NON GUILTY in Gujarati Love Stories by Hardik Judo books and stories PDF | NON GUILTY

Featured Books
Categories
Share

NON GUILTY

આશિષ ઉર્ફે આશુ એક સામાન્ય છોકરો હતો, તેનો ઉછેર એક મધ્યમ વર્ગીય પરિવાર માં થયો હતો. તેના માતા પિતા એક કાપડ ની મિલ મા મજૂરી કરતા હતાં, આશુ ભણવા, રમવા વગેરે જેવી વસ્તુઓ માં બીજાં બાળકો ની સરખામણી એ થોડો નબળો હતો. ભણવા માં તેને સામાન્ય ગ્રેડ મળતા હતા તો રમત ગમત માં તેનું શરીર અને મગજ બંન્ને ઓછા જ કામ કરતા હતા. આશુ દિલ થી ભલો અને ભોળો હતો પણ લોકો તેને મંદબુદ્ધિ કહી ને તેનો મજાક બનાવતા હતા, આથી તેના કોઈ ખાસ મિત્ર નહોતા.
આશુ એ તેની સ્કુલ નુ ભણતર જેે તેમ કરી ને પુરૂ કર્યું પછી પોતે કઈ ખાસ હોંશિયાર ના હોવાથી બી.એ માં એડમિશન લીધું અને સાયકોલોજી પર ભણવા નું શરૂ કર્યું, આશુ નો અઢાર મો બર્થડે આવ્યો અને તેણે પોતાનાં કૉલેજ પ્રોજેક્ટ માટે કૈંક નવું કરવું હતું આથી તે પોતાનાં જન્મદિવસ પર સેન્ટ્રલ જેલ ગયો, ખૂંખાર કેદીઓ ની માનસિકતા જાણવા માટે, કૉલેજ થી પરમિશન લેટર અને જેલર નો સંપર્ક કરી આશુ જેલ પહોંચ્યો, એક પછી એક કેદીઓ ને જોતો આશુ આગળ વધી રહ્યો હતો, ત્યાં જેલ ના સેલ નંબર ૧૧૩ આગળ જઇ ને આશુ ઉભો રહી ગયો, જ્યાં દીવાલ પર કોલસા થી લખ્યું હતું, I'm not guilty આ શબ્દો વાચી ને આશુ ને આંખ પર અંધારા આવવાં લાગ્યાં, મગજ માં એક સાથે હજારો અવાજ સંભળાવા લાગ્યા કેટ કેટલીયે ચીસો સંભળાવા લાગી અને છેલ્લે એક લાશ જે ફાંસી લગાવી ને લટકી રહી હતી એ દૃશ્ય જોઈ ને આશુ ત્યાં જ ઢળી પડ્યો અને બેભાન થઇ ગયો.
આશું એ જ્યારે આંખ ખોલી તો પોતાને એક હોસ્પિટલ નાં બેડ પર જોયો આજુ બાજુ પોતાનાં માં બાપ બેઠા હતા, તેને ભાન આવ્યું છે તે સાંભળી ને ડોક્ટર દોડી આવ્યા, અને તેને શું થયું હતું કેમ થયું એ બધું પૂછવા લાગ્યા, ડોક્ટર ની વાત સાંભળી આશુ એ પોતાને જે યાદ હતુ એ કહી સંભળાવ્યું, ત્યાર બાદ જરૂરી ચેક અપ અને દવાઓ આપી આશુ ને ઘરે જવા માટે રજા આપવા માં આવી, આશુ એ પોતાનો મોબાઈલ જોયો તો તેને તારીખ જોઈ ને નવાઇ લાગી, પોતે એક અઠવાડિયા થી હોસ્પિટલ મા પડ્યો હતો. અંદર થી આશુ ખૂબ બેચેન હતો પોતાની સાથે આવું કેમ થયું એના વિચારો માં આશુ ખોવાયો હતો, ત્યાં રિક્ષા માં બ્રેક લાગી અને તેની તંદ્રા ભંગ થઈ, તેનું ઘર આવી ગયું હતું. આશુ એ ઘરે જઇ ભોજન લીધું અને આરામ કરવા માટે અંદર ગયો, દવા ની અસર ને લીધે આશુ થોડી જ વાર માં ઊંઘી ગયો.
