Stranger ..... books and stories free download online pdf in Gujarati

અજનબી.....

અજાણ્યા મહેમાન બનીને આપણી જીંદગીમા ધણા બધા
આવે છે.કયારે કોણ અજાણ્યું બનીને આવે ખબર નથી..
કોઈ મિત્ર બનીને કે કોઈ ફેન્ડ બનીને તો કોઈ જીવનસાથી
બનીને.તેવી જ રીતે આજે રિધ્ધિ ની લાઈફમા કોઈ અજાણ્યું મહેમાન બનીને આવ્યુ હતું......

રિધ્ધિ તેની ઓફીસમાં કામ કરી રહી હતી.અને ઓફીસના
સ્ટાફને કીધું હતું કે તેને કોઈ ડિસ્ટબ ન કરે.ત્યા ઓફીસનો
એક પ્યુન આવ્યો અને રિધ્ધિ ને કહ્યુ.....

મેમ તમને કોઈ મળવા આવ્યુ છે.....

રામુકાકા...મે ના પાડી છે કે મારે ખુબ કામ છે તો ઓફીસમાં
કોઈ ન આવે.જે પણ હોય એને કહો બહાર વેઈટ કરે....

ઓકે...મેમ...

(તે પ્યુન બહાર આવીને કહે છે.)

સર, તમે વેઈટ કરો....મેમ બીઝી છે......

ઓકે....તે અજાણ્યા વ્યકિત બહાર 30 મિનિટ વેઈટ કરે છે.પછી તે પ્યુન ને કહે છે.....

અંકલ...તમારા મેમ ને કહો..સ્પેશ્યલી તમને કોઈ મળવા આવ્યુ છે....

ના...બેટા...મેમ સમય ના પ્રાંબધ છે....તે મને ડાટ લગાવશે.....

નહીં લગાવે અંકલ...મને જવા દો...હું સમજાવી દઇશ...

ના...બેટા....

ત્યા તો તે દોડીને રિધ્ધિ ની કેબિનનો દરવાજો ખોલે છે.અને
રામુકાકા તેની સાથે બોલતા હોય છે.રિધ્ધિ જોવે છે તો બોલે છે.....

અનિકેત તું.....

હા...રિધ્ધિ...આ તારા પ્યુન...મને અહીં આવવા જ નથી દેતા....

સોરી..અનિકેત..એમનો કૉઈ વાંક નથી..મે જ ના પાડી હતી.
રામુકાકા તમે જાવ....

હેવ અ સીટ...અનિકેત...હાઉ આર યુ....

આઈ એમ ફાઈન...એન્ડ યુ...?

ફાઈન...અનિકેત....

તું કયારે આવ્યો...ઈન્ડીયા....?

બસ..2 દિવસ પહેલા જ અહીં આવ્યો તો તને ઈરછા હતી
મળવાની....પણ નંબર તો હતા નહી તારા...પણ તારા હસબન્ડ નું નેમ ન્યુઝ પેપરમાં જોયું તો અને તારું પણ....
એટલે...એડ્રેસ મળી ગયું.....શું નામ હતું તારા હસબન્ડ નું...
વિશાલ....બિઝનેસ જગતમાં નામ છે તમારી કંપનીનું....

હા....આ બધી મહેનત વિશાલ ની છે..તે હવે નથી આ દુનિયામા...અનિકેત....

સોરી...રિધ્ધિ....

ઈટસ..ઓકે...શુ લઈશ તું...?ચા કે કોફી યા કોલડ્રીકસ...

કોફી લઈશ....તારા હાથની....

આજે નહી...નેકસ્ટ ટાઈમ...

ઓકે....ધણા ટાઈમ પછી મળ્યા આપને....

હા... શું ચાલે છે.....કયા એ કોલેજનો અનિકેત...અને આ
અનિકેત......

કયા આ રિધ્ધિ અને કયાં એ કોલેજની રિધ્ધિ.....ખુબ ચેન્જ થય ગયું તારામાં...ઓલવેઝ ભાગતી રિધ્ધિ.એક જગ્યા પર
તો બેસતા ન આવડતું હતું.....

