Philanthropy in Gujarati Motivational Stories by Jay Pandya books and stories PDF | પરોપકાર

Featured Books
Categories
Share

પરોપકાર

પરોપકાર

સત્યવતી નામની એક પરિ હતી. તે ખુબ જ સુંદર અને હોશિયાર હતી. તેના બુદ્ધિચાતુર્યના વખાણ બધે જ થતા હતા. તે ખુબ સરળ સ્વભાવની હતી. તેને પોતાના જ્ઞાન કે રૂપનું સહેજ પણ અભિમાન ના હતું. તે હંમેશા બીજાની મદદ કરતી હતી. તેથી તેનું સ્થાન પરિલોકમાં સૌથી વધુ માન ભર્યું હતું. તે નાના -મોટા વચ્ચે કદી ભેદ ન રાખતી. અને પરિલોકમાં પણ મોટા ભાગની જવાબદારી તેના શિરે સોંપવામાં આવી હતી. તે દરેક કામ ખુબ ચોકસાઈથી કરતી હતી. તે દરેક કામ નિષ્ઠા અને ખંતથી કરતી હતી. એક વખતની વાત છે. તે ધરતીમા પરિભ્રમણ કરવા માટે આવે છે. ત્યાં એક દ્રશ્ય જુએ છે. ત્યાં એક નાની બાળકી બેઠી હોય છે. અને ચોધાર આંસુ એ રડતી હોય છે. સત્યવતીને તે જોઈને આશ્ચર્ય થાય છે! તે વિચારે છે કે આ બાળકીને જઈને મળું હું તેને પૂછું કે તેને શુ તકલીફ છે? કદાચ હું તેને થોડી મદદ કરી શકું જેથી તેની તકલીફ દુર થઈ શકે. થોડી વાર વિચાર કર્યા કરે છે. પછી મનમાં બોલે છે. હું બીજા કોઈ રૂપે તેની પાસે જાવ. અને સત્યવતી ક્રિતી નામની મહિલાનું સ્વરૂપ લઈને પેલી બાળકી પાસે જાય છે. અને સહેજ હળવાશથી મીઠાં અને ધીમા અવાજે પેલી બાળકીને કહે છે. તમારું નામ શુ છે બેટા? તમે કેમ એટલા રડૉ છો? શુ થયુ છે? મને કહોને. બાળકી પહેલા તો આશ્ચર્ય પૂર્વક પેલી સ્ત્રી સામું જુએ છે. પછી મનમાં ઘણીવાર સુધી વિચારો નું મંથન કર્યા પછી તે પૂછે છે આંટી તમારું નામ શુ છે? પેલી સ્ત્રી કહે છે મારું નામ ક્રિતી છે. પેલી બાળકીને ગભરાઈ ગયેલી જોઈને કહે છે. મારા થી તું ડરીશ નહિ. હું તારી ફ્રેન્ડ બનવા આવી છુ. તો શુ તું મને તારી ફ્રેન્ડ બનાવીશ. પેલી બાળકી હા પાડે છે. પછી સત્યવતી (ક્રિતી )પેલી બાળકીને તેનું નામ પુછે છે. તે બાળકી કહે છે મારું નામ પ્રિયા છે. પછી તે બંને પાકી ફ્રેન્ડ બની જાય છે. બંને રોજ મળે રોજ વાતો કરે અને પ્રિયા અને ક્રિતીને એકબીજા સાથે જાણે એક ગાઢ પ્રકારનું જોડાણ થઈ ગયું હોય તેવું લાગે છે. ધીમે ધીમે કરતા બંને એક બીજા વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરે છે. એક દિવસ બંને બહેનપણી સાથે બેઠી હોય છે. ત્યારે ક્રિતી પ્રિયાને પૂછે છે તું તે દિવસ શા માટે રડતી હતી? પ્રિયા કઈ જવાબ આપ્યા વિના વાત બદલી નાંખે છે. ક્રિતી બે ત્રણ વાર પૂછે છે છતાં પ્રિયા કાંઈ જ કહેતી નથી. પ્રિયા પૂછે છે તમે કયા રહો છો? ક્રિતી કહે છે હું એક નાના એવા ઘરમાં રહુ છું અને એકલી જ છું. પ્રિયા કહે છે કેમ તમારે મમ્મી પપ્પા અને ફેમિલી નથી? ક્રિતી કહે છે ના હું એકલી જ રહુ છું અને ઓફિસમા કામ કરીને મારું જીવનવિતાવું છું. ત્યારે પ્રિયા ક્રિતીને ગળે ભેટી જાય છે. અને રડવા લાગે છે. ક્રિતી મનમાં રડતી બોલે છે કેવી