Sambandhoma Prapanch - 2 books and stories free download online pdf in Gujarati

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 2

 

કહાની અબ તક: સંજય અને એના ફ્રેન્ડ આસિસ્ટન્ટ દિનેશ સાથે જોબ કરવા જાય છે એના બોસ રઈશ સક્સેના તો એની માટે બહુ જ મસ્ત છે પણ એની છોકરી સાથે એની બનતી નથી! વળી એમની ઉપર બે બાઈક સવારો નો હુમલો પણ થાય છે! એક વ્યકિત કોલ કરીને હુમલખોર નું નામ કહે છે તો સંજય ને એના કાન પર વિશ્વાસ નથી આવતો!

હવે આગળ: "ખબર સાચી છે?!" સંજયે ખાતરી કરવા પૂછ્યું.

"જી સર, ખબર સો ટકા સાચી છે!" સામેની વ્યક્તિએ કહ્યું.

"ઓકે." કહી એણે કોલ કટ કર્યો.

🔵🔵🔵🔵🔵

થોડી વારમાં સંજય અને શિવાની રઈશના કેબિનમાં મિટિંગ માટે હતા. કંપનીની કામગીરી માટે એક પ્રેઝેંટેશન રઈશ બંનેને બતાવતો હતો. ટેબલના બીજી બાજુ એ રઈશ અને આ બાજુ આ બે હતા. સંજયનું તો પૂરું ધ્યાન કામમાં હતું તો અચાનક જ શિવાનીએ એના પગને સંજયના પગથી અડાવવા શુરૂ કર્યા!

સંજય તો સિમ્પલી ઇગ્નોર કરતો રહ્યો! થોડીવારમાં સંજયને પણ મજાક સૂઝ્યું! અને એના પગના મોજાને જકડી રાખ્યો, એનાથી હળવું હસી જવાયું!

શિવાનીએ આંખો મોટી કરી અને રોષ બતાવ્યો! બંનેએ અને સ્પર્શથી એક કંપારી મહેસૂસ કરી! આ કંપરીથી શિવાની પર તો જાણે જાદુ જ થયું! એણે અમુક સેકંડ સુધી બસ સંજયને જોયા જ કર્યું! કોઈ ઊંડા ખ્યાલમાં હોય એવું લાગતું હતું!

"ઓ ચૂડેલ!" સંજયે જોરથી કહ્યું તો એણે ભાન આવ્યું, "સર ક્યારના રિપોર્ટ માંગે છે!"

"અરે એ તો હું તમને સાંજ સુધીમાં કરી આપું છું!" શિવાની બોલી.

સંજય હસતો હતો!

🔵🔵🔵🔵🔵

"સંજય, સંજય, સંજય, ચાલને કોફી પીવા જઈએ બહાર! પ્લીઝ!" શિવાની મિટિંગ પૂરી થતા જ બોલી.

"અરે પણ મારે બીજા ઘણા કામ છે, યાર! તું દિનેશ સાથે જા, ઓકે!" એણે કહ્યું.

"સારું, હવે તો એની સાથે જ જઇશ!"

🔵🔵🔵🔵🔵

થોડી વારમાં શહેરના પ્રખ્યાત કોફી કેફેમાં એ મધહોશ સાંજે એક ટેબલ પર શિવાની અને દિનેશ બેસ્યા હતા. શિવાનીનો કોઈ ઇરાદો દિનેશને લાવવાનો નહોતો એણે તો બસ સંજયને જેલસ ફિલ કરાવવા જ આવું કર્યું હતું. એ તો હજી પણ સંજયના જ ખયાલોમાં ખોવાયેલી હતી.

એમની જ બાજુના ટેબલમાં એની નજર ગઈ તો એ હેબતાઈ જ ગઈ! ત્યાં સંજય વંદા સાથે બેઠો હતો! હા એ સંજય જ હતો! શિવાની ને આટલો ગુસ્સો પહેલા ક્યારેય નહોતો આવ્યો! એનાથી કંટ્રોલ ના જ થયો તો એ દિનેશને કહીને એમના ટેબલ પર આવી ગઈ.

"ઓહ તો આ તારું જરૂરી કામ હતું એમ ને!" શિવાનીએ ભારોભાર કટાક્ષ કર્યો તો સંજયને તો કાપે તો લોહી ના નીકળે! એણે ભારોભાર પછતાવો થતો હતો.

સંજય - શિવાની અને દિનેશ - વંદા એકબીજાની સામસામે હતા!

સંજય અને શિવાનીનો રોષ તો એક બાજુ પણ વંદા તો રીતસર જ દિનેશ પર તાડુકી! "તું અહી શું કરું છું?!"

"એ જ જે તું સંજય સાથે કરું છું!" શિવાનીએ કહ્યું.

કોફી આવી ગઈ હતી, સંજય માંડ કોફી પી શકવા જેટલો સ્વસ્થ થયો તો એટલામાં તો શિવાનીએ ફરી એના પગને અડવું શુરૂ કર્યું.

શુરૂમાં એક લસરકો નીચેથી ઉપર તરફ જતો અને પછી એક જોરથી ત્યાં પગ માર્યો તો સંજય કોફી સાથે આખોય હલી જ ગયો. સૌથી છૂપાવવા એણે જૂઠી ખાસી ખાધી!

એટલામાં અચાનક જ વંદા પર કોઈએ ગોળીથી હુમલો કરવા ચાહ્યો તો સંજય એની પાસે હોવાથી એણે આખી જ જુકાવી દીધી! નાજાણે પણ કેમ શિવાની ને તો સંજય નો વંદા માટે આમાં પ્યાર જ દેખાતો હતો! પહેલા પણ શું એ ઓછી નારાજ હતી, એ વધારે ઉદાસ અને નારાજ થઈ ગઈ!

વધુ આવતા અંકે...

એપિસોડ 3માં જોશો: "આજે મારી સાથે ડિનર... ફિક્સ!" કહીને શિવાની સંજયને ડિનર પર લાવી હતી! સંજય તો ડાહ્યો ડમરો થઈ ને પ્લેટમાં જ જોતો હતો, જાણે કે એની શરમને છુપાવતો ના હોય!