હા...એ તો છે અનિકેત...ધણુ બધું ચેન્જ થય ગયું..વિશાલ ના ગયા પછી....

ત્યા રિધ્ધિ ના સસરા પરેશભાઈ આવે છે.અને કહે છે....

રિધ્ધિ આ ડીલના પેપર્સ છે તું જોઈ લેજે....

ઓકે...ડેડ..અને ડેડ આ મારા કોલેજનો ફેન્ડ છે અનિકેત...

હલ્લો...અંકલ...કેમ છો....

બસ મજામા...આમ જ આવતો રહે...રિધ્ધિ ને મળવા...
અને ઘરે પણ આવજે....

પરેશભાઈ ને અનિકેત સારો છોકરો લાગે છે....પછી પરેશભાઈ ત્યાથી ચાલ્યા જાય છે.અને અનિકેત ને પણ એક
કોલ આવતા અરજન્ટ જવાનું થાય છે.....

રિધ્ધિ...ચલ..પછી મળીએ...હું કોલ કરીશ...અત્યારે અરજન્ટ જવાનું છે....

ઓકે...અનિકેત...બાય....

પછી રિધ્ધિ કામમા બીઝી થય જાય છે ત્યા તેની સામે કોલેજના દિવસો યાદ આવી જાય છે.....

અનિકેત તેનો કોલેજનો ફેન્ડ હતો.આખી કોલેજનો હેન્ડસમ
બોય....બધી ગલસૅ તેના પર મરતી હતી.પણ અનિકેત ને તો
કોઈ અલગ જોઈતું હતું. ત્યા કોલેજમાં રિધ્ધિ ની એન્ટ્રી થઈ.5'6 ફીટ હાઈટ,ગુલાબી ગાલ,એક ગાલ પર ડિમ્પલ
પડતું તે તેની સ્માઈલ મા ચાર ચાંદ લગાવી દેતું..માંજરી આંખો, કમર થી નીચેના હેર....રિધ્ધિ ને જોઈને એવું લાગતું હતું કે ભગવાને જાણે નવરાશના પલોમા બનાવી હશે....
અને આજે પણ એવી જ હતી...

અનિકેત રિધ્ધિ સાથે ફેન્ડશીપ કરી.ધણી બધી ગલસૅ ને
રિધ્ધિ થી જલન થતી.અનિકેત રિધ્ધિ ને લવ કરતો હતો.પણ તેને કહેવાની હીંમત ન ચાલતી હતી.તેને ડર હતો કે રિધ્ધિ મારાથી દુર ન થય જાય ક્યાક...આમ ને આમ
કૉલેજનું લાસ્ટ યર પણ પુરું થવા આવ્યુ.અનિકેતે વિચાર્યું કે
હવે તો હું રિધ્ધિ ને પ્રપોઝ કરીશ જ...પછી જે પણ આન્સર
આવશે તે હું જોઈ લઈશ...

રિધ્ધિ અનિકેતને ફેન્ડ જ માનતી હતી.તેના મનમા અનિકેત
માટે બીજું કંઈ ન હતું....

એક દિવસ અનિકેત રિધ્ધિ ને પ્રપોઝ કરવાનો હતો ત્યા રિધ્ધિ આવીને અનિકેત ને હગ કરે છે અને કહે છે....

અનિકેત આજે મને છોકરો જોવા આવવાનો છે.આઈ એમ
સો એકસાઈટેડ.....અને અનિકેત ના પગ નીચેથી જમીન
સરકી જાય છે....શું થયું તને...?

કંઈ નહીં...ફાઈન...અનિકેત ત્યાથી ચાલ્યો જાય છે.અને તેની આંખમા આંસુ આવી જાય છે.....

રિધ્ધિ પણ વિચારે છે કે અનિકેત ને શું થયું હશે.પછી રિધ્ધિ
ને ઘરેથી કોલ આવતા તે ઘરે જાય છે.અને તે દિવસે સાંજે
રિધ્ધિ ને વિશાલ જોવા આવે છે. રિધ્ધિ ને વિશાલ પંસદ
આવી જાય છે અને વિશાલ ને પણ....પછી બનેવની સગાઈ
થય જાય છે અને મેરેજ પણ...અનિકેત રિધ્ધિ ના મેરેજ
માં જતો નથી..કંઈક બહાનું બતાવી દે છે....

