KETALIST books and stories free download online pdf in Gujarati

ઉદ્દીપક..... (કેટાલિસ્ટ)....


ઉદ્દીપક..... (કેટાલિસ્ટ).... દિનેશ પરમાર નજર
****************************************

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્રરેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
- નયન હ. દેસાઈ
****************************************
વસ્ત્રાલ-- સિંગરવા રોડ પર હોટેલ ખોડલની મોજ થી આગળ રોડનો વળાંક આવે ત્યાં રામજી મંદિર થી આગળ જતા મુખ્ય રોડ ની બન્ને તરફ જે લો - રાઈઝ ફ્લેટસ્ ની હારબંધ સ્કીમ્સ બની છે. તેમા ઓછી આવક જુથની સરકારી યોજનાના ફ્લેટસ્ પણ બનેલા છે.
આ યોજનાનું નામ જરા વિચિત્ર લાગે 'કેમિકલ નગર'
પણ આ રિઝર્વ સરકારી પ્લોટ વર્ષો અગાઉ જ્યારે ત્યાં વસ્તી નહોતી ત્યારે તેની ઉપર એક માથાભારે વ્યક્તિએ કબજો કરી ત્યાં, વાસણ અને કપડા ધોવા ના કેમિકલ બનાવવા સાથે સાથે ખાનગીમાં, દેશી દારૃ બનાવી વેચવાનો ધંધો કરતો હતો.
લોકલ સત્તા અને પોલીસની રહેમ નજર ને કારણે, વર્ષો સુધી એ ગેરકાયદે કારોબાર કરતો રહ્યો. પણ સરકારી મિલ્કત હતી અને ટાઉન પ્લાનીંગ ની જોગવાઇ મુજબ ત્યાં, મકાન વિહોણા લોકો ( શેલ્ટર લેસ પીપલ) માટે આવાસ યોજના બનાવવી પડે તેમ હતી, માટે તેને પકડી જેલમાં પુરી પ્લોટ ખાલી કરાવેલ, પણ તે પ્લોટનું નામ કેમિકલ સાથે એ રીતે વણાઈ ગયેલું અને એ નામથી જ તે આજુબાજુના વિસ્તારોમાં જાણીતો હોઈ, સરકારી આવાસ બન્યા પછી પણ લોકો સરકારી ચોપડે નોંધાયેલ નામ રાજેન્દ્રનગર ને બદલે કેમિકલ નગર જ બોલતા હતા.
આ કેમિકલ નગર માં રોડ પર પડતા આગળ ના ફ્લેટ ની હારમાં સી બ્લૉક માં બીજે માળે રહેતા, કાન્તા બેન જેવા બાલ્કની તરફ આવ્યા કે....
બાલ્કની માં ઉભા ઉભા વાળ ઓળી રહેલી તેમની પુત્રી પ્રતિમા તરફ, સામે રોડ પર થી પસાર થઈ રહેલા લાલ શર્ટ પહેરેલો એક યુવાન હાથ હલાવી, હસતા હસતા આગળ ચાલ્યો ગયો.
કાન્તા બેનનો પિત્તો ગયો પ્રતિમા નો હાથ ખેંચ તા બોલ્યા, " ચલ અંદર..."
પ્રતિમા ને પોતાની માની આ વર્તણૂક સમજાઈ નઈ. પણ તે કશું જ ના બોલી.

