Decision - 2 - The last part books and stories free download online pdf in Gujarati

નિર્ણય - 2 - છેલ્લો ભાગ

અંક - ૨


અને લગ્ન ના ૬ મહિના માં જ નિશા ને સમજાઈ ગયું કે આ સંબંધ માં કંઈક ખૂટે છે અથવા કહો ને કે કંઈક ખોટું છે પણ નિશા પોતે ઘર માં કંઇજ વાત ન કરી શકી એ વિચારી ને કે મેં જ મારા માં બાપ ને નિશાંત વિશે વાત કરી અને હવે હું કેવી રીતે ના એ વાત માં થી ખસી શકું. અને હવે તો ઘર વાળા પણ આમાં જોડાઈ ગયા હતા . એટલે એમને ખાતર પણ એને એને નિભાવે રાખ્યું.


કદાચ પૈસા ને લઈને કે કોઈ ની મદદ કરવાની બાબત ને લઈને કે પછી નિશા ના પોતાના માં બાપ ને મળવાના સમય ને લઈને નિશાંત ને કોઈ તકલીફ ન હતી. પણ જયારે નિશા અને નિશાંત ની વાત આવતી ત્યારે નિશા ની અપેક્ષા માં એ ખરો ના ઉતરતો.


નિશા ને નિશાંત પાસેથી પૈસા , દાગીના કે ઇન્ટરનેશનલ વેકેશન આ બધી અપેક્ષાઓ ન હતી. એ ફક્ત એનો સમય ઇચ્છતી હતી. એ ઇચ્છતી હતી કે નિશાંત એની સાથે બેસે , બંને અલક મલક ની વાતો કરે , નિશાંત એને પ્રેમ થી બોલાવે. બંને એક બીજા સામે જોઈને મલકાય . એક મીઠ્ઠી મીઠી અનુભૂતિ જે પ્રેમ માં થાય. બધું જ સુંદર લાગવા માંડે. અને એને આ બધું જોઈતું હતું. ખાલી પલંગ પર ના સંબંધ થી એને સંતોષ ન હતો.


જો નિશા નિશાંત ને ગમે એ બધું જ કરી શકે તો શું નિશાંત પાસેથી એની એ અપેક્ષા ખોટી છે ? એ નિશાંત માટે એને ગમતી એકશન મૂવી જોવા જતી, એના માટે સ્પોર્ટ્સ જોતી , એને ભાવતી બધી રસોઈ એકદમ પરફેક્ટ રીતે બનાવતી અને એને ગમે એ રીતે પોતાના વાળ કટ કરાવતી. પણ એની પસંદ આ બધાથી અલગ હતી. એ પોતાની પસંદ તો ભુલજી જ ચુકી હતી. એને maxican ખાવાનું ખૂબ ભાવતું. એને મન કરતું કે નવી નવી રેસ્ટોરન્ટ ટ્રાય કરે. એને કપડાં પણ અલગ અલગ પહેરવા ગમતા અને એટલે જ એ પોતાની ફિટનેસ ને લઈને પણ સભાન હતી.


પણ નિશાંત એના ફિક્સ રેસ્ટોરન્ટ કે ફિક્સ મેનુ થી આગળ વધતો જ નહિ. એને કોઈ નવી વસ્તુ શીખવા કે જાણવા માં રસ જ ન હતો. માહિતી ને જ્ઞાન ને જો બાંધી દેવામાં આવે તો એ માણસ અટકી પડે એવું જ નિશાંત ની જોડે થયું હતું. કૉલેજ માં સ્માર્ટ લાગતો નિશાંત, નિશા ના ઇન્ટેલેક્ટયુઅલ સવાલો નો હવે જવાબ આપી ન શકતો. એને પોતાની જાત ને એક ઘરેડ માં બાંધી દીધો હતો જયારે નિશા એ સતત પ્રગતિ કરી હતી. અને નિશાંત કદાચ એટલેજ નિશા થી લઘુતાગ્રંથિ થી પીડાતો હતો અને એની સાથે આવું વર્તન કરતો હતો.

આ બધું ફરી એક વાર વાગોળ્યા પછી એને થાકી ગઈ હોય એવી લાગ્યું . કદાચ એ થાકી જ ગઈ હતી. એક નિષ્ફળ લગ્ન જીવન નો સફળ લગ્ન જીવન તરીકે દેખાડો કરીને.. કેટલીય વાર આંખ બંધ કરીને ત્યાંજ બેઠા પછી એ ઉભી થઇ અને પોતાના કબાટ ના એક ખૂણે પડેલ એક થેલી લઈને આવી. એમાં ઘણા બધા ગ્રીટિંગ કાર્ડ્સ અને નાની નાની વસ્તુઓ હતો જે ક્યારેક એના શાળા ના, કૉલેજ ના મિત્રો એ આપેલ હતી. નિશાંત એ કૉલેજ માં આપેલ ગ્રીટિંગ કાર્ડ્સ પણ એ સંપેતરાં નો હિસ્સો હતા.