પછી અનિકેત અને રિધ્ધિ વચ્ચે કોઈ કોન્ટેક્ટ રહેતો નથી.
અને રિધ્ધિ પણ તેની લાઈફમાં બીઝી છે અને અનિકેત પણ.....

રિધ્ધિ ના મેરેજ ને આજે 5 યર થય ગયા. રિધ્ધિ ના સાસુ-સસરા રિધ્ધિ ને તેના મેરેજ માટે કહેતા.પણ
રિધ્ધિ ના પાડતી...અને વાત ટાળી દેતી.....આ બાજુ અનિકેત ને પણ તેના મોમ-ડેડ મેરેજ માટે કહેતા પણ
અનિકેત કોઈ આન્સર આપતો નહી...

આ બાજુ અનિકેત પણ રિધ્ધિ વિશે વિચારતો હતો.અને
વિશાલ વિશે....

આમ ને આમ દિવસો જતા જાય છે.એક દિવસ અનિકેત
રિધ્ધિ ની ઓફીસમાં આવે છે.અને રિધ્ધિ ને મળે છે.અને
વાતો કરે છે...

રિધ્ધિ તું ફી હોય તો આજે ડિનર માટે જઈએ...

ના..અનિકેત આજે નહીં..ખુબ જ કામ છે આજે...

કામ તો આખી લાઈફ કરવાનું છે...બેટા..કયારેક કયારેક
આપણી ખુશી માટે પણ જીવી લેવું જોઈએ. અનિકેત તું
આજે રિધ્ધિ ને લઈ જજે ડિનર માટે....(પરેશભાઈ)

ઓકે અંકલ.....તો હવે રિધ્ધિ ના પાડવાનો કોઈ ઓપ્શન નથી.

ઓકે...અનિકેત....

પછી બનેવ ડિનર માટે જાય છે. અને રિધ્ધિ ને વિશાલ ની યાદ આવી જાય છે.અને તેની આંખમા આંસુ આવી જાય છે....

આઈ નો રિધ્ધિ તું વિશાલ ને મીસ કરે છે.જે આપણી દિલની કરીબ હોય તે ન હોય ત્યારે શું થાય એ મને ખબર છે...
એ બધું છોડ...શું ખાઈશ તું...આજે તારી પસંદ નું હું ઓડૅર કરીશ....(અનિકેત પંજાબી ઓડૅર કરે છે)

ઓહ...તને આજે પણ મારી પસંદ યાદ છે...શું વાત છે....

હા..તો..આફટર ઓલ મારી ફેન્ડ છે તું.....

હા....તો...બોલ બીજું શું ચાલે છે તારી લાઈફમાં...મેરેજ
તો હવે કરી જ લીધા હશે..શું કરે છે તારી વાઈફ....

(અનિકેત હસવા લાગ્યો).....😂😂

કેમ હસે છે અનિકેત....

સોરી..રિધ્ધિ...મે મેરેજ નથી કર્યા હજું....

વોટ....?

યસ...આઈ એમ અનમેરીડ...આજ સુધી એવું કોઈ મળ્યુ જ નહીં...જેની સાથે મારી લાઈફ હેપી થય જાય.....

લાઈફમાં બધા વ્યકિત સારા જ હોય છે.બસ..આપણે સમજવાની જરુર હોય છે.મારી લાઈફમાં પણ વિશાલ હતો
ખુબ જ લવ કરતી હતી.અને આજે પણ કરું છું.2 યર પહેલા કાર એકસીડન્ટમા તેની ડેથ થય ગઈ.અને અમારા મેરેજ ને 5 યર પુરા થય ગયા....કયારેક ન વિચાર્યુ હતું કે
લાઈફ આવો વળાંક લેશે.....અને મે ઓફીસ જોઈન્ટ તો
વિશાલ હતો ત્યારે જ કરી હતી.તેને જ મને બધું કામ
શીખવાડ્યું...એના ગયા પછી મે આખો બિઝનેસ સંભાળી
લીધો...કયારેય ન વિચાર્યુ હતું કે આટલો મોટો બિઝનેસ
સંભાળીશ...કોલેજમાં હતી ત્યારે બિઝનેસ નો બી પણ
ન આવડતો હતો.....

