Sambandhoma Prapanch - 5 books and stories free download online pdf in Gujarati

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 5

 


કહાની અબ તક: સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપની ને જોઈન કરે છે. ત્યારે જ એમની ખટપટ એમની જ છોકરી શિવાની અને એની સેક્રેટરી વંદા સાથે થાય છે. દરમિયાન જ રઈશ પર બે બાઈક સવારનો હુમલો થાય છે! સંજય હુમલાખોર નું નામ જાણે છે પણ કહેવાનો સાચો સમય શોધે છે. દરમિયાન સામાન્ય ફ્લર્ટિંગ માં શિવાની સંજયને સાચો પ્રેમ કરી બેસે છે કોફી શોપ પર વંદા પર હુમલો થાય છે તો સંજય એણે જૂકાવી ને બચાવી લે છે. ડિનર માટે સંજય અને શિવાની જાય છે તો એમના આશ્ચર્ય વચ્ચે ત્યાં જ વંદા અને દિનેશ પણ હોય છે! સૌની ગકતફેમી દૂર થાય છે તો સંજયને એમની ઉપર હુમલો થઈ શકે છે એવું કહેવાય છે! બંને બાજનજર રાખીને માંડ ઘરે પહોંચે છે તો રાત્રે કોઈ વ્યક્તિ શિવાનીનું ગળું દબાવવા જાય છે પણ સંજય એણે રોકે છે અને એનાં નખથી ઘા પણ કરે છે જેથી કોણ છે એ જાણી શકાય! સવારે સપનામાં એ રાતનું દૃશ્ય જોવે છે અને નખનું વિચારી એ તરફ આગળ વધવા ચાહે છે!

હવે આગળ: "દેખ તું, દિનેશના સંપર્કમાં રહેજે! આઈ મીન એ મારા સંપર્કમાં રહેશે. મને કહ્યા વિના ક્યાંય ના જતી!" કહી ને એ રઈશ ના કેબિનમાં ગયો.

"સર, સર, સર!" કહી એમના હાથને ફંસોવી વળ્યો. પણ નખ મારવાના નિશાન મળ્યા નહિ.

"સર, પ્રમોદ સર ક્યાં છે?!" સંજય બોલ્યો.

"એમને ઘર એ કંઇક કામ હતું તો આજે લીવ (રજા) પર છે!" રઈશ બોલ્યો.

"ઓકે સર! ચાલો એક અગત્યની મિટિંગ છે, આનો હેડ હું છું! તમે તુરંત
રૂમમાં પહોંચો!" કહી એ મિટિંગ ની તૈયારીમાં લાગી ગયો.

"દિનુ, શિવાની અને વંદા સાથે તું કોન્ફરન્સ રૂમમાં આવી જા!" સંજયે કોલ કરીને દિનેશને કહ્યું.

"ઓકે!" કહી દિનેશે કોલ કટ કર્યો.

🔵🔵🔵🔵🔵

થોડી વારમાં સૌ કોન્ફરન્સ રૂમમાં હતા.

"થોડા સમય પહેલા મિસ્ટર રઈશ સક્સેના પર એક હુમલો કરવામાં આવ્યો હતો! એઝ અ બિઝનેસ મેન એમના ઘણા દુશ્મન હોય શકે છે!" સંજય બોલતો હતો અને બાકી સાંભળતા હતા.

"થોડા જ સમય પહેલા હું અને રઈશ સર અમે આવતા હતા ત્યારે પણ અમુક બાઈક સવરો એ અમારી ઉપર હુમલો કરવા ચહેલો, જોકે કોઈ કારણસર એ સફળ રહ્યા નહિ!" એનું કારણ સાફ હતું પોતે અને દિનેશે જ તો એમનો આ પ્લાન ફેલ કરેલો પણ જાણે આમાંથી જ કોઈ હોય એમ એ આ વાત છુપાવતો હતો!

"અમે કોફી કેફે ગયા હતા, ત્યાં પણ વંદા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો! જેને મેં જ જુકવી અને બચાવી લીધી!" સંજય બોલતો હતો.

"આ કોન્ફરન્સ નો હેતુ એમ છે કે, સક્સેના ઝ ઉપર હુમલો થયા કરે છે અને આ બધા માં જે કોમન એ છે કે સાર્વજનિક સ્થાન પર જ કરવામાં આવે છે! આથી આપ સૌ સુરક્ષિત રહો એ માટે ઑફિસ કે ઘરમાં જ રહેવું ખૂબ જ જરૂરી છે! સતર્ક રહો અને સુરક્ષિત રહો!" સંજય બોલ્યો.

વાત પૂરી કરી ને કોન્ફરન્સ પૂરી કરી દેવાઈ!

🔵🔵🔵🔵🔵

"જો," સંજયે એકદમ શિવાનીથી નજીક જઈને એના કાનમાં કહ્યું, "આપણું દુશ્મન આપનું જ કરીબી છે! તું ખાસ સતર્ક રહેજે! કોઈ પણ ની વાતમાં નહિ આવી જવાનું! સમય આવે ને તો કઠીન પણ બનવું પડે!"

એક બે વાર દિન શને કોલ કરતા એણે કોલ ના રિસિવ કર્યો! એ ક્યારેય આવું નહોતો કરતો!

"અરે દિનેશ નો કોલ કેમ નથી લાગતો! મેં ના કહેલું તો પણ એ બંને ગયા હશે જ બહાર!" સંજય બોલ્યો.

ઘણા કોલ લગાવ્યા બાદ દિનેશ એ કોલ રીસીવ કર્યો તો કોઈ અલગ જ વ્યક્તિ બોલતો હતો!

"દિનેશને જીવતો જોઈતો હોય તો મેસેજ કરેલા એડ્રેસ પર રઈશ ને કઈ કહ્યા વિના શિવાની ને લઈને આવી જજે! અને હા... જો તારે તારો દોસ્ત જોઈએ કે શિવાની એ નિર્ણય કરી જ લેજે!" ફોન પર કોઈ વ્યક્તિ બોલ્યો.

ફોન તો કટ થઇ ગયો પણ સંજય ના માથે એક ચિંતાની લકીર ઉભી કરી ગયો.

શિવાની ને બધું કહી એણે ત્યાં જવાનું વિચાર્યું.

(આવતા એપિસોડે ફિનિશ)

એપિસોડ 6 અને અંતિમ એપિસોડ(કલાઈમેક્સ)માં જોશો: "જોવો, આપને ગમે તેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું છે! અને શિવું હું અને દિનેશ અમે સુપર કોપ છીએ પોલીસ ઓફિસરસ! રઈશ સર ઉપર હુમલો થતો હતો એટલે અમે તહકીકાત કરવા આવ્યા છીએ!" સંજય બોલ્યો.

Share

NEW REALESED