Dedicated heart - 1 books and stories free download online pdf in Gujarati

સમર્પિત હૃદય... - 1

સમર્પિત હૃદય (ભાગ - 1)

"આહના.... આજે કોલેજ નો છેલ્લો દિવસ છે.....
યાદ છે ને... આજે આપણે પાર્ટી માં જવાનું છે....
જલ્દી કર...."

"હા... હા...અવની...હું નીકળું જ છું...
તું પહોંચી ગઇ...?"

"ના , હું પણ નીકળું જ છું...પણ હું તો હમણાં જ પહોંચી જઈશ,મારે તો સાવ નજીક છે...મોડું તો તારે થશે...
થોડી ઉતાવળ કરજે..."

"હા...હા...જો બસ નીકળી જ ગઈ..."

_____________________________________

આહના....એટલે સાદગી માં સુંદરતા નું પ્રતીક...!!
ખૂબ જ શાંત એવી આહના ના નમણા ચહેરા પર તેના સ્વભાવ ની નમણાશ સાફ સાફ છલકતી હતી...
તેનો દયાળુ સ્વભાવ જોઈ ને ક્યારેક તો તેના પર જ દયા આવી જાય...
તેને કોઈ પણ પ્રકાર નું અભિમાન કે ઘમંડ નહીં....
તેમનો આ શાંત સ્વભાવ દરેક ને ખૂબ ગમતો...
તે પોતાની કોઈ પણ વાત, સપનાઓ,ઈચ્છાઓ...કંઈ પણ અવની સિવાય કોઈ સાથે share ન કરતી...!!

અવની આહના ની ખાસ ફ્રેન્ડ હતી...ખૂબ જ ખાસ...!!
તે એક માત્ર એવી હતી... જેને આહના ની બધી સિક્રેટ ખબર હતી...
અવની આહના માટે ખૂબ ખાસ વ્યક્તિ હતી...આહના દરરોજ ની દરેક વાત અવની ને કરતી...
અવની માટે પણ આહના એટલી જ ખાસ હતી...
અવની આહના ને તેના સ્વભાવ ને લીધે જ ખાસ પસંદ કરતી હતી..
અવની પણ પોતાની દરેક વાત આહના ને જણાવતી....
આ બંને ની ફ્રેન્ડશીપ ની આખી કોલેજ ને ખબર હતી...
તેમની આ અતૂટ મિત્રતા જોઈ ને ઘણા ને ઈર્ષા પણ થતી...
પણ અવની અને આહના તેને ક્યારેય ધ્યાન માં જ ન લેતા...

આહના ની હજુ એક ખાસ સિક્રેટ વાત હતી.. જે તે અવની ને કહેતા પણ શરમાતી હતી...
તે હતી પોતાના પ્રેમ ની વાત...!!
..............................................

નિવાન...
નિવાન આહના ની જ કોલેજ નો અને તેના જ ક્લાસ નો છોકરો હતો....
તે ખૂબ સદ્ધર પરિવાર નો હતો....ભણવામાં તે આહના જેટલો હોશિયાર ન હતો, પણ તે માત્ર ડિગ્રી લેવા માટે ભણતો...
તેના પપ્પા ખૂબ મોટા બિઝનેસમેન હતા...
નિવાન ને પણ તે જ બિઝનેસ માં જોઈન્ટ થઈ જવાનું હતું....તે તે જાણતો જ હતો, તેથી તેને ક્યારેય ભણવામાં ફોકસ કર્યું જ નહોતું...તે પોતાની દુનિયા માં જ મસ્ત રહેતો...

જ્યારે આહના તો મિડલ કલાસ છોકરી હતી...

પણ આશ્ચર્ય વાળી વાત તો એ હતી કે...આહના ના પપ્પા અને નિવાન ના પપ્પા ખૂબ જ ખાસ મિત્રો હતા...
તે બાળપણ ના મિત્રો હતા....
તેથી એકબીજા ના ઘરે આવવા જવા નું ખૂબ રહેતું...
આહના અને નિવાન એકબીજા ને બાળપણ થી જ સારી રીતે ઓળખતા હતા...
તે બંને ના પપ્પા એ તો નાક્કિ જ કરી રાખ્યું હતું કે તે બંને એકબીજા ના વેવાઈ બનશે જ...

પરંતુ આહના અને નિવાન ને ખાસ બનતું નહીં...કેમકે આહના ખૂબ જ શાંત અને લાગણીશીલ હતી જ્યારે નિવાન ખૂબ બોલકા સ્વભાવ નો અને મસ્તીખોર હતો....

છતાં બંને માત્ર મિત્રો હતા...

