The Game Of Luck - 4 books and stories free download online pdf in Gujarati

નસીબ ના ખેલ - 4

તને જ પૂછું છુ આમ ભૂત ની જેમ મારી સામે શું જુવે છે....બોલ મને કઈ થઈ ગયું હોત તો શું?

તો શું હું તારા ઘરે શું જવાબ આપત...અંકલ અને આંટી ને કેમ ફેસ કરત....બસ મળી ગ્યો જવાબ હવે જાસુ કે અહી જ રોકવાનો વિચાર છે...

લુચ્ચો....અંકલ આંટી ને શું જવાબ આપત (પ્રિયા મનમાં પાર્થ પર ગુસ્સો કરે છે....અને સાથે સ્મિત કરતાં વિચારે છે મને લાગે છે કે આજે મારે મારા મનની વાત પાર્થ ને કહી દેવી જોઈએ....આમ પણ આ સારો મોકો છે ફરી આવો મોકો મળે ના મળે....મને પાર્થ નું વર્તન જોઈ ને નથી લાગતું કે એ મને ના કહેશે...બની શકે એ પણ મારા વીશે એ જ વિચારતો હોય જે મારા મન માં એના માટે છે...)

પાર્થ : ચાલ હવે...કોના વિચારો માં ખોવાય ગઈ? મને લાગે છે કે ઘરે જય ને તને કોઈ સારા મગજ ના ડોક્ટર ને બતાવવું પડશે....હસતાં હસતાં પ્રિયા ને....

પ્રિયા : સારું હો તારે મારી ચિંતા કરવાની જરૂર નથી....અને હું જેના પણ વિચારો માં હોય તારે શું? તું તારા માં ધ્યાન આપ ને....

પાર્થ : બસ મેડમ પાસે બહેસ કરાવી લ્યો...સારા સારા વકીલ પણ ટુકા પડે....(મનમાં બોલે છે)

પ્રિયા : પાર્થ! સાંભડ ને...આજે અહી જ રોકાઈ જઈ એ મને પગ માં બહુ પેઇન થાઈ છે મારા થી અગડ નહીં ચાલી સકાઈ....

પાર્થ : નહીં પ્રિયા , મયંક અને પ્રીતિ આપણી રાહ જોઈ રહ્યા હસે...અપડે જવું પડસે...કોશિશ કર ચાલવાની...

પ્રિયા : યાર મારા થી નથી ચલાતું...એક કમ કર મને તેડી ને લઈ જા....

પાર્થ : હે!!!....તો એક કામ કરીયે અપડે અહી જ રોકાઈ જઈ એ હું આ રિસ્ક ના લઈ સકું....તારો વજન બાપા હું ના ઉપાડી સકું....

પ્રીતિ : થેન્ક યૂ ગોડ (મનમાં)...મે તો પેલા કહ્યું હતું પણ નહીં....કીધે કુંભાર ગધેડે ના બેસે....

પાર્થ : હા...હા...હા...જોક હતો?...મને જરા પણ પસંદ ના આવ્યો (મસ્તી માં)

પાર્થ : તને ભૂખ લાગી હસે ને તું બેસ હું જોવ કઈક મળે તો....

થોડી વાર માં પાર્થ લાકડી અને ફ્રૂટ લઈ ને આવે છે...લે તું આ ફ્રૂટ ખા હું આગ પ્રગટાવવા નો પ્રયત્ન કરું....

પ્રિયા : તું આવ બેસ સાથે જ ખાઈ એ ભૂખ તો તને પણ લાગી હસે ને....

તાપણું કરી ને પાર્થ અને પ્રિયા ફ્રૂટ ખાતા ખાતા વાતો કરે છે....આજે કેવી મજા આવી નઇ ડુંગર પર ગ્યાં , જોર જોર થી બૂમો પાડી, મનમાં એક હળવાસ નો અનુભવ થયો....હા પ્રિયા એતો એક દમ સાચું કહ્યું તે...આજ થી પહેલા હું ક્યારે આટલો ખૂસ હતો મને યાદ પણ નથી....થેન્ક્સ ટુ યૂ આ બધુ તારા લીધે જ પોસિબલ થયું છે...તું પિકનિક નો પ્લાન ના કરત તો આ બધુ માણવા ના મળત....

પ્રિયા : શું ફોર્માલિટી કરે છે તું પણ....(મને લાગે છે હવે મારે પાર્થ ને મારી ફિલિંગસ કહી દેવી જોઈએ અને આમ પણ મારા થી હવે વેઇટ નથી થતો)

અચ્છા પાર્થ આજે આપડે જે ફોટોસ ક્લિક કર્યા એ તો બતાવ...તારા ફોન માં હસે ને....

પાર્થ : હા ચલ જોઈએ....એક પછી એક ફોટોસ જોવે છે...જોતો આમાં મયંક ભાઈ કેવા લાગે છે....હાહાહા

હા અને આ પ્રિતૂડી જોતો આમાં મારી બાજુ માં આવી ને કેવી ઊભી રાય ગઈ છે જાણે ગિર્લફ્રેંડ હોઈ.....

આ સાંભડી ને પ્રિયા ને એક દમ આઘાત લાગે છે કે ક્યાક પાર્થ પ્રીતિ ને તો પસંદ નથી કરતો ને....કોલેજ માં ઘણી વખત મે નોટિસ કર્યું છે એ પ્રીતિ જોડે ઘણી વાતો કરે છે અને ક્યારેક તો એની વાત માં એવો ખોવાય જાઈ છે કે આજુ બાજુ નું ભાન જ નથી રહેતું....મનમાં ને મનમાં પ્રિયા વિચારો એ ચડે છે અને પોતાની જાતને સમજાવતા કહે છે, તું પણ ખબર નહિ શું શું વિચારતી રહે છે...થોડી વાર પહેલાની વાત યાદ કર એ તારી કેટલી કેર કરતો હરો કેટલો ડરી ગયો હતો એ બધુ ભૂલી ગઈ....

પાર્થ : પ્રિયા...પ્રિયા...ક્યાં ખોવાય ગઈ?..સાંભળ તને એક વાત કરવી છે મારે...પણ કેમ કહું સમજાતું નથી...

પ્રિયા : અરે...એમાં આટલું બધુ શું વિચારે છે...અપડે બાળપણ ના મિત્રો છીએ...અને મને વાત કરવા તારે આટલું વિચરવું પડે તો ખુદ ને તારી દોસ્ત કહેતા પણ મને શરમ આવસે...આટલું ન વિચાર... બોલ તારે જે કહેવું હોય એ.....આટલું કહેતા પ્રિયા પાર્થ નો હાથ પકડી લે છે અને તેને આશ્વાસન આપતી હોય એમ પ્રેમ ભરી આંખો થી પાર્થ સામે જોઈ રહે છે....

પાર્થ પ્રિયા ને શું કહેશે? શું પ્રિયા ના દિલ માં જે વાત છે એજ પાર્થ ના દિલ માં છે કે પછી પાર્થ કઈ બીજી વાત કરવા માગે છે...જાણીએ આવતા અંક માં....