**********

નરોડા ખાતે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી કપડાં બનાવતી ' ઈન્દ્રધનું હોઝિયરી પ્રોડક્ટ્સ પ્રા. લી.' નામની ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા, પ્રતિમાના પપ્પા સુરેન્દ્ર પ્રતાપ નું આજથી ત્રણ વર્ષ પહેલાં શંકાસ્પદ મૃત્યુ થયું હતું. ત્યારે પ્રતિમા તેરેક વર્ષ ની હતી.
ફેક્ટરીના માલિક શેઠ કસ્તુર ચંદ શાહ ખુબ દયાળુ અને ધાર્મિક હતા. તેઓ લગભગ એસ જી હાઈવે પર આવેલ ઓફીસ માં બેસતા, અઠવાડિયે એકવાર ફેક્ટ રી પર આવતા. ફેક્ટરી તેમનો ખાસ વર્ષો જુનો વફાદાર માણસ રાજેન્દ્ર મહેતા જ સાંભળતો હતો .
પરંતુ... બેઠાડું જીવન હોઈ વારંવાર ગેસ એસિડિટી ની તકલીફ થઈ જતી તેમાં એકવાર રાત્રે, શેઠને છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડતા તાત્કાલિક ફેમિલી ડોક્ટર ને બોલાવ્યા, પરંતુ તે પ્રાથમિક સારવાર આપે તે પહેલા જ તેમનું પ્રાણ-પંખેરુ ઉડી ગયું.
ફેક્ટરીનો કારોબાર હવે શેઠના પુત્ર શાલિન ઉર્ફે શૈનીના હાથ માં આવી ગયો. શાલિન ને પ્રથમ થી જ ખરાબ સોબત હતી. તેણે ફેક્ટરીની એક બે વાર મુલાકાત લીધી. અને ત્યાં આજુબાજુ ના સ્લમ વિસ્તારમાંથી કામ કરવા આવતી યુવતીઓ ને જુદી જ નજર થી જોઈ. તેને હવે વફાદાર માણસ રાજેન્દ્ર મહેતા કબાબ માં હડ્ડી લાગવા માંડ્યો. શાલિને, રાજેન્દ્ર ને છુટો કરી દીધો.
હવે તે ફેક્ટરી પર અઠવાડિયે ત્રણ થી ચાર વાર આવતો. એમાં પણ એક, પાતળી સોટા જેવી, ભૂરી ભૂરી અને માંજરી આંખો ધરાવતી, લીલા નામની છોકરી તેને એટલી ગમવા લાગી કે ઘણી વખત લીલા જ્યાં કામ કરી રહી હોય ત્યાં પહોંચી જતો અને સુપરવિઝન ને નામે તેને લોલુપ નજરે નિરખ્યા કરતો. આ વાત નો અંદાજ સિક્યોરિટી ગાર્ડ સુરેન્દ્ર પ્રતાપ ને આવી ગયો હતો. પોતાની દિકરીથી થોડીક મોટી એવી લીલા આ શેઠના નબીરાની ચૂંગાલ માં આવી ના જાય તેનુ તે ધ્યાન રાખતો.
એક વાર સાંજે ફેક્ટરીના બધા લેબર નીકળી ગયા પછી છેલ્લે સુરેન્દ્ર પ્રતાપ મુખ્ય ઝાંપો બંધ કરવા ગયો તો, તેનુ ધ્યાન કેબીન નીચે પડેલી નાના શેઠની ગાડી પર ગયું. તેને નવાઈ લાગી. શિયાળાની ઋતુમાં અંધારુ જલ્દી થઈ જતું. "આ શેઠ હજી સુધી કેમ બેઠા હશે? કોઈ છે તો નંઈ તો શું કામ કરતા હશે?"
કુતુહલવશ સુરેન્દ્ર પ્રતાપ ગાડી પાસે ગયા. ગાડીમાં ડ્રાઇવર કાચ ચઢાવી મોબાઇલ જોતો હતો. પહેલા માળે આવેલી કેબીનમાં અવાજ આવતો હતો. તે ધીરે ધીરે ઉપર ગયો. અનેસુરેન્દ્ર પ્રતાપની આંખો પહોળી થઈ ગઈ.
કેબીનના સોફા પર અનાવૃત અવસ્થામાં ભૂરી લીલા લંપટ શેઠ શાલિનની ચૂંગાલમાથી છૂટવા તરફડિયાં મારતી હતી અને શાલિનના બે ફોલ્ડરો ઉભા ઉભા જોઈ રહ્યા હતા.
"આ શું કરી રહ્યા છો શેઠ?" કહેતા કેબીનના દરવાજા ને ધક્કો મારી સુરેન્દ્ર પ્રતાપ અંદર ઘૂસી ગયો.
અચાનક તેમની મજામાં રસભંગ થતાં, અકળાયેલા અને ગુસ્સે થયેલા ત્રણેય જણે ભેગા થઈ હુમલો કર્યો. અને આવેશમાં ને આવેશમાં ઝપાઝપી માં કેબીનની બહાર આવ્યા અને સુરેન્દ્ર પ્રતાપને ધક્કો મારતા ઉપરથી નીચે પટકાયો. માથુ ફરસ પર જોર થી અથડાયુ, લોહી ની ધાર થઈ, થોડીવાર તરફડી ને સુરેન્દ્ર પ્રતાપ કાયમ માટે શાંત થઈ ગયો.
શાલિન તેના બે ફોલ્ડરો ગભરાઈ ગયા..
પરંતુ પરિસ્થિતિ જોતા તેમણે કારસો રચ્યો. ભૂરી લીલાના ગરીબ બાપને બોલાવી, પૈસા થી ખરીદી લીલા ને ધમકાવી ખોટો પાઠ કરાવ્યો. પોલીસ ને પણ પૈસા ના જોરે ખરીદી લીધી.
લીલાએ આપેલા નિવેદન મુજબ.....
સુરેન્દ્ર પ્રસાદ કેટલાક દિવસોથી તેને ગંદી હરકતો કરતો હતો. તે દિવસે સાંજે શેઠ બોલાવે છે કહી મને કેબીનમાં મોકલી, પાછળ જ તે આવ્યો અને.... મારી... સાથે...
એજ સમયે બહાર ગયેલા શેઠ અચાનક આવ્યા અને સુરેન્દ્ર સાથે ઝપાઝપી માં.... આ ઘટના બની....
જોકે...
આ વાત સાથે, સુરેન્દ્નની પત્ની સહમત નહોતી. તે પોતાના પતિને ખુબ સારી રીતે ઓળખતી હતી. તે છાતી ઠોકીને કહેતી રહી કે તેના પતિને ખોટી રીતે ફસાવી મારી નાખવામાં આવ્યો છે.
પરંતુ આ નિંભર અને ભ્રષ્ટ તંત્ર આગળ તેનુ સત્ય અસહાય હતુ.

