Vat mara fulavar na dada ni - 5 - last part books and stories free download online pdf in Gujarati

વાત મારા ફુલાવર ના દડા ની - 5 - છેલ્લો ભાગ

વાત મારા ફુલાવર ના દડા ની

ભાગ - ૫

એ પછી ના દિવસે દાદા ના મૃત્યુના સમાચાર આવતા હું અને કાકા ઘેર જતા રહ્યા અને એક મહિને પાછા આવ્યા. કાકા માલ ભરવા ગયા અને હું જરા રેંકડી દુરસ્ત કરતો હતો કે સામેથી એ આવી, આજે પણ એજ લીલો રંગ, હું મન માં મલકાઈ ઉઠ્યો પણ એને જોઈને જ સમજી ગયો હતો કે એ ગુસ્સા માં છે. એ બોલી કે શું અમારી પાસે તને શાક માટે આપવાના પંદર હજાર રૂપિયા નથી. અને પછી હસી પડી અને મને કહે કે સારું થયું તે આવું કર્યું નહિતર હું સમયસર એની અસલિયત ના જાણી શકી હોત અને કદાચ બહુ મોડું થઇ ગયું હોત.

પછી તો અમારી દોસ્તી વધારે ઘેરી થઇ ગઈ. અમે બન્ને આ ઘટના પછી ઘણી વાતો કરવા લાગ્યા હતા અને મને એમ લાગવા માંડ્યું કે કદાચ રેશ્મા મને હવે કોઈક બીજી રીતે જુવે છે. હું તો એને પ્રેમ કરતો જ હતો, કરું છું અને કરતો જ રહીશ પણ મારા પ્રેમ નો અર્થ પામવું નથી જ. મેં રેશ્મા ની સાથે સાથે દીપ્તિ કાકી ને પણ પ્રેમ કર્યો છે દિલીપ કાકા ને પ્રેમ કર્યો છે. મારા રોજગાર ને મારા કાકા ને પ્રેમ કર્યો છે અને પ્રેમ નો અર્થ પામવું ન જ હોઈ શકે. હું રેશ્મા ને કહ્યા વગર ગામડે જતો રહ્યો અને એના પંદર દિવસ માં મારા લગ્ન લેવાઈ ગયા. હું રેવતી સાથે પાછો આવ્યો અને ત્યારથી હું અને રેવતી લારી સંભાળવા લાગ્યા.

મારા આમ જતા રહેવાથી રેશમા ને ખોટું લાગ્યું જ હશે પણ મને ખબર છે મેં જે કર્યું એ કેટલું જરૂરી હતું. હું પાછો આવ્યો પછી ક્યાંય સુધી એ મને જોતી તો પણ જાણે જોયો જ ન હોય એવો વ્યવહાર કરતી પણ રેવતી સાથે ખુબ સારી રીતે વર્તતી. રેશમા એ જરેવતી ને શહેર ની રહેણીકરણી શીખવાડી હતી. અને ૬ એક મહિના માં રેશમા ના લગ્ન પણ નક્કી થયા. કાકા અને માં પણ ખાસ આવ્યા હતા લગ્ન માં. મેં અને રેવતી એ ઘર ના લગ્ન ની જેમ જ બધી જવાબદારી નિભાવી હતી.અને વિદાય વખતે એની ઈચ્છા થી એના ઘર થી લઈને ને સોસાયટી ના ઝાંપા સુધી એને ડોલી માં બેસાડી ને લાવવા માં આવી હતી. ડોલી ઊંચકનાર માં એક હું પણ હતો અને અમારા બંને ના હોઠો પર એક સ્મિત હતું. આજે રેશમા મને માફ કરી ચુકી હતી અને અમે બંને એક બીજા ને આંખો થી પોતાની લાગણી વ્યક્ત કરી. રેશમા ખુબ ખુશ છે જય ભાઈ સાથે અને પછી તો સ્વતંત્ર બંગલૉ માં જ અઢાર નંબર માં રહેવા આવી ગયા.

ત્યાંજ રેવતી આવી, મને કહેવા કે રેશમા બેન નો ફોન છે. અને રેશમા ફોન માં મને કહી રહી હતી કે બંસી તું રેવતી ને લઈને આવજે થોડોક સમય રહેવાય એમ આવજે. મમ્મી તને યાદ કરે છે એટલે ઘરે રેહવાય એમ આવજે. મેં એને હા કહ્યું અને પછી પાછો રેવતી ને ફોન આપ્યો. એ બંને વાત કરતા રહ્યા. અને મેં ફરી એક વાર આંખ બંધ કરી અને મને ફરી એજ ટામેટા ના ઢગલા માં મને દેખાયું મારુ ફ્લાવર, લીલા કપડાં માં એનું સફેદ શરીર. મારી રેશમા અને એની જોડે ઉભેલો એને હેરાન કરતો હું બંસી શાકવાળો.

સમાપ્ત..................

પ્રિય વાંચક :

તમારો બહુમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો. મારી નોવેલ "અધૂરો પ્રેમ , નિર્મલા નો બગીચો , વિશ્વ ની ન્યારા ,નિર્ણય માતૃભારતી પર આવી ચુકી છે.

એ સિવાય મારી વાર્તા "કરમ ની કઠણાઈ , ર્ડો અલી ક્રિષકાન્ત પંડિત , અનોખો સંબંધ, મહામારી એ આપેલી વરદાન ,આદુ વાળી ચા, સરહદ થી પેલે પાર ની દોસ્તી અને ઝુમકી વાળી પણ તમને ચોક્કસ ગમશે.

© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .

આનલ ગોસ્વામી વર્મા