તે બંને વચ્ચે નો સબંધ મજબૂત બને અને બંને એકબીજા ને સાથ આપે,મદદ કરે...તે કરણ થી જ તેમના બન્ને ના પપ્પા એ તે બંને ને નાનપણ થી જ એક જ સ્કૂલ માં બેસાડ્યા...અને મોટા થયા પછી કોલેજ પણ સાથે કરાવી....
આ વાત આહના સારી રીતે જાણતી હતી...પણ નિવાન ને આ વાત ની જરાય ખબર જ નહોતી...
આહના કઈ બોલતી નહિ...તેનો અર્થ એ નહોતો કે તેના માં કોઈ ફીલિંગ્સ નહોતી....
તે નાનપણ થી જ નિવાન ને ખૂબ પ્રેમ કરતી...
પરંતુ , તે કોલેજ પૂરી થવા આવી છતાં પણ નિવાન ને પોતાના દિલ ની વાત કહી ન્હોતી શકી...
તે રોજ એવું વિચાર્યા કરતી કે એક દિવસ એવો આવશે કે નિવાન સામે થી આવી ને તેને પ્રપોઝ કરશે...
પણ એ દિવસ તો આવ્યો જ નહીં....આજે કોલેજ નો લાસ્ટ ડે હતો....
પરંતુ... આહના ને નિવાને કંઈ જ કહ્યું નહિ...જે આહના ઈચ્છતી હતી...
તેથી આહના ખૂબ દુઃખી થઈ ગઈ....
__________________________________

"અરે , આહના...આમ નિરાશ શુ બેઠી છો...
એ કહેવા ન આવ્યો તો શું થઈ ગયું...તું કહી આવ એને..જા...!!"

"અવની....તું શું બોલે છે....?કોની વાત કરે છે તું?''

"બસ...બસ...!બહું નાટક ન કર...મને બધી ખબર છે...કે તને નિવાન પ્રત્યે કેવી ફીલિંગ્સ છે...!!"

"what...????
તને કેમ ખબર...?તને કોણે કહ્યું...?તને ક્યારની ખબર હતી એ વાત ની....?તે મને પહેલા કેમ ન કહ્યું...કે તને બધી ખબર છે.....?"

"અરે... બસ કર...એક સાથે આટલા બધા પ્રશ્ન...!!
જો, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે...મને તારી દરેક વાત ખબર છે....દરેક વાત....!! પછી તું છુપાવતી હોય તો ય ભલે..."

"ઓહ... thankyou અવની....
પણ તને શું લાગે છે.....?નિવાન મારા પ્રત્યે એવું વિચારતો હશે જેવું હું વિચારુ છું....?"

"ofcourse યાર... તારા જેવી ગર્લફ્રેન્ડ મળતી હોય તો કોઈ મૂકે....!!"

"બસ બસ...બહુ માખણ ન લગાવ હો..."

પછી બન્ને હસે છે...
બરાબર તે જ સમયે નિવાન ત્યાંથી નીકળે છે....

"ઓય... નિવાન!!આહના ને તારું કામ છે...અહીંયા આવ તો થોડી વાર માટે... ''એટલું બોલી ને અવની ત્યાંથી છટકી જાય છે....

"oh my god!! આ અવની મને ક્યાં ફસાવી ને જતી રહી....હવે હું નિવાન ને શુ કહીશ.....?"

આહના આટલું વિચારતી જ હતી ત્યાં નિવાન તેની પાસે જાય છે...અને પૂછે છે....

"hey... આહના...તારે કાઈ કામ હતું મારુ...?એવું અવની કહેતી હતી..."

"હા... બસ..આજે લાસ્ટ ડે છે ને,કોલેજ નો....અત્યાર સુધી આપણે સાથે જ ભણ્યા છીએ .....હવે તો અલગ થઈ જઈશું ...પછી તો ખબર નહિ ક્યારે મળવાનું થશે...??"

"ohhh... yaaa...!!! you are right....આહના...!!
હવે તો હું સિંગાપોર જાઉં છું....ડેડ નો બિઝનેસ સંભાળવા....ખબર નહિ...કે ક્યારે પાછો આવીશ...!
પણ હા...હું તને મિસ કરીશ...તું તો મારી childhood ફ્રેન્ડ છો....તને તો હું કેવી રીતે ભૂલી શકુ...!!
તારી help તો મને ખુબ યાદ આવશે....તારા લીધે તો હું અત્યાર સુધી પાસ થતો આવ્યો છું..."

પછી બન્ને ખૂબ હસે છે....આહના ના મન માં દુઃખ હોય છે...કે નિવાન જઇ રહ્યો છે,તેના થી ખૂબ જ દૂર!! ખબર નહિ હવે કિસ્મત બન્ને ને પાછા ક્યારે મળાવશે...!!