*********

કેટલીયે વખત કાન્તા એ બાલ્કનીમાં પ્રતિમાની હાજરીમાં, પેલો છોકરો નીકળતી વખતે ઉપર જોઈ ઇશારો કરતો. અને મા-દીકરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી..
એ છોકરો આગળ રસ્તા ના વળાંકે આવેલા કોમ્પ્લેક્ષ ના પાન પાર્લરે તેના ગુંડા જેવા દોસ્તો સાથે ટોળી જમાવી લોકો ની મશ્કરી કર્યા કરતો. તેનું કોઈ નામ લેતુ ન હતુ.
પણ.....
હદ તો ત્યારે થઈ જ્યારે તેનું બાઈક પર પસાર થતા, ચાલુ બાઈકે ઉપર જોઈ ફ્લાઈંગ કીસ નો ઈશારો કર્યો. કાન્તા ને ભ્રમ થયો કે બાલ્કનીમાં ઉભેલી પ્રતિમા જાણે હસી છે. તેને પોતાના મ્રૃત પતિની વફાદારી પર વિશ્વાસ અને ગર્વ હતો. અને તેની દીકરી આડુ અવળુ પગલું ન ભરે તે માટે સતત સતર્ક રહેતી.
એટલે તે ખુબ ગુસ્સે થઈ પ્રતિમા પર... અને આવેશમાં દીકરી ને લાફો મારી દીધો. પ્રતિમા ખુબ રોઈ ઇસનપુર ખાતે રહેતા તેના મામા દુર્ગેશ પ્રસાદ જે શિક્ષક હતા અને, માધ્યમિક શાળા માં વિજ્ઞાન ભણાવતા હતા તેમને મોબાઇલ માં રડી ને ફરિયાદ કરતા તેણે પોતાની બહેન ને સમજાવી કે હવે ભાણી બેનને ફાઈનલ પરીક્ષા જ આપવાની છે. અત્યારે વેકેશન છે તો હું મારે ઘરે ભાણીને લ ઈ જ ઉ છું.

**********

" સાંભળો છો? આ કાન્તા બા નો ફોન હતો. કહેતા હતા કે, બરાબર તેમની ઉપર રહેતા પાડોશી રમણિક લાલ અને ઈચ્છા બેનની દીકરી ત્રણ દિવસ થી ગાયબ હતી. આજે સમાચાર એવા મળ્યા છે કે તે પેલા ગુંડા જેવા છોકરા સાથે એક વરસથી સબંધ માં હતી. તેની સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા છે." રસોડામાં કામ કરતા કરતા દુર્ગેશ પ્રસાદની પત્ની આગળના રુમમાં આવી બોલી.
એટલામાં બીજા રુમમાં પરિક્ષા ની તૈયારી કરી રહેલી પ્રતિમા આગળ ના રુમમાં આવી," મામા મને સમજાવો ને.. આ ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ ની વ્યાખ્યા શું છે? "
દુર્ગેશ પ્રસાદ મરક મરક હસી ને બોલ્યા, " ઉદ્દીપક અર્થાત્ કેટાલિસ્ટ એટલે જે રાસાયણિક પ્રક્રિયા માં ભાગ લેતો નથી પણ તેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે....
જેમકે...
પેલા ગુંડા જેવા યુવકને કારણે તારી અને તારા મમ્મી વચ્ચે નો કલહ... હા.. હા.. હા.. "
એટલામાં અચાનક કાન્તા બે ન પ્રવેશ્યા અને પ્રતિમા ને બાઝી પડ્યા. બંને ક્યાંય સુધી રડતા રહ્યા.........

****************************************