હા...એ રાઈટ કહયું તે...પણ સમય બધું જ શીખવાડી દે
છે......

પછી બંનેવ ડિનર કરીને ઘરે જાય છે.અનિકેત રિધ્ધિ વિશે
વિચારતો હોય છે.....

આમ ને આમ દિવસો જતા જાય છે.અનિકેત પણ રિધ્ધિ ને
ધણી વખત મળવા આવતો હોય છે.કોલ પર વાતો કરે છે.
પરેશભાઈ આ બધું જોતા હોય છે.તેને અનિકેત ગમતો હોય છે.એક વખત અનિકેત ઓફીસ પર આવે છે પણ રિધ્ધિ હોતી નથી તેથી તે પરેશભાઈ સાથે બેસીને વાતો કરે છે...
કોઈ ક્લાયન્ટ કોઈ કામ ને લગતા પેપર્સ આપવા માટે આવે છે.તે રિધ્ધિ ને ચેક કરવાના હોય છે પણ રિધ્ધિ હોતી નથી.
અનિકેત પરેશભાઈ ને કહે છે....

અંકલ..તમને પ્રોબ્લેમ ન હોય તો હું ચેક કરી આપું.....

ઓકે...અનિકેત....

અનિકેત પછી પેપર્સ જોઈને ક્લાયન્ટ સાથે વાત કરે છે.
આ બધું પરેશભાઈ જોઈને વિચારે છે કે અનિકેત એક
સારો છોકરો છે.રિધ્ધિ માટે સારો છે...હું આજે જ
રિધ્ધિ ના પેરેન્ટ્સ ને અને વનિતા ને વાત કરીશ.....

થેકયું...બેટા.....

એમાં થેકસ ન હોય...મને પણ વિશાલ ની જેમ જ માનજો.
કયારે પણ હેલ્પ ની જરુર હોય તો એક કોલ કરજો...

પછી બનેવ ચા સાથે વાતો કરતા હોય છે ત્યા રિધ્ધિ આવે
છે અને પરેશભાઈ પછી બધી વાત કરે છે. રિધ્ધિ ને પણ
આ વાત સાંભળીને ખુશી થાય છે......

સાંજે પરેશભાઈ આ વાત વનિતાબેનને કરે છે.વનિતાબેનને
પણ ખુશી થાય છે.પછી આ વાત રિધ્ધિ ના પેરેન્ટ્સ ને કરે છે.રિધ્ધિ ના પેરેન્ટ્સ પણ માની જાય છે.પછી એક વખત
પરેશભાઈ અનિકેત અને તેની ફેમીલી ને ડિનર માટે ઘરે બોલાવે છે.પછી પરેશભાઈ રિધ્ધિ અને અનિકેત ને બહાર કંઈક કામ માટે મોકલે છે.અને પાછળથી પરેશભાઈ અનિકેત
ફેમીલી ને બધી વાત કરે છે અને તે પણ આ સાંભળીને ખુશ
થય જાય છે...

પછી બધા ડિનર કરે છે.અને અનિકેત ના પેરેન્ટ્સ ને પણ રિધ્ધિ પસંદ આવે છે...અને આ બાજું બધાને પણ અનિકેત પંસદ આવે છે......પછી બધા રિધ્ધિ ને અનિકેત વિશે વાત કરે છે.....રિધ્ધિ રડતી રડતી તેના રુમમા જાય છે અને બધા તેને એકલી રહેવા માટે ટાઈમ આપે છે....

આ બાજુ અનિકેત ના પેરેન્ટ્સ પણ રિધ્ધિ ને જોઈને ખુશ થય જાય છે.અને વિચારે છે કે રિધ્ધિ પણ અનિકેત સાથે
મેરેજ કરી લે....

