3 hours - 2 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | ૩ કલાક - 2

૩ કલાક - 2

પ્રકરણ ૨
"તને અચાનક પોલો ફોરેસ્ટ જવાનું મન કેમ થયું?" હીના એ પુછ્યુ.
"મેં સોશિઅલ મીડિયા માં પોલો ફોરેસ્ટ નો વિડીઓ જોયો અને મને ઈચ્છા થઈ ગઈ ત્યાં જવાની, અને મને મારું ધાર્યું કરવું બહુ ગમે છે." વિરલ એ ખભા ઉલાળ્યા.
"પણ રાત્રે? આજ થી હવે રોજ સાંજ ના ૭ વાગતા જ તારા મન ને તાળું મારી દેવાનું, રાત્રે જંગલ જોવા નીકળ્યા છીએ, બોલો." ગોપાલ ફોટોઝ પાડતાં બોલ્યો.

"બાળી નાખ ને તારો ફોન, જ્યારે જોવો ફોટોઝ, ફોટોઝ ને ફોટોઝ. હવે જો ફોન ને અડ્યો ને તું ગોપાલીયા તો હું તને ગાડી થી બહાર ફેંકી દઈશ ને ફોન ને જંગલ માં ફેંકી દઈશ." નિર્મળા એ ગોપાલ નો ફોન છીનવી લીધો.
"વિરહ ની આ આગ, બાળી ને કરી ન દે તને ખાક." નિર્માણ બોલ્યો અને બધા હસી પડ્યા.

ખેડબ્રહ્મા પહોંચી ને બધા એ ચા નાસ્તો કર્યો અને ફરી બધા નીકળી પડ્યા તેમની મંજિલ તરફ, વિહાર ડ્રાઈવ કરી રહ્યો હતો કેમકે રાત્રિ દરમિયાન ડ્રાઈવ કરવા માં તે એક્સપર્ટ હતો.
બાકી ના બધાં કલાક એક ની સતત મુસાફરી થી થાક્યાં હતાં અને ઉંઘી ગયાં હતાં. જંગલ વિસ્તાર શરું થઈ ચુક્યો હતો, સડસડાટ દોડતી ગાડી ને અચાનક બ્રેક લાગી ને ઝટકા સાથે ગાડી ઊભી રહી ગઈ. બધાં ઊંઘમાંથી જાગી ગ્યાં અને ગાડી ની બહાર નીકળ્યાં.

"એક્સિડન્ટ થઈ ગયો, મારો ફોન ક્યાં છે? નિર્મળા મારો ફોન આપ, એક્સિડન્ટ ના ફોટોઝ પાડવા પડશે." ગોપાલ તેનો ફોન નિર્મળાના જીન્સ ની પોકેટમાં શોધવા લાગ્યો.
"શું થયું વિહાર? કંઈ પ્રોબ્લેમ?" વિરલ એ પૂછ્યું.
"ખબર નહી ક્યાંથી અચાનક જ એક જાનવર રોડ પર આવી ગ્યું તો મે બ્રેક મારી." વિહાર એ બ્રેક મારવાનું કારણ જણાવ્યું.
"ઑહ થેન્ક ગોડ કોઈ ને કંઈ થયું નથી, ચાલો ગાડી માં બેસો બધા." હિના એ ગાડી નો દરવાજો ખોલ્યો એટલા માં વિહાર ની ચિસ સંભળાઈ,"યેએએએએ........ ત્યાં જુઓ લ્યા બધાં, ચાલો ત્યાં જઈએ."

વિહાર એ આંગળી ચિંધી એ દિશામાં બધાએ જોયું, એક કાચા પાકા રસ્તા પર નો એન્ટ્રીનું બોર્ડ મારેલું હતું.
"હા ચાલો જઇએ, મજા આવશે." વિરલ, નિર્માણ, ગોપાલ અને આસ્થા એક સાથે બોલ્યાં.
"ના, નથી જવું." હિના અને નિર્મળા બોલી.
"મજોરટિ ઇઝ ધ ડિસિઝન, સોરી ગર્લ્સ." વિહાર એ ગાડી નો એન્ટ્રી વાળા રોડ પર લીધી.
રસ્તો કાચોપાકો હતો, વર્ષોથી અહીં કોઈ આવ્યું જ ન હોય એવો વિરાન અને બિહામણો હતો. અહીં કંઈક ખોટુ છે એવો આભાસ હિના અને નિર્મળા ને રહી રહી ને થઈ રહ્યો હતો.

"આ તો એકદમ એડવેંચર મૂવી જેવું લાગે છે, આઇ એમ સો એક્સાઇટેડ." ગોપાલ તેનો ફોન લઈને તૈયાર થઈ ચૂક્યો હતો. ૩ કિલોમીટર પછી એક મોડ પર ગાડી ઉભી રહી ગઈ, અહીંથી બે રસ્તા પડતા હતા.
"અકડ બકડ બમ્બે બો, અસ્સી નબ્બે પૂરે સો, સો સે નિકલા ધાગા, ચોર નિકલ કર ભાગ." વિહાર ની આંગળી ડાબા રસ્તા પર અટકી, તેણે ગાડી ડાબી બાજુ લીધી અને આ કદાચ તેની જિદંગી ની પહેલી અને છેલ્લી ગંભીર ભૂલ હતી.