આશુ ને સૂતા ની સાથે જ એક સ્વપ્ન આવ્યું, એક યુવાન દેખાયો ખૂબ સુંદર દેખાવડો અને હોંશિયાર, ખભા સુધી ના વાળ ઉંચી કદ કાઠી, બોલતી આંખો વાળો એ યુવાન કોઈ ફિલ્મી હીરો જેવો લાગી રહ્યું હતો, ખૂબ ધીમા અવાજ માં તેનુ નામ પણ સંભળાયું " આદિત્ય" આદિત્ય એક ખૂબ જ હોશિયાર યુવાન હતો, સ્કુલ થી લઈને કૉલેજ સુધી તેની સાથે આજ સુધી કોઈ પ્રથમ ક્રમાંક ની હોડ માં ટક્યું નહોતું, સ્કુલ ગેમ્સ હોય કે કોલેજ ગેમ્સ કે કોઈ સરકારી ટુર્નામેન્ટ છેક રાષ્ટ્રીય સ્તર સુધી આદિત્ય ના નામ ના ડંકા વાગતા હતા, આદિત્ય નુ સપનુ હતુ કલેકટર બની ને દેશ ની સેવા કરવી, તે મન લગાડી ને તેની તૈયારીઓ કરતો હતો અને લગભગ બધી જ તૈયારીઓ પૂરી પણ થઈ ચૂકી હતી. આદિત્ય ની પ્રેમિકા હતી મીરા બન્ને સ્કુલ ટાઈમ થી સાથે હતા કૉલેજ માં આવતા આવતાં બંન્ને ક્યારે મીત્ર માંથી પ્રેમી બની ગયાં ખબર જ ના પડી, મીરા હતી પણ આદિત્ય ની સાથે શોભે તેવી પરીઓ ની રાજકુમારી જોઈ લો એવી બલા ની ખૂબસૂરત, જાણે ઈશ્વરે લાંબુ વેકેશન લઈ ને ઘડી હોય તેવા દેહ ની મલ્લિકા, કૉલેજ નાં કેટ કેટલાય રોમિયો એ તેને પામવા માટે પોતાના લોહી થી લખેલા પ્રેમપત્ર આપ્યા હશે, પણ જ્યારે એ મજનુઓ ને ખબર પડી કે મીરા તો પેહલે થી જ આદિત્ય નાં પ્રેમ માં પાગલ છે તો ઓટોમેટિક મીરા કોઈ ની ભાભી તો કોઈ ની દીદી બની ગઈ, કેમકે સૌ જાણતા હતા આદિત્ય નું વર્ચસ્વ કૉલેજ માં કેવું છે, સ્ટુડન્ટ્સ નો લીડર હતો આદિત્ય તેના એક અવાજ પર વિદ્યાર્થી ઓ કંઇ પણ કરી શકતા હતા, એટલે સ્ટુડન્ટ્સ અને પ્રેફેસરો પણ આદિત્ય ને સલામ કરતા હતા. એક વાર આદિત્ય અને મીરા બુલેટ પર બેસી ને ફરી રહ્યા હતા ત્યાં એક એસ યુ વી કાર એ તેમનો રસ્તો રોક્યો, અંદર થી એક અમિરજાદો પોતાનાં બોડીગાર્ડ સાથે નીચે ઉતરી ને ઉભો રહ્યો પોતાનાં ચશ્મા ઉતારી અને આદિત્ય તરફ જોઇ ને બોલ્યો " આદિ આદિ આદિ રોલ મોડલ ઓફ કૉલેજ ,હીરો ઓફ કૉલેજ, રેંકર ઓફ કૉલેજ એન્ડ લવર ઓફ માય ડ્રીમ ગર્લ મીરા " આટલું બોલતા તે કુટિલ હાસ્ય સાથે આદિત્ય સામે જોઇ રહ્યો. આદિત્ય સપાટ અવાજ માં બોલ્યો " કમલ મારો તારી સાથે ઉલજવા નો કોઈ ઈરાદો નથી ખાલી ખોટો તારો અને અમારો ટાઈમ વેસ્ટ ના કર અને અમને જવા માટે રસ્તો દે " કમલ નામ હતું એનું તેનો બાપ મિનિસ્ટર હતો અને પોલિટિકલ રીતે ખૂબ તાકાતવર હતો, કમલ આદિત્ય નો જુનિયર હતો અને પોતાનાં બાપ ની માફક રાજનીતિ માં આવવા માગતો હતો, આથી કેટલીયે વાર સ્ટુડન્ટ ઇલેક્શન માં ઉભો રહ્યો પણ આદિત્ય સામે ઍક પણ વાર જીતી ના શક્યો, આથી પોતે મનો મન સમસમી ગયો હતો, તેની નજર મીરા પર પણ હતી તે તેના રૂપ પર મોહી ગયો હતો અને કોઈ પણ ભોગે મીરા ને પોતાનાં બેડરૂમ ની શાન બનાવવા ના સપના જોતો હતો, તેણે મીરા ને પ્રોપોસ કરવાં બધા જ પેતરા અપનાવી જોયા પણ કોઈ ફાયદો ના થયો, મીરા આદિત્ય ની થઈ ચૂકી હતી આ જોઇ ને તેનું માન ઘવાયું હતું, આદિત્ય અને મીરા કૉલેજ પૂરી કરી ચૂક્યા હતા અને ટૂંક સમય માં લગ્નગ્રથિથી જોડાવ ના હતા જે કમલ કોઈ પણ ભોગે થવા દેવા માગતો નહોતો પણ ,આદિત્ય સામે તે કોલેજ માં કશું કરી શક્યો નહોતો. આદિત્ય ના કહેવા થી કમલ એ રસ્તો તો આપી દીધો પણ જતાં જતાં મીરાં સામે આંખ મારી અને પોતાનાં હોંઠો પર જીભ ફેરવી જાણે મીરા ને કાચી ચાવી જશે.
કમલ હવે વધુ બેચેન અને રઘવાયો બન્યો કેમકે તે મીરા ને કોઈ પણ ભોગે પામવા માગતો હતો, આના માટે તેણે એક ભયંકર યોજના બનાવી અને તેમાં પોતાનાં બાપ ને પણ શામેલ કરી લીધો, હવે ચિત અને પટ બંને કમલ ની હતી, તેણે આદિત્ય અને મીરા પર નજર રાખવા માંડી અને પોતાને જોઇએ તેવો લાગ શોધવા લાગ્યો અને તેને એ લાગ મળી ગયો, 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે આખી દુનીયા ના પ્રેમી પંખીડા પ્રેમ માં તરબોળ થઈ ને આ દિવસ ઉજવત હોય છે, આદિત્ય અને મીરા એ આજે પોતાનો દિવસ યાદગાર બનાવવા માટે હોટેલ બુક કરી આખો દિવસ સાથે પસાર કરવાનું વિચાર્યું હતું, બંને એક જાણીત ફાઈવ સ્ટાર હોટેલ માં ગયા, અને એક બીજાં ને ગિફ્ટ આપ્યા, અલક મલક ની વાતો થઈ અને પછી સારું એવું ભોજન લીધું , એ પછી બંન્ને હોટેલ ના ગાર્ડન માં બેઠા હતા, અને એક બીજાનો હાથ પકડી ને વાતો કરી રહ્યા હતા, ત્યાં અચાનક પાછળ થી કોઇક એ આદિત્યના માથા માં કોઈ નક્કર વસ્તુ નો ઘા માર્યો, આદિત્યના આંખે અંધારા આવી ગયા, અને હજી કંઇ કળ વળે તે પેહલા બીજો ઘા તેના માથા પર પડ્યો અને માથા અને મોં માંથી લોહી વહાવતા આદિત્ય જમીન પર પછડાયો, આ ઘા કરવા વાળું બીજું કોઈ નહીં પણ કમલ હતો, આદિત્ય ને ઠેકાણે પાડી તેણે બળજબરી થી મીરા ને પકડી અને એક રૂમ માં લઇ ગયો અને એ જ હોટેલ મા આખી રાત મીરા ની આબરૂ ને તાર તાર કરી અને તે નરાધમે પોતાનાં મનસૂબા પુરા કર્યા, સવારે મીરાં જીવિત લાશ બની ને બીભત્સ હાલત માં બેડ પર પડી હતી ત્યારે કમલ ના બાપે આવિ ને તેના લમણ પર બંધુક તાણી ને કહ્યું " તને પોલીસ પૂછે કે તારી સાથે આ કૃત્ય કોણે કર્યું તો તારે આદિત્ય નું નામ દેવું પડશે , નહીં તો તારા આદિત્ય અને તેના પરિવાર અને તારા આખા પરિવાર ને મોત ના મોં માં ધકેલી દઈશ." આટલું કહી કમલ ના બાપે પણ મીરા પર દુષ્કર્મ ગુજાર્યું અને મીરા કઇ જ ના કરી શકી.