બીજા દિવસે રિધ્ધિ પરેશભાઈ ને કહે છે કે ....

ડેડ...હું આ વિશે વિચારીશ....

ઓકે..રિધ્ધિ...જેટલો ટાઈમ જોતો હોય એટલો લઈ લે.

રિધ્ધિ પણ હમણા થોડા ટાઈમ થી અનિકેત ને અવોઈડ
કરતી હોય છે.વાત સરખી કરતી નથી.કોલ રીસીવ કરતી
નથી.અનિકેત આ બધું નોટિસ કરતો હોય છે અને પરેશભાઈ પણ....

એક દિવસ અનિકેત ઓફીસ જાય છે.અને રિધ્ધિ તેને અવોઈડ કરીને મીટીંગનું બહાનું બતાવીને નીકળી જાય છે
પરેશભાઈ આ બધું જોતા હોય છે.અનિકેત ને પરેશભાઈ
કેબિનમાં બોલાવે છે.અને પછી બધી વાત કરે છે.....
અનિકેત પણ શોક થય જાય છે અને કહે છે..

અંકલ..રિધ્ધિ ની ઈરછા ન હોય તો આપણે તેને ફોસૅ કરી
શકતા નથી.અને આ લાઈફનો સવાલ છે...બે દિવસની તો
વાત નથી.

હા...એ તો છે બેટા..એને ટાઈમ માગ્યો છે...જોઈએ હવે..
અમે પણ તેનું સારું જ વિચારીએ છીએ..આખી લાઈફ એકલા ન નીકળે..અને હજી તો એની ઉંમર શું છે....

અંકલ...હું રિધ્ધિ સાથે વાત કરી લઈશ....

પછી પરેશભાઈ અને અનિકેત એક પ્લાન કરે છે.પરેશભાઈ
રિધ્ધિ ને કોલ કરે છે....

હલ્લો....રિધ્ધિ બેટા...એક ક્લાયન્ટ ને કોફીશોપ પર મળવા
જવાનું છે.જયા આપણા ક્લાયન્ટ આવે છે ઓલવેઝ તે કોફીશોપ પર....

ઓકે....ડેડ..હું હમણા જ ત્યા પહોચી જાઉં છું.....

આ બાજુ અનિકેત પણ ત્યા જવા નીકળી જાય છે.આ
બાજુ રિધ્ધિ પણ થોડીવાર માં પહોંચી જાય છે.તે વેઈટ
કરતી હોય છે...ત્યા અનિકેત આવે છે...અને રિધ્ધિ તેને
જોઈને ત્યાથી નીકળવા જાય છે.ત્યા અનિકેત રિધ્ધિ નો હાથ પકડે છે અને કહે છે....

સોરી...બટ...એક જ વાર વાત કરવી છે પછી તને પંસદ નહીં હોય તો લાઈફમાં કયારેય તને નહીં મળું....

ઓકે...બોલ....

આઈ નો...અને અંકલે જે વાત કરી તેનાથી તું હટૅ છે.બટ
એ તો પેરેન્ટ્સ છે.એ આપણા માટે કયારેય રોગ નથી વિચારતા.અને તને કોઈ ફોસૅ નથી કે મારી સાથે તારે મેરેજ
કરવા...તને ગમે તો જ હા પાડજે...નહીં તો ના કહીં દેજે
કારણકે...આ ડિસીઝન તારે લેવાનું છે.તારી લાઈફ છે.
અને અંકલ આન્ટી પણ રાઈટ જ કહે છે...આખી લાઈફ
એકલા ન નીકળે...કોઈનો સાથ તો જોઈએ...

બીજી વાત એ કે હું તને કોલેજમાં લવ કરતો હતો.પણ કયારે કહેવાની હિંમત જ ન થઈ.અને આજની વાત અલગ છે....હું તો બસ એમજ અજાણ્યો મહેમાન યા ફેન્ડ બનીને
આવ્યો હતો.મારા મનમાં એવી કોઈ વાત ન હતી.અને મને
ન ખબર હતી કે મારા આવવાથી આવું થશે....