વીસેક મિનિટ ની ડ્રાઇવ પછી રસ્તો પૂરો થઈ ગયો, રસ્તો જ્યાં પૂરો થયો ત્યાં ઘેઘૂર વૃક્ષોથી ઢંકાયેલો સુંદર પહાડ હતો, તળેટી માં પહાડ ને અડી ને વિશાળ તળાવ અને સુંદર ઝાડવાં હતાં. ચોમેર રાતરાણીની ખુશ્બું ફેલાયેલી હતી, જીવજંતુંઓનો ગણગણાટ, ક્યારેક સંભળાતો જાનવરો નો અવાજ, કંઈક અલગ જ ખાસિયત હતી આ જગ્યા ની.

"કેએએએએએએટલી સુંદર જગ્યા છે આ, મારું તો હૈયું ભરાઇ આવ્યું આ સુંદરતા જોઈને." વિહાર એ તેની બેગ લીધી અને તળાવ કિનારે ગયો, તેની પાછળ બધા પોતપોતાની બેગ લઈને ગયાં.
વિહાર એ તંબું બહાર કાઢ્યો અને તંબું લગાવવાનું કામ ચાલું કર્યું, અડધા કલાક માં તંબું લાગી ગયા. બધાએ સાથે લાવેલો નાસ્તો કર્યો અને બધા તળાવ કિનારે બેઠાં.
"કાલે આપણે આ પહાડ ચડીશું." નિર્માણ પહાડ સામે આંગળી કરીને બોલ્યો.
"એ પહાડ ચડવા માટે આ તળાવમાંથી તરી ને જવું પડશે, કેમકે પહાડ તરફ જવાનો બીજો કોઈ જ રસ્તો નથી." આ સ્થા બોલી.
"હા તો શું? આપણને બધાને તરતા આવડે છે. અને કાલે કેમ હાલ જ જવું જોઈએ." વિહાર એ ખભા ઉલાળ્યા.
"સિરિયસલી વિહાર? આવી રીતે અજાણ્યા પાણી માં કુદી પડવાનું સાહસ કોણ કરી શકે? અને કરવું પણ ન જોઈએ." નિર્મળા એ વિહાર ના માથા પર ટપલી મારી.
"હું તો કરીશ, અને હાલ જ તળાવ ની સામે પાર પણ પહોંચીશ. બીજા બધા ને બીક લાગતી હોય તો બેસો કિનારે." શર્ટ ઉતારી ને વિહાર તળાવ માં કુદી પડ્યો.
"અરે આ તો બુદ્ધીનો બારદાન છે, તમે લોકો જાઓ ને એને પાછો લઈ આવો." હિના એ તેનું કપાળ કુટ્યું.

નિર્માણ પાણીમાં કુદ્યો અને વિહાર ને પાછો લઈ આવ્યો. હજુ બન્ને કિનારે પહોંચે એ પહેલા જ પાણીમાં હલચલ થઈ, ધીરે ધીરે વમળ મોટું થઈ રહ્યું હતું અને તીવ્ર ગતિ થી પાણી કિનારા તરફ આગળ વધી રહ્યું હતું.
કિનારા પર ઉભેલા લોકો ની આંખો ફાટી ગઈ, પાણી ને જાણે કોઈ ધક્કો મારી રહ્યું હોય તેમ પાણી આગળ વધી રહ્યું હતું.
"ભાગો..............." વિરલ બરાડી, અને બધા ગાડી તરફ ભાગ્યાં. પાણી તિવ્ર વેગ થી કિનારે ફેંકાયું અને બધું સાથે લઈ ગયું. તેમના ટેંટ, બેગ, ખાવાપીવાનો સામાન બધું જ પાણી સાથે વહી ગયું હતું.
"એક તળાવ ના પાણી માં તુફાન કેવી રીતે આવી શકે? અને આવે તો ય આટલી તાકાત થી? આ જગ્યા બરોબર નથી, અહીં કંઈક તો ખોટું છે, આપણે અહીંથી હાલ જ નીકળવું પડશે." નિર્મળા ગાડીમાં બેઠી અને ગાડી ચાલુ કરી, બધા ફટાફટ ગાડીમાં બેઠાં અને ત્યાંથી નીકળી ગયાં.

વીસેક મીનીટની ડ્રાઇવ પછી ફરીથી એ મોડ આવ્યો જ્યાંથી બે રસ્તા પડતા હતા, મેઇન રોડ તરફ જતા રસ્તા પર ગાડી લીધા પછી બધા ના જીવમાં જીવ આવ્યો.
"બસ ૩ કિલોમીટર પછી મેઇન રોડ આવી જશે અને ત્યાંથી આપણે સીધા ઘરે જઈશું." આસ્થા રડવા જેવી થઈ ગઈ હતી.
"અરે એવું કંઈ નથી જેવું તું વિચારે છે, તું રડ નહીં યાર. જો હમણાં આપણે મેઇન રોડ પર પહોંચી જઈશું અને પછી કંઈ જ નહીં થાય કોઈ ને........" નિર્માણ તેની વાત પૂરી કરે એ પહેલા જ ગાડી ઊભી રહી ગઈ.
બધા ના ચહેરા નો રંગ ઊડી ગયો, નિર્મળાએ કાંટો ચેક કર્યો. ગાડી દસેક કિલોમીટર ચાલી હતી, છતાંય તેઓ ફરી થી ત્યા જ ઉભાં હતાં જ્યાંથી તે બધા નીકળ્યાં હતાં.
બધા ની નજર સામે જાણે એ જ તળાવ અને એ જ પહાડ અટ્ટહાસ્ય કરી રહ્યાં હતાં.

ક્રમશ:

Rate & Review

Vipul Petigara

Vipul Petigara 4 months ago

Kanini

Kanini 2 years ago

Viral

Viral 2 years ago

Krupa Dave

Krupa Dave 2 years ago

nilam

nilam 2 years ago

Share