Even a life like this - 3 books and stories free download online pdf in Gujarati

જીવન એક આવું પણ - 3


(આગળ તમે જોયું કે દાદી ફરી પાછા ગામડે જતા રે છે
ત્યારે ગુડી કઈ બોલતી નથી ...)

ગુડી ખુજ દુઃખી હોય છે કોઈ ને કંઈપણ કેતી નથી અને એકલી એકલી રડીયા કરે છે..

પણ એનો મોટો ભાઈ હંમેશા એની સાથે હોય છે..

એને માથું ઓળવી આપે
નવડાવી દે
ગુડી સ્કૂલ જાય ત્યારે તેનું ટિફિન બોક્સ પણ એના ભાઈ જ તેને ભરી ને આપતા..

ગુડી જેવી સ્કૂલ થી આવે કે એને લેસન કરાવું..
નાસ્તો બનાવી ને ગુડી ને જમાડવું..
ટયુશન મુકવા જવું..

બધું કામ એના મોટા ભાઇ કરતા..

ગુડી એના પાપા થી બોવ જ ડરતી..

એટલે કંઈપણ લાવું હોય તો એ પાપા ને નઈ મોટા ભાઇ ને કેતી..

ગુડી ના પપ્પા જ્યારે કોઈ પણ ઉપર ખિજાતા ત્યારે ગુડી બોવ જ ડરી જતી..

પાપા કોઈ નું માનતા નહિ જે એમ ને ગમે એજ કરવાનું..

થોડા સમય પછી વેકેશન પડે છે ને બાપુજી ગુડી ને લેવા આવે છે ગુડી ખૂબ જ ખુશ થઇ જાય છે ને ગામડે જઇ ને બધા સાથે બોવ બધી વાતો કરે છે ..

બોવ બધી મસ્તી..

ઓડર. આપવા...

બાપુજી આ ખાવું છે બનાવો ને..

બાપુજી સવારે વહેલા ઉઠી ને ગુડી ને ગુંદી બોવ જ ભાવતી ..ગુડી ઉઠે ની બાપુજી સુ બનાવ્યુ..

બાપુજી કોને ..

તું જાતે જ જોય લે..

અરે વાહ ..આ તો બોવ જ મસ્ત છે..

બાપુજી તમે કેટલા વાગે ઉઠયા..

ત્યાંજ બા આવે છે તારા બાપુજી 4 વાગિયા ના ઉઠયા છે તારા માટે..

ગુડી ને ગુંદી ભાવે છે તો એ ઉઠે પેલા બનાવી દવ..

ત્યાં જ ગુડી મીઠી મીઠી ગુંદી ખાય છે ને પછી 10 વાગે ફરી ચા પીવાની એ પણ આખી કીટલી ભરી ને ..

બાપુજી દુકાને થી આવે ત્યાં દીદી ચા બનાવે ત્યારે એક આખી કીટલી ચા મારા માટે હોય ..
ત્યાં જ બાપુજી આવે ને ચાની કીટલી માં 1 ચમચી ભરી ને ગાયનું ઘી નાંખે..

મને એ ઘી વળી ચા બોવ જ ભાવતી ..હું રોજ એ ચા પીતી....

બપોરે બાપુજી કેરીનો રસ પુરી ને બટાકા નું સાક બોવ જ મઝા આવતી ખાવાની..

પછી બપોરે 2 થી 4 સુઈ જવાનું..

ઉઠી ને બાપુજી મસ્ત વરિયાળી નું લીંબુ સરબત બનાવે એ પીવાનું..

સુ મોજ હતી મારી..

રાત્રે દાદી જોડે એના ખાટલા માં જ સુવાનું..

પણ એમ એમ કરતાં વેકેશન પૂરું થઈ જાય છે..

ને ગુડી ના પાપા ગુડી ને લેવા આવે છે..

ગુડી પાછી ઉદાસ થઈ જાય છે ..એના પાપા ગુડી આજે રાતની ટિકિટ છે..

બાપુજી હા હા મને ખબર છે હું રાતે એને મૂકી જઈશ..

પાપા ને જોય ને ગુડી દાદી ની પાછળ સંતાય જાય છે..

ત્યાં જ રાત થાય છે સાંજે 5 વાગે બાપુજી આવે છે દુકાને થી ગુડી ચાલ આપણે ઉના જાયે તારા ફઇ ના ઘરે ..ગુડી એટલે મારે અમદાવાદ નિય જવાનું ..

આટલું બોલતા જ એ ખૂબ ખુશ થઈ જાય છે ને કૂદવા લાગે છે..

આ જોય દાદી ની આંખો મા આંસુ આવી જાય છે ..

પણ કઈ બોલતા નથી ને બીજી ઓરડી માં જઇ ને બેસી જાય છે ને આંખો બન્ધ કરી ને સુય જાય છે ..

પોતાના જીવ થી પણ વહાલી દીકરી ને જેમ એક માં રોતી હોય એમ દાદી રોવે છે ..

બાપુજી

દીદી

ભાઈ

બા

પણ હું કઈ સમજી શક્તિ નથી હું તો ખુશ હતી ..મને એમ હતું કે હું તો ફઈ ના ઘરે જાવ છું ને કાલે પાછી દાદી પાસે આવી જઈશ..

પણ આ માસુમ ને કોણ સમજાવે કે સાચું સુ છે..

બા અને બાપુજી ઉના જાયે છે..

દીદી પણ મને બાથ માં લઇ ને બોવ જ રડે છે ..

હું સાવ પાગલ એ બોલું છું કે ..સુ દીદી હું થોડી અમદાવાદ જાવ છું કાલે તો બાપુજી જોડે પાછી આવી જઈશ..

ત્યાં જ અમે નીકળી ઉના જવા માટે ત્યાં જઈ ને બાપુજુ મને વેલા જમાડી ને સુવડાવી દે છે..

8 વાગયા ની બસ હતી હું જેવી સુઈ ગઈ કે બાપુજી ધીમે થી બાથ મા લઈ ને બસ માં સુવડાવી દે છે..

ત્યારે બાપુજી ની આંખોમાં આંસુ સિવાય કંઈ હોતું નથી..

ખાલી એટલું જ કે છે કે ગુડી ન સાચવજો ને ખિજાતા કે મારતા નઈ..

ને બાપુજુ નમ ભરી આંખો સાથે ત્યાંથી નીકળી જાય છે..

સવારે ગુડી ઉઠી ને જોવે છે તો પોતે ગામડે નહિ પણ અમદાવાદ હોય છે..

એ આમ તેમ જોવે છે..

એના ઘર ને શોધે છે..

બાપુજી સમાન પાપા ને

બા જે મમી થી વીસેસ છે..

દીદી જ દોસ્ત થી પણ વધુ છે..

દાદી જે એનો એક શ્વાસ છે..

પણ જે લાગણી ગામડે એ

અમદાવાદમાં ક્યાં મળે..

ગુડી ની અમદાવાદમાં એની જીવન શૈલી કેવી હશે એ જોવા માટે વાંચતા રહો..
જીવન એક આવું ...