હજુ તો આહના એવું વિચારતી જ હતી ત્યાં નિવાન બોલ્યો...

"હવે તો આપણે મેરેજ માં મળીશું"
આ વાક્ય સાંભળી ને આહના ની આંખ ચમકી...અને તે તરત જ બોલી ઉઠી..."કોના મેરેજ માં...??"

"તારા મેરેજ માં...બીજા કોના..?તું મને નહિ બોલાવ...તારા મેરેજ માં...?તારા બાળપણ ના મિત્ર ને નહિ બોલાવ...?હું સિંગાપોર થી તને મળવા આવીશ, સ્પેશિયલ તારા મેરેજ માં ....તારા પતિ ને મળવા...." એટલું બોલી નેનિવાન હસી પડે છે...

બસ એટલું સાંભળી ને આહના ને તેના બધા પ્રશ્નો ના જવાબ મળી ગયા....તે નિવાન સામે હસ્તી તો હતી,તેની મજાકમસ્તી સાંભળી ને..., પણ તેના મન માં ખૂબ દુઃખ ભર્યું હતું...,એ વાત નું દુઃખ કે...જે વ્યક્તિ ને તે નાનપણ થી જ ખૂબ પ્રેમ કરતી હતી...તે વ્યક્તિ માટે તે માત્ર એક ફ્રેન્ડ જ હતી...તેનાથી વધુ કંઈ જ નહીં...

નિવાન ના ગયા પછી...અવની પાછી આવે છે...
"hey... આહના... હા પાડી કે નહીં...!!
oyy.. જવાબ તો આપ...શુ કહ્યું..?"

આહના રડવા લાગે છે....

"અવની,જેના હું સપના જોતી હતી...એ તો ખરેખર...ધોળા દિવસ ના તારા હતા...જેમ દિવસ માં તારા દેખાવા અશક્ય છે...તેમ જ અમારું સાથે રહેવું અશક્ય છે..."

"અરે...તું આમ હિંમત ન હાર... જો..સંધ્યા નો સમય આવે ત્યારે...ધોળા આકાશ માં પણ તારા દેખાવા લાગે છે...હંમેશા દિવસ જ નથી રહેતો...ક્યારેક સંધ્યા પણ થાય છે...અને રાત પણ...!!તારી જિંદગી માં એ સંધ્યા જલ્દી આવશે....
અત્યારે તું શાંત થઈ જા...બધું જ ઠીક થઈ જશે...ચિંતા ન કર.."

અવની આહના ને શાંત કરે છે....બન્ને પોતપોતાના ઘરે જાય છે....

____________________________________

પછી તો આહના અને નિવાન પોતપોતાની જીંદગી માં સેટ થઈ જાય છે....આહના પણ જોબ કરતી હોય છે...

એક વર્ષ વીતી જાય છે..આ ઘટના ને...પણ હજુ આહના નિવાન ને ભુલી શકતી નથી...

આહના એ વાત થી અજાણ હતી કે...તેના અને નિવાન ના પપ્પા એ તેમના બન્ને ના લગ્ન પહેલેથી જ ફિક્સ કરી દીધેલા હોય છે....
એક વર્ષ ની નોકરી કર્યા પછી...જ્યારે આહના ને પોતાના લગ્ન ની આ ગુપ્ત વાત ની ખબર પોતાની નાની બહેન આરુષી પાસે થી પડે છે ત્યારે... થોડી વાર માટે તો તે સ્તબ્ધ થઈ જાય છે...પછી તેની ખુશી નો કોઈ પાર રહેતો નથી..
તે પોતાની આ ખુશી અવની ને કોલ કરી ને જણાવે છે...અને કહે છે..."finally... મારા માટે તે સંધ્યા આવી જશે જેની હું એક વર્ષ થી રાહ જોઉં છું..."
બન્ને ખૂબ ખુશ હોય છે.....

આહના ની ખુશી કઈક અલગ જ હતી...તેના ચહેરા પર એક વર્ષ પછી આટલી ખુશ પહેલી વાર આવી હતી....

............................................

તે રાતે આહના ને ઊંઘ પણ નહોતી આવતી....તેના મન માં ઘણા પ્રશ્નો પણ હતા.... અને કંઈક મેળવી લેવાની ખુશી પણ...

"શું નિવાન મને પ્રેમ કરતો હશે...?
તે મને અપનાવશે...?
તેને હું હવે મારા દિલ ની વાત કહી શકીશ...??
તે મને શું જવાબ આપશે...??

આવા અનેક પ્રશ્નો ના ઊંડા વિચારો કરતા કરતા આહના સુઈ ગઈ....


__________________________________________