ત્યાં એની નજર એક કૅસેટ પર પડી. એમાંથી થોડી રીલ પણ બહાર આવી ગઈ હતી. એને કુતુહલવશ એ રીલ ને કૅસેટ માં નાખવાની વ્યર્થ પ્રયત્ન કર્યો પણ ના નાખી શકી . એ કૅસેટ ની સાથે જોડાયેલ પોતાની બાળપણ મિત્ર પ્રીતિ યાદ આવી અને એણે પ્રીતિ ને ફોન કર્યો. પ્રીતિ સાથે વાત થયે લગભગ ૨/૩ મહિના થઇ ગયા હતા.એને પ્રીતિ સાથે વાત શરૂ કરી અને ૧૦ એક મિનિટ પછી પ્રીતિ ને કહ્યું કે તને યાદ છે પેલી કૅસેટ જેમાં આપણે " DDLJ " મૂવી જોયા પછી ની આપણી સ્પીચ રેકોર્ડ કરી હતી. પ્રીતિ પણ ખુશ થતા બોલી હા બિલકુલ યાદ છે , યાદ કેમ ના હોય. આપણે કહેતા હતા કે આપણે આપણી જિંદગી ને સમજોતા વગર જીવીશું . જેમ કાજોલ એટલે કે સિમરન ની માં બનતી લજ્જો જી એટલે કે ફરીદા જલાલ એ કહ્યું એમ,” આપણે બેટી બહેન કે માં બનીને બીજા માટે કુરબાની નહીં આપીયે. આપણા જીવનસાથી ને પસંદ કરવાનો હક આપણને છે અને એ હક આપણે કોઈ ને નહિ આપીએ. અને પ્રીતિ બોલી જોને યાર આપણે શું ઇચ્છતા હતા અને શું થઇ ગયું. પ્રીતિ એના લગ્ન જીવન માં ખુશ ન હતી અને એણે એ બધી વાત નિશા ને કરી હતી.પણ એને નિશા વિશે ખબર ન હતી એ બોલી કે નિશા તું નસીબદાર છે બધા ને થોડું પોતાન જીવન માટે નિર્ણય લેવાનો હક મળે છે. આ સાંભળતા જ નિશા ને લાગ્યું કે જો એ એક ખોટો નિર્ણય લઇ શકે છે તો સાચો નિર્ણય લેવા માટે કેમ આટલી ખચકાય છે?


અને હવે એને બહુજ ચોક્કસ રીતે ખબર હતી કે એને શું કરવાનું છે. એને પ્રીતિ ને આવજો કહી ને ફોન મુક્યો. અને તરત જ ફોન કરીને નિશાંત ના મમ્મી પપ્પા અને પોતાના મમ્મી પપ્પા ને ઘરે બોલાવ્યા.

સાંજે નિશાંત ઘરે આવતા એ લોકો ને જોઈને ચોકી ગયો. નિશાએ નિશાંત ને પાણી આપી ને વિસ્તારથી બિલકુલ ડર વગર પોતાના મન ની વાત બધા સામે કરી. એને જે શરમ, ડર કે અડચણ હતી એ વાત ને લઈને કે એણે નિશાંત ને પરણવાનો નિર્ણય લીધો હતો એ હવે નીકળી ગયો હતો. છેલ્લા પાંચ વર્ષ માં ઘૂંટાઈને જીવતા જીવતા એ હવે થાકી ગઈ હતી. એણે કહ્યું કે એ નિશાંત ની સાથે ખુશ નથી. એને પોતાના જીવન સાથી પાસેથી જે અપેક્ષાઓ છે એ નિશાંત પૂરી કરી શકે એમ નથી. આ સાંભળતા જ નિશાંત હમેશ ની જેમ ચીસો પડતા અવાજ માં બોલવા લાગ્યો પણ હવે નિશા ને કોની શરમ કે બીક ? એને બધા ની સામે રોકડું પરખાવતા કહ્યું કે વાત કરવાની સભ્યતા કેળવ , તારી બૂમો સાંભળવા માં અમને રસ નથી.


નિશાંત તો હંફાળો ફાંફળો થઇ ગયો. એને થોડી મિનિટ માટે તો કોઈ શબ્દો જ ન જડ્યા પણ પછી એને કહ્યું કે એ પોતે કેટલો પરેશાન છે અને એની જવાબદારી ને લીધે એ નિશા ને સમય નથી આપી શકતો.


નિશા તો જાણતી જ હતી કે આ બધી તદ્દન પાયાવિહોણી દલીલ માત્ર છે અને એટલે એણે શાંતિ થી કીધું કે હા નિશાંત હું સમજુ છું અને એટલે જ તારી જવાબદારી ઓછી કરવા માંગુ છું. મને ડિવોર્સ જોઈએ છે .


તું તારી બાકી ની જવાબદારી સંભાળ, હું મારી જાત ને સાંભળી લઈશ . અને બસ આ નિર્ણય સંભળાવી ને એ પોતાના માં બાપ સાથે એમના ઘરે જતી રહી. ઘરે જઈને એણે પોતાના માં બાપ ને બધી જ વાત કરી કે એની ઉપર શું વીત્યું અને હવે એના માં બાપ પણ એને સાથ આપવા તૈયાર થઇ ગયા.


થોડી મોડી પણ નિશા એ હિંમત દાખવી અને હવે એ પોતાના જીવન માં ખુશ છે. યોગ્ય જીવનસાથી મળતા એ પરણી જવા માંગે છે પણ આ વખતે યોગ્ય પાત્રની કસોટી કરીને. હવે એ પ્રેમભર્યું લગ્ન જીવન ઈચ્છે છે.

સમાપ્ત...........................

લેખક તરફ થી


હું આશા રાખું છું કે તમને મારી નોવેલ "નિર્ણય “ચોક્કસ ગમી હશે.
આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ , “નિર્મલા નો બગીચો” અને " વિશ્વ ની ન્યારા " માતૃભારતી પર આવી ચુક્યા છે.
મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” સરહદ ને પેલે પાર ની દોસ્તી “ અને “આદુ વાળી ચા” પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે!

તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે.

© CA આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .