Shuhashi books and stories free download online pdf in Gujarati

સુહાસી

ન જાણે કેટલીય અનેક માનસિક યાતનાઓ સહન કરી હશે સુહાસી એ ... રોજ ને રોજ કંઈક ને કંઈક ઘર કંકાસ તો વળી સાથે સાથે આર્થિક સંકળામણ પણ... ભણેલ ગણેલ સુહાસી કેટલી સમજદાર પણ લગ્નજીવન પછી તો જાણે એના ઘરમાં ઘરકંકાસ .. એમાં પણ બીજું કંઈ જ નહીં બંને પરિવારોના વડીલો વચ્ચેના અહમનો ટકરાવ હા લગ્ન જીવનના થોડા દિવસો પતિ-પત્નીએ ખૂબ જ લગ્નજીવનને માણ્યું હર્યા ફર્યા અને થોડા સમય બાદ સુહાનીને ખ્યાલ આવ્યો કે હવે તે એક અન્ય જીવને પોતાના શરીરમાં અનુભવી રહી છે એટલે કે સુહાની હવે માતા બનવા જઈ રહી છે અને બસ ત્યારથી જાણે સુહાની નું સુખી લગ્નજીવન જાણે કેટલાય કંકાસ ઓ ને આમંત્રિત કરી બેઠું
સુહાની ના લગ્ન તેના માતા-પિતાની મરજી થી જ થયા હતા અને સુહાસ પણ તેમની માતા પિતાની જ એક પસંદગી હતી સુહાનીના માતા-પિતા અને સુહાસના ગંગા સ્વરુપ માતા વચ્ચે હંમેશા કોઈક ને કોઈક વાતનો ખટરાગ ઉભો જ રહેતો નાની નાની વાતમાં બંને પરિવારના વડીલો પોતાની મનમાની કરવા પર ઉતરી આવતા ક્યારેક સુહાનીને સારા પ્રસંગે રોકાવા દેવા માટે તો ક્યારેક સુહાનીને કોઈ ના મૃત્યુ સમયે ન જવા દેવા માટે થઈને અથવા તો સુહાનીને પોતાને પણ ખબર ન પડતી કે આ બંને પરિવારના વડીલો વચ્ચે શાને આવું થાય છે તે સુહાષને હંમેશા કહેતી કે ચાલ ને આપણે દરિયે જઈએ મને દરિયે ખૂબ જ ગમે છે
સુહાની જ્યારે પણ સુહાસ સાથે દરિયાકિનારે જતી ત્યારે દરેક ઘર કંકાસ ને ભૂલી જઈને માત્ર નિર્વિચાર સ્થિતિમાં આવી જતી માટે ઘણી વખત તો ઓફિસના થાકથી થાકેલા હોવા છતાં પણ સુહાસ સુહાની નું મન હળવું કરવા માટે તેને દરિયા કિનારે લઈ જાય છે અને બંને પતિ-પત્ની દરિયાકિનારે હાથમાં હાથ રાખીને કલાકો સુધી બેસી રહે છે જ્યારે બીજી બાજુ આ બંનેના પરિવારો વચ્ચેનો ખટરાગ ત્યાં સુધી પહોંચી જાય છે કે વાત છૂટાછેડા સુધી આવી જાય છે ત્યારે સુહાસ સુહાનીને કહે છે કે તું ઇચ્છે તે કરી શકે છે પણ આવનારા બાળકના માટે નિશ્ચિંત રહેજે કારણકે હું એને મારી આંખોને સમક્ષ જ હંમેશા રાખવા ઈચ્છું છું હું એને મારાથી ક્યાંય પણ દૂર થતા નહીં જોઈ શકું
બની શકે કે હું એક સારો પુત્ર નથી બન્યો કે બની શકે કે હું એક સારો પતિ નથી બન્યો કે બની શકે કે હું એક સારો જમાઈ નથી બની શક્યો પણ હું એક સારો પિતા બનીને બતાવીશ.. દરિયાકિનારાની આવી અનેક વાતો ને લઈને ઘણી વખત સુહાસિની સમજાવતી કે સુહાસ તને છોડ્યા પછી કોઈને પણ અપનાવી જ નહીં શકું તો શા માટે તું આવી વાતો કરે છે હું તું અને આપણું આ બાળક હંમેશા સાથે જ રહેશું
અને એક દિવસ અચાનક જ સુહાસી ના મમ્મી પપ્પા સુહાસિની સુહાસ સાથે દરિયાકિનારે વાતો કરતા નિહાળી રહી છે અને તરત જ ત્યાં પહોંચી જઈ અને પૂછે છે કે તુ શા માટે આની જોડે ફરે છે તને નથી ખબર કે હવે તારે આનાથી અલગ થવાનું છે તું કેમ ભૂલી જાય છે કેટલી વાર સમજાવું તને કે આનો પરિવાર કોઈપણ જાતના વ્યવહારમાં સમજતો જ નથી તો હવે આપણે તેને તરછોડી દેવાના છે અને તું આવનારા બાળકની ચિંતા નહીં કર અમે તેને સંભાળી લેશું ત્યારે સુહાસ એકદમ ઉભો થઈને તેના સાસુ સસરાને સંભળાવી દે છે કે ખબરદાર જો મારા બાળક વિષે એક પણ શબ્દ બોલ્યો છે તો હું તમારી દીકરીને કોઈ પણ જાતની તકલીફ આપતો નથી અને હર હંમેશ તમે અને મારી મમ્મી તમારા વ્યવહારો અને સામાજિક બાબતોને લઈને અમે અલગ પાડવા માટે મથ્યા કરો છો તો સાંભળી લો આજે એક વાત કે જ્યાં સુધી અમારું બાળક અવતરશે નહિ ત્યાં સુધી સુહાની ની દરેક જવાબદારી મારા માથા પર છે અને હું સુહાનીનો વાળ પણ વાંકો થવા નહીં દઉં તમારી જવું હોય તો તમે જોઈ શકો છો પણ સુહાની ની ચિંતા કરવાની તમારે કોઈ જ જરૂર નથી
ત્યારે સુહાની ની માતા સુહાનીને પૂછે છે કે હું તને છેલ્લી વાર પૂછું છું કે શું તું મારી સાથે આવવા માગે છે કે આ વ્યક્તિ સાથે રહેવા માંગે છે ત્યારે સુહાની ખુબ સરસ જવાબ આપે છે કેમ મમ્મી હું સુહાસ સાથે મારા મરજીથી કે ભાગીને કે તમારું દિલ દુભાવીને નથી આવી હું તમારા લોકોની મરજીથી તમારા પસંદગીના સુહાસને મળી છું અને હવે અમે એકબીજા વગર જીવી પણ નથી શકવાના માટે હું બે હાથ જોડું છું તમે અમારા પરિવારમાં આવો કંકાસ ન ફેલાવો અને પ્લીઝ હવે મારા માટે થઇને કોઈ પણ જાતના ઝઘડા ન કરો
ત્યારે સુહાસિની માતા સુહાસિને કહે છે કે આજથી તું મારા માટે મરી ગઈ છો અને હવે જો કંઈ સુહાસ તને તકલીફ આપે તો આ સામે દરિયો છે ને એમાં ડૂબી જ જે પણ કોઈ દિવસ અમને તારું મોઢું નહિ બતાવતી અને આમ કહીને એ લોકો જતા રહે છે પણ સુહાસી સુહાસ નો હાથ પકડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે ત્યારે સુહાસ એને સમજાવે છે કે આ બધું જ સારું થઈ જશે...આ સમય જતો રહેશે.. બસ તું થોડી ધીરજ ઘર બધું સારું થઈ જશે...
અને આજનો આ દિવસ કે સુહાસી પોતાની નાનકડી ઢબુ ને લઈને એ જ દરિયા કિનારે રમી રહી છે અને તેની માતા સાથે ફોન પર વાતો કરી રહી છે..