ભોળી અને લાગણીશીલ છે. ત્યારે પ્રિયા કહે છે. તમારે મારી તકલીફ જાણવી છે ને તો ચાલો મારાં ઘરે ક્રિતીને પહેલા તો થોડી વાર વિચારમા પડી જાય છે. પછી હા પાડી દે છે. પછી ક્રિતી પ્રિયાના ઘરે જાય છે. ત્યાં તેના દાદા હીંચકા પર બેઠા હોય છે અને તેના પપ્પા ઓફિસનું કામ કરતા હોય છે. સૌ ક્રિતીને જોઈને સ્તબ્ધ રહી જાય છે. તેની મમ્મી રસોડામાંથી બહાર આવીને પૂછે છે બેટા આ કોણ છે? પ્રિયા કહે છે મારી ફ્રેન્ડ છે ક્રિતી થોડા દિવસ પહેલા તે મારી ફ્રેન્ડ બની છે. પછી કહે છે તેનુંi સગા સંબંઘીમા કોઈ નથી તે અનાથ છે. સૌ ખુબ જ આશ્ચર્ય પામે છે. અને પ્રિયા કહે છે આ આપણી સાથે અહીં રહી શકશે બધા તરત હા પાડી દે છે. ત્યાં થોડૉ સમય પસાર થયો અને તેને અંદરોઅંદર કંઈક તકલીફ જેવું લાગ્યું તેના પૂછવા છતાં કોઈએ કઈ ના જણાવ્યું અંતે એક દિવસ પ્રિયાના પપ્પા મમ્મીને એકાંતમાં વાત કરતા તે સાંભળી જાય છે. અને તે ખુબ દુઃખી થાય છે. પ્રિયા ના ફેમિલીની પરિસ્થિતિ ગરીબ હતી. તેઓને દેવું કરીને પોષણ કરવું પડતું. કેમ કે પ્રિયાના પપ્પાનો પગાર સામાન્ય હોવાથી પૂરું ના પડતું. તેની મમ્મી આજુ બાજુવાળાને ત્યાં કામ કરી આવતી. જેથી ઘરમાં પૈસા વસ્તુ અથવા જમવાનું મળે. તેના પિતા લેણદારોની રકમ ચૂકવવા માટે પૈસા મળે તે માટે ઓવર ટાઈમ કરતા. આ જોઈને સત્યવતી (ક્રિતી )બધું સમજી ગઈ. તેને વિચાર આવ્યો થોડા સમયની ઓળખાણ હોવા છતાં પ્રિયા મને તેના ઘરે રહેવા લઇ આવી. તેના ફેમિલી મેમ્બર્સે વગર જાણે મને રહેવા જગ્યા આપી. સાચવી તો હું તેમના માટે કંઈક કરું અને બીજા દિવસે પ્રિયાના પિતા (તેમનું નામ સત્યજિત વસાવા ) હતું તેઓ બેઠીને છાપું વાંચતા હતા. ત્યાં ફોન વાગે છે. સત્યજિત ટેબલ પાસે જઈને ફોન ઉપાડે છે. અને સામેથી એક વ્યક્તિ કહે છે. આપ સત્યજિત વસાવા બોલો છો. સત્યજીત કહે છે. હા તમે કોણ ફોનની સામેની વ્યક્તિ કહે છે. હું રોયલ શુગર ફેક્ટરીમાંથી બોલું છું આપ અહીં મેનેજરની જગ્યા ખાલી છે તો જોબ કરવા ઈચ્છો છો ત્યારે સત્યજિત હા પાડે છે. પેલી વ્યક્તિ કહે છે. તો કાલે અમારી ઓફિસ પર આવી જજો. અને તે સત્યજીતને એડ્રેસ આપે છે. સત્યજીત ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જાય છે. સૌ તેનાથી ઈમ્પ્રેસ થાય છે. અને તેને મેનેજરની પોસ્ટનો ઓર્ડર આપી દે છે. અને 20, 000 રૂપિયા પગાર મળવાનું નક્કી થયુ. તે હર્ષ ભેર ઘરે મીઠાઈનું બોક્સ લઈને જાય છે. સૌને વાત કરે છે. બધાની ખુશીનો કોઈ પાર નથી. સત્યવતી (ક્રિતી )પણ ખુશ થાય છે. થોડા સમય બાદ સત્યજિતના પરિવાર દેવામાંથી મુક્ત થાય છે. અને ધનધાન્ય સંપન્ન બને છે. સત્યવતી ભણવા માટે બહાર જવું છે. તેમ કહી ચાલી જાય છે. અને તે મનમાં હર્ષિત થાય છે. કે તેનાથી કોઈ પરિવાર ખુશી અને સુખ પામ્યા. પરિલોકમાં પણ તેની વાહ વાહ થાય છે. અને વસાવા કુટુંબની અવર્ણનીય પરિસ્થિતિનો અંત આવે છે.

લેખન - જય પંડ્યા