The Game Of Luck - 6 books and stories free download online pdf in Gujarati

નશીબ ના ખેલ - 6

પ્રિયા : પાર્થ ચલ હવે અપડે નિકડીએ...મયંકભાઇ & પ્રીતિ આપણી રાહ જોઈ રહ્યા હશે....

પાર્થ : હા પ્રિયા! નિકળીએ પણ પહેલા તું મને એ કે તારી આંખો કેમ લાલ છે અને સોજી ગયેલ પણ લાગે છે...તબિયત તો સારી છે ને?

પ્રિયા : મને શું થવાનું...ઊંઘ ના આવી એના લીધે થોડી સુજન છે...ઘરે પોચીને આરામ કરીશ તો ઠીક થઈ જઇસ...(કાશ તું મારી આંખો માં તારા માટે નો પ્રેમ દેખી શક્યો હોત પાર્થ...મારી આંખો ની સુજન તને દેખાઈ છે તો પછી મારી આંખો માં રહેલ તારા માટે નો પ્રેમ કેમ નથી દેખાતો...) પ્રિયા મન માં વિચારે છે...પછી બંને લોકો ટેન્ટ તરફ જવા નીકળે છે.

મયંક : હાશ !! પ્રિયા ક્યાં ખોવાય ગઈ હતી તું?...અમે તને કેટલી શોધી પણ તું ક્યાય ન મળતા હું ને પ્રીતિ અહી આવી ગયા એ વિચારીને કે પાર્થ તને શોધી લાવશે...

પ્રીતિ : ...અને જો મયંકભાઇ એવું જ થયું પાર્થ પ્રિયા ને શોધી લાવ્યો....

પાર્થ : હા ચાલો હવે બધો સામાન ગાડી માં મૂકો આપડે નિકળીએ હવે....

પ્રિયા : હા નિકળીએ...

બધા ફરી ઘર તરફ જવા નીકળી પડે છે...મજા પડી ગઈ અપડે થોડા થોડા ટાઇમ એ આવી ટ્રીપ ગોઠવતું રહેવું જોઈ એ નઇ પાર્થ ? મયંક પાર્થ ના ચહેરાની સ્માઇલ જોઈ ને તેને મજાક ભર્યા શબ્દો માં પૂછે છે...મયંક ને લાગે છે કે પ્રિયા એ તેના દિલ ની વાત પાર્થ ને કરી દીધી હસે અને આ તેની જ ખુશી પાર્થ ની સ્માઇલ માં દેખાઈ રહી છે...તે પ્રિયા તરફ જોવે છે તો પ્રિયા નો ચહેરો મુરજયેલો લાગે છે અને આંખો પણ સુજાયેલી જોવે છે...

મયંક: પ્રિયા શું થયું તારી તબિયત તો બરાબર છે ને? તારો ચહેરો કેમ મૂર્જાઈ ગયો છે બહેન?

પ્રિયા : ના મયંકભાઇ એવું કઈ નથી તબિયત તો બરાબર છે...રાત ના સરખી ઊંઘ ના થવા ના લીધે થોડી થકાન છે બસ...આરામ કરીશ એટલે ઠીક થઈ જઇસ....

મયંક : તો વાંધો નથી બાકી તબિયત સારી ના હોય તો પહેલા હોસ્પિટલ જઈએ....

પ્રિયા : ના ના મયંકભાઇ એની કોઈ જરૂર નથી હું ઠીક છુ...

પ્રિયા ની જીભ કઈ બોલે છે અને એની આંખો કઈ બીજું જ બોલે છે...કઈક તો વાત છે જે પ્રિયા છુપાવી રહી છે...મારે પ્રિયા સાથે વાત કરવી જ પડસે કે આખિર વાત છે શું? અને પ્રિયા આટલી પરેશાન કેમ છે?

પાર્થ તેની મસ્તી માં જ છે અને શીશા માથી એકી નજરે પ્રીતિ ને જોયા કરે છે મનમાંને મનમાં હાસ્ય કરે છે...હું પ્રીતિ ને કેવી રીતે મારા દિલ ની વાત કરું...મૂવી નો પ્લાન કરું...નઇ નઇ એ એકલી મારી સાથે મૂવી જોવા તો અવશે નહીં...ડિનર પર લઈ જઉ...નઇ રાતે એના મમ્મી પપ્પા એને નહીં નીકળવા દે...શું કરું એવું કે મને પ્રીતિ સાથે એકલા ટાઇમ મળે અને હું એને વાત કરી શકું...એક કામ કરું કાલે પ્રિયા ને મળું એને વાત કરું એની પાસે જરૂર કોઈ આઇડિયા હશે...હા આ ઠીક રહેશે...

મયંક : ચાલો તો હવે કાલે કોલેજ માં મળીએ...

પાર્થ : હમ્મ...બાઇ પ્રિયા , બાઇ પ્રીતિ...ટેક કેર

બધાં પોત પોતની ઘરે જતાં રહે છે

બીજા દિવસે બધાં કોલેજ માં ભેગા થાય છે પણ આજે પ્રિયા ક્યાય દેખાતી નથી...

પાર્થ : મયંક તને કઈ ખ્યાલ છે પ્રિયા કેમ નથી આવી આજે ??...વાત થઈ હતી તારે કઈ ??

મયંક : ના ના મારે તો કઈ વાત નથી થઈ...ઇન્ફેક્ટ મે કાલ સાંજે કોલ પણ કર્યો હતો પણ એણે રિસીવ ના કર્યો...પછી તો હું પણ સૂઈ ગ્યો હતો....

ટ્રીન...ટ્રીન...ટ્રીન...ટ્રીન...ટ્રીન...તમે ડાઈલ કરેલ નંબર પર કોઈ જવાબ આપી રહ્યું નથી (પાર્થ ફોન કરે છે પણ પ્રિયા ફોન ઉપાડતી નથી)
પ્રીતિ : આજ થી પહેલા તો ક્યારેય એવું બન્યું નથી કે પ્રિયા ફોન ના ઉપાડે...આપડે પ્રિયા ના ઘરે જવું જોઈએ...એની તબિયત કાલ થી થોડી ખરાબ હોઈ એવું લાગતું હતું...

મયંક : પ્રીતિ સાચું કહે છે તું આપડે પ્રિયા ના ઘરે જવું જોઈએ...ખબર તો પડે....

પાર્થ મયંક મેં વચ્ચે જ બોલતો અટકાવે છે...
ચાલો હવે ખોટો ટાઈમ બગાડ્યા વગર જલ્દી જઈએ...

પાર્થ : આંટી ! પ્રિયા ક્યાં છે એ આજે કોલેજ ના આવી અને ફોન પણ નથી ઉપાડતી...એની તબિયત તો ઠીક છે ને?
અલ્પાબેન : કાલ પીકનીક માંથી આવી પછી એના રૂમ માં જ છે...ખબર નહિ શું થયું છે કઈ બોલતી નથી અને રૂમ માંથી બહાર પણ નથી નીકળી....તમે જ જાવ મળી લ્યો એને તમને કઈ કહે તો...

મયંક : આંટી , તમે ચિંતા ના કરો...અમે વાત કરીશું