બીજી બાજુ આદિત્ય ને જ્યારે હોશ આવ્યો ત્યારે પોતે દવાખાના માં હતો અને આજુ બાજુ પોલીસ હતી, તેને કંઇજ સમજાઈ નહોતું રહ્યું, તેણે જાગી ને પૂછ્યું " મીરાં ક્યા છે ? હું અહીંયા કઇ રીતે આવ્યો ? અને મારા માથા પર ઘા કોણે માર્યો ?" કોઈ એ તેના સવાલો નાં જવાબ ના દીધા બીજાં દિવસે તેને કોર્ટ માં હાજર કરવા માં આવ્યો જ્યાં કમલ અને તેનો બાપ હાજર હતા વકીલો ની દલીલ શરુ થઈ આદિત્ય પર મીરા ને હોટેલ લઈ જઈ તેના પર બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજારવાનો આરોપ નખાયો, આદિત્ય રાડો પાડી પાડી ને કહેતો રહ્યો કે પોતે આવું કંઇજ નથી કર્યું, ત્યાં વકીલે વિટનેસ બોક્સ માં મીરાં ને બોલાવી અને પૂછ્યું " બોલો આ નરાધમે તમારી સાથે શું કર્યું હતું ?" મીરાં એ આદિત્ય ની આંખો માં આંખ મિલાવ્યા વગર નીચે જોઇ અને રોતા રોતા કહ્યું " જજ સાહેબ આ વ્યક્તિ જ મારો ગુનેગાર છે, તેણે મારી આબરૂ લૂંટી છે " આટલું બોલી મીરાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી, બીજી બાજુ આદિત્ય ના હૃદય પર આ વાત સાંભળી ને વજ્રઘાત થયો , તે સાવ ભાવશૂન્ય બની ગયો અને બસ મીરા ને તાકી રહ્યો, મિનિસ્ટર અને કમલ બંન્ને ખૂબ રાજી થયા, જજ એ આદિત્ય ને બળાત્કાર ના ગૂના માં બાર વર્ષ ની કેદ ની સજા ફટકારી.
આદિત્ય જેલ ગયો ત્યા સાવ સૂનમૂન રેહતો ક્યારેક તેને મગજ ના દોહરા પડતાં તો કલાકો રોયા કરતો અને મીરા મીરા કરી ને રાડો પાડયા કરતો, ત્રણ વર્ષ વિતી ગયાં આદિત્ય ને મળવા પણ કોઈ આવ્યું નહિ, અને અંતે એક દિવસ આદિત્ય એ જેલ માં કોલસા થી દીવાલ પર લખ્યું કે I'm not guilty અને પોતાને ફાંસી આપી ને જીવન ટૂંકાવી લીધું.
