Kidding - 2 books and stories free download online pdf in Gujarati

મજાક - 2 (અંતિમ ભાગ)



કહાની અબ તક: પૃથ્વી હેતલ નો મજાક ઉડાવે છે તો હેતલ એના થી ચિડાઈ જાય છે. જેની બદલામાં તુરંત જ પૃથ્વી એને સોરી કહી દે છે! હેતલ ને પણ અફસોસ થાય છે કે પોતે કેમ એને રોક્યો! એ વધારે અફસોસ કરે એ પહેલાં જ પૃથ્વી કહે છે કે પોતે મામાના ઘરે જાય છે! પૃથ્વી લોકો નવા નવા જ એ સોસાયટીમાં આવ્યા હતા. પણ પૃથ્વી એની કોમેડી અને મજાક ઉડાવવાની આદતને લીધે બહુ જ પોપ્યુલર હતો. સવારે એ કપડાં જ પેક કરતો હોય છે કે ત્યાં હેતલ આવી જાય છે. એ બનાવટી ખાંસી ખાય છે પણ પૃથ્વી તો એને જોતો પણ નહિ! એ યાદ કરે છે કે પોતે જ્યારે પહેલીવાર એને પૃથ્વીને જોયો હતો ત્યારે પણ તો એને મજાક જ તો કર્યો હતો!

હવે આગળ: "પૃથ્વી, જો તું ખરેખર જવા માંગતો હોય તો જા... પણ પ્લીઝ યાર મને માફ કરી દે... તારે મારી જેટલી મજાક ઉડાવવી હોય, તું ઉડાડી શકું છું!" હિંમત કરતા હેતલે કહી જ દીધું.

"ના યાર... સોરી... ભૂલ મારી જ છે... આખોય દિવસ બસ તને જ હેરાન કર્યા કરું છું... કાલથી નહિ કરે બસ કોઈ પણ હેરાન..." પૃથ્વીએ ભારોભાર કટાક્ષમાં કહ્યું.

"અરે યાર... જો પ્લીઝ એવું કઈ જ નહિ!" હેતલે કહ્યું.

"એવું નહિ તો કેવું છે?!" પૃથ્વીએ એની પાસેના સોફા પર બેસતા પૂછ્યું.

"કુલશેશ સિંદે સાથે તારે શું સંબંધ છે?!" પૃથ્વીએ હેતલ ની આંખોમાં આંખો નાંખી પૂછ્યું.

"કંઇ નહીં બસ..." હેતલ ની વાતને અરધેથી કાપતા જ પૃથ્વીએ ઉમેર્યું, "હા... હવે કહ્યું એને મને બધું!" આટલા શબ્દો જ ખાફી હતા... એને રડવવા માટે! એના આંસુઓ વહેવા લાગ્યા.

"અરે યાર... રડીશ ના તું! કેમ રડે છે!" પૃથ્વી એ એને સમજાવવા ચાહી... પણ એના આંસુઓ તો રોકાતા જ નહોતા!

"અરે જો બાબા... એને તો મને જસ્ટ એટલું જ કહ્યું કે એ છોકરી બહુ જ સીધી છે... મેં પ્રપોઝ કરેલો તો પણ ના કહી દીધું... મને બહુ જ પ્રેમથી સમજાવ્યું કે પોતે એની પાછળ ના પડે કે એ મને બિલકુલ પ્યાર નહિ કરતી!" પૃથ્વીએ કહ્યું તો માંડ હેતલ સ્વસ્થ થઈ.

"જો યાર... તારો આ મજાક બહુ જ ખરાબ હતો... મને તો લાગ્યું કે એને ચોક્કસ મારા વિશે કંઇક ખરાબ જ કહ્યું હશે!" હેતલે કહ્યું.

"એ કહેત તો પણ... હું માનત થોડી!" એક હળવી સ્માઇલ સાથે પૃથ્વીએ કહ્યું.

"ઓહ એવું! એટલો બધો વિશ્વાસ છે મારી ઉપર!" હેતલે કહ્યું.

"હા... સોસાયટીમાં સૌથી પહેલા દોસ્તી આપની જ તો થઈ હતી... હું તારી જ મજાક ઉડાવું છું... કેમ કે મને તારું નામ લેવું બહુ જ ગમે છે! મને તું જ બહુ ગમુ છું!" છેલ્લા વાક્ય માટે એને એની જીભને દાંથી દબાવી દીધી... જાણે કે જીભને આ ના બોલવાનું પણ બોલવા માટે સજા ના કરતો હોય!

"ઓહ એવું!" હેતલ ખડખડાટ હસી પડી.

"ઓ મેડમ! મજાક નહિ કરતો હું કઈ!" પૃથ્વીએ સિરિયસ થતા કહ્યું.

"તને ખબર છે... આટલું હું ક્યારેય ના રડું... પણ મને લાગ્યું કે કુલેશેશ એ તને કંઇક ખરાબ કહ્યું... તને!" હેતલે કહ્યું.

"અને હું કોણ છું?! વુ એમ આઇ ટુ યુ?!" પૃથ્વીએ પૂછ્યું.

"એવરીથિંગ! આઇ લવ યુ! આઇ લવ યુ, પૃથ્વી!" હેતલે કહી જ દીધું!

"આઇ લવ યુ ટુ!" પૃથ્વીએ પણ કહી દીધું.

"પ્લીઝ તું ના જઈશ ને!" હેતલે એ કહ્યું તો પૃથ્વી ખિલખિલાટ હસવા લાગ્યો!

"આ કપડાં તો હું ઈસ્ત્રી કરાવવા લઈ જાઉં છું! હું તો મજાક કરતો હતો!" પૃથ્વીએ કહ્યું.

પૃથ્વીએ કહ્યું તો હેતલ પણ હસી પડી.

(સમાપ્ત)