નીકળતી નહોતી કારણકે મ્યુનિસિપાલિટીના માણસો જ દૂધ, શાક ને આવશ્યક ચીજવસ્તુ ઘરે આપી જતાં હતાં...
પણ આવાં હુમલા થાય તો રુદ્ર ડરી જાય અને બીજું જો આ લોકો મને અહીંથી કાઢી મૂકે તો હું ક્યાં જઈશ...
આમ કાવેરી ડરતી રહી અને વિચારો કરી રહી...
સોસાયટી નાં સભ્યો પણ આવતાં જતાં મોટે મોટેથી બૂમ પાડી ને કાવેરીને સંભળાવી જતાં...
કાવેરી ને તો જાણે એવું લાગતું કે જાણે એનાં પરિવારે જાણે મોટો ગુન્હો કર્યો હોય...
હોસ્પિટલમાં થી નિલેશ નો ફોન આવ્યો અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બધી વાત કરી..
આ સાંભળીને નિલેશ બોલ્યો હું જલ્દી જ સારો અને સાજો થઈ આવીશ તું અને રુદ્ર તમારું ધ્યાન રાખજો અને હિંમત રાખો હું આવું એટલે આપણે બીજે રહેવા જતાં રહીશું તું ચિંતા ના કરીશ...
આમાં સોસાયટી નાં સભ્યો નો શું વાંક કાઢવો આ કોરોના નાં લીધે તો બધે જ માણસાઈ મરી પરવારી છે...
આમ કહીને નિલેશ ફોન મૂક્યો અને કાવેરી માં થોડી હિંમત આવી...
ભાવના ભટ્ટ અમદાવાદ....