આશુ સફાળો જાગી ગયો કેમકે આ સ્વપ્ન જોઇ ને તેને એવું લાગ્યું કે જાણે પોતે આદિત્ય ની જિંદગી નો જ એક ભાગ હતો, આદિત્ય અને મીરા માટે તેને દુઃખ થવા માંડ્યું, આથી બીજાં દિવસે પોતે ફરી સેન્ટ્રલ જેલ ગયો અને જેલર ને પૂછ્યું સેલ નંબર ૧૧૩ માં જે કેદી હતો તેનું નામ શું હતું ? ઓફિસર નો જવાબ સાંભળી ને આશુ આભો બની ગયો કેદી નું નામ હતું " આદિત્ય " આગળ ની વાતો પૂછતાં પોતાને જે સપનું આવ્યું હતું તે પ્રમાણે ની આખી કહાણી સાંભળી ને આશુ નાં પગ નીચે થી જમીન ખસી ગઈ. પોતે ગહન વિચારો માં ડૂબેલો ઘર તરફ જતો હતો ત્યાં રસ્તા માં એક યુવાન વય નો સાધુ આશુ ને મળ્યો અને કહ્યું " બચ્ચા જિંદા લોગો કી તો કોઈ ભી મદદ કરતા હૈ, તુજે ઉસ મરે હુએ બેકસુર ઇન્સાન કો ઇન્સાફ દિલાના હૈ, કામ ખતરનાક હૈ પર તું ઇસ કામ કે લિયે ચુના ગયા હૈ " આટલું કહી ભસ્મ થી આશુ ના માથા પર તિલક કરી સાધુ ચાલ્યા ગયા. આશુ એ ઘરે જઈને પોતાનાં કમ્પ્યુર માં કમલ અને તેના બાપ વિશે સર્ચ કર્યું તો ખબર પડી કે કમલ એમ એલ એ બની ચૂક્યો હતો અને તેનો બાપ હાઇકમાન્ડ માં મિનિસ્ટર બની ને પોતાની પાર્ટી નો પ્રેસિડેન્ટ બની ચુક્યો હતો, આ બધું જોઇ ને આશુ નું માથું ભમવા લાગ્યું, અને પોતે ફરી ઉંઘી ગયો.
બીજાં દિવસે પોતે કૉલેજ ગયો તો એક નવો છોકરો આવીને તેની બાજુ માં બેઠો લાંબા વાળ, તેજસ્વી આંખો, ઉંચા કદ કાઠી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ આવી ને આશુ સાથે હાથ મિલાવ્યો " હેલ્લો મૈસેલ્ફ આદી" આશુ પણ બોલ્યો " આઇ એમ આશુ " બંન્ને એ ઘણી વાતો કરી અને તે દિવસે કૉલેજ ના અંત સુધી માં બંન્ને સારા એવા મિત્રો બની ગયા. આદિ પાસે બુલેટ હતું તેમાં બેસી ને બંન્ને મીત્ર ખૂબ ફરતા હતા, આદી ભણવા માં ખૂબ ચપળ હતો વળી જીમ પણ જતો અને સાથે આશુ ને પણ લઈ જતો, આદી સાથે રહી ને આશુ માં બદલાવ આવવાં લાગ્યા અને આશુ સાવ લલ્લુ માંથી સ્માર્ટ અને ડેશિંગ બની ગયો, ભણવા માં પણ તેનું ધ્યાન વધવા લાગ્યું, અને આમ કરતાં આશુ ખૂબ સારા ગ્રેડ થી ગ્રેજ્યુએટ થઈ ગયો, મીત્ર પાસ થયો તેની ખુશી માં આદી એ પાર્ટી આપી પાર્ટી માં ફક્ત બે મિત્રો જ હતા, ખૂબ મજા કર્યા બાદ આદી એ કહ્યું " યાર આશુ આપડે બંન્ને યુપએસસીની એક્ઝામ આપીએ " આશુ બોલ્યો " યાર એ આપડા થી ના કલિયર થાય " આદી ખીજાતા બોલ્યો " પ્રયત્ન કર્યા પેહલા જ હાર માનવી કાયરો નું કામ છે, જો તું મને તારો મીત્ર માનતો હોય તો આપ એક્ઝામ નહિતર હું તને છોડી ને ચાલ્યો જઈશ" આશુ આદી ની વાત ટાળી નાં શક્યો આશુ એ ફોર્મ ભર્યું અને બંન્ને લાગ્યા તૈયારી