School Time ni Love Story - 1 books and stories free download online pdf in Gujarati

સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - 1

ધોરણ 8 ના નવા સત્ર નો પહેલો દિવસ વેકેશન ની મજા માણ્યા બાદ લગભગ દોઢ - બે મહિના પછી શાળા ની મુલાકાત લીધી હતી.ગુરુવાર નો એ દિવસ હતો નવા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સ્વાભાવિક પ્રાર્થના સભા લાંબી ચાલે જ પ્રિન્સિપાલ સાહેબ ગણવેશ ની , પુસ્તકો ની ને બીજા નિયમો ની સૂચના આપી દે પછી જ ક્લાસ માં જવાનું થાય.
નવા કલાસ માં એન્ટ્રી લેતા ની સાથે જ જૂના મિત્રો ને ગળે મળી ને વેકેશન ની વાતો ક્યાં ક્યાં ફરી આવ્યા એની ચર્ચાઓ થઈ રહી હતી. અમુક નવા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા.બધા મિત્રો ટોળે વળી ને વાતો કરતા હતા એમાં ક્લાસ માં બે છોકરીઓ પ્રવેશી પહેલા દિશા અંદર આવી એટલે તેની બીજી સહેલીઓ હેતલ , સૃષ્ટિ , લતા બધા દિશા સાથે વાત કરવા લાગ્યા એવા માં દિશા ની પાછળ પાછળ હિરલ પ્રવેશી તેને જોતાંની સાથે જ છોકરાઓ ના ટોળા માંથી મહેશ બોલ્યો શું લાગે છે બાકી...આ સાંભળી બાકીના શૈલેષ, કુંજ , અનુજ ને વિરલ બધાની નજર તે હિરલ તરફ વળી બધા જાણે કંઈક અદ્ભુત જોઇ લીધું હોય તેમ સ્તબ્ધ થઇ ગયા પરંતુ વિરલે એકવાર જોઇને મોં ફેરવી દીધું જાણે એને હિરલ માં કંઇ વિશેષ લાગ્યું નહોતું.
બધા થોડીવારમાં પોતાની જગ્યા લઇ ક્લાસ માં ગોઠવાઈ ગયા.હિરલ પણ દિશા ની પાસે જઈને બેસી ગઇ.સર ક્લાસ માં આવ્યા ને બધા સાથે થોડી સામાન્ય વાત ચીત કરી એમને વારા ફરથી દરેક ના પરિચય સાથે હાજરી લેવાનું શરૂ કર્યું.એક પછી એક વિધાર્થી નું નામ સર બોલે ને તે વિધાર્થી પોતાનો પરિચય આપતું હતું (આજે પ્રથમ દિવસ હતો એટલે).
વિરલ ના ટોળા માં બધા જ છોકરાઓ નું ધ્યાન હિરલ ના નંબર પર હતું કે એનું નામ શું છે? પહેલા કઇ સ્કૂલમાં ભણતી હતી વગેરે વગેરે...જેવો હિરલ નો વારો આવ્યો કે બધાનું ધ્યાન હિરલ પર કેન્દ્રિત થઈ ગયું . સુંદર ચહેરા ની સાથે સાથે એનો કંઠ પણ કોયલ જેવો સૂરીલો હતો.બધા હિરલ ને જ notice કરી રહ્યા હતા પરંતુ તેનો રતીભાર પણ અણસાર હિરલ ને નહોતો.પરંતુ દિશા એ બધું જાણી ગઈ હતી કારણકે એ તો છેલ્લા ૭ વર્ષ થી આજ લોકો સાથે ભણતી હતી છતાં દિશા એ હિરલને આ વાત જણાવી નહીં એને લાગ્યું કે આજે પહેલીવાર હિરલ ને જોઈ છે એટલે બધા ને થોડું અજુકતુ લાગે છે પછી તો મિત્રો બની જશે એટલે આમ તીરછી નજરે નહીં જુવે.
ધીરે ધીરે જેમ જેમ કલાકો પસાર થતા ગયા તેમ તેમ અલગ અલગ વિષય ના શિક્ષકો ભણાવીને ગયા.પહેલો દિવસ હતો એટલે બહુ ખાસ કંઈ ભણાવ્યું નહોતું. સ્કૂલ નો સમય પૂરો થયો એટલે બધા પોત પોતાની રીતે ઘર તરફ રવાના થયા કોઇ ગાડીમાં , કોઇ રિક્ષામાં , કોઇ સાયકલ પર તો કોઇ ચાલતા.
વિરલ, દિપક ,રાજ ,હિના બધા પોત પોતાની રિક્ષામાં બેસવા લાગ્યા હતા.હજુ રિક્ષામાં બધા આવ્યા નહોતા એટલે વિરલ તેની રિક્ષા ના આગળના હેન્ડલ ને ટેકો દઈને પગમાં સામાન્ય આંટી મારી ને હળવા અંદાજમાં ઉભો હતો. સામેથી દિશા અને નવી આવેલી હિરલ હાથમાં હાથ નાખીને વાતો કરતા કરતા આવતા હતા વિરલ તે સહજ રીતે જોઇ રહ્યો હતો કારણ કે દિશા કાયમી થી એજ રિક્ષામાં આવતી હતી જેમાં વિરલ આવતો હતો.પરંતુ આજે દિશા ની સાથે આવતી હિરલ તેમની રિક્ષા ની પાછળ ઉભેલી કોઇ રિક્ષામાં ન બેસતા આગળ આવી દિશા સાથે એજ રિક્ષામાં બેઠી ને વિરલ ની નજર હિરલ પર પડી . નજીકથી હિરલ ને જોયા પછી તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા જેમ કોઇ રૂપસુંદરી ને જોયા પછી સ્ત્રીમોહિત પુરુષ ના ભાવ બદલાઈ જાય તેમ. વિરલ બે ઘડી હિરલ ની સુંદરતા માં ડૂબી ગયો.આ જોઇ દિશા એ કીધું "ક્યાં પહોંચી ગયો? પાછો આવ...." "અહીંયા જ છું, ચાંપલી..." વિરલે જવાબ આપ્યો.
દિશા અને વિરલ વચ્ચે આવી નોક-ઝોક મજાક મસ્તી થતી રહેતી કારણ કે તે બંને બાળમંદિર થી સાથે એક જ સ્કૂલમાં ભણતા હતા અને એક જ રિક્ષામાં જતા આવતા બંને બહું સારા મિત્રો હતા.
થોડીવારમાં બધા આવી ગયા એટલે રિક્ષા ઉપડી ને ઘડીક વારમાં સૌ સૌના ઘરે પહોંચી ગયા. હવે નિયમિત સ્કૂલ ચાલું થઇ ગઇ હતી થોડા દિવસો વીતી ગયા હતા એટલે દિશા ની સાથે હિરલ પણ હવે વિરલ ની સારી દોસ્ત બની ગઇ હતી.