સોરી...આમ પણ હું કાલ સવારની ફલાઈટમાં ઓસ્ટ્રેલિયા
જાવ છું......

અનિકેત ત્યાથી ચાલ્યો જાય છે.આ બાજુ પરેશભાઈ પણ
પરેશાન હોય છે કે શું થયું હશે.રિધ્ધિ પણ ઓફીસ થી ઘરે
જાય છે અને કોઈની સાથે કોઈ વાત કરતી નથી...રિધ્ધિ રાતે
સુતી હોય છે સપનામાં વિશાલ આવે છે....અને તેના આંસુ
લુછે છે અને કહે છે...

આવી જ રીતે આખી લાઈફ રહીશ.....મારે હસતી રિધ્ધિ
જોઈએ છે આવી સેડ નહીં....

રિધ્ધિ સવારમાં ઉઠે છે અને વિશાલનુ સપનું યાદ આવે છે.અને વિશાલનો મતલબ સમજી જાય છે અને સવારમાં જ તે ઉઠીને ફેશ થયને જોવે છે તો 9.30 વાગી ગયા હતા.10.30 ની અનિકેત ની ફલાઈટ હતી.તે ફેશ દોડતી દોડતી ઘરની બહાર જાય છે અને પરેશભાઈ પુછે છે...

આટલી ઉતાવળ માં કયા જાય છે...રિધ્ધિ...

ડેડ...તમારા જમાઈને લેવા...તેની ફલાઈટ છે આજની
હું ન પહોચી તો તે નીકળી જશે....

આ સાંભળીને પરેશભાઈ અને વનિતા બેન ખુશ થય જાય છે....આ બાજુ રિધ્ધિ કાર ભગાવીને જાય છે.પણ વચ્ચે
ટ્રાફિક હોવાથી તેને ઉભું રહેવું પડે છે....

આ પણ આજે જ થવાનું હતું. હું શોટકટ લઈને નીકળું નહીં
તો અનિકેત ની ફલાઈટ ટેક ઓફ થય જશે.....

રિધ્ધિ શોટકટ લઈને ગાડી ભગાવે છે.આ બાજુ ફલાઈટનો
ટાઈમ થવાને 10 મિનિટ ની વાર હોય છે.અને અનિકેત પણ
રિધ્ધિ વિશે વિચારતો હોય છે.આમ 10 મિનિટ પુરી થતા
અનિકેત જતો હોય છે.ત્યા પાછળથી અવાજ આવે છે...

અનિકેત....અનિકેત......

અનિકેત પાછળ ફરે છે અને રિધ્ધિ ને જોઈને ખૂશ થય જાય છે.રિધ્ધિ દોડીને તેને હગ કરે છે.અને બંનેવ ખુશ થય જાય છે.અને પછી રિધ્ધિ કહે છે

તે કીધું હતું કે લાઈફમાં કોઈનો સાથ જરુરી છે...મારો સાથ
આપીશ લાઈફ ટાઈમ....તારી લાઈફ પાટૅનર બનાવીશ મને......વીલ યુ મેરી મી....

યસ...આઈ વીલ મેરી યુ......

પાછળથી પરેશભાઈ, વનિતા બેન, અને રિધ્ધિ ના મોમ-ડેડ
અને અનિકેત ના મોમ-ડેડ પણ આ જોઈને તાળીઓ પાડે
છે....અને બધા ખુશ થય જાય છે.....

પછી અનિકેત અને રિધ્ધિ ના મેરેજ થય જાય છે અને અનિકેત રિધ્ધિ સાથે ઓસ્ટ્રેલિયા ચાલી જાય છે.....

આપણા જીવનમાં પણ આવી રીતે કોણ કયારે આવી જાય
એનું કંઈ નક્કી હોતું નથી.લાઈફ છે કંઈ પણ થય શકે છે..
એટલે જે પણ આવે તેનો સામનો કરતા શીખો.સારા વ્યકિત
સાથે સારું વતૅન કરો.અને ખરાબ વ્યકિત ને એની જ ભાષામાં આન્સર આપો.....


.....Apexa....✍✍💞💞💞