કરવા, પુરા લગન થી કરેલી મહેનત રંગ લાવી અને આશુ નું નામ મેરીટ લીસ્ટ માં આવી ગયું, ત્યાર બાદ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ પણ તેણે પાસ કરી લીધા, અને ટ્રેનિંગ પૂરી કરી પોતે પોતાનાં જ જિલ્લા નો કલેકટર બની ને પાછો ફર્યો, આવી ને તેણે આદી વિશે પૂછવા માંડ્યું પણ આદી નો કોઈ અતોપતો નહોતો, આશુ નિરાશ થઈ ગયો કે આખરે તેનો એક માત્ર મીત્ર પણ તેને મજધારે મૂકી ને ક્યાંક ચાલ્યો ગયો. આશુ ઘરે આવ્યો અને ટેબલ પર બેસી કૈંક વિચારતો હતો અને તેણે ટેબલ નું ડ્રોવર ખોલ્યું તો તેમાં એક એક પત્ર અને એક ઘર ની ચાવી હતી, અને પત્ર માં લખ્યું હતું " મને મળવું હોય તો નીચે ના અડ્રેસ પર આવી જા" આદી . આદી નો લેટર વાચી આશુ પાગલ ની જેમ તે એડ્રેસ પર ગયો તો ત્યા એક નાનો બંગલો હતો જેના પર એક તાળું લટકતું હતું, આશુ એ તાળું પોતાની પાસે રહેલી ચાવી થી ખોલ્યું અને અંદર નું દૃશ્ય જોઇ ને આશુ ને લાગ્યું પોતે સાચે પાગલ થઇ જશે કેમકે સામે દીવાલ પર આદી નો ફોટો હતો જેના પર જૂની સુકાઈ ગયેલી માળા લટકી રહી હતી, આ જોઇ ને આશુ માથું પકડી ને ખૂબ રડ્યો તે રડતો હતો ત્યાં આદી નો ફોટો નીચે પડ્યો અને ફૂટી ગયો, તેમાંથી એક કવર બહાર પડ્યું, તેણે આશ્ચર્ય સાથે કવર ખોલ્યું, તો તેમા એક લોકેટ હતું જે દિલ ના આકાર નું હતું, અને સાથે એક લેટર હતો જેમાં લખ્યું હતું, " મીરા અને આદિત્ય ના પ્રેમ નું પેલુ ગિફ્ટ " લોકેટ નું દિલ ખોલતા અંદર મીરા અને આદિત્ય નો ફોટો હતો, આ જોઇ આશુ ને યાદ આવ્યું કે પેલા સાધુ એ તેને કહ્યું હતું કે પોતે આદિત્ય ની મદદ કરવાની છે. પોતાનાં હાથ માં લોકેટ ને પકડી અને આશુ મક્કમ અવાજે બોલ્યો " આદિત્ય અને મીરા તમને ન્યાય હું અપાવીશ , આ મારું વચન છે ".
આશુ એ બીજાં દિવસે ડયુટી શરુ કરી અને આદિત્ય ના કેસ ની ફાઈલ મંગાવી અને તેની તટસ્થ કાર્યવાહી કરવા માટે કોર્ટ થી ઓર્ડર લીધા, અને મીરાં જીવિત છે કે મૃત તેની શોધ શરૂ કરી, પોતે કલેકટર હતો આથી બધું કામ ખૂબ જલ્દી થયું અને, મીરાં નો પતો લાગી ગયો મીરા પાગલખાના માં હતી છેલ્લાં ઘણાં વર્ષો થી, આશુ તેને મળવા માટે ગયો તો મીરાં તેની પાસે આવી પણ ખૂબ ડરેલી હાલત માં અને રડવા લાગી થોડી વારે હસવા લાગી અને આદિત્ય ના નામ પર રાડો પાડવા લાગી, આશુ એ પોતાના ખિસ્સા માંથી પેલુ લોકેટ કાઢી અને મીરાં ને આપ્યું જેને જોઇ ને મીરાં થોડી વાર તો કંઇ બોલી નહીં પછી એ લોકેટ ખોલી અને આદિત્ય નો ફોટો જોઇ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે આટલા વર્ષો માં પેલી વાર બોલી "મારો આદી ક્યાં છે ?" ત્યારે આશુ એ કંઇ કહ્યું નહિ બસ ત્યા થી ચાલ્યો ગયો. ડોક્ટર ને કડકાઈ થી પૂછતાં ખબર પડી કે કમલ એ પૈસા આપી ને આટલા વર્ષો થી મીરાં ને અહીં કેદ રખાવી છે અને કેટલીયે વાર પોતાની વગ વાપરી ને તેણે મીરાં પર અત્યાચાર કર્યા છે, અને કેટલીયે વાર મીરાં નું એબોર્શન પણ કરાયું છે. આ વાત સાંભળી આશુ ની આંખ માંથી આંસુ સરી પડ્યા આખરે કોઈ આટલી હદ સુધી નીચ કઈ રીતે હોઈ શકે ? તેણે ગુસ્સા માં ડોક્ટર ના લેખિત સ્ટેટમન્ટ લીધા અને મીરાં નાં રીપોર્ટસ લઇ અને મીરાં ને પોતાની સાથે લીધી. સારા લેડી ડોક્ટર પાસે મીરાં નો ઈલાજ શરૂ કરાવ્યો અને થોડાં સમય માં મીરા સ્વસ્થ થઈ ગઈ. ત્યાર પછી આશુ એ મીરાં ને પોતાની મોટી બહેન તરીકે સ્થાન આપ્યું અને આદિત્ય ની આત્મહત્યા અને પોતાની સાથે બનેલી બધી ઘટનાઓ જણાવી અને કમલ અને તેનાં બાપ વિરુદ્ધ ગવાહી દેવા માટે મનાવી, ડર ની મારી મીરા ના માની પણ આશુ એ તેને આદિત્ય ની દુહાઈ દીધી અને આદિત્ય ના ભટકતા આત્મા વિશે જણાવ્યું, ત્યાર બાદ પોતાનાં આદિત્ય ને નિર્દોષ સાબિત કરવા મીરાં ગવાહી દેવા માટે માની ગઈ.
મીરાં નાં ઈલાજ નાં સમયે આશુ એ મિનિસ્ટર બાપ દીકરા નાં બધા સબુત ભેગા કર્યા અને મીરા નાં સ્વસ્થ થતા, કમલ અને તેના બાપ પર કેસ કર્યો અને તેનું જોઈનિંગ આદિત્યના કેસ સાથે કરવા મા આવ્યું, પોલીસ ને જાચ પડતાલ માં કમલ અને તેના બાપ વિશે ઘણાં સબૂત મળ્યા, વળી મીરાં એ પૂર્ણ સ્વસ્થ થઈ ને કોર્ટ મા બંન્ને બાપ દીકરા ની કાળી કરતૂતો પર થી પડદો હટાવી દીધો, અને આદિત્ય નિર્દોષ હતો એ પણ કહ્યું, કમલ ના વકીલો એ આ બાબત નાં સબૂત માગ્યા ત્યારે આશુ એ ડોક્ટર ના લેખિત સ્ટેટમેન્ટ અને મીરાં ના અબોર્શન રિપોર્ટ આપ્યા અને પેલી હોટલ વાળા કે જેમણે કમલ પાસે થી પૈસા લઈ ને મીરાં પર અમાનુષી કૃત્ય ગુજારવા છતાં કમલ કે તેના બાપ વિશે કોઈ જાત નું મોઢું ના ખોલ્યું, કમલ અને તેના બાપ નાં ગુના સાબિત થયા, વારંવાર દુષ્કર્મ ,ભ્રષ્ટાચાર અને આદિત્ય ને મરવા માટે મજબૂર કરવા બદલ બંન્ને બાપ દીકરા ને ફાંસી ની સજા થઈ અને આદિત્ય ને " નોન ગિલ્ટી" જાહેર કરાયો.
આશુ અને મીરા કોર્ટ માંથી બહાર આવ્યા તો આદિત્ય સામે ઉભો હતો અને હવા માં હાથ લહેરાવી રહ્યો હતો બંને તેને જોઇ રહ્યા અને તે સૂર્ય ના પ્રકાશ માં ઓજલ થઈ ગયો, મીરાં અને આશુ એક સાથે બોલી રહ્યા " આદિત્ય YOU ARE NOT GUILTY " અને બંને ની આંખો ભરાઈ આવી કેમકે આશુ સાથે આદિત્ય એ મરી ને પણ મિત્રતા નિભાવી અને લલ્લુ માંથી કલેકટર બનાવ્યો તો મીરાં સાથે મર્યા પછી પણ પ્રેમ નિભાવ્યો.